SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પ્રબુદ્ધ જીવન રવીન્દ્રનાથ ટાગોરનું પરાપૂર્વથી જમીનદારી કુટુંબ. સમાજના સર્વ ક્ષેત્ર, સમાજસુધારો, કેળવણી, સાહિત્ય, તત્ત્વજ્ઞાન વગેરે બધામાં આ કુટુંબ પ્રતિષ્ઠિત અને સમાજને પ્રેરણા આપે એવું. પિતામહ દ્વારકાનાથ અતિ શ્રીમંત, વેપાર ઉદ્યોગમાં પણ કુશળ સુખ સમૃદ્ધિમાં છોછલ એટલે એમને ‘પ્રિન્સ'નું બિરુદ મળ્યું. પિતામહ દ્વારકાનાથના પુત્ર દેવેન્દ્રનાથ પણ આ શ્રીવભવમાં ઉછર્યા અને પાંગર્યા. પરંતુ જીવનની એક ક્ષણે એમને કંઈક એવો સાક્ષાત્કાર થયો કે આ બધું ત્યજીને હિમાલય જઈ બેઠા, છતાં ફરજો બજાવવા સંસારમાં રહ્યા, પણ વેદ-ઉપનિષદ વગેરે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ, ધ્યાન અને મનન સાથે, એટલે સમાજે એમને મહર્ષિ દેવેન્દ્રનાથ કહ્યા. પ્રિન્સ દ્વારકાનાથે ધંધામાં નુકસાની કરી અને કુટુંબ માથે મોટું દેવું મૂકી વિલાયતમાં અવસાન પામ્યા. પરંતુ ઉત્તમ પુત્ર દેવેન્દ્રનાથે બધી જાગીર વેચી, છેવટે આંગળીઓની વીંટી વેચીને પણ પિતાનું દેવું ભરપાઈ કર્યું. મહર્ષિ દેવેન્દ્રનાથના પત્ની શારદાદેવી પણ વૈદિક ધર્મમાં પૂરી શ્રદ્ધાવાળા અને ધર્મ-ધ્યાનમાં લીન સાત્ત્વિક પ્રકૃતિના ભારતીય નારી. આવા આ યુગલ થકી જે સંતાનો આ ધરતી ઉપર અવતર્યાં એ બધાં જ અતિ તેજસ્વી. એટલે જ માતા શારદાદેવી રત્નગર્ભા કહેવાયા. મા શારદાદેવી પૂજા-ધર્મ ધ્યાનમાં વ્યસ્ત એટલે રવીન્દ્રને માતાનું લાલનપાલન ઓછું મળ્યું. ભર્યાભાદર્યા ઘરમાં નોકર ચાકરોની વચ્ચે રવીન્દ્રનો ઊછેર થયો. યુવાન વય સુધીની પોતે લખેલ આત્મકથા ‘જીવન સ્મૃતિ’માં રવીન્દ્રનાથ લખે છેઃ ‘મા શી વસ્તુ છે તે હું જાણી જ ન શક્યો.’ પોતાની ૧૪ વર્ષની ઊંમરે રવીન્દ્રનાથે માતાને ગુમાવ્યા. પિતા દેવેન્દ્રનાથ વિશે ટાર્ગોર લખે છેઃ ‘દેવેન્દ્રનાથને યાદ કરું છું ત્યારે હિમાલયના અતીવ સુંદર શિખર કાંચનજંઘાની ભવ્ય શ્વેત એકલતાની મૂર્તિ મારા મનઃચક્ષુ સમક્ષ ખડી થાય છે. ઉપનિષદના શબ્દોમાં કહું તો સ્વર્ગીય આકાશમાં ઊભેલા ઊંચા વૃક્ષ જેવા તે હતા. આ પિતા પાસે રવીન્દ્રનાથે પૂજન-અર્ચન, ધ્યાન, વેદ અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો. આ કારણે જ રવીન્દ્રનાથને ગાયત્રી મંત્ર ખૂબ ગમતો અને આ મંત્રનો એઓ નિયમિન જાપ કરતા. ઉપરાંત રવીન્દ્રનાથે વિવિધ પુસ્તકોનું વાંચન પણ કર્યું અને એમની પ્રતિભા પાંગરતી રહી. ગુરૂકૂળ જેવું હતું. રવીન્દ્રનાથના મોટા બહેન સ્વર્ણાકુમારી દેવી સાહિત્ય રસિક હતા, અને કવિતા-વાર્તા લખતા. બંગાળમાં બંગાળી નવલકથા લખનાર એ પહેલા મહિલા નવલકથાકાર હતા. મોટાભાઈ સત્યેન્દ્રનાથ આઈ.સી.એસ. અધિકારી હતા, અને એઓ અમદાવાદમાં જજ હતાં ત્યારે ૧૭ વર્ષની ઊંમરે રવીન્દ્રનાથ અમદાવાદમાં બાદશાહી મહેલ શાહીબાગમાં રહ્યા હતા. રવીન્દ્રનાથની પ્રસિદ્ધ કૃતિ ‘ક્ષુધિત પાષાણ’ના બીજ રવીન્દ્રનાથના મનમાં ત્યારે રોપાયા હતા, અને ત્યારે જ એમણે પોતાના બે ગીતોનું સ્વરાંકન કર્યું હતું. વર્તમાનમાં અહીં સરદાર પટેલનું સ્મારક છે અને રવીન્દ્રનાથ જે ખંડમાં રહ્યા હતા એ ખંડને 'રવીન્દ્ર સ્મૃતિ' નામ અપાયું છે. રવીન્દ્રનાથ ટાગોરના ભાઈઓ, બહેનો, પિત્રાઈઓ, કુટુંબીજનો વગેરેની એક એક વ્યક્તિ ઉપર એક ગ્રંથ લખાય એવા આ બધાં તેજસ્વી રત્નો હતા. Genetics ના અભ્યાસી માટે આ શોધનો વિષય છે. આ કુટુંબ સાથેના સંબંધોનો એક છેડો ગુજરાતને પણ સ્પર્શે છે, અને ભાવ સંબંધનો એક અંશ આપણા મહાત્મા ગાંધીજી સાથે પણ જોડાયો હતો. વધુ વિગત માટે ‘મુંબઈ સમાચાર'ની નવ મેં પહેલાની અને પછીની બકુલ ટેલર લિખિત ‘સગપણના કુલ' કોલમ ધ્યાનથી વાંચવા વિનંતી. રવીન્દ્રનાથને સાહિત્ય રુચિ કેળવવામાં મોટા ભાઈ જ્યોતિરીન્દ્રનાથનો ફાળો પણ મહત્ત્વનો. આ મોટાભાઈ પણ સર્જક સાહિત્યકાર. એમનું લગ્ન કાદમ્બરી દેવી સાથે થયું ત્યારે રવીન્દ્રનાથની ઊંમર સાત અને કાદમ્બરી દેવીની ઉંમર નવ. કાદમ્બરી દેવીમાં પણ સાહિત્યરસના ઝરણાં, પરંતુ વિશેષ ભાવઝરણું તો રવીન્દ્રનાથનું એમની સાથે બંધાયું. કવિની કવિતાને એમણે પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યા. આ સંબંધ કોઈ અલૌકિક હતો. અનુભવાય પણ સમજાય નહિ. રવીન્દ્રનાથના જીવનમાં આ પ્રથમ સ્ત્રી પાત્ર. આ કાદમ્બરી દેવીને કવિ ગ્રીક દેવી “કેરે'ના નામથી સંબોધતા. પોતાના પતિ દ્વારા થતી પોતાની ઉપેક્ષા સહન ન થતા આ કાદમ્બરી દેવીએ પોતાની ૨૫ની ઊંમરે વિષ ધોળ્યું, ત્યારે રવીન્દ્રનાથની સ્થિતિ કેવી હશે એની કલ્પના પણ અશક્ય. કવિએ આ કાદમ્બરીદેવીને જીવનભર મર્યા હતા. નથી નથી જોઈતી મુક્તિ રાની આજના થકી માથું અસંખ્ય બંધનમાં જ સ્વાદ મહાનંદ મુક્તિનાં. મે ૨૦૧૦ પ્રત્યેક નવજાત શિશુ સંદેશો લાવે છે: ‘ઈશ્વરે હજી મનુષ્યમાં શ્રદ્ધા ગુમાવી ન મને એટલી ખબર છે કે હું જ્યારે આ રચતો હોઉં છું ત્યારે હું ઈશ્વરની સૌથી ન૰ હોઉં છું.' શિક્ષણ માટે ૧૦ વર્ષની ઊંમરે કવિને બેંગલ એકેડમીમાં પ્રવેશ અપાયો. ૧૩ની ઊંમરે સેન્ટ ઝેવીયર્સ સ્કૂલમાં પ્રવેશ થયો. ઉપરાંત ભારત -કવિવર ટાગોર) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $40) ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) ટાર્ગોરના પરિવારનું વાતાવરણ એક પ્રાચીન ૦ ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) * ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy