________________
૧૪
પ્રબુદ્ધ વન
મનાય છે કે આ વસ્તુઓ ત્યાગીજનો માટે બનતી નથી; પણ ગૃહસ્થો માટે બને છે. તેમાં તેમને જરૂરી વસ્તુ લેવામાં દોષ નથી. કોઈવાર વિવેક સચવાય નહિ તેવું બને છે અને અંતરમાં રહેલી વૃત્તિઓ પોષાય છે ખરી. હું મારી જાતને અહીં મૂ | મારી પાસે સુંદર ઘડિયાલ કે કંઈ પાત્ર જેવી વસ્તુ છે. મને અમુક સાધુજનો પ્રત્યે ચાહના છે. તેમને ભક્તિથી આપું ત્યારે આનંદ માનું છું. સાધુજનો તેમને માટે નથી બનેલું પણ ગૃહસ્થ લાભ લે છે તેમ માની ગ્રહણને કરે છે. આમાં સત્ય તારવવું અઘરું છે. છતાં તારવી શકે તેવા ત્યાગીજનો છે તેનો પ્રસંગ જણાયું.
એકવાર સ્વ. પૂ. આચાર્ય ભદ્રંકર સૂરિજી પાસે દર્શનાર્થે જવાનું થયું. ત્યારે કોઈ ભાઈ વસ્તુઓના પોટલા લઈને આવ્યા. પૂ. શ્રીએ શ્રાવકને કહ્યું કે, ‘પોટલા બહાર મોકલી દો પછી બેસો, વંદન કરો.' પેલા ભાઈ કહે સાહેબજી સુંદર મલમલ છે. ભારે કામળી છે (કિંમતમાં). પૂ.શ્રીનો અવાજ જરા મોટો થયો કે, “એટલે જ ના પાડું છું. અમારે સાધુ રહેવું છે. સુંદરતા અમારું વ્રત અને તપ છે `એટલે પહેલા પોટલા બહાર મોકલી દો. ૫૨૫દાર્થોમાં આકર્ષિત થઈએ અમારું ગુણ ઠાણું ટકે નહિ. અલંકારિક વસ્તુઓની આસક્તિને નષ્ટ કરવા આ વેશ છે ભાઈ!'
બીજો પ્રસંગ યાદ આવે છે. આ. પૂ. શ્રી કલાપૂર્ણશ્રીએ બત્રીસ વર્ષે દીક્ષા લીધી ત્યારે બે પુત્રો ૧૦ અને ૧૨ વર્ષના સાથે દીક્ષિત થયા. સગા-સ્નેહીઓ થેલીમાં બાળકો માટે વસ્તુ કે મિઠાઈ લાવે. પૂ. કનકસૂરિજી પેલાની પાસેની થેલી બહાર મૂકાર્ય, ભક્તો કહે બાળકો માટે છે. પૂ.શ્રી કહેતા, ‘મારે બાળકને પવિત્ર સાધુ બનાવવાના છે. સંસારમાં પાછા મોકલવા નથી. માટે આવી વસ્તુઓ લાવવી નહિ.’ આવા પ્રખર અને વાત્સલ્યપૂર્ણ ગુરુજનો હોય ત્યાં હજી સાધુ જીવનની પવિત્રતા જળવાય છે. બાકી તો ચારે બાજુ દેખાદેખી ચાલે છે. તેથી શિથિલતાનો દોષ વધવા પામે છે. આપણે એમના ત્યાગમાંથી કંઈક શીખવું છે. તે પૂરતું આપણે માટે વિચારણીય છે.
સાધુ-સાધ્વી જીવન સંસાર ત્યાગનું છે. પવિત્ર મહાવ્રતધારી છે. તેથી સમાજ તેમની પાસે ઉચ્ચ આદર્શોની અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે. સાધુ જન્મતા નથી, પરંતુ ગૃહસ્થપણું ત્યજી ત્યાગી થયા છે. ત્યારે દરેકમાં વૈરાગ્યની પ્રબળતા હોય તેવું બનતું નથી. તેમાં પણ જો સાધુપણામાં કોઈ શ્રીમંત ભક્તો મળી ગયા અને વૈરાગ્ય હતો નહિ કે તે વિકસ્યો નહિ તેથી સુખશીલતા આવે. જો તપ વ્રત હોય તો પણ અન્ય રીતે આધુનિકતા સ્વીકારે ત્યારે શિથિલતા આવવાનો સંભવ છે. વળી એવું નથી કે ગરીબો જ દીક્ષા લે છે. શ્રીમંત ઘરના બાળકો, યુવાનો સમજપૂર્વક સ્વેચ્છાએ સંયમ
સ્વીકારે છે.
જાન્યુઆરી, ૨૦૧૦
કરે પણ કંઈ અસર ન થાય અને ગૃહસ્થોને પણ આધુનિકતા, પરિગ્રહના વધારામાં રસ છે. પરિગ્રહ પરિમાણ છે તો પણ હોય તેનાથી વધારીને તે, આ પરિસ્થિતિમાં ત્યાગી કે ભોગી કોનું સત્ત્વ બળવાન થાય કે જે તત્ત્વદ્રષ્ટિ ને પ્રગટ કરે?
અપરિગ્રહી એવા સાધુ સાધ્વીજનોના મહાવ્રતની મર્યાદા શું ? કેટલું પ્રમાણ કોણ સ્વીકારે. આથી બોધ આપનારને ગૃહસ્થો વંદન
કોઈકવાર એવો વિચાર આવે છે કે ભલે આપણે સંસારી છીએ, પણ એ.સી. હૉલ અને પંખા નીચે બેસી સાધુજનોના પરિષઠ જય શિથિલતાની ચર્ચા, પ્રવચન કરીએ તો તેની કેટલી અસર ઉપજે ? સમૂહ સંસારી છે તેમને સગવડ મળે તેનું પ્રાધાન્ય ભલે હોય છતાં તેમાં પ્રવચનોમાં મર્યાદા જળવાવી જરૂરી છે.
બીજો પ્રશ્ર કે શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી જેઓ આમ્નાયને આધીન છે. ત્યાં કંઈ પણ મર્યાદા સચવાય છે, પણ આમ્નાયથી બહાર હોય તે જૈનધર્મી હોય છતાં કોઈ મર્યાદા જણાતી નથી. આધુનિકતા અને સગવડોથી સજ્જ હોય. તેથી જેમને ધર્મતત્ત્વની સમજ નથી તેવા વર્ગને તેમાં આકર્ષણ થાય. તેમાં સંખ્યાબળ વધે છે. આ પ્રશ્ન તો ઊભો જ રહેવાનો. અહીં આપણે જે વિચારીએ છીએ તે કેવળ શ્વેતાંબર, મૂર્તિપૂજક માટે મર્યાદિત છે તેનો ખ્યાલ નથી. આમ્નાયમાં હજી સાદાઈ, સચ્ચાઈ, શ્રમણતા જળવાઈ છે. તેને ભાવિકો આવકારે છે. છતાં ઉપર જણાવ્યું તેનો ઉકેલ વિચારણીય છે.
વળી એક મુદ્દો છે આકર્ષક આમંત્રણ પત્રિકાઓ, પુસ્તકો. આ પત્રિકા વગેરેનું ખર્ચ ગૃહસ્થ કરે છે. સાધુજનો માને છે કે આપો ત્યાગી છીએ. ભક્તોનો ભાવ છે. આપણને દોષ નથી. વાસ્તવ તેમના મનમાં ઊંડે ઊંડે આકર્ષિત વસ્તુની વૃત્તિ હોઈ શકે! જે આ રીતે પોષાતી હશે. પત્રિકાઓ રૂા. ૧૦૦ થી ૫૦૦ સુધીની જોષામાં આવે છે. એક વાર વાંચી પછી નિકાલ કરવાની પણ મૂંઝવણ થાય છે. અને પુસ્તકોના લખાણ તો ચાર પુસ્તકે એક પુસ્તક થાય તેવી પદ્ધતિ. લખાણ કરતાં વધુ ખર્ચ તેના બાહ્ય દેખાવનો છે. વળી ભક્તોના ખર્ચે છપાય અને કિંમત તો ઊંચી રાખે. આવી મૂડી ભેગી કરીને કોને આપવી છે ? તેઓ વિદ્વાન, વિચારક છે. શા માટે વિચારી શકતા નથી. નથી ભક્તો વિવેક રાખતા કે નથી ત્યાગીજનો રાખતા.
જો કે એમ પ્રચાર કરે છે કે શ્રુતજ્ઞાન તો સોનો હીરે મઢીએ તોય ઓછું; પણ મ્રુતજ્ઞાન કહેવું કોને ? એવા શ્રુતજ્ઞાનના અભ્યાસની ઋચિ કેટલી વિકસી? આથી જો શ્રાવક વર્ગ સજાગ નહિ બને તો જ્ઞાનભંડારો બેકાર પડ્યા છે તેમ ઘરમાં પુસ્તકોનો ભરાવો પાછો ત્યાં જ પહોંચે છે, વાસ્તવમાં અભ્યાસ વર્ગો વિકસાવવાની જવાબદારી સાધુજનો સાધ્વીઓને સાથે રાખી વિકસાવવી જોઈએ. કેવળ એક કલાકના વ્યાખ્યાનથી કે વાચનથી પ્રશ્ન હલ કેમ થશે? શ્રાવક-શ્રાવિકાઓ પણ નક્કી કરે અમે પુસ્તકના આધાર સ્થંભ કે સહયોગી બનવાને બદલે અભ્યાસી બનશું. તે જરૂરી છે. આધુનિક સાધનો વડે સ્ત્રીવર્ગને સમય હોય છે તો ધંધા જેવા કાર્યમાં પડે છે