________________
૧૬
મુનિઓની હિંસારૂપ ચર્ચા વિષયમાં પણ સ્થાને સ્થાને વિવેચન કરવામાં આવ્યું છે તથા સર્વ પ્રાણોનું હનન કરવું જોઈએ એ પ્રકારનું કથન અનાર્યોનું છે તથા કોઈ પણ પ્રાણનું હનન ન કરવું જોઈએ એ પ્રકારનું કથન આર્યોનું છે, એવા મતની પુષ્ટિ કરવામાં આવી છે. અવરેન પુર્જા ન સરંતિ ઘે, તન્હાયા ૩ ઈત્યાદિ ઉલ્લેખો દ્વારા તથાગત બુદ્ધના મતનો નિર્દેશ કરવામાં આવ્યો છે. યો યો નિહનો જેવાં ઉપનિષદવાક્યો સાથે મળતા સત્વે સરા નિયકૃતિ, તવા નથ ન વિપ્નદ્ ઈત્યાદિ વાક્યો દ્વારા આત્માની અગોચરતા બતાવવામાં આવી છે. અચેલક-સર્વથા નગ્ન, એકવસ્ત્રાધારી, દ્વિવસ્ત્રાધારી તથા ત્રિવસ્ત્રાધારી ભિક્ષુઓની ચર્યાસંબંધી મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો પ્રથમ શ્રુતસ્કંધમાં મળે છે. આ ઉલ્લેખોમાં સર્ચલકતા અને અશૈલકત્તાની સંગતિરૂપ સાપેક્ષ મર્યાદાનું પ્રતિપાદન છે. પ્રથમ શ્રુતસ્કંધમાં આવતી બધી વાતો જૈન ધર્મના ઈતિહાસની દૃષ્ટિએ, જૈન મુનિઓની ચર્યાની દ્રષ્ટિએ અને સમગ્ર જૈન સંઘની અપરિગ્રહાત્મક વ્યવસ્થાની ષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે.
આચારાંગ ઉપર વિવેચન સાહિત્ય નિર્યુક્તિ
આચાર્ય ભદ્રબાહુ સ્વામી દ્વારા રચિત નિર્યુક્તિ ૩૫૬ ગાથાની પ્રાકૃત ભાષામાં લખાયેલી છે. ૨૮૫ ગાથામાં પ્રથમ શ્રુતસ્કંધના સૂત્રોની વ્યાખ્યા કરવામાં આવી છે, જ્યારે બાકીની ૬૪ ગાથાઓમાં બીજા શ્રુતસ્કંધની સંક્ષિપ્ત વ્યાખ્યા કરવામાં આવી છે જે સંસ્પર્શ માત્ર છે. ૭ શ્લોકો લુપ્ત અધ્યયન મહાપરિક્ષા ઉપર માત્ર લખાયા છે. વિષય પ્રતિપાદન માટે દષ્ટાંતો, ઉદાહરણો, કથાનો વર્ણવ્યા છે. પણ ભાષા સાંકેતિક અને સંક્ષેપ હોવાના લીધે ભાષ્ય અને ટીકાની સહાયતા વગર સમજવી અઘરી છે. ચૂર્ણિ
પ્રબુદ્ધ જીવન
આના કર્તા જિનદાસ ગણી મહત્તર છે. આમનો સમય ઈસ્વી ૬૭૨ (અથવા ૫૭૪ ઈસ્વી)નો છે. આની ભાષા સંસ્કૃત-પ્રાકૃત મિશ્ર છે. આમાં અનેક લૌકિક-ધાર્મિક કથાઓ અને વાતોને વણી લેવાઈ છે.
ટીકા આચારાંગસૂત્ર ઉપર શીલાંકાચાર્ય (સમય ઈસ્વી ૮૭૨ અથવા ૮૬૯) ની વિસ્તૃત ટીકા છે. ટીકાનો આધાર નિર્યુક્તિ અને ચૂર્ણિ છે. જો આ ટીકાનો સહારો ના લેવાય તો નિર્યુક્તિ અને ચૂર્ણિ સમજવા અત્યંત દુરાહ છે.
આચાર્ય ગંધાિની શસ્ત્રપરિક્ષા ટીકા જે હાલમાં ઉપલબ્ધ છે. વિક્રમ સંવત ૧૫૭૧માં નિજહંસે ટીકા લખી હતી. લક્ષ્મીકલ્લોલ ગણી, અર્જિતદેવસૂરિ (વિ. સ. ૧૬૨૯) ની ટીકાઓ પણ લખાઈ
છે.
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦
સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન પ્રો. યોબીના મંતવ્ય મુજબ ભાષા, શૈલી અને વિષયવસ્તુની દ્રષ્ટિએ આચારાંગ તમામ આગમોમાં પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ લાગે છે. આ ગ્રંથમાં માત્ર ભિક્ષુના આચારોનું વર્ણન મળે છે એવું નથી પણ તત્કાલીન શાસન, સમાજ, ઈતિહાસ, સંસ્કૃતિ સાથે જોડાયેલા અનેક મહત્ત્વપૂર્ણ તથ્યો ઉજાગર થાય છે.
આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં તથા વિદેશી જર્મન અને અંગ્રેજી ભાષામાં પણ આના અનુવાદો (હિન્દી-ગુજરાતી) વિવેચનાઓ પ્રગટ થઈ છે.
આ સૂત્રના અધ્યયન ઉપરાંત જ સાધક શ્રમણધર્મનો જ્ઞાતા અને આચાર્યપદનો અધિકારી બને છે. (આચા. નિર્યુ. ગાથા ૧૦)
દેશી કાલિકની રચના પહેલા શ્રમોમાં એક પરંપરા હતી કે દીક્ષાર્થીને આચારાંગના શસ્ત્રપરિજ્ઞા (પ્રથમ અધ્યયન)નો અભ્યાસ કરાવવામાં આવતો તથા નવદીક્ષીતને આચારાંગના પિંડેષણા સંબંધી અધ્યયન પછી જ સ્વતંત્ર રૂપે ભિક્ષા લેવા જવા માટે અધિકા૨ અપાતો. (૪, ગાથા ૧૭૪–૧૩૬) ફળ સ્મૃતિ (સમા લોચના)
આચારાંગ જૈન આચાર દર્શનનો પ્રથમ અને પ્રાચીનતમ ગ્રંથ છે. આચારાંગ ક્રોધ, માન માયા અને લોભ આ ચાર કષાયો પ૨ વિજયનો માર્ગ બતાવે છે. આચારાંગ અનુસાર આ કષાયો પર વિજયનો એક જ માર્ગ છે અને તે છે તેના પ્રતિ અપ્રમત અને જાગૃત રહેવું. આચારાંગ બહુ સ્પષ્ટ રૂપથી પ્રતિપાદિત કરે છે કે આત્મા જ્યારે વિષય-વાસનાઓ અને કાર્યો પ્રતિ જાગૃત થઈ જાય છે ત્યારે તે વૃત્તિઓ એક મનના માલિકના જાગવા ૫૨ ચોર ચુપચાપ ચાલ્યો જાય તેમ ચાલી જાય છે.
આચારાંગમાં સાધના માર્ગનું વિશિષ્ટ અર્થમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આચારાંગ ત્રિવિધ સાધના માર્ગને પ્રસ્તુત કરે છે, તેની પોતાની એ વિશેષતા છે એમાં અહિંસા, સમાધિ અને પ્રજ્ઞાના રૂપમાં ત્રિવિધ સાધના માર્ગનું વિવેચન થયું છે.
આચારાંગના આ સાધના માર્ગ દ્વારા બૌદ્ધ ધર્મના પ્રજ્ઞા, શીલ અને સમાધિરૂપ ત્રિપથ સાધના પથનું સ્મરણ થાય છે. ફરક માત્ર એટલો છે કે જ્યાં બૌદ્ધ દર્શનમાં શીલ શબ્દનો પ્રયોગ થયો છે, ત્યાં આચારાંગમાં અહિંસા શબ્દનો પ્રયોગ ઘર્યા છે, કારણ કે આચારાંગની દૃષ્ટિમાં અહિંસા શીલનો પર્યાયવાચી શબ્દ છે.
જૈનધર્મ મૂળતઃ એક નિવૃત્તિ પ્રધાન ધર્મ છે અને આ કારણે તેમાં શ્રમણ જીવનનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જૈન પરંપરામાં આચારના નિયમોને બે ભાગોમાં વિભાજીત કરવામાં આવે છે. (૧) શ્રમણાચાર, (૨) ગૃહસ્થાચાર. પરંતુ આચારના બંને શ્રુતસ્કોમાં ગૃહસ્થાચારનું વિવેચન પ્રાપ્ત થતું નથી. ગૃહસ્થાચાર સંબંધી નિયમોનો તેમાં અભાવ છે.
સમગ્રપો આચારાંગનું અધ્યયન જીવસૃષ્ટિના તમામ જીવોની સ્વતંત્ર ચેતના, સત્તા અને અસ્તિત્વનો ભારપૂર્વક સ્વીકાર કરે છે. માટે જ કોઈપણ જીવની હિંસા કરવી, પીડા પહોંચાડવી, સંતાપ