SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન નવેમ્બર, ૨૦૧૧ ડૉ. શ્રી કુમારપાળ દેસાઈ દ્વારા કથિત : ‘શ્રી મહાવીર કથા-દર્શન' ત્ત સતિષભાઈ એફ. કામદાર શ્રી ગુજરાતી કેળવણી મંડળ-માટુંગા, શ્રી માનવ સેવા સંઘસાયન, શ્રી જૈન સોશ્યલ ગ્રુપ-માટુંગા, શ્રી જૈન સોશ્યલ ગ્રુપસાયન, શ્રી જૈન જાગૃતિ સેન્ટર માટુંગા-સાયન દ્વારા યોજાતી શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન છેલ્લા ૫૧ વર્ષથી નિયમિત થાય છે. એના વિસ્તરણ રૂપે આ વર્ષના તા. ૭, ૮ અને ૯ ઑક્ટોબરના રોજ શ્રીમતી સમતાબાઈ સભાગૃહમાં (A/C હૉલ) એક અનેરો મૂલ્યવાન પ્રયોગ શ્રી કુમારપાળ દેસાઈ દ્વારા ઉજવાયો. આ પ્રસંગે ત્રણેય દિવસ ‘શ્રી મહાવીર કથા-દર્શન'નું સુંદર રસતરબોળ આોજન થયું, એની સાથે ત્રણેય દિવસ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સાયનના સભ્યોએ સુમધુર ભજનોના સૂરો દ્વારા આ પ્રસંગને અનુરૂપ સૂરો રેલાવ્યાં. આ પર્વના ત્રણેય દિવસ ભરચક શ્રોતાજનોએ ડૉ. કુમારપાળ દેસાઈની વિદ્વતા ભરેલી જ્ઞાનવર્ધક વાણીને ખૂબ જ સંતોષભાવે માશી, સૌ શ્રોતાગણોએ શ્રી કુમારપાળભાઈ અને આયોજકોને ધન્યવાદ આપ્યા. સાથે એમણે આવી નવીન તરાહની વધુ ને વધુ કથાઓનું ભવિષ્યમાં આયોજન થાય એવી ઈચ્છા વ્યક્ત કરી. જૈન ધર્મનો સંદેશો મળતો જાય એવી ઈચ્છા અસ્થાને નથી. પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ સમાજના અને દેશના 'જૈનરત્ન' છે. એમનું સામાજીક યોગદાન સૌ કોઈને ઉદાહરણ રૂપ છે. ટૂંકમાં ભવિષ્યમાં જ્યાં પણ આવા વિષયોનું યોગ્ય આયોજન થાય તો ધર્મજ્ઞાન રસિક શ્રોતાજનો અને શ્રાવકો આનો લાભ અવશ્ય લઈ શકે. જેથી આ જુદી રજૂઆત દ્વારા આપણે શ્રી મહાવીર સ્વામી અને અન્ય પૂજ્ય તીર્થંકરોના મહામૂલ્ય ગુણોનો આસ્વાદ માણી શકીએ. શ્રોતાઓને ત્રણ દિવસનો અમૂલ્ય લ્હાવો મળ્યો જેથી સૌના હૃદય પાવન થયા અને અમોએ સંતોષ અનુભવ્યો. ત્રીજા દિવસ, રવિવાર સવારના કથા દરમ્યાન વચમાં ડૉ. કુમારપાળ દેસાઈ દ્વારા લખાયેલ ‘મહાયોગી આનંદઘન' (જીવનકવન-સંશોધન)ના પુસ્તકનું વિમોચન સંસ્થાના પ્રમુખશ્રી પ્રવીણાભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું અને આ પુસ્તકને જાહે૨ વેચાણમાં મુકવામાં આવ્યું. ત્યારબાદ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રીશ્રી અને ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રીશ્રી ડૉ. ધનવંતભાઈ શાહે આ પ્રસંગને અનુસરતું અને સંસ્થા દ્વારા આવા પ્રયોગો શરૂ કરવા બાબતે ખાસ અભિનંદન અને શુભેચ્છા પાઠવતું મનનીય પ્રવચન આપેલ અને સંસ્થાને અને સર્વે કાર્યકર ભાઈઓને ખાસ અભિનંદન આપી ભવિષ્યમાં 'ગૌતમકથા' રજૂ ક૨વા વિનંતિ કરેલ. વિશેષમાં ડૉ. ધનવંત શાહે કહ્યું કે વર્તમાન વાતાવરણમાં ધર્મતત્ત્વને કથાના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવે તો એ પ્રતિનીકારક બનશે. ‘શ્રી મહાવીર કથા-દર્શન'નો મુખ્ય આશય એ છે કે ભગવાન મહાવીર સ્વામીના જીવનની વૈશ્વિક સંદર્ભમાં વિશેષતા, એમના સાધનાકાળની ગરિમા, એમના જીવનની અજાણ કે ઓછી જાણીતી ઘટનાઓ દ્વારા મળતા સંદેશને આમ પ્રજાને પહોંચાડવો. શ્રીહતું મહાવીર સ્વામીના એ સમયના ક્રાંતિકારી વિચારો આજના વર્તમાન સમયમાં પણ એટલા શાશ્વત, આવશ્યક અને વિશ્વકલ્યાણકારી છે. માત્ર ત્યાગ કે વૈરાગ્ય નહીં પણ સમગ્ર સૃષ્ટિના જીવોને સામાજીક, આર્થિક કે રાજકીય દૃષ્ટિએ ઉપયોગી અને પ્રભાવશાળી છે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપપ્રમુખ શ્રી સી. ડી. શાહ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ-આભાર, કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખશ્રી પ્રવીરાભાઈ શાહે આજના કથાકાર ડૉ. કુમારપાળભાઈ દેસાઈનો ત્રણ દિવસ માટે મહાવીર કથા-દર્શન આ કથાના નવીન વિચારનું આયોજન પ્રયોગ રૂપે શ્રી કુમારપાળ અને અભિવાદન કરેલ. દેસાઈ અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા અગાઉ થયું હતું. આરજૂ કરવા માટે ખાસ સર્વે સંસ્થાઓ વતી અંતઃકરણપૂર્વક આવકાર નવા પ્રયોગને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો, તેથી એમાંથી પ્રેરણા મેળવી માટુંગામાં આયોજન થયું, જેનાં શ્રેય શ્રી કુમારપાળભાઈ અને સર્વે આોજકોને જાય છે. જે સફળ આયોજન થયું એનાથી આવા વધુ પ્રયોગો આપણા પૂજ્ય તીર્થંકરોના જીવન પ્રસંગો અને એમના અમૂલ્ય બોધ રસમય સરળવાણીમાં પ્રસારિત થાય તો, ચોક્કસ જૈન સમાજ અને અન્ય ધર્મના ભાઈઓને ઉપયોગી વ્યાખ્યાનમાળા કમિટિના ચેરમેન શ્રી મહાસુખભાઈ કામદારે આ મહાવીર કાને સારો એવો આવકાર મળવાથી સર્વ ગુણીજનોનો ખાસ આભાર વ્યક્ત કરેલ અને આવતા સમયમાં ‘ગૌતમ-કથા' વિ. અનેક જ્ઞાનદાયક કથાઓ રજૂ કરવા માટેનું ડૉ. કુમારપાળભાઈને ખાસ આમંત્રણ આપેલ. અને જ્ઞાનમાં સ્મરણ કરવા યોગ્ય બને. શ્રી કુમારપાળ દેસાઈ ધર્મજ્ઞાનનો અમૂલ્ય ખજાનો ધરાવે છે. એમના જીવનનું આચરણ એક સાચા શ્રાવકે કેમ જીવવું એ જવલંત ઉદાહરણ રૂપ છે. તેઓ છેલ્લા ૪૦થી વધારે વર્ષોથી અવિરત લખાણ અને વ્યાખ્યાન દ્વારા દેશ-વિદેશમાં સુંદર ઉપયોગી કાર્ય કરી રહ્યા છે. જેના ફળ સ્વરૂપે આવી સુંદર ‘શ્રી મહાવીર કથાદર્શન'ની ભેટ મળી. એમની રજૂઆત અત્યંત રસમય અને ભાવવિભોર છે. ભવિષ્યમાં વધારે ને વધારે જ્ઞાનમય વિષયો દ્વારા કન્વીનર શ્રી પંકજભાઈ સંઘવી, ભદ્રેશભાઈ, રાજેનભાઈ, શ્રી નવિનભાઈ શાહ તથા ગુજરતી કેળવણી મંડળના મંત્રીશ્રી હસમુખભાઈ શાહનો ખાસ ઉલ્લેખ કરી તેઓના સાથ અને સહકાર બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ. સ્ટેજ પરનું સુંદર અને પાવનકારી વાતાવરણ ઊભું કરવામાં ભાઈશ્રી જતીનભાઈનો ચિત્તરંજન ડેકોરેટર્સ) ખાસ ઉલ્લેખ કરી આભાર વ્યક્ત કરેલ. રવિવારના બપોરના લગભગ એક વાગે મહાવીર કથા-દર્શન માણી પ્રભુની પ્રસાદી રૂપે સાથે ભોજન કરી સૌ છૂટા પડેલ
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy