SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ વાડિયા તરીકે ઓળખાવાનું શરૂ થયું, ૨૦૮ એકર જમીન ઉપર ૧૦૦ પરિવાર નભી શકે તેમ નહોતું. વળી, ફાળવાયેલી કુલ જમીનમાંથી કેટલીક જમીન ઉપર આસપાસના વગ ધરાવતા લોકોનું દબાણ હતું જે આજે પણ છે. આમ ટૂંકી જમીનમાં આકાશી ખેતી ઉપર નભવું અઘરું હતું. આ વિસ્તારમાં ખેતમજૂરી પણ વર્ષમાં માંડ ૧૦ દિવસ મળે. વળી, સરાણિયાની છાપ ખરાબ એટલે કોઈ મજૂરી માટે પણ ન બોલાવે. મજબૂરીથી સરાણિયા બહેનોએ ફરીથી શરીર વેચવાનું શરૂ કર્યું. પ્રબુદ્ધ જીવન વાડિયાના સરાળિયાનો જીવનસંઘર્ષ દિવસે-દિવસે વધુ ને વધુ કપરો થતો ગયો. દીકરી પંદર વર્ષની થાય એટલે માતા-પિતા કે ભાઈ જ તેને લોહીના વ્યાપારમાં ધકેલી દે (સરાણિયામાં છોકરા-બહેનો પોતાની કથની કહેતી જાય. ત્રીજા દિવસે એક પ્રૌઢા ૧૩ આવા વાડિયા ગામમાં મિત્તલ પહોંચી. ગામલોકોને અને એ બહેનોને મળી. સહાનુભૂતિ સાથે વાતચીત કરતી મિત્તલ પાસે છોકરી પાંચ-સાત વર્ષનાં થાય એટલે સગાઈ થઈ જાય.જે છોકરીની સગાઈ આ ઉંમરમાં ન થાય તે દેશના વ્યાપારમાં જોડાશે તેવું સૌ માની લે છે.. જે બર્મન આ વ્યવસાય સાથે સંકળાય તેનાં લગ્ન થતાં નથી પરંતુ બાળકો થાય છે. શરૂઆતમાં આ બાળકો સાથે કોઈ લગ્ન કરતું નહોતું પણ સમય જતાં સામ-સાટે લગ્ન થવા લાગ્યાં. જે ભાઈને બહેન ન હોય તેનાં લગ્ન થવાં મુશ્કેલ છે. આ યુવાનો બીજી જ્ઞાતિની કન્યા તગડી રકમ વ્યાજે લાવી અમદાવાદ જેવાં શહેરોમાંથી કન્યાવિક્ય કરનારા દલાલો પાસેથી ખરીદે છે. જે આજે પણ ચાલુ છે. જૂન, ૨૦૧૧ વૈકલ્પિક રોજગાર ન મળવાના કારણે મજબૂરીથી આ વ્યવસાયમાં જોડાઈ રહેવું પડે છે. વાડિયાના સુશ્રી ભીખીબહેન આ અંગે જણાવે છે કે, 'આવી જિંદગી અમને પણ ગમતી નથી. આજુબાજુના ગામના લોકો અમને મજૂરી માટે બોલાવતા નથી. કોઈક બોલાવે તો મજૂરીએ જઈએ છીએ પણ લોકો ખરાબ નજરથી જુવે છે. ગામના યુવાનો થરાદ કે આસપાસના ગામમાં જાય તો બીજા ગામના પુરુષો 'તારી બહેનનો ભાવ શું છે ?” તેવું પૂછે છે. આથી કંટાળીને છોકરાઓએ બહાર જવાનું બંધ કરી દીધું.' દેહ વ્યાપારમાં જોડાયેલી બહેનો પરિવાર સાથે રહે છે. સમય જતાં તે પરિવારથી અલગ પોતાનું ઝૂંપડું ઊભું કરી રહેવાનું શરૂ કરે છે અને પોતાનું તથા બાળકોનું ભરણપોષણ કરે છે. બહેનની ઉંમર થતાં તેની દીકરીઓ તેનું ભરણપોષણ કરે છે. આમ આ વિષચક્ર ચાલ્યા કરે છે. વાડિયામાં રાત-દિવસ ખાનગી વાહનો આવતાં. ઉપરાંત ઘણી બહેનો થરાદ, પાલનપુર, ડીસા, માઉન્ટ આબુ તથા સ્થાનિકમાં થરાદના દલાલો મારફત જતી, જે આજે પણ ચાલુ છે. જોકે વિચરતા સમુદાય સમર્થન મંચ સાથે કામ કરતાં શારદાબહેન ભાટી વાડિયામાં નિયમિત જાય છે. આમ, મિત્તલ અને અન્યોના સઘન સંપર્કથી વાડિયામાં આવતાં વાહનોની સંખ્યા ખૂબ ઓછી થઈ છે. ઘણી બહેનોએ આ વ્યવસાય છોડ્યો છે. ૩૦ જેટલી બહેનો ફક્ત એક પુરુષ સાથે સંબંધ રાખતી થઈ છે છતાં આજે પણ ઘણી બહેનો આ વ્યવસાય સાથે જોડાયેલી છે તે હકીકત છે. તેઓમાંની ઘણી બહેનો આ વ્યવસાય છોડવા ઈચ્છે છે પરંતુ વર્ષની છોકરીને લઈ આવી અને મિત્તલને એ છોકરીને પોતાને ઘરે લઈ જવા વિનંતી કરી. તેણે કહ્યું કે જો તેને આજે અહીંથી દૂર નહીં લઈ જવાય તો આવતી કાલે એનો બાપ એને પાલનપુર લઈ જશે અને એને નરકમાં ધકેલી દેશે. ભીરૂ કબૂતરની જેમ ફફડતી નિર્દોષ સોના મિત્તલને વળગી રહી અને અશ્રુભરી આંખે આર્જવી રહી હતી. લાગણીભર્યા લોચને મિત્તલ એને નીરખતી રહી, માથે માયાળુ હાથ ફેરવતી રહી અને એથી વિશેષ એ કશું કરી શકી નહીં મિત્તલની મજબૂરી હતી કે સોનાને તે ક્યાં લઈ જાય ? ક્યાં સાચવે ? અને એને એ દોઝખમાંથી કેમ ઉગારે છે મિત્તલ આંખો બંધ કરી વિચારતી હતી એટલામાં એનો બાપ આવ્યો અને સોનાને મિત્તલ પાસેથી છોડાવીને લઈ ગયો. ગાયને વાછડીથી દૂર લઈ જવાય ત્યારે ગભરૂ વાછરડી ગાયને નીરખતી રહે એમ સોના મિત્તલને જોતી રહી અને વાછરા વછોયી ગાવડીની જેમ મિત્તલ પણ સોનાને જોતી રહી. ૧૩-૧૪ વર્ષની નિર્દોષ બાળકી માટે પોતે કશું કરી શકી નહીં તેવો અપરાધ ભાવ મિત્તલને ડંખતો રહ્યો. તે જાણતી હતી કે સોનાના બાપને સોનાની નથની ઉતારનાર કોઈ શ્રીમંત વેપા૨ીનો નબીરો તગડી રકમ આપશે. મિત્તલ રાત્રે વાડિયામાં જ રોકાઈ ગઈ. સવારે સોના ઘરે પાછી આવી ત્યારે એના દીદાર સાવ ફરી ગયા હતા. સોનાને જોઈ મિત્તલ મોટેથી રડી પડી. અને એ રૂદનમાંથી એના નિશ્ચયે નવો વળાંક લીધો. એણે મનોમન નક્કી કર્યું કે ગમે તેવી કસોટી થાય પણ વાડિયા ગામના પરિવારોનું પુનર્વસન કરી સોનાને બચાવી ન શકી તેનું પ્રાયશ્ચિત્ત કરીશ. જીવદયા પ્રેમી જાણે ઉત્તર પ્રદેશની માયાવતી સરકારે આઠ કતલખાના ખોલવાની પરવાનગી આપી છે. એક કતલખાનામાં એક દિવસમાં ચૌદ હજા૨ મૂંગા જીવોની કતલ થશે. એટલે આઠ કતલખાનામાં પ્રતિદિન એક લાખ બાર હજાર પશુઓની હત્યા થશે. કચ્છમાં જાઈ મો. નં. ૯૮૭૯૫૦૬૦૫૯.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy