SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ८ પ્રબુદ્ધ વન આપણને પરિવર્તનનો એક મૌલિક અભિક્રમ (ઈન્સેન્ટિવર્ડ બતાવ્યો. ત્યાર સુધી માનવજાત બે જ પ્રે૨ક બળને લીધે પરિવર્તન થાય છે એવી સમજ સાથે વર્તતી હતીઃ કાં લોભને લીધે કાં ભયને લીધે. ગાંધીજીએ સત્યાગ્રહ મારફત પ્રેમ, સમજ અને સહકારનું એક ત્રીજું પ્રેરકબળ દેખાડ્યું. ક્રાંતિકારી જે વ્યવસ્થાને બદલવાની હોય છે તે બાબત તો બહુ સ્પષ્ટ હોય છે પણ એને બદલે જે બીજી વ્યવસ્થા લાવવાની હોય છે, તે બાબતનું ક્રાંતિકારીઓના મનમાં ચિત્ર ધૂંધળું હોય છે. રચનાત્મક કાર્યક્રમ મારફત ગાંધીએ આપણને ક્રાંતિનું વિધાયક પાસું ખોલી આપ્યું. આપણે તંત્ર તો બદલવું છે, પણ એની જગાએ નવી અહિંસક સમાજ લાવવો છે એ એમણે તંત્ર બદલવાના આંદોલન સાથે સાથે જ શીખવ્યું, ગાંધીજીએ આમ તો આશ્રમવાસીઓના આચરણ સારુ બતાવેલ અગિયાર વ્રતો આખા સમાજને ટકાવવા અને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય એમ છે. ગાંધી દ્વારા સૂચિત એકાદશ વ્રતનું રહસ્ય એ બાબતમાં છે કે અત્યાર સુધી સત્ય, અહિંસાદિને આપણે વ્યક્તિગત ગુણ માન્યા હતા. તેને તેમણે સામાજિક મૂલ્યો તરીકે સ્થાપ્યા. ગાંધીએ આપણને એ વાતની પણ યાદ આપી છે કે દેશમાં સૌથી અંતિમ શક્તિ તો લોકોની જ છે. ગઈકાલના ગાંધીનો વિચાર કરતાં છેલ્લે એક વાત પર મારે ભારપૂર્વક ધ્યાન દોરવું છે. ગાંધીવિચારોને આપી સગવડ ખાતર બે વિભાગોમાં વહેંચી શકીએ. તત્ત્વ અને તંત્ર. એમના જે વિચારો તત્કાલીન દેશ અને કાળની પરિસ્થિતિમાંથી નિપજ્યા છે તેને હું 'તંત્ર' કહું છું. પણ એમના ધણા એવા વિચારો છે, જેને દેશકાળની સીમા બાંધી નથી શકતી. આવા વિચારોને આપણે ‘તત્ત્વ’માં ગણી શકીએ. સત્ય, અહિંસા, સાધનશુદ્ધિ જેવા વિચારો ગાંધીજીના તત્ત્વ છે-જે કોઈ પણ દેશમાં અને કોઈ પણ કાળમાં લાગુ પડે એમ છે. ખાદી, અસ્પૃશ્યતા નિવારણ એ બંને વિચારો આપણા દેશકાળની પરિસ્થિતિમાંથી ઉત્પન્ન થયા છે. ખાદી કદાચ સાઈબિરીયામાં ન ચાલે અને જે દેશમાં આભડછેટ હોય જ નહીં ત્યાં અસ્પૃશ્યતા નિવારણનો પ્રશ્ન જ નથી ઊઠતો. તત્ત્વ દેશકાળ અબાધિત રહે છે, તંત્ર દેશકાળ મુજબ બદલાઈ શકે, બદલાવું જોઈએ. પણ તંત્રની બદલાવાની દિશા હંમેશા તત્ત્વ તરફની જ હોવી જોઈએ. ઑક્ટોબર ૨૦૧૦ આજે જેમણે ગાંધીતત્ત્વને પોતાની રીતે જીવતું રાખ્યું છે, તેવા લોકોમાં મને આજના ગાંધી દેખાય છે. સસીમમાંથી અસીમ તરફ જવાનો પ્રયાસ એટલે ગાંધી. શરીરમાંથી આત્મા તરફ જવાનો પ્રયાસ એટલે ગાંધી. આપણા દેશમાં જેમણે ગાંધીના ગયા પછી ગાંધીતત્ત્વને જીવતું રાખ્યું તેમાં પ્રથમ આવે વિનોબા ભાવે. એમણે આર્થિક ક્ષેત્રમાં અહિંસાનો પ્રવેશ કરાવ્યો. દેશનો પાયાનો પ્રશ્ન છે ભૂમિનો પ્રશ્ન એને અહિંસાને માર્ગે ઉકેલવા તેમણે પ્રયાસ કર્યો. ગાંધીએ જુલમનો વિરોધ કર્યો હતો, પણ જુલમીનો નહીં. વિનોબાએ એ જ રીતે અમીરી અને ગરીબીનો વિરોધ કર્યો, પણ અમીર અને ગરીબને બચાવવા સારુ, વળી તેમણે રાજનીતિને બદલે લોકનીતિની રાહ દેખાડી. તેમણે શાસ્ત્રીય ભાષામાં કહ્યું કે, આપણે હિંસાશક્તિની વિરોધી, દંડશક્તિથી નિરપેક્ષ એવી તૃતીય શક્તિ પેદા કરવી છે. તેમણે એ પણ સમજાવ્યું કે આ દુનિયા તો જ ટકી શકશે જો વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય થશે. તેમણે સમજાવ્યું કે જીવનની ગાડીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પેટ્રોલનું કામ કરે છે, પણ અધ્યાત્મ સ્ટીઅરીંગ વ્હીલનું કામ કરે છે. જો આનાથી ઊંધું થશે તો આપણી ગાડી ખાડામાં ખાબકશે. વળી વિનોબાએ જુદા જુદા ધર્મોનો આદરપૂર્વક ઊંડો અભ્યાસ કરી દરેકનો સાર કાઢી બતાવ્યો. આમ તેઓ આપણને ગાંધીના સર્વધર્મસમભાવની ત૨ફ એક ડગલું આગળ લઈ ગયા. એકવાર અમેરિકન વિચારક હોમર જેકે વિનોબાને પ્રશ્ન પૂછ્યો કે, ગાંધીજીના જવાના સમાચાર સાંભળ્યા ત્યારે તમને સૌથી પહેલો વિચાર શો આવ્યો? વિનોબાએ કહ્યું કે મને સૌથી પહેલો વિચાર એ આવ્યો કે તેઓ ગયા જ નથી. ગાંધીજી પોતે પણ આપણને કહી ગયા છે કે મર્યા પછી પણ હું ચૂપ નથી રહેવાનો. કબરમાંથી પણ આળસ મરડીને ઊભો થઈશ. શરીરની સીમામાં રહેલા ગાંધીએ મૃત્યુ દ્વારા અસીમમાં પ્રવેશ કર્યો. સ્થૂળમાંથી એ સૂક્ષ્મમાં પ્રવેશ્યા. અને દેશમાંથી દુનિયા સુધી ફેલાઈ ગયા. બીજા જયપ્રકાશજી. ગાંધીદૃષ્ટિએ મને એમનામાં જે ગુણ વધુમાં વધુ આકર્ષક લાગ્યો તે હતો ઋજુતાનો, સ્ફોટક શી પારદર્શિતા એમનામાં હતી. પોતાના કામમાં ક્યાંય કમી લાગી હોય તો તેને જગજાહેર કરવામાં એમને લવલેશ પણ સંકોચ નહોતો થતો. એકવાર પવનારના આશ્રમમાં હું ત્યાંના આશ્રમવાસીઓ સાથે બેઠો હતો. ત્યારે મેં કહ્યું કે આપણા સર્વોદયવાળાના બે નેતાઓ છે. એક સંત અને બીજો રાજનીતિજ્ઞ. અને એમાં જયપ્રકાશજી સંત છે. આ સાંભળીને બહેન કુસુમ દેશપાંડે કૌતુકમિશ્રિત ઉત્તેજના સાથે ઊભી થઈ ગઈ અને વિનોબાની ઓરડી તરફ ધસી ગઈ. હું પણ એની પાછળ પાછળ ગયું. એણે જઈને કહ્યું, ‘બાબા! જુઓ આ નારાયણ શું કહે છે ?' વિનોબાને એક ટેવ એવી હતી કે જ્યારે ખૂબ ખુશ થઈ જાય ત્યારે ઊભા થઈને તાળીઓ પાડે, તેઓ કુસુમની વાત સાંભળી ઊભા થઈ ગયા અને તેમણે તાળી પાડતાં પાડતાં કહ્યું, ‘બરાબર, બિલકુલ બરાબર! જયપ્રકાશજી સંત છે અને હું રાજનીતિજ્ઞ છું.’ એક દાખલો આપું. કટકી પછી જનતાપાર્ટીનું રાજ આવ્યું ત્યારે જેલમાં જયપ્રકાશ સાથે બરાબર વર્તણૂંક થઈ હતી કે નહીં તેની તપાસ કરવા સારુ ડૉ. આહ્વાનું એક વ્યક્તિનું બનેલું મિશન નીમવામાં આવ્યું હતું. ડૉ. આલ્વા એમ ઈચ્છતા હતા કે બીજે બધે તપાસ કરી છે તો આ બાબત જયપ્રકાશજીનો શો અભિપ્રાય છે તે
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy