SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ઑક્ટોબર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન શ્રી નયવિજયજી રચિત શ્રી ગૌતમસ્વામી સ્તવન 1સુમનભાઈ શાહ વીર. ૨ વીર મધુરી વાણી ભાખે, જલધિ જલ ગંભીર રે; ઈંદ્રભૂતિ ચિત્ત ભ્રાંતિ રજકણ, હરણ પ્રવર સમીર રે. વીર. ૧ પંચ ભૂત થકી જ પ્રગટે, ચેતના વિજ્ઞાન રે; તેહમાં લયલીન થાયે, ન પરભવ સંજ્ઞાન રે. વેદપદનો અર્થ એહવો, કરે મિથ્યારૂપ રે; વિજ્ઞાનથન પદ વેદ કેરાં, તેહનું એહ સ્વરૂપ રે. ચેતના વિજ્ઞાનથન છે, જ્ઞાન દર્શન ઉપયોગ રે; પંચભૂતિક જ્ઞાનમય તે, હોય 이런 સંયોગ રે. જિહાં જેહવી વસ્તુ દેખિયે, હોય તેહવું જ્ઞાન રે; પૂરવ જ્ઞાન વિષર્યથી, હોય ઉત્તમ જ્ઞાન રે. વીર. ૫ વીર. ૭ એહ અર્થ સમર્થ જાણી, મ ભણ પદ વિપરીત રે; ઇાિપરે ભ્રાંતિ નિરાકરીને, થયા શિષ્ય વિનીત રે. વીર. ૬ દિપાલિકા પ્રભાતે કેવલ, લહ્યું તે ગૌતમસ્વામી રે; અનુક્રમે શિવસુખ લહ્યા તેહને, નય કરે પ્રણામ રે. ભાવાર્થ સ્તવનની સાત ગાથામાં શ્રી નયવિજયજીએ શ્રી મહાવીર પ્રભુના પ્રમુખ ગણધર શ્રી ગૌતમસ્વામીને જે વેદવાક્યના આધારે મિથ્યાય ભ્રાંતિ હતી તેનું સમાધાન પ્રભુએ કેવું કર્યું તે પ્રકાશિત કરેલું જણાય છે. ઈંદ્રભૂતિ અને મહાવીરસ્વામીની પ્રથમ મુલાકાત વખતના પ્રસંગની કલ્પસૂત્રના ગણધરવાદ પ્રકરણમાં વિસ્તૃત માહિતી પ્રકાશિત થયેલી છે, જેના આધારે પ્રસ્તુત ભાવાર્થ સ્વાધ્યાયથી થયલો છે. ઈંદ્રભૂતિ વેદોના પ્રખર પંડિત હતા અને શાસ્ત્રાર્થ કરી મહાવીર પ્રભુને હરાવવાના ઇરાદે સમવસરણમાં જઈ ચઢ્યા અને પ્રભુનું તેજસ્વી અને ભવ્ય મુખારવિંદ જોઈ દંગ થયા તથા તેઓના હવાઈ તરંગો ઊડી ગયા. પ્રભુએ ઈંદ્રભૂતિને નામથી આવકાર્યા અને જે વેદવાક્યથી સંશય થયો હતો તે જાહેરમાં વ્યક્ત કર્યો અને સંશયનું સમાધાન કર્યું, જેની સંક્ષિપ્ત વિગત પ્રસ્તુત સ્તવનમાં શ્રી નયવિજયજીએ પ્રકાશિત કરેલી જણાય છે. વીર. ૩ વીર. ૪ શ્રી અરિહંત પ્રભુની સ્યાદ્વાદમયી મધુ૨ ધર્મદેશના પાંત્રીસ અતિશયોથી ભરપૂર હોય છે. આવી અપૂર્વ વાણી અર્થ ગંભીર, શ્રોતાજનોને ગ્રાહ્ય, પ્રશ્નોનું નિરાકરણ કરનારી, જીવ-અજીવાદિ તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ પ્રકાશિત કરનાર, અવિરોધાભાષી વગેરે હોય છે. આવી વાણીના શ્રવણથી શ્રોતાજનોના સ્થૂળ અને સૂક્ષ્મ સંદેહો આપોઆપ નિર્મૂળ થાય છે. હવે સ્તવનનો ભાવાર્થ જોઈએ. ૧. ઈંદ્રભૂતિથી થયેલ વેદવાક્યનું સંશયાત્મક અર્થઘટનઃ વિજ્ઞાનઘન એવેતેભ્યો ભૂતેભ્યઃ સમુત્યાય તાન્યેવાનુ વિનશ્યતિ, ન પ્રેત સંશાસ્તિ...વેદવાક્ય ૧૭ ઈંદ્રભૂતિને શ્રી મહાવીરસ્વામીએ કેવો સંશય ઉપરના વેદવાક્યમાં વર્તે છે તે જણાવતાં કહ્યું કે ‘હે ઈંદ્રભૂતિ તેં એવું અર્થઘટન વેદવાક્યનું કર્યું છે કે વિજ્ઞાનોનો સમુદાય પંચમહાભૂતોમાંથી ઉત્પન્ન થઈ પાછો તેમાં જ લય પામે છે માટે પરલોકની સંજ્ઞા નથી. એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ એવા પંચભૂતોમાંથી જ જ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થાય છે, જેથી જ્ઞાનનો આધર પંચભૂતો છે એમ જ માનવું જોઈએ. એટલે આત્મા નામક કોઈ સ્વતંત્ર પદાર્થ, દ્રવ્ય કે તત્ત્વ નથી, માટે પરલોક જેવી સંજ્ઞા નથી અથવા પુનર્જન્મ નથી. હે ઈંદ્રભૂતિ ! તું એવું પણ માને છે કે પ્રત્યક્ષ પ્રમાણથી, સ્પર્શદ અનુભવથી, ઉપમાથી અને અનુમાનથી આત્મા જણાતો કે દેખાતો નથી. ઉપરાંત જ્ઞાન એ પંચભૂતનો ગુણધર્મ છે, જેમ કે ઘી, દૂધ, પોષ્ટિક ખાદ્ય પદાર્થો વગેરેના ઉપયોગથી શરીરની પુષ્ટિ વધે છે, તેથી જ્ઞાન સતેજ થાય છે.’ ૨. ઉપરના સંશયાત્મક અર્થઘટનનું પ્રભુએ કરેલું સમાધાન : દશ્યો, જ્ઞેયો (જાણવાલાયક પદાર્થો) અને સંજોગોની સાપેક્ષતાથી હાજરી) સાંસારિક જીવને જ્ઞાન-દર્શન ગુણોનો પ્રયોગ (ઉપયોગ) પોતાની ક્ષયોપશમતા મુજબ વીર્યગુણના ઉદાસીન નિમિત્તરૂપ સદ્ભાવથી થાય છે. આવા ઉપયોગથી જ્ઞાન-દર્શનગુણોનું પરિણમન પર્યાયોના ઉત્પાદ્-વ્યયથી થાય છે, જેને વિશિષ્ટ જ્ઞાન કે વિજ્ઞાન કહેવામાં આવે છે. આવા ઉપયોગ વખતે પણ ધ્રુવત્વ (જ્ઞાનદર્શનગુણનું) કે નિત્યતા કાયમી વર્તે છે માટે જ આત્મદ્રવ્યને ઉત્પાદ્-વ્યય-ધ્રુવ છે એવું કહેવાય છે. આત્મદ્રવ્યનો પ્રમુખ જ્ઞાન અને દર્શનગુણ (જોવા-જાણવાદિ કાર્યમાં) છે અને સંજોગોની સાપેક્ષતામાં વિજ્ઞાન ઉત્પન્ન થાય છે માટે જ આત્માને વિજ્ઞાનઘન કહેવામાં આવે છે. જીવથી થતા દર્શન અને જ્ઞાનોપયોગ વખતે ગુણપર્યાયો કાર્યપણે આવિર્ભાવ (ઉત્પા૬) પામે છે અને તિરોભાવે લય (વ્યય) પામે છે. આવા ઉત્પાદ્ અને વ્યય વખતે પણ જ્ઞાન અને દર્શનગુણની ધ્રુવતા કાયમી હોય છે (નિત્યતા). ચૈતન્યમય અરૂપી આત્મા (ચેતન) અસંખ્યાત પ્રદેશાત્મક છે. એટલે અસંખ્યાત આત્મપ્રદેશો સાંસારિક જીવના શરીરમાં વ્યાપ્તિ પામેલા છે. આત્મપ્રદેશ એ આત્માનું અવિભાજ્ય અરૂપી અંગ છે અને દરેકે દરેક પ્રદેશે જ્ઞાનદર્શનાદિ આત્મિકગુણોના અનંતા પર્યાયો રહેલા છે. ચોક્કસ પ્રકારનું કાર્ય કરવાનું સામર્થ્ય ધરાવનાર અનંતા પર્યાયોના અખંડ સમુદાયને ગુણ કહેવામાં આવે છે. આત્મા અને તેના જ્ઞાનદર્શનાદિ ગુણોમાં સદૈવ અભિન્નતા કે અભેદતા વર્તે છે. એટલે ગુણો અને ગુણી એવા આત્માને જુદા કરી શકાતા નથી. ગુણોના પરિણમન વખતે પૂર્વ પર્યાયનો વ્યય અને ઉત્ત૨ પર્યાયનો ઉત્પાદ્
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy