SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ આંક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન મહાવીરકથા શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના પ્રેરક પૂજ્ય શ્રી આત્માનંદજીનો અભિપ્રાય 'સવ્વુતાનાં ગુગળા, વીષયારે પ મૌનમ્' મહાપુરૂષોનું પવિત્ર અને પ્રેરણાદાયી વનચરિત્ર આપણાં જીવનને ઉર્ધ્વગામી બનાવે છે. Lives of great men all remind us to make our lives sublime, મહાપુરુષોના જીવનચરિત્રો આપણે અવશ્ય વાંચવા જોઈએ. આપણા દેશમાં રામાયા, હનુમાનકથા તેમજ શ્રીમદ્ ભાગવત જેવી કથાઓ અનેક સૈકાઓથી ચાલતી આવી છે. આ કથાઓના માધ્યમથી જનમાનસની વૃત્તિઓ, દુર્ગુર્ગાથી પરાક્રમુખ થઈ સદ્ગુણી તરફ વળે છે. ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને પરંપરા જાળવી રાખવામાં આવી કથાઓએ મોટું યોગદાન આપેલ છે. આજે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આપણા દેશમાં માત્ર અર્થ અને કામરૂપી પુરુષાર્થની પ્રધાનતા વધી હ છે, સ્વાર્થવૃત્તિ અને સંકુચિતતા ચોમેર દષ્ટિગોચર થાય છે, જીવનમાંથી નીતિ, સદાચાર, પ્રામાણિકતા જેવા મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે, ભારતીય સંસ્કૃતિ મૃતપ્રાયઃ બની ગઈ છે તેવા સંજોગોમાં મહાપુરુષોના જીવનના કથામૃતનું લોકોને પાન કરાવવામાં આવે તો ભારતીય સંસ્કૃતિની પરંપરા અને મૂલ્યોનું સંરક્ષણ થાય. પ્રખર ચિંતક અને સમર્થ સર્જક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદયસ્પર્શી વાણીમાં હતી. બે ભાગ, બે દિવસ અને કુલ પાંચ કલાકમાં પ્રસરેલી તત્ત્વ અને સ્તવનના સંગીતથી વિભૂષિત આ અનેરી મહાવીર કથાની બે ડી.વી.ડી. જિજ્ઞાસુઓની ઈચ્છાથી તૈયાર થઈને પ્રકાશિત થઈ ગઈ છે. તજજ્ઞો દ્વારા તૈયાર થયેલી આ ડી.વી.ડી. એક જ મહિનામાં દેશ-પરદેશના અનેક જિજ્ઞાસુઓએ પોતાના ચિંતન ખંડમાં વસાવી છે. જે મહાનુભાવોએ જોઈ છે, એમણે આ ડી.વી.ડી.ના ચિંતનને માણ્યું છે અને પ્રસંશા કરી છે. આ ચિંતનાત્મક દૃશ્ય-શ્રાવ્ય ડી.વી.ડી. પોતાના પરિવાર માટે વસાવવી, મિત્રો અને અન્ય પરિવારજનોને એ ભેટ આપવી એ જૈન શાસનની મહાન સેવા છે, અને મહાવીર વાણીના ચિંતન પ્રચારનું પુણ્ય કર્મ છે. વસ્તુની પ્રભાવના ક્ષણજીવી છે. વિચારની પ્રભાવના ચિરંજીવ છે. પ્રત્યેક જૈન કુટુંબમાં આ ડી.વી.ડી. હોવી એ ધર્મપ્રિયતા અને જૈન ધર્મના સંસ્કારનો પૂરાવો છે. જ્ઞાન પ્રભાવના જ પ્રભાવક પ્રભાવના છે. સભ્યજ્ઞાન, સમ્યચારિત્ર અને સમ્યક્દર્શનની પ્રાપ્તિ આવા મહાવીર વિચારથી જ થાય. ‘મહાવીર કથા' ડી.વી.ડી. શ્રી મુંબઈ જૈન યુવક સાતિગિત ક મહાવીરક્થા |ડર પરમા માની કથા OND PART શ્રી મુંજી Ed Ro તા કુલ સુધ પ્રત્યેક જૈન છાત્રાલયો અને શાળા-કૉલેજોએ આ ડી.વી.ડી. દ્વારા પોતાના યુવા વિદ્યાર્થીઓને આ મહાવીર ચિંતનનું દર્શન કરાવવું જોઈએ. આવા સંજોગોમાં પદ્મશ્રી ડૉ. કુમારપાળભાઈ દેસાઈએ શરૂ કરેલ મહાવીરકથા આ યુગની એક તાતી જરૂર છે અને તે ખૂબ પ્રેરણાદાયક બને તેમ છે. ભક્તિસંગીત સાથે ભગવાન મહાવીરના જીવનચરિત્રનું સુંદર, આબેહુબ વર્ણન રોચક અને લોકમાનસને અનુકૂળ આવે એવું છે. અન્ય વર્તમાન આચાર્યો અને જિનશાસન પ્રભાવક મહાપુરુષોનો અભિપ્રાય લેવો અને તેને હજુ વધારે રોચક બનાવવી. મારા ખ્યાલ મુજબ આ રીતે મહાવીરકથાને પ્રસ્તુત કરવાનું સૌ પ્રથમ શ્રેષ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને આદરણીય ડૉ. કુમારપાળભાઈને જાય છે; જે બદલ તેઓશ્રીને અને એ સંસ્થાને અનેકશઃ ધન્યવાદ ઘટે છે. આદરણીય ડૉ. કુમારપાળભાઈ દેસાઈ અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘે આદરેલ 'મહાવીરકથા'ના સુંદર મિશનનો વધુ ને વધુ વ્યાપ થાય અને તેના દ્વારા લોકોમાં ભગવાન મહાવીર પ્રત્યે ભક્તિભાવની વૃદ્ધિ થાય તેવા અંતરના શુભાશિષ પાઠવું છું. શ્રી મુળાાં જે મ સ નિમિત મહાવીરકથા ભર પ્રમાણમાં ખેતી કરવી OD PART 2 શ્રી મુંબઇ જૈન યુવા સા 94043 Rose ૨૩ -આત્માનંદ તા. ૩-૮-૨૦૧૦ ઉપાશ્રયમાં નજઈ શકતા અને જૈન પુસ્તકોના વાંચન માટે સમય ન ફાળવી શકતા જૈન શ્રાવક-શ્રાવિકાને ઘર બેઠાં મહાવીર જીવન અને ચિંતન ના ડી.વી.ડી. પીરસે છે મહાવીર કથાના દૃશ્યને નિહાળો અને વાણીનું શ્રવણ કરી મહાવીરને જાણો, માનો અને પામો. બે ડી.વી.ડી.ના સેટનું દાન/ અમારું સરનામું પાના નં. ૩ ઉપર આપેલું છે. ફોન નં.: 022-23820296 - 022-2056428. ધન્યવાદ. મુલ્ય રૂા. ૨૫૦/- પરદેશ માટે ૨૦ યુ.એસ.ડોલર શ્રી જૈન યુવક સંધના આજીવન સભ્યો. પેનશ્રીઓ, જૈન છાબાલયો પુસ્તકાલયો અને સંધોને ૨૦% ડિસ્કાઉન્ટ. દા સેટ ખરીદનારને એક સેટ વિના મૂલ્યે પ્રભાવના સ્વરૂપે આપવામાં આવશે. બેંક ઓફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ - પ્રાર્થના સમાજ બ્રાંચ - મુંબઈ. ખાતા નં. ૦૦૩૯૨૦૧૦૦૦૨૦૨૬૦ માં ક્રમ ભરી એ સ્લીપ અમને મોકલશો એટલે આપને ઘેર બેઠાં અમે આપની ઈચ્છિત ડી.વી.ડી. મોકલીશું, પ્રમુખ, શ્રી મુંબઈ જૈન ક સંઘ
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy