________________
૩૬
રાખવું. બીજા બે જણાને ગાડું જોડીને લાકડાં લઈ આવવાનું કામ સોંપ્યું. ઘરમાં યજમાનના ઘરડાં માજી હતાં. એ રોગથી પીડાતાં હતાં. અને પથારીવશ હતાં. એટલે યજમાને ચોથા યુવાનને વીંઝણાથી પવન નાખી માજીના શરીર પરથી માંખો ઉડાડવાનું કામ સોંપ્યું. યુવાન ઘી વેચવા ગયો તે રસ્તામાં ક્યાંય ચોર છે કે કેમ તે જોવા લાગ્યો. ક્યાંયે ચોર દેખાયો નહિ એટલે એણે મનમાં ગાંઠ વાળી કે નક્કી ચોર ઘીની કૂંડીમાં જ પેઠો હશે. એણે વાસણને વાંકું વાળ્યું ને તરત જ બધું ઘી ઢળી ગયું. એણે વિચાર્યું કે કૂંડીમાંથી હવે ચોર અવશ્ય નીકળી ગયો.
જે બે મિત્રો લાકડાં લેવા ગયા હતા તે ગાડામાં લાકડાં ભરીને
પાછા વળતા હતા. ત્યારે ગાડાની ધરીનો ચિચૂંટોડ સાંભળીને એમને થયું કે નક્કી આ ગાડાને સનેપાત ઊપડ્યો છે, ને ભારે તાવ ચઢ્યો લાગે છે. એટલે એમણે ગાડાને છાંયડામાં ખડું કર્યું. થોડા સમયમાં ધરીને ટાઢી થયેલી જોઈને એ બન્નેએ વિચાર્યુ કે ગાડું તો સાવ ઠંડુગાર થઈ ગયું છે એટલે નક્કી તે મરી ગયું લાગે છે. આમ જાણીને એ મૂર્ખાઓએ ગાડાને એ સ્થાને જ બાળી મૂક્યું. ગાડાનાં લોહ
અસ્થિને નદીમાં પધરાવ્યાં. અને સ્નાન કરીને પરત જવા નીકળ્યા. એટલામાં ઘી વેચવા નીકળેલો ત્રીજો મિત્ર ત્યાં જ મળી ગયો. પેલા બે મિત્રોએ આ ત્રીજાને પણ સ્નાન કરાવ્યું.
હવે આ બાજુ યજમાનને ઘે૨ માજીની સેવામાં રહેલા ચોથા મિત્રનું કૌતુક જુઓ. માખીને ઉડાડવા છતાં એક માખી ફરીફરીને
પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧
માજીના શરીર પર આવીને બેસતી હતી. એટલે પેલા યુવાને ગુસ્સે ભરાઈને ત્યાં પડેલું એક લાકડું ઘરડાં માજીના મોં પર છૂટું ફેંક્યું. લાકાડના ધાથી મા તત્કાળ મૃત્યુ પામ્યાં. આખા ઘરમાં કોલાહલ મચી ગયો. માજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંતિમ વિધિ પતાવીને ઘરનાં બધાં ભેગાં મળીને બેઠાં હતાં, તેવામાં ગાડાનો અંતિમ સંસ્કાર કરીને પાછા ફરેલા પેલા ત્રણ મિત્રો ગાડાના મૃત્યુના શોકમાં યજમાન ગૃહસ્થની સામે બેસીને રડવા લાગ્યા. યજમાનને થયું કે આ ત્રણે જણા માજીના મૃત્યુના સમાચાર જાણીને મરણાંકમાં રડી રહ્યા છે. એટલે યજમાને એ ત્રોને સામેથી આશ્વાસન આપતાં કહ્યું, 'માજી ઘરડાં હતાં, થવાનું થઈ ગયું. હવે એનો આટલો બધો શોક ન કરશો.’
પેલા મૂર્ખાઓ કહે, 'શેઠ, ગાડું સનેપાતમાં ને કાલજ્વરમાં મરી ગયું. એનો અગ્નિસંસ્કાર કરી, એનાં રાખ-અસ્થિ નદીમાં પધરાવીને અમે આવ્યા છીએ.' વળી, પેલો ઘી વેચવાનું કામ લઈને નીકળેલો યુવાન કહે, ‘મેં ચોરને ઘીના વાસણમાં જોયો. વાસણ વાંકું વાળતાં તે નીકળી ગયો છે.’
યજમાન ગૃહસ્થ આ ચારેય યુવાનોની મૂર્ખાઈ બરાબર પામી
ગર્યો.
પેલી બાજુ રાજા-મંત્રી-પુરોહિત અને શ્રેષ્ઠીએ પરીક્ષા અર્થે બહાર કાઢેલા આ ચારેય પુત્રોની ભાળ મેળવીને એમને પાછા તેડાવી લીધા. અને લોકાચાર અને લોકવ્યવહાર સારી રીતે શીખે એ રીતે એમને ફરી ભણાવ્યા.
કરકંડુની કથા
ચંપાનગરીમાં દધિવાહન નામે રાજા રાજ્ય કરતો હતો. રાણીનું નામ પદ્માવતી, જે ચેટક મહારાજાની પુત્રી હતી. રાણી પદ્માવતી સગર્ભા થઈ ત્યારે તેને એક વખત એવો દોહદ જાગ્યો કે પોતે પુરુષનો વેશ ધારણ કરે અને પતિદેવ પોતાને આ કથાનો આધાર છે આગમગ્રેશ હાથી ઉપર બંસાડી, માથે છત્ર ધરીને ‘ઉત્તરાધ્યયન સૂત્ર' પરની શ્રી બગીચામાં લઈ જાય. પરંતુ પદ્માવતી સંકોચને લીવલ્લભ વિરચિત અર્થપ કારણે આ દોહદ રાજાને કહી શકતી નહોતી. પરિણામે દિન-પ્રતિદિન શરીરે દૂબળી થતી જતી હતી. આ જોઈને એક દિવસ રાજાએ રાણીને દુર્બળતાનું કારા પૂછ્યું, ત્યારે રાણીએ સગર્ભાવસ્થામાં પોતાને જાગેલો
મનોરથ કહી બતાવ્યો. આ સાંભળી રાજાને તો આનંદ જ થર્યા.
એક દિવસ રાણીને હાથી ઉપર બેસાડી, પોતે રાણીને માથે છત્ર ધરી રાણીની પાછળ
હાથી ઉપર બેસી વનમાં વિહાર કરવા નીકો. તે સમયે વર્ષાની ધીમી ફરફર ચાલુ થઈ. નવવર્ષાના જળથી ભીંજાયેલી ધરતીની માટીની મહેકથી અને વિવિધ વૃો પરના પુષ્પોની સુગંધથી હાથી વિહ્વળ અને મદોન્મત્ત બની પોતાના મૂળ નિવાસ સમી અટવી ભળી દોડવા લાગ્યો. હાથીને તર્કન નિર્જન જંગલ તરફ દોડતો જોઈ સગર્ભા રાણી ગભરાવા લાગી. સામે એક વડનું ઝાડ આવતું જોઈ રાજા રાણીને કહેવા લાગ્યો, ‘હે પ્રિયે, આગળ જે વડ આવે છે તેની એક શાખા પકડીને તું ટીંગાઈ જજે. હું પણ એમ જ કરીશ. પછી હાથી ભલે ચાલ્યો જતો.’ આમ કહી વડનું વૃક્ષ આવતાં રાજાએ એની એક ડાળ પકડી લીધી. પણ ગભરાઈ ગયેલી રાણી એમ ન કરી
શકી. પરિણામે એકલી રાણીને લઈને હાથી જંગલ ભણી દોડી ગર્યા. રાજા વડની ડાળીએથી
ટીકા. મુળ સુત્રની ભાષા પ્રાકૃત. ટીકા ગ્રંથની ભાષા સંસ્કૃત. રચનાવર્ષ વિ. સં. ૧૭૪૪. મૂળ સૂત્રના મા અન ‘નમિપ્રવ્રજયા’માં આ કથા મળે છે.
પુસ્તક : શ્રીમદ્ ઉત્તરાધ્યયન સૂત્રમ્’ (ટીકા તથા ગુજરાતી ભાષાનુવાદ સહિત.) પ્રકા.
પંડિત હીરાલાલ ઈસરાજ (જામનગરવાળા), ઈ. સ. ૧૯૩૫.