________________
ક્ટોબર ૨૦૧૦
પુસ્તકનું નામ : The Jain Philosophy ધ જૈન ફિલોસોહી (અંગ્રેજી)
લેખક : વીરચંદ આર. ગાંધી
(વીરચંદ ગાંધીના લેખો અને પ્રવચનો) સંકલન : કુમારપાળ દેસાઈ પ્રકાશક : વર્લ્ડ જૈન કૉન્ફેડરેશન પ્રાપ્તિ સ્થાન : વર્લ્ડ ટ્રેન કૉન્ફેડરેશન મહેતા બિલ્ડીંગ, ૧લે માળ, રૂમ નં. ૭, ૪૭, નગીનદાસ માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦૦૨૩, મૂલ્ય રૂ. ૨૦૦/-, પાનાઃ ૨૮૮, આવૃત્તિ ચોથી,
૨૦૧૦.
‘ધ જેન ફિલોસોફી’ અંગ્રેજી ભાષામાં આ ગ્રંથ વીરચંદ ગાંધીના મૃત્યુ બાદ દસ વર્ષે પ્રગટ થયેલ. ફિલસૂફ અને ચિંતક એવા વીરચંદ ગાંધી એક પ્રભાવશાળી વક્તા પણ હતા. પશ્ચિમના વિશ્વમાં જૈન તત્ત્વજ્ઞાનનો પ્રચાર કરનાર પ્રથમ પ્રતિનિધિ હતા. આ ગ્રંથ વીરચંદ ગાંધીનો ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો અપાર પ્રેમ અને શ્રદ્ધા વ્યક્ત કરે છે. તેમની શૈલીમાં એક પ્રકારની પ્રવાહિતા અને ઊંડાણ છે જે જેન ધર્મના સિદ્ધાંતો સમજવામાં સહાયરૂપ થાય છે. તેઓ જૈન ફિલોસોફીની સાથે અન્ય ધર્મોની ફ્લિોસોફી, યોગ, માનસશાસ્ત્ર, આહાર વિજ્ઞાન વગેરે વિષય
વક્તવ્યો આપ્યા હતા. તેઓએ ભારતની સંસ્કૃતિનું, ભારતની સાંસ્કૃતિક પરંપરાનું, ભારતની પ્રજાના ધાર્મિક જીવનનું સાચું પ્રતિબિંબ તેમના વક્તવ્યોમાં પાડ્યું હતું. તે ઉપરાંત ભારતની ઔદ્યોગિક પ્રગતિ અને ભારતીય નારીનું સાચું દર્શન એમાં વ્યક્ત થતું હતું. આમ વીરચંદ રાઘવજી ભારતના સાચા પ્રતિનિધિ હતા જેમણે પશ્ચિમના દેશોને સાચા અર્થમાં ભારતનું દર્શન કરાવ્યું હતું.
XXX
પ્રબુદ્ધ જીવન
સર્જન-સ્વાગત
પુસ્તકનું નામ : The Yoga Philosophy ધ યોગ ફિલોસોફી લેખક : વીરચંદ આર. ગાંધી (પ્રવચનો અને લેખો) સંકલન : કુમારપાળ દેસાઈ પ્રકાશક : વર્લ્ડ જૈન કૉન્ફેડરેશન પ્રાપ્તિ સ્થાન : વર્લ્ડ જૈન કૉન્ફેડરેશન મહેતા બિલ્ડીંગ, ૧લે માળ, રૂમ નં. ૭, ૪૭, નગીનદાસ માસ્તર રોડ,
ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૨૩,
ડૉ. કલા શાહ
મૂલ્ય ઃ રૂ. ૧૫૦/-, પાના ૨૦૬, આવૃત્તિ ત્રશ,
૨૦૦૯.
‘ધ યોગ ફિલોસોફી’ ગ્રંથ વીરચંદ રાધવજી ગાંધી રચિત એક વિશિષ્ટ નોંધપાત્ર ગ્રંથ છે. જેમાં ભારતીય સંસ્કૃતિ, ફિલોસોફી અને આધ્યાત્મિક પરંપરાનું દર્શન થાય છે. ઈ. સ. ૧૮૯૩માં
વિશ્વધર્મ પરિષદ-ચિકાર્ગોમાં સ્વામી વિવેકાનંદની
સાથે તેઓએ ભારતના પ્રતિનિધિ તરીકે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. આ પ્રવચનમાં તેમણે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો અને ખાસ કરીને અનેકાન્તવાદ કે જેમાં બધાં ધર્મોનો સમન્વય કરી શકાય છે તેની ચર્ચા કરી હતી.
૩૫
આ ગ્રંથમાં તેમણે યોગ, વશીકરણ, શ્વાસોશ્વાસનું વિજ્ઞાન પ્રાછાયામ વગેરે વિષયો પર સારો પ્રકાશ પાડ્યો છે.
આ ગ્રંથ યુવાનો તથા વૃદ્ધ સર્વ વાચકોને આમાં આપેલા વિષયોમાં રસ પડે તેવા છે.
XXX
આ પુસ્તક વિશે કુમારપાળભાઈ દેસાઈ પોતે લખે
પર અધિકારી વક્તા હતા. અને આ વિષયોના સુંદર પુસ્તકનું નામ : The unknown life of છે, ‘કોઈ એક વિચાર સ્ફુરે અને આલેખવાનું મન
Jesus Christ વક્તવ્યો અને લેખો
થઈ જાય તેમાંથી ક્ષણનો સાક્ષાત્કાર સર્જાય છે.'
લેખક : વીરચંદ આર. ગાંધી સંકલન : કુમારપાળ દેસાઈ પ્રકાશક : વર્લ્ડ જૈન કૉન્ફેડરેશન પ્રાપ્તિ સ્થાન ઃ વર્લ્ડ જૈન કૉન્ફેડરેશન મહેતા બિલ્ડીંગ, ૧લે માળે, રૂમ નં. ૭, ૪૭. નગીનદાસ માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦૦૨૩, મૂલ્ય રૂ. ૧૫૦/-, પાના ઃ ૧૭૫, આવૃત્તિ બીજી,
નવેમ્બર ૨૦૦૯.
વીરચંદ રાધવજીએ ‘ધ અનનોન લાઈક જીસસ ક્રાઈસ્ટ' ગ્રંથનો ફ્રેંચ ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. જીસસ ક્રાઈસ્ટ બારથી સોળ વર્ષની વર્ષ ભારત આવ્યા હતા તે વાત તથા જીસસ ક્રાઈસ્ટના પ્રવાસનું વિસ્તારપૂર્વક વર્ણન લેખકે કર્યું. છે. તે ઉપરાંત જીસસ ક્રાઈસ્ટના જીવનની કેટલીક અજાણી વાતો પર લેખકે પ્રકાશ પાડ્યો છે. અને જીસસ બૌદ્ધ મઠમાં રહ્યા હતા અને ત્યાંના લોકોને
મળ્યા હતા તેનું આલેખન કર્યું છે.
મૂળ ફ્રેંચ ભાષામાં નિકોલસ નોોવિચે લખેલ આ ગ્રંથનો અનુવાદ વીરચંદ રાઘવજીએ કર્યો છે એ વાત આશ્ચર્ય પમાડે તેવી છે. આ ગ્રંથનો અંગ્રેજી અનુવાદ ચિકાર્ગોમાં પ્રકાશિત થયો છે. આ ગ્રંથ સંશોધકોને બહુ ઉપયોગી થાય તેવો છે. આ સુવર્ણના ખજાના જેવા ગ્રંથમાં વીરચંદ રાવજીની સંશોધક તરીકેની સુક્ષ્મ દૃષ્ટિ નજરે પડે છે. તેઓ જ્યારે અમેરિકામાં હતા ત્યારે અઠ્ઠાવીસ વર્ષની વર્ષ આ અનુવાદ કર્યો છે. આ ગ્રંથમાં તેમના ફ્રેંચ ભાષા પરનો કાબુની પ્રતીતિ થાય છે.
XXX
પુસ્તકનું નામ : ક્ષણનો સાક્ષાત્કાર લેખક : કુમારપાળ દેસાઈ
પ્રકાશક : સાહિત્ય સંગમ બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧, પ્રાપ્તિ સ્થાન : સાહિત્ય ચિંતન, કચરિયા પોળ, બાલા હનુમાન સામે, ગાંધી રોડ, અમદાવાદ-૧. ફોન નં. (૦૭૯)૨૨૧૭૯૨૯ મૂલ્ય : રૂ. ૭૫/- પાના : ૧૬૮ આવૃત્તિ ઃબીજી
૨૦૦૯
એકાદ ક્ષણ પણ મેલીવાર જિંદગીની અનેક ઘોને આનંદિત કરનારી કે ઉજાળનારી બને છે. એ ત્રણ કોઈ ચિંતન આપે, કોઈ વિચાર આપે, કોઈ અનુભવ આપે. અથવા વન વવાનો કોઈ તરીકી આપે ’આવી ક્ષણોનો આ પુસ્તકમાં સંચય કર્યો છે.
‘ગુજરાત સમાચાર’ની રવિવારની પૂર્તિમાં પ્રગટ થતી પરિજાતનો પરિસંવાદ' કૉલમમાં લેખને છેલે આ વિચાર‘ક્ષણનો સાક્ષાત્કાર' નામે
પ્રગટ થાય છે. આ પુસ્તકની વિશેષતા અને
લોકપ્રિયતા એ છે કે એક જ વર્ષમાં તેની બીજી આવૃત્તિ પ્રકટ થાય છે.
એકસો પંચાવન ક્ષણોના આલેખનમાં લેખકની કલમના જાદુનો સાક્ષાત્કાર થાય છે અને આનંદની અનુભૂતિ થાય છે. દરેક ક્ષણોના શીર્ષક અને સાથે ચિત્રો લેખને વાચા આપે છે.
બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ- ૪૦૦૦૬૩, ફોન નં. : (022) 22923754