________________
જાન્યુઆરી, ૨૦૧૦
તેને બદલે તત્ત્વનો અભ્યાસ કરવો જરૂરી છે. તેનું પ્રમાણ ઓછું છે.
હવે એક મુદ્દો વરધોડા, પીઠિકાના ઉત્સર્વો, સ્વામીવાત્સલ્યો, પૂજનો જેની આવશ્યકતા મનાતી હતી કે આવા પ્રસંગે આબાલ વૃદ્ધો સૌ લાભ લેતા તે વાત ગૌણ થઈ અને શ્રાવક તથા સાધુ સમાજ વ્યક્તિગત પ્રચારના ભાવનું પોષણ થવાથી ઉત્સવ પછી કોઈ બોધ પામી જાય અને ત્યાગી થાય તેવું બનતું નથી. વળી તેમાં બધું ભાડૂતી. વાહનોની દોડાદોડી, પશુગાડીઓના શણગાર જોવા માટે વરઘોડાની શું અસર ઉપજે. છતાં એકાંતે કરવા જેવું નથી તેમ કહેવું નથી. ઉત્સવો ધર્મજીવનમાં પ્રાણ પૂરતા હતા. તેવું ઓજસ કેટલું જળવાયું છે? મૂળ ધર્મ જે તત્ત્વરૂપ, રત્નત્રય રૂપ હતો તે કેટલો વિકસ્યો છે? આટલી પત્રિકા, પુસ્તકો, ઉત્સવો પછી જો એમાં કંઈ પરિણામ ન આવે તો જૈન ધર્મની વિશેષતા શી?
પ્રબુદ્ધ વન
છેલ્લે સાધુ-સાધ્વી જીવન માટે કંઈ પણ શીખ આપવી તે જવાબદાર અધિકૃત ગૃહસ્થનું કામ છે. અથવા તેવા શ્રાવકોનો સમુદાય એકઠાં થઈ ઉકેલ લાવે. જ્યાં સવિશેષ સાધુ સમુદાય, સાધ્વી સમુદાયના મોવડીઓનો સાથ લેવામાં આવે તેમની સાથે ચર્ચાવિચારણા થાય તો કંઈ ઉકેલ મળે. જો કે એ સમાજમાં એટલા ફાંટા છે કે કોઈ મેળ કરવો મુશ્કેલ છે. છતાં એક જ મોટા સમુદાયને પ્રથમ વિશ્વાસમાં લઈને આ અંગે વિચારણા થઈ શકે. તંત્રીશ્રી માટે એ કાર્ય ઘણું કઠિન છે છતાં પણ સૌનો સાથ છે તો કંઈ ઉકેલ થઈ શકશે તેવી અપેક્ષા છે કારણ કે આપણા આ સૂચન કે ચર્ચાની ત્યાગી સમાજ નોંધ લેશે ખરા? સંઘબળ સૌને માન્ય એવું સંગઠન છે. પણ ઉદારચિત્ત સમભાવી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ૭૫ મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન
કેતન જાની
(નવેમ્બર ૨૦૦૯ના અંકથી આગળ) સંશયરહિત સ્પષ્ટતા એ શ્રીકૃષ્ણના વ્યક્તિત્વની વિશિષ્ઠતા તા. ૨૧-૮ ના ‘શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ' વિશે વ્યાખ્યાન આપતા શ્રીમતી કાજલ ઓઝા-વૈદ્યએ જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણના જીવનમાં અહંકાર, સત્ય અને સાધનશુદ્ધિનો અભાવ હશે પરંતુ સંશયરહિત સ્પષ્ટતા એ તેમના વ્યક્તિત્વની વિશિષ્ઠતા છે. પાંચ ગામ મળે તો મહાભારતનું યુદ્ધ કરવું નહીં એવો પ્રસ્તાવ પાંડવો વતી લઈને તેઓ જ કૌરવો પાસે ગયા હતા. ત્યારે ખુદ દ્રૌપદીએ જ પુછ્યું જ હતું કે મારા વાળ-વસ્ત્રો ખેંચ્યા તેઓ સાથે વિષ્ટિ કેવી? વિષ્ટિનો પ્રસ્તાવ સફળ થવાનો નથી એ જાણતા હોવા છતાં તેઓ ગયા હતા. યુદ્ધના મેદાનમાં અર્જુન મૂંઝાયો કે જેના ખોળામાં હું રમ્યો છું તેઓ ૫૨ શસ્ત્ર કેવી રીતે ઉપાડું? તે સમયે યુદ્ધ કરવા
૧૫
હશે તો સૌના સહકાર્યથી આ પ્રશ્ન હલ થશે.
ડાંક્ટર દવાખાનાની સગવડો, પંડિતોની પાસે અભ્યાસ, શ્રોતાવર્ગ, અન્ય સગવડોને કારણે સાધુ-સાધ્વીજનો શહેરમાં રહેવાનો આગ્રહ રાખે છે. તેમાં ઉપાશ્રયોના નિવાસની મર્યાદાને કારણે ફ્લૅટના નિવાસ વધતા જાય છે. અણગારોને નિવાસ લેવા પડે છે. તે પ્રશ્ન પણ છે. વળી ઉપાશ્રયો થાય પણ ઠલ્લે માત્રાની જે ક્રિયા છે તે તો ઊભી જ રહે છે. તેનો ઉકેલ પણ પૂરતો થઈ શકતો નથી. શ્વેતાંબર સમાજમાં સાધ્વીજનોની સંખ્યા ઘણી છે. તેઓ નાના નાના શહેરમાં ચાતુર્માસ કરે ત્યાં પંડિતજનોની સગવડ કરાવે અને ભશે, ભણાવે તેવી યોજના થાય તો શહેરીકરણના દોષથી બચી શકાય. સાધ્વીજનોમાં પણ અભ્યાસી વર્ગ છે. તેઓ શિવર્ગને ભણાવી શકે. વ્યાખ્યાન આપી શકે, જ્યાં પૂ. આચાર્ય હોય ત્યાં સો બસો ભેગા રહે તેવું વરસમાં બીજા કોઈ એકાદ માસ માટે કરી શકાય. તો બન્ને વ્યવસ્થાઓ સચવાય
આવા અનેક પ્રશ્નો છે. તે વિસ્તરતા જાય તે પહેલા તંત્રીશ્રીના પ્રયાસ મુજબ બન્ને સમાજના મળીને થોડી અધિકૃત વ્યક્તિઓ પુનઃ પુનઃ વિચારણા કરે તો કઈક ઉકેલ સંભવ છે.
આ લેખ કેવળ સદ્ભાવથી લખ્યો છે છતાં જિનાજ્ઞા વિરૂદ્ધ કે અનઅધિકૃત કંઈપણ લખાયું હોય તો પુનઃ પુનઃ મિચ્છામિ દુક્કડમ્ સુનંદાબહેન વોહોરા,
૫, મહાવીર સોસાયટી, એલિસબ્રીજ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન નં. : ૨૬૫૮૭૯૫૪
સમજાવનારા શ્રીકૃષ્ણ જ હતા. અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ગર્ભમાંનો પરીક્ષિત મૃત અવતર્યાં ત્યારે શ્રીકૃષ્ણ પુરુષ હોવા છતાં સૂતિકાગૃહમાં ગયા હતા. તેમણે કહ્યું કે જો જીવન સાધુવૃત્તિથી અને ન્યાયપૂર્વક જીવ્યો હોઉં તો આ શિશુ જીવતું થાય અને પરીક્ષિત જીવતો થયો હતો. શ્રીકૃષ્ણના એકપણ લગ્ન સ્નેહલગ્ન નહોતા પણ પોલીટીકલ હતા. એકવાર રુક્ષ્મણીએ પુછ્યું હતું કે તમે મારા કે ઓરડામાં આવો ત્યારે એકલા આવતા નથી. ત્યારે શ્રીકૃષ્ણે ઉત્તર આપ્યો હતો કે સિંહાસન ઉપર બેસનાર વ્યક્તિને અંગત સુખોને તેના પાયા નીચે દાટી દેવા પડે છે તે રાજ્ય જ સ્થિર રહી શકે. છે શ્રીકૃષ્ણએ સમષ્ટિ સાથે ક્યારેય અન્યાય કર્યો નહોતો. તેઓ જુઠ્ઠાણું કે અર્ધસત્ય ચલાવતા નહોતા પરંતુ તેઓ પોતાની દિશા કે કર્મો કે વિશે સુસ્પષ્ટ હતા. તે માટે માર્ગમાં કોશ મળે છે અને કયા સંજોગો