SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન આગમ...આત્મ સુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ ગુણવંત બરવાળિયા (વિદ્વાન લેખક વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ઉપરાંત જૈન ધર્મના ઊંડા અભ્યાસી અને જૈન આગમ વિશેના અન્ય જૈન સાહિત્ય વિષયક પુસ્તકોના કર્તા તેમજ ગુજરાતી સાહિત્યના પા લેખક છે. ઉપરાંત જૈન સાહિત્ય જ્ઞાન સત્રના સંયોજક છે. } (જૈન દેરાવાસી સંપ્રદાયને માન્ય પિસ્તાલીસ આગમો એ સૂત્ર ગણાય છે. સૂત્રોના અનુસારે સુવિહિત પૂર્વાચાર્યોએ નિર્યુક્તિ, વૃત્તિ, ભાષ્ય, મૂર્ત વગેરે કરી હોય છે તે પણ સૂત્રરૂપ ગઠ્ઠાય છે. તેમજ સૂત્રોના અનુસારે રચાયેલા પ્રામાણિક ગ્રન્થો, કરો વગેરેનો પણ સૂત્રમાં અન્તર્ભાવ થાય છે. સૂત્રોથી વિરૂદ્ધ ભાષણ કરવું તે ઉત્સૂત્ર ગણાય છે. ‘ઉત્સૂત્ર ભાષણ સમાન’ કોઈ જગતમાં મહાન પાપ નથી.’ શ્રી વીરપ્રભુ ઉતરી આવેલાં સૂત્રો સરખો કોઈ શ્રુતજ્ઞાનરૂપ મહાન ધર્મ નથી. આ કલિયુગમાં શ્રી વીરપ્રભુના આગમોનો આધાર છે. શ્રીમદ્ આનન્દકના કહે છે કે સંપ્રતિવિદ્યમાન સૂત્રો સમાન અન્ય કોઈ સુતધર્મ નથી. પિસ્તાલીસ આગમોના નામ નીચે પ્રમાણે છે. ૧૯ ૬. ર૪ ૨. સુવાંગ રૂ. સમાગ . "વતી ૬. ધર્મ છે. ૩સવ ૮. અંક ૬. અનુરાવવા વKy १०. प्रश्नव्याकरण ११. विपाक- ए अगियार अंग तथा १२. दृष्टिवाद अंग, के जेनां चउद पूर्वो हता तेनो हाल विच्छेद थयो छे; तथा बार उपांगः ૬. કપાસ ૨. રાયસેની રૂ. નો ૪. નવ ધ. ધી ૬. પુ છુ. સૂરત ૮. નિ. પિના ૨૦, પુષ્ક્રિયા o o. પુષ્પવ્રુતીયા ? ૨. વિિવશા ૫ વાર ૩પાંગ નાખવા, અને ૨. વ્યવહારસૂત્ર ૨. બૃહત્વ રૂ. વશાશ્રુત ંત્ર્ય ૪. નિશીથ ૧. महानिशीथ ६. जीतकल्प ए छ छेदग्रंथ, तथा १. चउसरण २. संधारापयत्रो ३. तंदुलवेयालीय ४. चंदाविजय ५. गणिवाविज्जा ६. रेविंदधुओ ७. वीरधुओ ८. गच्छाचार ९. जोतिकरंक १०. आउरपच्चखाण, ए दस पयन्नानां नाम तथा १. आवश्यक २. दशवैकालिक ३. उत्तराध्ययन ૪. મોયનિવૃત્તિ ૫ વાર મૂત્નસૂત્ર તથા ૨. નૈતિ ૨. મનુયોગદ્વાર- પીસ્તાતીસ માગમ. ૨. મૂત્નસૂત્ર ૨. નિયુત્તિ રૂ. માથ્ય ૪. વૃત્તિ ૧. ટીના-ટ્ पंचांगी जाणवी. સ્થાનકવાસી સંપ્રદાયને ૩૨ આગમો માન્ય છે. દિગંબર સપ્રદાય આગમોનો સ્વીકાર કરતા નથી. એ સંપ્રદાયના આચાર્યો ભગવંતોએ રચેલા ગ્રંથોને આગમ જેટલું જ મહત્ત્વ આ સંપ્રદાય આપે છે. એ મહાન ગ્રંથોના નામ છેઃ સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, રયાસાર, અષ્ટપાહુર, શતખંડાગમ, કશાયપાહુડ, પુરુષાર્થસિદ્ધિ ઉપાય, તત્ત્વાર્થસૂત્ર, લબ્ધિસાર, ક્ષપણસાર, ત્રિલોકસાર, રત્નકરડાવકામાર વગેરે, -ત) પ્રબુદ્ધ કરૂણા કરનારા ભગવાન મહાવીરે ઉપ્પનેઈવા, વિગમેઈવા અને વેઈવા આ ત્રિપદી દ્વારા દેશના આપી ગણધર ભગવંતો દ્વારા આ ઉપદેશ આપણને આગમ રૂપે મળ્યો. પૂ. શ્રી દેવીંગણીને અનુભૂતિ થઈ કે કાળક્રમે માનવીની સ્મૃતિ શક્તિ ઓછી થતી જાય છે, જેથી પૂજ્યશ્રીએ ભગવાન મહાવીરનો આ દિવ્ય વારસો જળવાઈ રહે તે માટે વલ્લભીપુરમાં ૫૦૦ સાધુ મહાત્માઓના સહયોગથી સતત ૧૩ વર્ષના પુરુષાર્થથી એ દિવ્ય વારસાને લેખનકાર્ય દ્વારા લિપિબદ્ધ કર્યો... પૂર્વાચાર્યોએ શ્રમણ સંસ્કૃતિની જ્ઞાનધારા ગતિમાન રાખવા માટે સમયે સમયે આગમોનું સંપાદન, સંશોધન, સંવર્ધન અને સંકલન કરી અદ્ભુત યોગદાન આપ્યું છે. સમગ્ર માનવજાતના કલ્યાણને માટેની હિતચિંતા, અકારણ કરૂણાના કરનારા પ્રભુ મહાવીરને સત્તત દેશના આપવા પ્રેરે છે. તેને કારણે માત્ર જૈન સાહિત્યને જ નહીં પરંતુ વિશ્વના દર્શન સાહિત્યને એક અમૂલ્ય ભેટ મળે છે. આગમોનું ચિંતન, સ્વાધ્યાય અને પિિશલન અજ્ઞાનના અંધારો દૂર કરી જ્ઞાનનો દીવો પ્રગટાવે છે. જૈન તત્ત્વજ્ઞાન આચાર શાસ્ત્ર તથા વિચાર દર્શનનો સુભગ સમન્વય સાથે સંતુલિત તેમજ માર્મિક વિવેચન આગમમાં છે, તેથી તેને જૈન પરંપરાનું જીવનદર્શન કહી શકાય... પાપ-પ્રવૃત્તિ અને કર્મબંધનમાંથી મુક્ત થઈને પંચમતિના શાશ્વત સુખો કઈ રીતે પામી શકાય તે અહિંસાના પરમ ધ્યેયની પુષ્ટિ કરવા સદ્દગુણોની પ્રતિષ્ઠા આ સંપૂર્ણ સૂત્રોમાં કરી છે. આગમના નૈસર્ગિક તેજપૂંજમાંથી એક નાનકડું કિરણ મળે તો પણ આપણું જીવન પ્રકાશમય થઈ જાય. આત્માને કર્મમુક્ત થવાની પાવન પ્રક્રિયામાં પ્રવાહિત કરતા આગમ સૂત્રો, આત્મ સુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે. ગાધર ભગવંતોએ ભગવાનની વાણીને ઝીલી ત્રબદ્ધ કરેલા ગો, જીવના કલ્યાણમંગલ માટે, વ્યક્તિને ઉર્ધ્વપંથના યાત્રી બનાવવા માટે, પ્રેરણાના પ્રકાશ પાથરે છે. અનાદિકાળથી આત્મા ઉપર લાગેલી કર્મજને સાફ કરવાની પ્રક્રિયા એટલે આત્મ સુધારણા! આત્મા પર કર્મ દ્વારા વિકૃતિ અને મલિનાતાના થર જામ્યા છે, જેથી હું મારા આત્માના સાચા સ્વરૂપને જોઈ શકતો નથી અપાર શક્તિના સ્વામી આત્માના દર્શન થઈ જાય તો સંસારના દુઃખો અને જન્મ-મરણની શૃંખલામાંથી મુક્તિ મળી જાય.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy