________________
૪
આ ભ્રામક આશ્વાસનો છે. આ મહાનુભાવને પ્રશ્ન પૂછીએ કે ગુજરાત-મહારાષ્ટ્રમાં કેટલી ગુજરાતી માધ્યમની શાળા બંધ થઈ એ ખબર છે ? મુંબઈમાં તો બી.એ.,એમ.એ.માં ગુજરાતી વિષય લેનારા વિદ્યાર્થીઓનો તો દુકાળ છે જ. કેટલાં સત્ત્વશીલ સામયિકોનું પ્રકાશન બંધ થયું છે એ વિગતો આપણી પાસે છે ? ગુજરાતી નાટકો જોવા ૪૫ની વયની નીચેના કેટલાં પ્રેક્ષકો આવે છે ? ‘ચિંતા છોડી દર્યો' આ ભ્રામક ઠાલું આશ્વાસન છે. ગુજરાતી ભાષાની ઈમારત ક્યારેક ઓચિંતિ કકડભૂસ થશે ત્યારે ટેકો ક્યાંથી લાવશો ?
આ સામયિક ‘પ્રબુદ્ધ જીવન' વરસોથી ખોટમાં ચાલ્યું, પછી એક સમય એના શ્વાસ ગણવાનો વારો આવ્યો ત્યારે આ સંસ્થાએ સમાજને અપીલ કરી અને ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરી તેમજ ‘સૌજન્યદાતા’ની યોજના સમાજ સામે મૂકી અને કદરદાન વાચકોએ ‘પ્રબુદ્ધ જીવન'ના જીવનને સ્વસ્થતા અને દીર્ઘ આયુ માટે ધનરાશિ બક્ષી, પરંતુ એક બળવાન સંસ્થાનો ટેકો છે એટલે ‘પ્ર. જી.'નું પ્રસારણ થાય છે, પણ અન્ય એવા કેટલાય સત્ત્વશીલ ગુજરાતી સામયિકો હશે જે આર્થિક મુંઝવકામાં હિજરાતા હશે એમનું શું ભવિષ્ય? એમના આ ‘તપ’નું ભવિષ્ય શું ? એક તો આર્થિક ભીંસથી માંડ માંડ ગુજરાતી ભાષા અને ગુજરાત પ્રેમને કારણે પોતાનું ગાડું ગબડાવતા હોય એમાં અંગ્રેજી માધ્યમને કારણે નવો ગુજરાતી ભાષી એમાં ઉમેરાય ની અને વર્તમાનમાં જે વાચક વર્ગ છે એ કાળને અર્પણ થતા જાય, પછી શું ? વર્તમાનમાં આવા કેટલાંય સત્ત્વશીલ સામયિકો ગુજરાતી ભાષાપ્રેમ અને પોતાની ‘પ્રતિષ્ઠા'ને કારણે ફરજિયાત જીવી રહ્યાં છે.
પ્રબુદ્ધ વન
‘પ્રબુદ્ધ જીવન’નો સત્ત્વશીલ વાચક વર્ગ બહોળો છે. એનો યશ આ સામયિકના પૂર્વ તંત્રીઓને છે. એ મહાનુભાવોએ સમાજના
એક આવા વર્ગને એક કેડી પકડાવી
એપ્રિલ, ૨૦૧૦
વિના મૂલ્યે નિયમિત અર્પણ કરાય છે. કોઈ પણ જિજ્ઞાસુ ‘૫. જી,' માટે વિનંતિ કરે તો લવાજમના કોઈ પણ આગ્રહ વગર અમે એ જિજ્ઞાસુઓને નિયમિત આ ‘. જી,' અર્પણ કરીએ જ છીએ. અમારો આશય વધુ ને વધુ બૌધ્ધિકો અને જિજ્ઞાસુઓની પાસે આ ‘પ્ર. જી,' પહોંચે અને સત્ત્વ-તત્ત્વની સાથે ગુજરાતી ભાષાની પણ અર્ચના થાય-આ ભાવ છે એટલે ‘પ્ર. જ.'નો વાચક વર્ગ વધતો જાય છે અને અમને સર્વે વાચકો તરફથી સંતોષ અને આનંદના પ્રતિભાવો નિયમિત મળતા રહે છે. અમારા માટે આ ગૌરવ ઘટના છે, પરંતુ, છતાં, હૃદયને એક ખૂણે ભય તો છે જ કે અંગ્રેજી માધ્યમની નવી પેઢી ભવિષ્યમાં આ સામયિક વાંચશે ?
દીધી એટલે આજે પણ એ વર્ગ
નિયમિત આ સામયિક વાંચે છે, પરંતુ આ વર્ગ પણ કાળને સમર્પિત થતી જશે પછી શું ? તો શું પ્રતિષ્ઠા ખાતર આ સામયિકને પ્રગટ કરતા જ રહેવું? તો તો સમાજના ધનનો એ સદઉપયોગ નથી જ.
આ ‘ભય’ને કેન્દ્રમાં રાખી અમે આ સંસ્થાના આવન સભ્યોને એક પ્રશ્નાવલિ મોકલી, જેના અમને ઉત્તરો પણ મળ્યા. આ પ્રશ્નપત્ર આ અંકમાં ૨૨મા પાને અમે આપેલ છે. ‘પ્ર.જી.' ના સર્વે વાચકોને અમારી આગ્રહભરી વિનંતિ છે કે અમને આ પ્રશ્નાવલિના ઉત્તરો અવશ્ય આપે. આપ આટલી તસ્દી લો તો એક મહત્ત્વના નિર્ણયના ભાગીદાર બનશો. ઉત્તર આપવો એ આપનો વાચકધર્મ છે. આ પ્રશ્નોમાં ચાર મુખ્ય પ્રશ્નો આ પ્રમાણે છેઃ
(૩) આપના પરિવારમાં વર્તમાન પેઢી અંગ્રેજી માધ્યમમાં ભણતી હોઈ, ગુજરાતી ભાષી ‘પ્રબુદ્ધ જીવન' વાંચે છે? હા-ના.
(૪) આપ ઈચ્છો છો કે ‘પ્ર.જી.’ અંગ્રેજીમાં પ્રકાશિત થવું જોઈએ ? હા-ના.
(૬) વર્તમાન પરિસ્થિતિને કારણે ‘પ્ર.જી.' આપના પરિવારમાં ન જ વંચાતું હોય તો એ આપને મોકલાતું બંધ કરીએ ? હા ના
(૮) કેટલાંક જિજ્ઞાસુ સજ્જનો સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું કે વર્તમાન વયસ્કોની એક પૂરી પેઢીએ વરસોથી નિયમિત ‘પ્રબુદ્ધ જીવન'નું વાંચન કર્યું છે, પણ
કાળક્રમે આ વાચકવર્ગ વિદાય
થતો જાય છે, એટલે દશેક વર્ષ પછી આવા સામયિકનું ભવિષ્ય શું ? શ્રદ્ધા રાખીને ‘પ્ર, જા'નું પ્રકાશન કરતા જ રહેવું ? હા–ના.
અમારા આજીવન સભ્યો
પાસેથી ઉપરના ચાર પ્રશ્નોના અત્યાર સુધી ઉત્તર મળ્યા એમાં ૩
‘પ્રબુદ્ધ જીવન' સૌજન્યદાતા માટે વિનંતિ
૨૦૧૦-૨૦૧૧ના વર્ષ માટે કોઈ પણ એક માસના રૂા. ૨૦,૦૦૦/-નું અનુદાન આપી સૌજન્યદાતા બનવા અમે અમારા પ્રબુદ્ધ વન'ના સુજ્ઞ વાટકોને વિનંતિ કરીએ છીએ. જ્ઞાનદાન એ ઉત્તમ અને ચિરંજીવ દાન છે.
જ અને
પોતાના સ્વજનોનું આવા જ્ઞાન કર્મથી તર્પશ કરવું એ સાચી શ્રદ્ધાંજલિ છે, અને ભવ્ય તર્પણ છે. ગુજરાતી ભાષા વર્તમાનમાં પ્ર. .' આ તત્ત્વ વિચારની આ ઉત્તર્યાત્તમ સેવા છે. સંસ્થાના આજીવન સભ્યો, પેટ્રો, ગ્રાહકો અને પૂ. સાધુસાધ્વી ભગવંતો તેમ જ ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત બૌધ્ધિકોને
સૌજન્યદાતાનું નામ લખાવવા માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘને
ફોન-૦૨૨-૨૩૮૨૦૨૯૬ ઉપર સંપર્ક કરવા વિનંતિ. આપના હૃદયમાં જન્મેલ ભાગને અમારા વંદન.
માં ના, ૪ માં પણ ના, પરંતુ
કેટલાંકનું સૂચન છે કે કેટલાંક લેખો
અંગ્રેજીમાં અપાય એ ઇચ્છવા યોગ્ય, ૬ માં પણ બધાંની ‘ના’ પ્રમુખ, શ્રી મું. જેન યુવક સંઘ, એટલે ‘પ્ર.,' પરિવારમાં આવવું
૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) = ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) * ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)