SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ८ ગયું. સંપ્રતિની કૃતિઓ અને તેના વ્યક્તિત્વનો કેટલોક ભાગ તેના પુરોગામી અશોક અને તેના અનુગામી દશરથના નામ પર ચડાવી દેવામાં આવ્યા. એવામાં સંપ્રતિના નામયુક્ત સિક્કાઓ મળવાં છતાં પણ તેના પર જોઈતું ધ્યાન અપાયું નથી. મૌર્ય સમ્રાટના જે વિવિધ સિક્કાઓ મળી આવે છે. તેમાંથી સંપ્રતિના સિક્કાનો અહીં પરિચય કરાવ્યો છે. પ્રાચીન સિક્કાઓમાં મુખ્યત્વે ચાર પ્રકાર મળે છે. (૧) પંચ-માર્કેડ સિક્કા (૨) ઢાળેલા સિક્કા (૩) અહીં મારેલા સિક્કા (૪) ટંકશાળમાં પાડેલ સિક્કા. આમાંથી ત્રણ પ્રકારના સિક્કા મૌર્યશાસન કાળ દરમ્યાનના મળી આવે છે. પ્રબુદ્ધ જીવન સંપ્રતિના સમયમાં પાટલીપુત્રની ટંકશાળ ખોલેલી હોવા છતાં ઢાળેલ સિક્કાઓ અને અડી મારેલ સિક્કાઓ બહાર પડતાં હોવા છતાં એ યુગમાં પંચ-માર્કેડ સિક્કાઓ વપરાતા હોવાનું જણાય છે. ઈ. સ. પૂર્વે ૨૫૦માં ભારતના સિંહાસને સમ્રાટ સંપ્રતિ વિરાજતો હતો એટલે ઉપરોક્ત સિક્કાઓ તેના સમયમાં બહાર પડેલા હોવાનું મનાય છે. મૌર્યયુગના જણાતા પોટીન ધાતુના સંખ્યાબંધ સિક્કાઓ મળી આવ્યા છે. તેમાંના ચોંત્રીશેક સિકકાઓ પર હાથીનું ચિહ્ન છે અને તે સંપ્રતિના હોવાનો સંભવ છે. કારણ કે તેમાંના કેટલાક સિક્કાઓ પર કનિંગહામના ધન પ્રમાણે સંવતનો નિર્દેશ છે અને તેને મહાવીર સંવત ગણાતાં સંપત્તિના સમય સાથે સંપૂર્ણ મેળ ધરાવે છે. (પ્રાચીન ભારત વર્ષ-ભાગ-બીજો, પૃ. ૮૬થી ૯૪) બ્રિટિશ મ્યુઝિયમમાં તેમજ પટના-મ્યુઝિયમમાં પણ સંપ્રતિના કેટલાક સિક્કાઓ છે. તેમાંથી ‘સંપ્રતિ મૌર્ય' નામ તથા મૌર્યવંશના વિશિષ્ટ ચિહ્નોથી યુક્ત એવા બે સિક્કાઓ પર બ્રાહ્મી લિપિમાં ‘મૌર્ય” એવું ચિહ્ન કોતરાયેલું છે. તે ઉપરાંત બે સિક્કાઓ એવા છે જેના ૫૨ સંપ્રતિનું નામ સ્પષ્ટ છે. જેમાંનો એક કનિંગહામના 'પ્રાચીન ભારતવર્ષના સિક્કાઓ'ના સંગ્રહમાં મળી આવે છે અને બીજો પટનાના મ્યુઝિયમમાં હુલ્ઝના સંગ્રહમાં મળી આવે છે. પહેલા સિક્કા પર સ્વસ્તિક અને તેની ઉપર જ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપ ત્રિરત્નગિરિ ઉપર ચન્દ્રની સાથે સાથે ડાબી બાજુએ ત્રિરત્નનું ચિહ્ન પણ છે. બીજા સિક્કા પર સ્વસ્તિક અને તેની ઉપર ચન્દ્રની સાથે સાથે ડાબી બાજુએ અખિલ ભારતના ચક્રવર્તીત્વનું સૂચક એવું સ્વસ્તિકનું ચિહ્ન છે. સંપ્રતિની પાસપોર્ટ પદ્ધતિ અને રાજમુદ્રાઓઃ જુલાઈ, ૨૦૧૧ સંપ્રતિના યુગની કેટલીક રાજમુદ્રાઓ નોંધપાત્ર છે. આ રાજમુદ્રાઓ શાહી ફરમાનો પર સહી કરવા માટે વપરાતી અથવા આંગળી પર શોભા વધારવા માટે પહેરવામાં આવતી. પટના બુલન્દીબાગના ખોદકામમાં મુદ્રાઓ (પાસપોર્ટ) તૈયા૨ કરાવવાનું મૌર્યકાલીન બીબું મળી આવ્યું છે તેમાં નીચે ગિરિચન્દ્ર, તેની ઉપર ગરૂડ અને માથે કલગી મોરનું એવું સંયુક્ત પક્ષી ચિહ્ન કોતરાયેલ છે. આ મુદ્રા પટના મ્યુઝિયમમાં જળવાયેલ છે. આ ત્રણે ચિહ્નોનો સંયુક્ત ઉપયોગ મોર્ય વંશમાં કેવળ સંપ્રતિએ જ કર્યો. છે. આવી એક વીંટી પટના મ્યુઝિયમમાં ૧૯૧૬ના સંગ્રહમાં ૧૭ B નંબરની છે. આ વીટી શાહી ફરમાનો પર સહી કરવા માટેની રાજમુદ્રા સમી જણાય છે. તેના પર સામસામી દિશાએ મોં ધરાવતા બે મગરનું ચિહ્ન છે. પટનાના મ્યુઝિયમમાં જળવાયેલી (નં. ૩૬૬) બીજી એક નાની વીંટી પણ મૌર્યકાલીન ટંકશાળમાંથી મળી હોવાનું મનાય છે. જીવહિંસા પર પ્રતિબંધ : પોતાના સામ્રાજ્યમાં સમ્રાટ સંપ્રતિ દ્વારા વનપ્રવેશ, સરોવર વગેરે સ્થાનોમાં કરવામાં આવતા પશુ-પક્ષીઓના શિકાર બંધ કરાવ્યા. કતલખાના બંધ કરાવ્યા તથા પશુઓ પર કરવામાં આવતા અત્યાચારો પર અંકુશ લગાવ્યો. આ પ્રકારના બધા કાર્યો બંધ કરાવ્યા જેનાથી પશુઓને પીડા ભોગવવી ન પડે. નીર્થયાત્રા : બે જૈનાચાર્યોના પ્રતિબોધિત સમ્રાટ સંપ્રતિએ જિનાલયો અને જિન પ્રતિમાઓના નિર્માણની જેમ ચતુર્વિધ શ્રી જૈન સંઘ સાથે તીર્થયાત્રાઓ પણ કરી હતી. તીર્થયાત્રાના બે મુખ્ય ઉદ્દેશો હતા. (૧) પોતાની દર્શનશુદ્ધિ (૨) ધર્મપ્રભાવના, સમ્રાટ સંપતિ જ્યાં જ્યાં જરૂરત હોય ત્યાં ત્યાં જિનમંદિર, ઉપાશ્રય, ધર્મશાળા વગેરેનું નિર્માણ અને વ્યવસ્થા કરાવતા અને તીર્થંકર ભગવંતોની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવતા. આ સંઘોમાં લાખો શ્રદ્ધાળુ લોકો ભાગ લેતા અને એમાં કરોડો રૂપિયાનો ખર્ચ થતો હતો. ઉલ્લેખ મળે છે તે મુજબ સમ્રાટ સંપ્રતિ મોટે ભાગે મુનિજનોની સાથે પદયાત્રા જ કરતા હતા. સમ્રાટે જૈનતીર્થ સ્થાનોની યાત્રા સિદ્ધાચલ, ગિરનાર, શંખેશ્વર, તારંગા વગેરે શ્રીસંઘ સાથે કરી હતી. આ રીતે જિનમંદિરના નિર્માણ, દીલિત સાધુગણ વગેરે દ્વારા સમ્રાટ સંપ્રતિએ સુંદર શાસન પ્રભાવના, તીર્થયાત્રા વગેરે ધાર્મિક કાર્યોમાં પોતાનું જીવન અર્પણ કર્યું. સંપ્રતિ દ્વારા નિર્મિત જિનાલય વગેરે પ્રાકૃતિક પરિવર્તન અને વિધર્મીઓના આક્રમણ આ બે કારણોનો ભોગ બન્યા. આ કારણોથી તે બધા સંપૂર્ણ રીતે આજે જોવા મળતા નથી તે છતાં કેટલાંક સ્થાનો છે જ્યાં સંપ્રતિ દ્વારા નિર્મિત મૂર્તિઓ અને અવશેષરૂપે ઊભેલા તે જિનાલો સમ્રાટ સંપ્રતિની ઉદાત્ત ભાવનાઓની યાદ અપાવે છે. સમ્રાટ સંપ્રતિએ જિનાલયોના નિર્માણ, ધર્મ ભાવનાને લગતા શાસન પ્રભાવનાના કાર્યો પરદેશમાં શરૂ કર્યાં. તેમાં ગ્રીસ, પૂર્વ આફ્રિકા, ઈજીપ્ત, એબિસિનિયા, તુર્કસ્તાન વગેરેમાં કાર્યો કર્યાના ઉલ્લેખો પ્રાચીન ગ્રીક ટિપ્પણીઓ તથા લેખો દ્વારા જાણવા મળે છે. *** બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૩, એન નં. : (022) 65509477
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy