________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦
મોવ્યગ્રતા અનુભવી અને તે વ્યગ્રતાને શાસનદેવી સમક્ષ પ્રગટ કરતાં કહ્યું કે, માતા! હું તો અલ્પમતિ જડ જેવો છું, ગદાધર ભગવાન શ્રી સુધર્માંસ્વામીજીએ રચેલા ગ્રન્થોને યથાર્થ રુપમાં જોવા જોગી બુદ્ધિ પણ મારામાં નથી, એટલે હું તેની વૃત્તિ રચું અને મારા અજ્ઞાનપણાથી તેમાં જો કોઈ પણ ઉત્સુત્ર મારાથી કહેવાઈ જાય, તેથી મને મહાપાપ લાગે ! ઉસૂત્રકથન કરનારને અનંત સંસારમાં પરિભ્રમણ કરવું પડે, એવું પૂર્વાચાર્ય પરમર્ષિઓનું કથન છે. આ એક મુંઝવણ અને મારી બીજા મુંઝવણ એ છે કે તમારી વાણી પણ અગ્રંથનીય છે; માટે તમે જ કહો કે મારે કરવું શું ?
શ્રી અભયદેવસૂરિજી મહારાજાને શાસનદેવીએ પણ સુંદર અને સોટ જવાબ દીધો છે. શાસનદેવીએ કહ્યું કે હું સુજ્ઞશિરોમણિ ! સિદ્ધાંતના અર્થની વ્યાજબી વિચારણા કરવાની તમારામાં યોગ્યતા છે, એવી મારી ખાત્રી છે. આમ છતાં પણ, જો ક્યાંક સંદેહ પડે તો તમે મને યાદ કરો, એટલે હું તરત જ તમારી પાસે હાજર થઈશ અને તમારી સૂચવેલી સંદેહવાળી બાબત ભગવાન શ્રી સીમંધરસ્વામીજીને પૂછી આવીને તમને જણાવીશ.
શાસનદેવીએ આ પ્રમાણે ઉત્સાહ અને આશ્વાસન આપવાથી, આચાર્ય ભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વ૨ મહારાજાએ, શ્રી આચારાંગ અને શ્રી સૂયગડાંગ નામના બે અંગસૂત્રો સિવાયના, શ્રી ઠાાંગસૂત્ર આદિ નવ અંગસૂત્રોની વૃત્તિઓની રચના કરવાનો સ્વીકાર કર્યો. આવા દુષ્કર કાર્યનો સ્વીકાર કરવાની સાથે, એ મહાપુરુષે એવી પણ દુષ્કર પ્રતિજ્ઞા ગ્રહણ કરી કે જ્યાં સુધી શ્રી ઠાણાંગસૂત્ર આદિ નવેય અંગસૂત્રોની વૃત્તિઓને રચવાનું કાર્ય હું પરિપૂર્ણ કરું નહિ, ત્યાં સુધી મારે હંમેશાને માટે આયંબિલ જ કરવું.
પ્રબુદ્ધ જીવન
નવાંગી ટીકાકાર આચાર્ય ભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, શાસનદેવીની પ્રેરણાને પામીને નવ અંગસૂત્રો ઉપરની વૃત્તિઓની રચના કરી, એવું શ્રી પ્રભાવકચરિત્રના રચયિતા આચાર્ય શ્રી પ્રભાચન્દ્રસૂરિજીએ જણાવ્યું છે.
આપણા ઉપર એ મહાપુરુષનો પણ અસાધારÄ કોટિનો ઉપકાર છે. આજે આપણે આ શ્રી ભગવતીજી સૂત્રનો રસાસ્વાદ લઈ શકીએ, સૂત્રોના અર્થો કરીને રહસ્યને સમજી શકીએ છીએ, તે નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજાના પુણ્યાપ્રાશ્તારનો પ્રભાવ છે. એ મહાપુરુષે શ્રી ઠાણાંગસૂત્ર આદિ નવ અંગસૂત્રો ઉપર એવી તો સરળ, સરસ અને સવિસ્તર ટીકાઓ રચી છે કે એના જ પ્રતાપે, ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ સૂત્રોમાં ગૂંથેલી શ્રી જિનવાણીનું આપણે સુધાપાન કરી શકીએ છીએ, અગિયાર અંગોના શબ્દાર્થને સમજવાને માટે, શ્રી શીલાંકાચાર્ય મહારાજાની બનાવેલી શ્રી આચારાંગસૂત્ર અને શ્રી સૂયગડાંગસૂત્રની બે ટીકાને તથા શ્રી અભયદેવસૂરિજી મહારાજાની બનાવેલી શ્રી ઠાણાંગસૂત્ર આદિ નવ અંગસૂત્રોની નવ ટીકાઓ,
૯
એ જ આપણે માટે આ કાળમાં અોડ અને પરમ ઉપોગી સાધન
જ
છે.
વિષયવસ્તુ
સમવાયાંગ અને નંદી અનુસાર પ્રસ્તુત આગમમાં ૩૬૦૦૦ પ્રશ્નોનું વ્યાકરણ છે. એમાં ચર્ચેલા વિષય સંબંધી અનેક સૂચનાઓ પ્રાપ્ત થાય છે. તેમાં સમય, પરસમય, જીવ, અજીવ, લોક અને અલોક વ્યાખ્યાન છે. સમવાયાંગ અનુસાર ગૌતમ ગણધર ઉપરાંત અનેક દેવ, દેવી, શ્રાવક-શ્રાવિકાઓએ પૂછેલ પ્રશ્નોનો તેમાં ઉલ્લેખ
છે.
આ આગમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાથી ખ્યાલ આવે છે. કે પ્રસ્તુત આગમમાં વર્તમાન વૈજ્ઞાનિક શોધોનું પ્રકરણ કરેલું છે. પ્રસ્તુત ગ્રંથ તત્ત્વવિદ્યાનો આકારગ્રંથ છે તેમાં ચેતન અચેતન બંને તત્ત્વોની વિશદ જાણકારી ઉપલબ્ધ છે. ટૂંકમાં વિશ્વવિદ્યાની કોઈ એવી શાખા નહીં હોય જેની આ ગ્રંથમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ચર્ચા કરી ન હોય. તત્ત્વવિધાનો આટલો વિશાળ ગ્રંથ હજુ સુધી જ્ઞાત નથી. આ આગમમાં એવા સેંકડો વિષયોનું પ્રતિપાદન કરેલું છે જે બુદ્ધિ દ્વારા ગ્રાહ્ય નથી.
જ્ઞાનના સાગર એવા આ ભગવતિસૂત્રમાં જો કે ગણિતાનુયોગની પ્રધાનતા છે તો પણ દ્રવ્યાનુયોગ, ચરિતાનુયોગ અને કથાનુયોગના પાઠ પણ જોવા મળે છે. સૂત્રમાં ઉપદેશ અને સિદ્ધાંતનો સંયોગ થવાથી સૂત્ર વધારે ઉપાદેય, શ્રદ્ધેય અને પૂજ્ય બને છે.
સૂત્રમાં અસંવૃત અણગાર, સંસ્કૃત અણગાર, કર્મોના પ્રકારો, શ્યાઓ, જીવોની વિવિધ જાતિ, દેવગતિ અને મનુષ્યગતિનું વિસ્તૃત વિવેચન, ઈન્દ્રલોકની સભાનું વર્ણન વગેરે અનેક વિષયોની ચર્ચા કરેલી છે. વળી પ્રસ્તુત આગમમાં ગતિવિજ્ઞાન, ભાવિતાત્મા દ્વારા આકાશ ગમન, પૃથ્વી આદિ સ્થાવર જીવોના શ્વાસ-ઉચ્છવાસ, સાર્વભૌમ ધર્મોનું પ્રવચન, ગતિપ્રવાદ અધ્યયનની પ્રજ્ઞાપના, કૃષ્ણરાજિ, તમસ્કાય, પરમાણુની ગતિ, દૂરસંચાર આદિ અનેક મહત્ત્વપૂર્ણ પ્રકરણ છે જેનું વૈજ્ઞાનિક દષ્ટિથી અધ્યયન અર્પક્ષિત છે.
પ્રસ્તુત આગમનો પૂર્ણ આકાર આજે ઉપલબ્ધ નથી પરંતુ જેટલો ઉપલબ્ધ છે તેમાં હજારો પ્રશ્નો ચર્ચીત થયેલા છે. ઐતિહાસિક દૃષ્ટિથી આચાર્ય મંલિ ગોશાલ, જમાલિ, શિવરાજર્ષિ, સ્કંદક સંન્યાસી વગેરે પ્રકરણ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. તત્ત્વચર્ચાની દૃષ્ટિથી જયન્તી, મદદુક, શ્રમર્ણોપાસક, રોહ અણસાર, સૌમિત બ્રાહ્મણ, ભગવાન પાર્થના શિષ્ય કાલાસર્વસિય, તુંગિયા નગરીના શ્રાવકો વગેરે પ્રકરણો પઠનીય છે. શિતની દૃષ્ટિએ ગાંગેય અણગારના પ્રશ્નોત્તર બહુ મુલ્યવાન છે. પ્રસ્તુત આગમમાં એવા અનેક પ્રસંગો પ્રાપ્ત થાય છે જેમાં તત્ત્વની ચર્ચાઓ કરતા જુદા જુદા ધર્મોના આચાર્યોમાં ધાર્મિક ઉદારતાનો યથાર્થ પરિચય પ્રાપ્ત થાય છે. કુલિક અને ચેટક વચ્ચેના યુદ્ધનું માર્મિક વર્ણન પણ છે.