SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ દલીલોનો ઝૂમખો પીરસી દે, રજનીશજીમાંથી મસ્તી મળે પણ સમાધાન અને શાંતિ ન મળે એવું અનુભવાયું. રજનીશજીમાં વિવાદો અને વિરોધો એટલા કે આપણે અટવાઈ જઈએ. પ્રબુદ્ધ જીવન કોઈ પણ વિચાર જ્યારે ઘેન, આસવ કે ટેવ આદત વિચાર તરફ આપણને દોરી જાય ત્યારે બુદ્ધિમાન મનુષ્ય તરત જ સજાગ થઈ, મુગ્ધતાને ખંખેરીને ‘વિવેક'ના પ્રદેશમાં પ્રવેશી જવું. શ્રી ચીમનલાલ ચકુભાઈ કહેતા કે, જ્યારે એવી પરિસ્થિતિ આવે કે આ ક્રિયા કર્યા વગર મને ચેન ન પડે' ત્યારે આત્મા, મન, બુદ્ધિ અને ઈન્દ્રિયો સાથે થોડી વાતો કરી લેવી. વળગણ છૂટી જશે અને યોગ્ય નિર્ણય મળી રહેશે. એ સમયે પ્રત્યેક ફેબ્રુઆરી મહિનામાં જે. જે. સ્કૂલ ઓફ આર્ટના મેદાનમાં જે. કૃષ્ણમૂર્તિના પ્રવચનો યોજાય, જે. કૃષ્ણમૂર્તિ પાસે રજનીશ જેવો વંટોળ નહિ, પણ તર્કશુદ્ધ દલીલોનો શાંત બૌદ્ધિક ખજાનો ખરો જ. એમને વાંચો એટલે ધણી બેડીઓ અને ગ્રંથિઓ છૂટી જાય. હળવા થઈ જવાય, પણ પ્રમાણિત તત્ત્વ અને સત્ય ત્યાંથી પણ પ્રાપ્ત ન થયું. ઉપરાંત વિચાર અને આચારની સંવાદિતા પણ જે. કૃષ્ણમૂર્તિમાં શોધવી પડે. આ બંને બૌધિકોમાંથી પમાય ધણું છતાં તરસ્યા રહ્યાનો અહેસાસ તો થાય જ. આ આ લખનારનો અનુભવ છે. અને આ શાંતિ, આ સમાધાન મને આચાર્ય મહાપ્રજ્ઞના શબ્દોમાંથી મળ્યા. સૌથી પહેલું ‘મન જિતે જીત' પુસ્તક હાથમાં આવ્યું, અને પછી તો શક્ય એટલું પૂ. મહાપ્રજ્ઞનું હિંદીગુજરાતીમાં પ્રગટ થયેલ સાહિત્ય વાંચવાની ઝંખના જાગી. શક્ય એટલું વાંચ્યું, પ્રત્યેક પુસ્તકમાં નવા જ્ઞાનાકાશના દર્શન થાય. શાસ્ત્રોનો પૂરો આધાર, તાર્કિક દલીલો, વૈજ્ઞાનિક અભિગમ, ભારોભાર સર્જકતા અને મૌલિકતા, સરળ શૈલી અને પોતાના વિચારના પ્રચારનો જરાય આગ્રહ નહિ, ‘મારે શરણે આવ, કે ‘મને માન'માં એવો આગ્રહ તો જરાય નહિ. અભ્યાસ અને આંતર જુન ૨૦૧૦ મર્યાદિત ન હતું. પૂજ્યશ્રી આ ધરતીના માનવ હતા. એઓશ્રીના કર્મ અને સંદેશનો વ્યાપ વિરાટ હતો. વ્યક્તિથી સમષ્ટિ સુધી હતો. પૂજ્યશ્રીનું કર્મ અને સંદેશ સમગ્ર રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય જનજીવન સુધી વિસ્તર્યું હતું. એમાંય પૂજ્યશ્રીની ભારત અહિંસા યાત્રાનું કાર્ય તો સુવર્ણ શિખર જેવું હતું. આવી મહાવિભૂતિના જીવન અને સર્જન વિશે તો અનેક શોધ પ્રબંધો લખાય. દર્શનથી પૂજ્યશ્રીએ જે ‘જાણ્યું' તે એઓશ્રીએ આપણને ‘જણાવ્યું'. વાચકને વિચારવાની પૂરી સ્વતંત્રતા આપે એવું મહાપ્રજ્ઞજીનું શબ્દકર્મ. તેરાપંથના વિશાળ સંપ્રદાયનું સંચાલન કરતાં કરતાં, સાધુ જીવનની આચારસંહિતાને પૂર્ણ રીતે પાળતા પાળતા આટલું ભવ્ય સર્જન કરવું એ કોઈ ઋતુંભરા પ્રજ્ઞા પામેલ મહામાનવ જ કરી શકે. વિશેષ તો વિચાર અને આચારની પૂરી સંવેદિતા, જેવી વાણી એવું જ જીવન, જેવા વિચારો એવા આચારો, ગાંધીજીની જેમ સત્ય તત્ત્વના શોધક અને આહી આચાર્ય મહાપ્રશજીનું જીવન કર્મ માત્ર જેન શાસન સુધી જ આચાર્ય હેમચંદ્રાચાર્ય અને ઉપાધ્યાય યોવિજયજી પછી જૈન શાસનને કદાચ આ મહાપુરુષ મળ્યા એ જૈન જગતનું મહા સદ્ભાગ્ય. મારા વિદ્વાન મિત્ર ડૉ. યોગેન્દ્ર પારેખે મહાપ્રજ્ઞજીના પુસ્તકોના અનુવાદ કર્યાં છે, એટલે પૂજ્યશ્રી વિશે લેખ લખવાની વિનંતિ મેં એમને કરી, તેમજ મારા મુરબ્બી મિત્ર રશ્મિભાઈ ઝવેરીએ મારો મૌન શબ્દભાવ સમજીને પૂજ્યશ્રી વિશે લેખ લખીને મોકલ્યો. ડૉ. રશ્મિભાઈ ઝવેરી તો પરમ સદ્ભાગી કે એઓ પૂજ્યશ્રીના સંપર્કમાં વરસોથી રહ્યા. આ બે મહાનુભાવોના લેખ આ અંકમાં છે. એમાં પૂજ્યશ્રી વિશેની વિશેષ વિગતો આવી જાય છે, એટલે પૂજ્યશ્રી વિશે લખી અહીં કોઈ પુનરાવર્તન કરતો નથી. પરંતુ પુજ્યશ્રી વિશે જેટલું લખાય એ બિન્દુ સમાન જ લાગે, એવી ભવ્ય અને વિરાટ એ પ્રતિભા હતી. પૂજ્યશ્રીના જીવન અને સાહિત્ય સર્જનમાં ભવિષ્યની પેઢી જ્યારે ઊંડી ઊતરશે ત્યારે એ પેઢીને જરૂર આશ્ચર્ય થશે કે આવી ભવ્ય પ્રજ્ઞા આ ધરતી ઉપર ખરેખર વિચરી હતી! મોક્ષગામી એવા પૂજ્યશ્રીના આત્માને કોટિ કોટિ વંદન. ધનવંત શાહ drdtshah@hotmail.com પર્યુષણ વ્યાખ્યાનમાળા સંઘના ઉપક્રમે સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના સૌજન્યથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા શનિવાર તા. ૪-૯-૨૦૧૦ થી શનિવાર તા. ૧૧-૯-૨૦૧૦ સુધી એમ આઠ દિવસ માટે યોજાયો. વ્યાખ્યાનમાળા સ્થળ : પાટકર હૉલ, ન્યૂ મરીન લાઈન્સ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦ ૦૨૦. રોજ ૭-૩૦ વાગે ભક્તિસંગીત અને ૮-૩૦ થી ૧૦૧૫સુધી બે વ્યાખ્યાનો યોજાશે. સર્વને પધારવા નિમંત્રણ છે. મંત્રીઓ ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) ૦ ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) * ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) * કન્ધા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy