________________
પ્રબુદ્ધ વન
ક્ષમા-ધર્મ: ખ્રિસ્ત ધર્મમાં અને અન્ય ધર્મોમાં
.ડૉ. ઈશાનંદ વેમ્પેની
મને ખૂબ આનંદ થાય છે. પૂજ્ય મુનિ શ્રી વાત્સલ્યદીપજીએ મને કહેલું કે આ સભામાં હાજરી આપનારા મહાનુભાવો ‘અહિંસા પરમો ધર્મ’, ‘સત્યમેવ જયતે' અને 'વસુધૈવ કુટુંબકમ્' એવા સૂત્રોની ભાવના જીવનમાં ઉતારનારા છે.
જાન્યુઆરી, ૨૦૧૦
આદરણીય અધ્યક્ષશ્રી, પૂજ્ય સાધુ મહાત્માઓ અને અન્ય આમંત્રિત સજ્જનો અને સન્નારીઓ,
આ પ્રવચન શ્રેણીના છેલ્લા દિવસે અને પવિત્ર પર્યુષણ પર્વના છેલ્લા તબક્કામાં ક્ષમા-ધર્મ વિશે બે બોલ કરવા આમંત્રણ મળ્યું, એ બદલ મુંબઈ જૈન યુવક સંઘના સર્વ કાર્યકર્તાઓને મારો આભાર. આ કાર્યક્રમના સંયોજકશ્રી ડૉ. ધનવંત શાહે મને કહેલું કે મારું પ્રવચન મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મમાં ક્ષમા-ધર્મ એ અંગે હોવું જોઈએ. એમણે કહેલું કે અનેકાન્તવાદ અને સ્યાદ્વાદ એવા તત્ત્વદર્શનના હિમાયતીઓ કૂપમંડૂક તરીકે રહેવાને બદલે અન્ય ધર્મો વિશે જાણવા આતુર હશે. ‘મિચ્છામી દુક્કડં' એવી ક્ષમા-ધર્મની શુભેચ્છા પાઠવ્યા પછી આપ સૌ પધારેલાં છો. આ પવિત્ર પર્યુષણ પર્વના છેલ્લા દિવસે ક્ષમા-ધર્મ વિશે પ્રવચન આપવાનો પ્રસંગ મળ્યો છે એ માટેઋગ્વેદની ઉક્તિ આપણને કટ્ટરપંથમાંથી મુક્ત કરી શકે. ભગવાન
સનાતન ધર્મ એમ ગણાતા હિંદુ ધર્મમાં ક્ષમા-ધર્મની પરંપરા ઊંડી છે. આ પરંપરામાં બહુ ચગાયેલો એક મંત્ર છેઃ ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’. ગીતામાં (૧૬:૧-૩) ભગવાન શ્રીકૃષ્ણ દૈવી સંપત્તિનું વર્ણન કરે છે ત્યાં ક્ષમા અને ધૈર્યને ખાસ સ્થાન આપે છે, હિંદુ, જૈન તથા બૌદ્ધ પરંપરામાં વારેઘડીએ સંભળાતો એક મંત્ર છેઃ અહિંસા પરમો ધર્મ'. અહિંસા, સંયમ અને સ્યાદ્વાદ જ્યાં હોય ત્યાં ક્ષમા-ધર્મ કેન્દ્રસ્થાને હોય છે. જેન સપ્તભંગીનની જેમ માણસોને કટ્ટરપંથી વિચારધારાથી બચાવે એવો સિદ્ધાંત છે વેદાંતનો ચતુષ્કોડીનય. 'એકમ સત્ વિમા બહુધા વદન્તિ” એ
કેટલાક કૉલેજિયનોએ મારા આ વાર્તાલાપ વિશે સાંભળીને કહ્યું: ‘અમે સ્વપ્નની દુનિયામાંથી બહાર આવી વાસ્તવિકતાની નક્કર ભૂમિ પર પગ મૂકી શકીએ એવો કોઈ વિષય લઈને બોલોને ? જ્યાં સુધી ચીન અને પાકિસ્તાન આપણી આજુબાજુ હોય અને કાશ્મીરનું કોકડું ઉકલ્યા વગર રહે અને આપણા દેશમાં ખૂણે અને ખાંચરે આતંકવાદીઓ બેફાટ ફરે છે ત્યારે આપણે એકે-૪૭ બંદૂકના ધર્મની વાત કરવી જોઈએ, ના ક્ષમાધર્મની, આપણો વાર્તાલાપ ટૂંકમાં
ખ્રિસ્તી ધર્મના ક્ષમા-ધર્મની વાત શરૂ કરું તે પહેલાં ધર્મ વિવિધતાના આપણા દેશના અન્ય ધર્મોનો આછો ખ્યાલ રજૂ કરવા કોશિશ કરીશ. ખ્રિસ્તી ધર્મની શીખામણનું હાર્દ રજૂ કરે એવી એક ઘટનાના ઉલ્લેખ પછી ક્ષમા ધર્મ વિશેનો આ વાર્તાલાપ શરૂ કરીશ જો કે ચાર-પાંચ મિનિટ માગી લે તોપણ. માફી આપવાના આ આદેશને જીવનમાં ઉતારવાથી માનવજીવનને મળતા કેટલાક ફાયદાઓના ટૂંકા ઉલ્લેખ પછી ક્ષમા-ધર્મ કાયર લોકો માટે નથી એ બતાવવા ક્ષમા-ધર્મમાં પુણ્યપ્રકોપના અવકાશની વાત કરીશ. ભારતના અન્ય ધર્મોમાં ક્ષમા-ધર્મની ટૂંકી નોંધ
ભારત જેવા ધર્મ વિવિધતાના દેશમાં માત્ર પોતાના જ ધર્મ વિશે બોલવામાં કંઈક અજુગતું તો છે જ. હાલમાં બધે જ સંભળાય છે એવો એક મંત્ર છેઃ To be religious is to be inter-religious એટલે ધર્મ વિવિધતાના સંદર્ભમાં ધાર્મિક થવું એટલે આંતરધાર્મિક
થવું જરૂરી છે. પણ સમયમર્યાદાની અંદર બોલનાર મારાથી અન્ય ધર્મો વિશે માત્ર આછો જ ખ્યાલ આપી શકાય.
રામ, કૃષ્ણ અને ઈસુ જેવા અવતારી પુરુષો, ભગવાન મહાવીર જેવા તીર્થંકરો, ભગવાન બુદ્ધ અને એમના પ્રતિબિંબ જેવા બોધિસત્ત્વો, ગુરુ નાનક જેવા શીખ ગુરુઓ, વગેરે મહાત્માઓની ક્ષમાશીલતા કાયરતાની ન હતી. આ યુગપુરુષોએ પોતાના નિકટના શિષ્યો અને અનુયાયીઓને લોકસંગ્રહ માટે, ધર્મસંસ્થાપના માટે અને વિશ્વકુટુંબની સ્થાપના માટે ઝઝૂમવાની હાકલ કરતા રહ્યા. ઈસ્લામમાં જિહાદના અર્થનો અનર્થ થાય છે તોપણ મુસલમાન મૌલાનાઓ પવિત્ર કુરાન ટાંકીને શીખવે છે કે જિહાદનો સાચો અર્થ અધર્મ અને અન્યાય સામે ઝઝૂમવો એ જ છે (કુરાન ૨:૩૯૪૦, ૫:૮, ૪૯:૧૩). કમનસીબી એ છે કે આવા ક્ષમા ધર્મ વાળા આપણા દેશમાં કોમી રમખાણ અને આતંકવાદ ચાલ્યા જ કરે છે. ક્ષમા-ધર્મને પડકારનારી સામાન્ય ખ્રિસ્તી જીવનમાંથી એક ઘટના
સાઈટ-પાંસઠ વર્ષ પહેલાંની એક વાત છે. પુરાણી પરંપરાના કે. જી. કલાસથી મારો સહાધ્યાયી થઈ ચૂકેલા ટોમી નામના એક છોકરાની વાત છે. કે. જી. કલાસથી લખતાં-વાંચતાં-ગણતાં વગેરે શીખ્યા પછી અમે બંને બીજા ધોરણમાં દાખલ થયા. અમારી સ્કૂલના પહેલા દિવસના કાર્યક્રમો પછી અમે આડોશપાડોશના અન્ય મિત્રો સાથે ટોમીના ઘર નજીક પહોંચ્યા. ઓચિંતા ચોથા ધોરણના એક મોટા છોકરાએ ટોમીને રમત રમતમાં એક કાચી કેરીથી જોરદાર ઘા કર્યો. એ રડી પડ્યો અને રડતાં રડતાં ઘર આંગણાના દાદર ચઢવા લાગ્યો. ઘર આંગણે ઊભેલો એનો મોટોભાઈ ની એની પાસે દોડી આવ્યો. કેવી રીતે પેલા મોટા છોકરાએ એને કાચી કેરીથી ઘા કર્યો એ વાત જાણી લીધી. જૉનીભાઈએ ગુસ્સાથી લાલચોળ થઈને ટોમીના હાથમાં એક પથ્થર મૂક્યો અને સખ્તાઈથી કહ્યુંઃ ‘આપણા કુટુંબમાં કોઈ પણ માર ખાઈને બમણું વસુલ કર્યા વગર