________________
८
પ્રબુદ્ધ વન
આપણા ભાવ-વિશ્વના કવિ : ટી. એસ. એલિયટ
ઘડૉ. રણજિત પટેલ (અનામી)
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટના ‘ફ્રેકલ્ટી ઓફ આર્ટ્સ’ના અંગ્રેજી ભાષા સાહિત્યના નિવૃત્ત પ્રોફેસર અને લંડન યુનિવર્સિટીના ભૂતપૂર્વ બ્રિટીશ કાઉન્સિલ સ્કોલર ડૉ. રજનીકાન્ત એમ. પંચોળીના એક પુસ્તક, ‘ટી. એસ. એલિયટની કાવ્યસૃષ્ટિનું ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર)એ પ્રકાશન કર્યું છે. એ જ અરસામાં ગૂર્જર ગ્રંથ રત્ન કાર્યાલયે, ‘ડૉ. પંચોળીના કાવ્યસંગ્રહ ‘મનોભૂતિ’નું પણ પ્રકાશન કર્યું છે. ‘મનોભૂતિ’ની સંતર્પક વિગ્ધ સર્જકતાનું અભિવાદન કરતાં આપણા નિત્ય-અભ્યાસી વિવેચક ડૉ. સુભાષ મ. દવેએ લખ્યું છેઃ ‘અનુભૂતિઓની પ્રાતિભાસિક અભિગમભરી અભિવ્યક્તિઓ કવિના જીવન દર્શનને તત્ત્વભરી નહીં, મૂર્તતાધારી બનાવે છે, એ 'મનોભૂતિ'ની ઉપલબ્ધિ છે. સને ૩૦:૧૧ઃ ૧૯૨૮માં જન્મેલા ડૉ, પંચોળીનું તા. ૩૧-૫-૨૦૦૩ માં અમેરિકામાં દુઃખદ નિધન થયું છે. અમદાવાદની ગુજરાત કૉલેજમાં સાડા પાંચ દાયકા પૂર્વે અો ‘એક જ ગુરુના વિદ્યાર્થી અહીં તો હું ‘ટી.એસ. એલિયટની કાવ્યસૃષ્ટિ સંબંધે બે શબ્દ લખવા માંગું છું.
કૉલેજકાળથી જ ભાઈ રજનીકાન્તને એલિયટની કવિતા માટે આગવું આકર્ષણ હતું. અંગ્રેજી ઓનર્સના વિદ્યાર્થી તરીકે તેમણે પ્રથમ સને ૧૯૪૭માં એલિયટનાં કાવ્યો વાંચવાનું શરૂ કર્યું. એલિયટ તે વખતે અભ્યાસક્રમમાં નહીં પા સહાધ્યાયીઓ શ્રી હેમકુમાર મિસ્ત્રી, રમેશ દવે, રમણિક જાની, કનુ જાની અને ક્વચિત જ મંડળીમાં ભળતા કવિ શ્રી રશિક અરાલવાળા આ સૌ મિત્રો ભેગા મળીને એલિયટની કવિતાનું સમૂહવાંચન કરતા ને યથાશક્તિ મતિ અર્થ બેસાડતા, એલિયટનો જન્મ સને ૧૮૯૮ અને અવસાન-સાલ ૧૯૬૫. કવિના અવસાન બાદ ભાઈ પંચોળીએ એમનાં કાવ્યોનો અનુવાદ કરવાનું શરૂ કર્યું અને 'ધ હોલોર્મન’ સને ૧૯૬૫માં સંસ્કૃતિમાં પ્રગટ થયું. સને ૧૯૬૬માં કવિશ્રી ઉમાશંકર જોષી અને પ્રા. સંતપ્રસાદ ભટ્ટના સાન્નિધ્યમાં ‘ઉષર ધરા’ વાંચેલું ને પ્રસન્નચિત્તે કવિશ્રી ઉમાશંકરભાઈ જોષીએ ‘સંસ્કૃતિ’ માટે સ્વીકારેલું. એ પછી તો ઠેઠ સુધી કવિ એલિયટે ડૉ. પંચોળીના ચિત્તનો કબજો સર કરેલો...પરિણામે કવિ 'ટી. એસ. એલિયટ'ની કાવ્યસૃષ્ટિ’ સંબંધે મારો પ્રતિભાવ જાણવા વિનતી કરી તો મેં એમને એક જ વાક્યમાં કહ્યું કે ‘આમાં તો મને આપણા ભાવવિશ્વનો ધબકાર સંભળાય છે.' આપણા ભાવ-વિશ્વથી મને ભારતીય તત્ત્વજ્ઞાન અને આપણી ઉપનિષદ-નિર્ભર આધ્યાત્મિક પરંપરા અભિપ્રેત છે. બૃહદારણ્યક ઉપનિષદમાં એક મજાની સંકેતકથા છે. એકવાર દેવ. દાનવ ને માનવ ઉપદેશ લેવા કાજે પ્રજાપતિ પાસે
એપ્રિલ, ૨૦૧૦
પહોંચ્યા. પ્રજાપતિએ ત્રણેયને ઉપદેશમાં એક જ શબ્દ આપ્યો‘દ.આ.દ’ શબ્દ પણ નથી, કેવળ એક જ અક્ષર જ છે. પણ દેવ, દાનવ અને માનવ પોત-પોતાની પ્રકૃતિ અને પોત પોતાના જીવનભરના અનુભવ પરથી જે સાર તારવ્યો તે કેટલો બધો ઉચિત છે. ‘દ’ અક્ષરનો અર્થ દેવો ‘દમન કરો’ સમજ્યા કારણ કે કામ ને ભોગવિલાસ એમના લોહીમાં, ક્રોધી અને ક્રૂર દાનવો દયા કરો' સમજ્યા કારણ કે એ એમની પ્રકૃતિ હતી અને લોભી માનવો સમજ્યા–‘દાન કરો’ અક્ષર તો એક જ હતો પણ દેવો-દાનવો ને માનવોએ એનો જે અર્થ કર્યો તે એમની પ્રકૃતિના વ્યાવર્તક લક્ષણ જેવો હતો...આમ પ્રકૃતિમાં આવાં પ્રતીકો તો અનેક પડ્યાં છે, જેને જડ્યાં છે અને એને યોગ્ય સ્થળે મઢતાં આવડ્યું છે એવા સર્જકો ધન્ય બની ગયા છે. કવિ એલિયટત તો તત્ત્વજ્ઞાનના વિદ્યાર્થી હતા. ભારતીય તત્ત્વપરંપરાથી એ અનભિજ્ઞ કે અળગા શી રીતે રહી શકે ? એમણે એમના મહાકાવ્યના ગજાના ‘વેસ્ટ લેન્ડ'‘ઉષરધરા’માં બૃહદારણ્યક ઉપનિષદની આ સંકેતકથાનો સમુચિત ઉપયોગ કરી લીધો છે. દા. ત.: ‘દ’-દન.
‘કોઈને દીધું કદી છે કાંઈ, ભાઈ? હર્ષે ઉમળકો ધારીને કીધું સમર્પણ ?
જિંદગી આખીનું ડહાપણ, ના ભલે કહેતું રહે ઉષ્માભર્યા હૈયે સમર્પી દીધ,
પળ એકમાં જે જિંદગી આખી રળ્યો ? અસ્તિત્વ રહ્યું છે આ ટકી તેથી જ તો ના દાન આપ્યાથી લખીને વીલમાં કબ્રની તક્તી પરે ના કોતરાવ્યા નામથી કરોળિયા જાળાં કરે છે તે પરે– વીલ કરી ગ્યા સીલ મારી સોલિસિટર ચશ્માં ચડાવી વાંચતા આપવાનું કેટલું કોને કશું ?
આ દાનની વાતમાં કવિએ જે એક પંક્તિ લખી છે તેના પર સમાજ ને ધર્મ ટકી રહ્યાં છેઃ ‘અસ્તિત્વ રહ્યું છે આ ટકી તેથી જ તો.’ વિશ્વભરના પ્રત્યેક ધર્મમાં દાન, ખેરાતનું મહત્ત્વ ગવાયું છે. દાનનો મહિમા જગતના સર્વ જીવોને સમજાય તો આ સામ્રાજ્યવાદ, આ મૂડીવાદ, આ સામ્યવાદ, આ સમાજવાદ જેવું કંઈ જ ન રહે, “સર્વે જના સુખિનો ભવન્તુ'ની વિશ્વકારુણ્યભાવના આ દાનભાવનામાં સમાયેલી છે. આજે જૂનો, વરવો સામ્રાજ્યવાદ પાછો નવે સ્વરૂપે જીવતો થતો જાય છે...ગલાગલમસ્યન્યાયે મોટાં રાષ્ટ્રમાઁ ન્હાનાં માછલાંને ઓહિયાં કરી જતાં દેખાય છે. હાથે કંકણ ને અરીસામાં