________________
૪૬
છે, જેમ કે ૧૫મા સર્ગમાં રાજવધૂઓને ઉપદેશ. ૨૨મા સર્ગમાં રાણીઓને ઉપદેશ, ૨૮મા સર્ગમાં સાગરબુદ્ધિ પિતાને ઉપદેશ ઘટનાઓનું વર્ણન એટલું બધું તાદ્દશ, સજીવ અને સચિત્ર કર્યું છે, કે તે વાંચતા-વાંચતા પાઠકના માનસમાં તે પ્રસંગ સાક્ષાત ખડો થાય છે.
આ ગ્રંથનું એ સમય-કાળમાં જૈન ધર્મ અને સાહિત્યમાં સ્થાન : વરાંગચરિતના વિવિધ સર્ગના વર્ણન દ્વારા આચાર્ય જટાચાર્યે દક્ષિણ ભારતમાં તે સમયમાં પ્રવર્તમાન જૈનધર્મનું એક સુંદર ચિત્રણ આપ્યું છે. તેમણે જૈનેતર દેવી-દેવતાઓની, વેદોના યાજ્ઞિક ધર્મની અને પુરોહિત વિધિવિધાનની ખૂબ ખબર લીધી હતી. પુરોહિતોને કેવી રીતે રાજદરબારમાંથી બહાર કાઢ્યા અને તેમના ક્રોધનોશ્રાપનો કોઈ પ્રભાવ રાજાઓ પર ન પડ્યો. તેમણે જૈન મંદિરો, જૈન પ્રતિમાઓ તથા જૈન મહત્સવનું સુંદર વર્ણન કર્યું છે. તેમના લેખ ઉપરથી જણાય છે કે મંદિરોની દિવાલ પર પુરાણિક ઉપાખ્યાત ચિત્રિત કરવામાં આવતા હતા. તેમણે રાજ્ય તરફથી મંદિરને ગ્રામ વગેરે પણ દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે.
પ્રબુદ્ધ જીવન
જટિલ મુનિ કર્ણાટકના વતની હતા અને તેમનો સમય લગભગ ઈ. સ. ૬૫૦ થી ઈ. સ. ૭૫૦નો હતો, જેથી ઉપર દર્શાવેલ વાર્તા દક્ષિણ ભારતની તે સમયની પરિસ્થિતિના પ્રકાશમાં દેખવી યોગ્ય છે કારણ કે તે સમય ચાલુક્ય વંશમાં જૈન ધર્મનો ખુબ પ્રસાર થયો હતો. તે સમયમાં જ રવિકીર્તિએ મેચુટીકા મંદિર બનાવડાવી પ્રસિદ્ધ ‘એહોલે શિલાલેખ'માં તેનો ઉલ્લેખ કર્યો. સાતમી શતાબ્દિના અંતમાં ચાલુક્ય અને ગંગવંશના રાજાને પણ પોતાના આધિન કર્યાં. ગંગરાજા પણ જૈનધર્મ રક્ષક હતો. આમ તેમના સમયમાં પણ જૈનધર્મ રાજ્યધર્મ હતો.
ઈ. સ. ૬૪૦ના શ્રુઆનત્સંગે તેમના પ્રવાસ વર્ણનમાં દક્ષિણના પલ્લવ અને પાઠ્ય રાજ્યમાં ઘણાં દિગમ્બર જૈન મંદિર અને દિગમ્બર જૈનોનો ઉલ્લેખ કર્યો છે. કદમ્બ, ચાલુક્ય અને બીજા રાજાઓ દ્વારા અપાયેલા દાનનો ઉલ્લેખ શિલાલેખો અને નામપત્રમાં મળે છે.
ઉદ્યોતનસૂરિની પ્રખ્યાત કુવલયમાલાની (ઈ. સ. ૭૭૮) એક ગાથામાં વરાંગચિરતને ‘ડિલ'ની રચના તથા પદ્મચરિતને ‘રિહર્ષકા’ની રચના બતાવી છે. જિનસેન પ્રથમ પોતાના
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦
વરાંગચરિતના રચિયતા છે. ધવલ કવિએ તેમના અપભ્રંશ ભાષાના હરિવંશપુરાણમાં (ઈ. ૧૧મી શતાબ્દી લગભગ) સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો છે કે સુલોચનાચરિત મહાસેનની, પદ્મચરિત વિર્ષાની, હરિવંશપુરાણ જિનસેન પ્રથમની અને વરાંગચરિત જટિલમુનિની રચના છે.
ફળશ્રુતિ
આમ આચાર્યદેવ શ્રી જટાસિંહનદિએ વર્ણવેલ વરાંગ ચરિતના ઉપરોક્ત વિવરણ ઉપરથી એ ફલિત થાય છે કે જે જીવ સંસારિક સંપત્તિ અને ભોગ-ઉપભોગની સામગ્રીને પ્રાપ્ત કરવા માટે આવશ્યક બધા જ કુકર્મો ખૂબ જ ચાવી અને તત્પરતાથી કરે છે તે જન્મ જન્માંતરોમાં પ્રાપ્ત થવાવાળા દુઃખોનો પાર નથી પામતા અને લાંબા સમય સુધી નરક ગતિમાં જ સબડે છે.
જે આત્મા આ ભવમાં મત દ્વારા સંસારની સમસ્ત વિભૂતિ તથા ભૌગોપોગ સામગ્રી વિશે વિચારતો રહે છે અને માનસિક પરિગ્રહ વધારે છે તે માનસિક કાયનાનો ચક્રવર્તી પણ સીધો નરકમાં જાય છે. પૂર્વ ભવમાં બાંધેલા શુભ કે અશુભ કર્મનું ફળ જીવને ક્યાંય છોડતું નથી. પછી ભલે તે પોતાના રાજ્યમાં રહે કે રાજ્ય બહાર, ધરતી પર રહે કે આકાશમાં, મિત્રોથી અને સગાંસંબંધીઓથી ઘેરાયેલો રહે, કર્મના ફળની અટલનાની એવી વિધિ છે કે કોઈપણ કારણ કે યોજનાથી તેનો પ્રતિકાર થઈ શકતો નથી. જે રાગાદિ વિકારીપર્યાય છે તેનો પણ તું કર્તા નથી, અરે કર્તા તો નથી પણ વાસ્તવમાં તે રાગાદિ વિકારી પર્યાયનો જ્ઞાતા પણ નથી. હું તો માત્ર મારા જ્ઞાનને જ જાણું છું. હું જ જ્ઞાન, જ્ઞાતાને શેય હું જ છું.
પરદ્રવ્ય જીવને સુખી કે દુઃખી કરી શકતા નથી. દરેક દ્રવ્યનું દરેક સમયનું પરિણામાન અનાદિથી નિશ્ચિત છે અને તે પરિણમનમાં આત્મા અનુકૂળ-પ્રતિકૂળની કલ્પના કરીને સુખ-દુઃખનો અનુભવ કરે છે પણ તે પર દ્રવ્યનું નિશ્ચિત-પરિણમન તો મારા જ્ઞાનનું શેય છે, જીવ તો જાણનાર છે. શુદ્ધ નિશ્ચયથી તો આ પરદ્રવ્યને જાણનારું ઈન્દ્રિય જ્ઞાન ખંડ ખંડ જ્ઞાન છે. તે પણ પરદ્રવ્ય જ છે. કારણ દ્રવ્યઈન્દ્રિયના નિમિત્ત વગર તેને જાણવું થતું નથી. અને જીવ સ્વતંત્રસ્વાધીન જ્ઞાતાદ્દષ્ટા પૂર્ણ પરમાત્મા છે. જીવ જ્ઞાયક મતે જ જાણે છે અને પરને જાણે તે પરબ છે.
સંદર્ભ ગ્રંથ : ૧. કુવલયમાલા અને શ્રી
હરિવંશપુરાણ (ઈ. ૭૮૩૦ના પથ ૩૫માં વરાંગચરિતને તેના રચયિતાનો ઉલ્લેખ કર્યા વગર તેના ગુણગાન દર્શાવ્યા છે. આચાર્ય જિનસેન દ્વિતીય એ પોતાના આદિપુરાણ (લગભગ ઈ.સ. ૯૩૮)ના એક ખુણામાં જટાચાર્યનું નામ સિંહનંદિ લખ્યું છે. તેમના વરાંગચિરતની ઘણી ખરી સામગ્રી તેમણે લીધી છે. રાચમલ્લ મંત્રી અને સેનાપતિ એ ચામુંડપુરાણ (ઈ. સ. ૯૭૮)ની ગદ્યમાં રચના કરી હતી. જેમાં તેમણે વાંગચરિતનો ઉપયોગ કર્યો હતો અને તેના કર્તાનો ઉલ્લેખ કરતા લખેલું કે 'જટાસિંહનન્દ્રાચાર્ય વૃત્તમ' જેથી તે નિઃસંદેહ જણાય છે કે તેમની સામે તે ગ્રંથ ઉપલબ્ધ હતો. આમ ચામુંડરાયના ઉલ્લેખ અનુસાર જટાસિંહનંદ્યાચાર્ય જ
રત્નપ્રભસૂરિ વિચરીત કુવલયમાલા કથા સંક્ષેપ, શ્રી સિદ્ધગિરિ ચાતુર્માસ-ઉપધાનતપ. આરાધક સમિતિ, પાલિતાણા. ૨. વરાંગચરિત, ડૉ. એ. એન. ઉપાધ્યાય માણિકચંદ દિગમ્બર જૈન ગ્રંથમાળા સમિતિ. ૩. પતિ મેં પ્રતિપાદિત ભારતીય સંસ્કૃતિ, ડૉ. રમેશચંદ જૈન ભારતીય દિગંબર જૈન મહાસભા, લખનઉ. ૪. વરાંગચરિત પ્રો. ખુશાલચંદ ગોરાવાલા, ભારતીય દિગમ્બર જૈન સંગ, મથુરા. ૫. વરાંગચરત ભારતવર્ષીય અનેકાંત વિદ્ પરિષદ, ભારતવષ અનેકાંત વિસ્તૃત પરિષદ.
૫, ચિંતામણી સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મોબાઈલ નં. : ૦૯૪૨૭૩૮૦૭૪૩,