________________
૭૨
પ્રબુદ્ધ જીવન
તત્ત્વાર્થ સૂત્ર
ત્તઈલાબેન શાહ
લેખિકા જૈન ધર્મના અભ્યાસ અને પ્રચારક છે.
કુશાગ્ર બુદ્ધિના ધણી, વિસ્તૃત આગમિક વિષયોનું સંક્ષિપ્તમાં સંકલન કરવાવાળા, 'વાચકવય’ બિરુદ ધારણ કરવાવાળા શ્રીમાન ઉમાસ્વાતિ રચિત ‘તત્ત્વાર્થ સૂત્ર' માટે લખવું કે કહેવું મારા જેવા અલ્પબુદ્ધિવાળા માટે મુરકેલ છે એટલા માટે આ લખાણ એક પ્રયાસ છે. ‘અન્ય સોવંન્ સૂત્ત સૂર્ણ આ વ્યુત્પત્તિ તત્ત્વાર્થ સૂત્ર માટે સર્વથા ઉચિત છે. શ્રી ઉમાસ્વાતિએ આગમશાસ્ત્રોનું દોહન કરીને લગભગ સર્વ વિષયોનો સમાવેશ તત્ત્વાર્થસૂત્રમાં નાના નાના સૂત્રો દ્વારા ૧૦ અધ્યાયોમાં કર્યો છે. તત્ત્વાર્થસૂત્ર અને એના રચયિતા ઉમાસ્વાતિ બધા જ જૈન સંપ્રદાયોમાં ભક્તિ અને બહુમાનપૂર્વક સ્વીકાર્ય છે. કારણ કે શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયના સન્માનિત આચાર્યોએ એના પર ટીકા લખી છે. શ્રી ઉમાસ્વાતિનો કાર્યકાળ વિક્રમની બીજી શતાબ્દી માનવામાં આવે છે, પરંતુ સત્યસંપૂર્ણ એવી ઐતિહાસિક સામગ્રી ઉપલબ્ધ નથી. ઘણાં વિદ્વાનો એમનો કાર્યકાળ વિક્રમની પાંચમી શતાબ્દી પહેલાં માને છે. એમનો જન્મ શૈવધર્મી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમના માતાજીનું નામ ઉમા અને પિતાજીનું નામ સ્વાતિ હતું તેથી ત્યારના પ્રચલિત રિવાજ પ્રમાણે એમનું નામ ઉમાસ્વાતિ રાખવામાં આવ્યું. કદાચ બ્રાહ્મા પરિવારના હોવાને લીધે સંસ્કૃત એમને જીભને ટેરવે હતી. લગભગ બધા નાગમિક વિષયોનું સૂક્ષ્મ અવલોકન કરી વિધ વિધ તાત્ત્વિક વિષર્યાના અવતરશે તત્ત્વાર્થ સૂત્રમાં સંસ્કૃત ભાષામાં કર્યા. શ્રી ઉમાસ્વાતિને સંસ્કૃત ભાષાના 'પ્રધાન સંગ્રાહક' (આદ્યલેખક) માનવામાં આવે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી આપને ‘સંગ્રહકાર' તરીકે ઉચ્ચતમ સ્થાન ઉપર બિરાજમાન કરે છે. સંસ્કૃત ભાષાનું ચલન પ્રાચીન સમયમાં હશે કારણ કે દ્વાદશઅંગ – દૃષ્ટિવાદના તૃતીય ભેદરૂપ ચૌદ પૂર્વ કહેવાય કે છે જે સંસ્કૃતમાં હતાં એવું જૈન શાસ્ત્રોમાં લખ્યું છે. ચાર મૂલ સૂત્રમાંનો એક ‘અનુયોગદ્વાર' પણ પ્રાકૃત અને સંસ્કૃતમાં હોવાનો ઉલ્લેખ છે.
શ્રી ઉમાસ્વાતિના પરિચયમાં કહેવાનું કે, પૂર્વે વાચકવંશ વિદ્યમાન હતો જે વિદ્યાપ્રિય હોવાથી આગમિક શાસ્ત્રોના અધ્યયન અને કંઠસ્ય કરવા પશ્ચાતું એના પઠન-પાઠનમાં તલ્લીન રહેવાવાળો હતો. આ વાચકવંશ શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયમાં ઉદ્ભવતા તીવ્ર મતભેદો વખતે તટસ્થ રહીને આગમિક પરંપરાને સંપૂર્ણ સમર્પિત હોવાનું કથન પટ્ટાવલીમાં મળે છે. આવશ્યક વૃત્તિમાં વાચકવંશને નમસ્કાર કરતાં લખાયું છે ‘વારસવિ ળદ, પવાય પવયળસ્ત્ર વંમિ મુળું રિયસ, વાગવંશ પળપળ એ' ।। તત્ત્વાર્થસૂત્ર પર અનેક ટીકા
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦
લખાઈ છે પરંતુ વિદ્વાન આચાર્યગા ભાષ્યના રચયિતા તરીકે સ્વયં છે ઉમાસ્વાતિને જ માને છે. કારણ કે ભાષ્યની રચના મૂળ ગ્રંથને અનુલક્ષીને લખાઈ છે. કારણ કે અંતમાં લખેલી પ્રશસ્તિમાં ઉમાસ્વાતીના ગુરુ, પ્રગુરુનું વર્ણન મળે છે. (સ્થળ સંકોચના કારણે પ્રશસ્તિ અહીં આપી નથી) શ્રી ઉમાસ્વાતિના એકદશાંગધારક ધોષનંદી' નામે ગુરુ તથા વાચક મુખ્ય 'શિવશ્રી' નામે પ્રચુ હતા. મહાન કીર્તિવર્ષ મહાવાચક ‘શ્રી મુંડપાદ’ ક્ષમણના શિષ્ય વાચકાચાર્ય ‘મૂલ' પાસેથી શ્રી ઉમાસ્વાતિએ આગમવાચના પ્રાપ્ત કરી હતી. શ્રી ઉમાસ્વાતિના કુસુમપુરમાં હેવાવાળા 'કૌભીષણ' ગોત્રવાળા માતા-પિતા હતા જેમના સુપુત્રે વીતરાગવાણીને હૃદયમાં ધારણ કરીને સંસારી જીવોની મુક્તિ માટે તત્ત્વાર્થસૂત્રની રચના કરી.
શ્રી તત્ત્વાર્થસૂત્રની અનેક હસ્તપ્રતો ઉપલબ્ધ છે. પરંતુ મૂળ પ્રતનું નિરૂપણ કરવું મુશ્કેલ છે. તત્ત્વાર્થસૂત્રની ભાષ્ય સાથે, ભાષ્ય વગરની પ્રતો ભારતની જે જે સંસ્થાઓમાં ઉપલબ્ધ છે એમાંની છે ‘એલ.ડી. જે ઈન્સ્ટિટ્યુટ-અમદાવાદ', હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર-પાટણ, લીંબડી જૈન જ્ઞાનમંદિર-લીંબડી અને ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ-પુના છે. વિ. સં. ૧૩૦૩માં તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રતની બે આવૃત્તિઓ પાટણમાં ઉપલબ્ધ છે જે અત્યંત શ્રીશ અવસ્થામાં છે અને કોઈ પણ ક્ષણે ટુકડાઓમાં પરિવર્તિત થઈ શકે છે. બાકીની પ્રતો કાગળ ઉપર લખાયેલી જે, ૧૬ થી લઈને ૨૦મી શતાબ્દિ સુધીની છે. ગુજરાતમાં મળતી પ્રતો મુખ્યતયા શ્વેતાંબર પરંપરાને અનુરૂપ છે જ્યારે ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ-પુનાની પ્રો દિગંબર પરંપરાને અનુરૂપ છે. પાટણના સંઘવી પાડામાં સ્થિત કૃતિ તાડપત્ર પર લખાયેલી છે જે શ્વેતાંબર પરંપરાને અનુરૂપ છે પણ એમાં દિગંબર પરંપરા અનુસાર ત્રીજા છે અધ્યાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. કદાચ લેખકે આવી સ્વતંત્રતા લઈ લીધી હશે.
શ્રી તત્ત્વાર્થસૂત્ર ઉપર અનેક વિવરણ લખાયા છે જેમાંથી ચાર વિવરણ જે અત્યારે ઉપલબ્ધ છે, જેનું જૈન તત્ત્વદર્શનમાં બહુ મહત્ત્વ છે, એમાંના ત્રણ દિગંબર છે જેની રચના દિગંબર વિદ્વાનોએ કરી છે અને એક શ્રી ઉમાસ્વાતિએ પોતે લખ્યું છે જેનું ઐતિહાસિક મૂલ્ય છે. અહીં એક વાત ધ્યાનાકર્ષક છે કે મૂલતઃ સૂત્ર એક જ પા સંપ્રદાય ભેદના લીધે બે પ્રવાહ બન્યા-શ્વેતાંબર જે ભાષ્યની ખૂબ જ નજીક છે એ ‘ભાષ્ય માન્ય' અને દિગંબરોના સર્વાર્થસિદ્ધિથી સામ્યતા રાખવાવાળું 'સર્વાર્થસિદ્ધિ” માન્ય. બંનેમાં મુખ્ય ત્રણ ભેદ છે