________________
જુલાઈ, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન
ત્રણ સંસ્થાઓના સહયોગથી સર્વપ્રથમવાર યોજાયેલો
હસ્તપ્રતવિધાનો સર્ટિફિકેટ કોર્સ
ભારતમાં હસ્તપ્રતોનો વિપુલ ખજાનો અભ્યાસીઓના અભાવે માત્ર ગ્રંથભંડારો, સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં અપ્રકાશિત રૂપે પડેલો છે. એક કરોડ જેટલી હસ્તપ્રતો દેશના વિવિધ સ્થાનોમાં રહેલી છે અને એથીયે વિશેષ દક્ષિણ એશિયા અને એશિયાઈ દેશોમાં દોઢ લાખ ભારતીય હસ્તપ્રતો અને યુરોપીય દેશોમાં ૬૦ હજાર જેટલી ભારતીય હસ્તપ્રતો હોવાનો અંદાજ છે. ગુજરાતના વિવિધ ગ્રંથભંડારોમાં ૨૦ લાખ હસ્તપ્રતો હોવાનો અંદાજ છે. આ એક કરોડમાં હજી સુધી માત્ર ૧૫ લાખ હસ્તપ્રતોનું સૂચીકરણ થયેલું છે. બાકીની હસ્તપ્રતોનું કોઈ વર્ગીકરણ મળતું નથી.
ગુજરાતમાંપ્રથમવાર ત્રણ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે લિપિવાચન અને ગ્રંથસંપાદનની તાલીમ આપતા પંદર દિવસના હસ્તપ્રતવિદ્યાના સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરવામાં આવ્યું. ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી (લંડન અને ભારત) ભાંડારકર ઓરીએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (પૂર્ણ) અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર (કોબા) આ ત્રણ સંસ્થાઓએ પોજેલા હસ્તપ્રતવિદ્યાના આ કોર્સમાં વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિક તેમજ પ્રેકટિકલ તાલીમ આપવામાં આવી. ગુજરાત વિશ્વકોશભવનમાં યોજાયેલા આ કોર્સમાં ગુજરાત અને ગુજરાત બહારના ૩૦ જેટલા આ વિષયોના નિષ્ણાતોએ વક્તવ્ય આપ્યાં. આ સર્ટિફિકેટ કોર્સનું ઉદ્ઘાટન શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ કર્યું અને તે પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં ઉપસ્થિત પદ્મભૂષણ ડૉ. મધુસૂદન ઢાંકીએ આના અભ્યાસની જરૂરિયાત ઉપર ભાર મૂકર્યો હતો. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં શ્રી મૈત્રેયી દેશપાંડે, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, શ્રી મુકેશભાઈ શાહ, શ્રી ધનવંત શાહ, શ્રી કનુભાઈ શાહ
અને શ્રીનંદ બાપટે પ્રસંગોચિત વક્તવ્ય આપ્યાં હતાં.
કોબામાં આવેલા શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના આચાર્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરમાં વિદ્યાર્થીઓને હસ્તપ્રતની પ્રત્યક્ષ તાલીમ મળે તે માટે બે દિવસ તાલીમ વ્યાખ્યાનો પણ યોજાયાં. કોબાની સંસ્થાએ હસ્તપ્રતવિદ્યાનો
અભ્યાસ કરીને તૈયાર થનાર વિદ્યાર્થીઓને રોજગારી આપશે તેવી જાહેરાત કરી. શ્રી મુંબઈ જૈન યુવક સંઘે ભવિષ્યમાં ઉમળકાભર્યો સાથ આપવાની ખાતરી સાથે પ્રતીક રૂપે રૂા. ૧૧,૦૦૦/- નો ચેક પણ મોકલી આપ્યો. હસ્તપ્રતવિદ્યાના ક્ષેત્રે કામ કરતી બીજી સંસ્થાઓ પણ અભિયાનમાં જોડાઈ રહી છે તે આનંદની ઘટના ગણાય.
ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના શ્રી નેમુ ચંદરયા અને શ્રી કુમારપાળ દેસાઈ, (ભારત-લંડન) ભાંડારકર ઓરીયન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (પૂર્ણ)ના મૈત્રેથી દેશપાંડે તથા શ્રીનંદ બાપટ તથા શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના શ્રી મુકેશભાઈ શાહ અને શ્રી કનુભાઈ શાહે (કોબા-ગાંધીનગર) આનું સમગ્ર આર્ષોજન કર્યું હતું. ૧૯ જૂન થી ૩૦ જુલાઈ ૨૦૧૧ દરમ્યાન ગુજરાત વિશ્વકોશ ભવનમાં દરરોજ નિયમિત રૂપે ચાલેલા આ વર્ગોમાં હસ્તપ્રત વાંચન, સચિત્ર હસ્તપ્રતો, હસ્તપ્રતમાં શુદ્ધિ અશુદ્ધિ, હસ્તપ્રત જાળવણી, હસ્તપ્રત સંરક્ષણ, મધ્યકાલીન હસ્તપ્રતોના સંપાદનમાં પડતી મુશ્કેલી–એમ વિવિધ વિષયો ઉપર ૩૦ જેટલા તજજ્ઞોએ વ્યાખ્યાનો આપ્યાં.
પંદર દિવસના હસ્તપ્રતવિદ્યાના સર્ટિફિકેટ કોર્સનો ૩ જુલાઈ ૨૦૧૧ રથયાત્રાના શુભ દિવસે ગુજરાતી સાહિત્યના વિવેચક અને વિશ્વકોશના સર્જક ડૉ. ધીરુભાઈ ઠાકરના હસ્તે સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. સમાપન પ્રસંગે ડૉ. ધીરુભાઈ ઠાકરે કહ્યું હું હસ્તપ્રતવિદ્યા એ આપણાં મહાન સાંસ્કૃતિક વારસો છે અને એના અભ્યાસ માટે આટલા બધા યુગાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ આવ્યા તેનો મને આનંદ છે. તે આપણા ઉજ્જવળ ભવિષ્યની આશા છે.
DiCor ~~© ‘પ્રબુદ્ધ જીવન'નો ઑગસ્ટ-સપ્ટે.નો સંયુક્ત પર્યુષણ પર્વ વિશેષ અંક
જૈન સાહિત્ય કથા વિશ્વ
જૈન શાસનના આ મહાન પર્વ પ્રસંગે ‘પ્રબુદ્ધ જીવન’ ઉપરના વિષય ઉપર લગભગ ૪૦ લઘુકથાનો એક દળદાર અંક પ્રસ્તુત કરશે.
૫
જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી પ્રખર પંડિત ડૉ. કાંતિલાલ બી. શાહે આ અંકનું સંશોધનપૂર્વક સરળ ભાષામાં સંપાદન કર્યું છે જે જૈન-જૈનેતર જિજ્ઞાસુઓ માટે આસ્વાદ્ય બની રહેશે. પ્રભાવનાના શુભ કાર્ય માટે આ અંકની વધુ નકલ જે જિજ્ઞાસુદાતાને પ્રાપ્ત કરવી હોય એઓશ્રીને શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતિ.
એક અંકની કિંમત માત્ર રૂા. ત્રીશ.
-મેનેજર
સમાપન સમારોહમાં ભાંડારકર ઓરીયન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના મૈત્રેથી દેશપાંડેએ કહ્યું કે અમારી સંસ્થા ૯૭ વર્ષ જૂની છે, પરંતુ અમને અહીંની સંસ્થાઓ પાસેથી ઘણુ નવું શીખવા અને જાદાવા મળ્યું છે. કુમારપાળ દેસાઈએ કહ્યું કે હસ્તપ્રત વિશે કાર્ય કરતી સંસ્થાઓનો ઉત્તમ સહયોગ પ્રાપ્ત