SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૧૧ અનુોદના કે સાથ નહિ આપું.' બસ, આટલું કરો. બે વીસી પછીના દેશને જોજો...પ્રગતિ અને આત્મતેજથી દેશ ઝળહળતો હશે. પ્રબુદ્ધ જીવન અમે સાયન જૈન હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે એક વાર મોરારજી દેસાઈ પધાર્યા. બધાં વિદ્યાર્થી એમની પાસે ઓટોગ્રાફ લેવા પહોંચી ગયા. મો૨ા૨જીભાઈ કહે, જે ખાદી પહેરતા હશે એને જ હું ઓટોગ્રાફ આપીશ.” બધાની પેન ડાઉન. આપણા સાધુ-સાધ્વી નક્કી કરે કે જે ઘરમાં ભ્રષ્ટાચારનું ધન ન હોય અને જેમણે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું ન હોય ત્યાં જ ગોચરી કે ભિક્ષા લેવા જઈશું, અને દાનની રકમ રોકડાથી નહિ ચેકથી જ લેવાની હોય એવા ઉપાશ્રયમાં, આશ્રમમાં કે મઠમાં અર્મ નિવાસ કરીશું, જોજો ચમત્કાર! સાધના અને સાધ્ય માટે સાધનશુદ્ધિ પણ એટલી જ મહત્ત્વની છે. ભ્રષ્ટાચારને નાથવાનો રાષ્ટ્રધર્મ પહેલાં પછી નિરાંતે આત્મધર્મ. જ X X X વિઝ હોલીનેશ ડૉ. સૈયદના મોહંમદ બુરહાનુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) વહી૨ા સંપ્રદાયના આ મહાન ગુરુની ૧૦૦મી સાલિંગરા હમણાં મુંબઈમાં ધામધૂમથી ઉજવાઈ. આ મહાપુરુષના જ્ઞાન અને સેવા તરફ નજર કરીએ તો મસ્તક અને આત્મા નમન કરી બેસે. આ દિવસે વહોરા બંધુઓની શ્રદ્ધા અને ભક્તિ જોઈને હૃદય નમી ૫ પડ્યું. આ મહાપુરુષ વિશે તો એક મહાગ્રંથ લખાય એવું એમનું જીવન છે. આપણી શી હેસિયત? આ પૂજ્યશ્રીના રૂહને, જીવનને અને વરા ભાઈઓની ભક્તિને આપણા વંદન હજો. XXX મહાવીર મહાવીર જયંતી નિમિત્તે મહાવીર વંદનાનો કાર્યક્રમ આપણા સંઘે લગભગ પંદરેક વર્ષો બાદ તા. ૧લી મે ૨૦૧૧ના રોજ પાટકર હૉલમાં સવારે ૧૦ થી ૧૨ યોજ્યો હતો. જૈન યુવક સંઘની એક પ્રવૃત્તિ ‘પ્રેમળ જ્યોતિ’ના પ્રણેતા સ્વ. વિદ્યાબેન મહાસુખભાઈના અનુદાનથી આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી અને તેમના જ અનુદાનથી મહાવીર જયંતીનો પ્રોગ્રામ દર વર્ષે બિરલા ક્રીડા કેન્દ્રમાં યોજાતો હતો. મુ. વિદ્યાર્બનના નિધન બાદ ઘણાં વર્ષો સુધી આ ઉજવણી સ્થગીત થઈ ગઈ હતી. આ વર્ષે તેમના જ એક કુટુંબીજન શ્રી કમલેશભાઈના સૂચનથી કાર્યવાહી સમિતિએ આ કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું. આ સમગ્ર કાર્યક્રમનું સંયોજન કર્યું હતું શ્રી નીતિન સોનાવાલા, શ્રીમતિ પુષ્પાબેન પરીખ અને શ્રીમતિ ઉષાબેન પ્રવીણભાઈ શાહે આ વર્ષે ગૌતમકથા બાદ તા. ૧લી મે ૨૦૧૧ના રોજ શ્રીમતી ઝરણાબેન વ્યાસ તથા શ્રી વિજયભાઈ વ્યાસ અને પાર્ટીનો સુમધુર સંગીતનો કાર્યક્રમ રાખ્યો હતો. સૌ પ્રથમ શ્રી નિતીનભાઈએ શ્રોતાજનોને આવકાર આપી ઝરણોબન તથા વિજયભાઈનો પરિચય પૂ. શ્રી સત્ય સાંઈ બાબા, આ મહાન અવતારી આત્મા જગત તેજમાં વિલીન થઈ ગયો. એ દેહ કોઈ મહાન તત્ત્વજ્ઞાની કે ઉપદેશક ન હતો. એમણે કોઈ ભવ્ય મંદિરોનું નિર્માણ કર્યું નથી કે નથી કોઈ ભવ્યાતિભવ્ય ઉત્સવો કર્યાં. એમણે માનવ માત્રની સેવા કરી છે. સેવા અને પ્રેમના મંત્રને આકાર આપ્યો છે. આ મહાત્માએ મોક્ષની વાતો કરીને મોક્ષનું પ્રલોભન નથી આપ્યું, સ્વર્ગની લાલચ દેખાડી નથી, પણ અનેક માનવોને અભાવો અને અપમાનોના વાસ્તવિક નરકમાંથી ઉગાર્યા છે. એમના ચમત્કારો મહત્ત્વના નથી પણ માનવ જાતના ઉદ્ધાર માટે આ મહાન આત્માએ જે ચમત્કાર જેવું કાર્ય કર્યું છે એ ધરતી ઉપર કોઈ નાનો ચમત્કાર નથી. પાંચ હજારમાં બાયપાસ સર્જરી, દર્દીની વિના મૂલ્યે સેવા, વિના મૂલ્યે મૂલ્યવાન શિક્ષણ, પાણીની યોજના, વગેરે વગેરે અનેક માનવ સેવાના કાર્યો એક સરકાર ન કરી શકે એવા મહાન કાર્યો આ આત્માએ કર્યા. એ આત્માને કોર્ટિ કોટિ નમન. Tધનવંત શાહ drdtshah@hotmail.com વંદના કરાવ્યો હતો. ત્યારબાદ ઝરણાબેને તેમના સુમધુર કંઠે નવકાર મંત્રથી શરૂ કરી અતિ સુંદર ભાવવાહી ભજનોનો થાળ શ્રોતાજનોને પીરસ્યો હતો અને શ્રોતાઓએ મન ભરીને માણ્યો હતો. ભજનોની વચ્ચે વચ્ચે ધૂન લઈ શ્રોતાઓને પણ એમની સાથે ભક્તિ સંગીતમાં સામેલ કરી દીધા હતા. જેઓ આવ્યા તેઓએ માણ્યું અને ન આવ્યા તેમણે ગુમાવ્યું એવો આ મનહર અને મનભર ભક્તિ સંગીતનો કાર્યક્રમ હતો. ઝરણાર્બનને તબલા પર એમના પતિ વિજયભાઈએ ખૂબ જ સુંદર સાથ આપ્યો. ઝરણાર્બન ગુજરાતી ભાષી ન હોવા છતાં તેમના ઉચ્ચારો એકદમ શુદ્ધ હોવાથી જે ભાવપૂર્વક તેઓએ જૈન, મીરાંના, તેમજ બીજા ભજનો પીરસ્યા તેનાથી શ્રોતાગણ ડોલાયમાન થઈ ગયા. સમય મર્યાદા સાચવવા માટે સવાબારે કાર્યક્રમ પૂરો કરવો પડ્યો. શ્રોતાજનો જરૂર અતૃપ્ત મને જ વિદાય થયા હશે. આ લખનારે આ કાર્યક્રમમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર સર્વ યોજકોનો આભાર માનવાની ફરજ બજાવી હતી. પુષ્પા પરીખ
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy