________________
તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯
અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી ઉતરાવેલો વીમો પણ રદ કરાવે છે. બધી કમાણી દક્ષિણ આફ્રિકાની હિંદી કોમ માટે, ગિરમીટિયાઓની સેવા માટે, ફિનિક્સ આશ્રમ માટે અને 'ઈન્ડિયન ઓપીનિયન' ચલાવવા માટે ખર્ચી નાંખે છે. ગરીબો માટે અને જાહેર કામો માટે મફત વકીલાત કરી અંતે વકીલાત પણ છોડે છે. અપાર
ભૌતિક સુખ અને વૈભવને તિલાંજલિ આપે છે.
અપરિગ્રહ માત્ર વસ્તુઓના ત્યાગ કે સંપત્તિ વિસર્જનમાં જ નહિ, પણ સમાજ દ્વારા મળતા સન્માનનો પણ પરિગ્રહ નહીં; એવી સૂક્ષ્મતા ગાંધીજીનો વિવેક છે. મુંબઈના એક્સેલસિયર થિયેટરમાં તેમના સન્માન માટે યોજાયેલી સભામાં શ્રી જમનાદાસ દ્વારકાદાસ ગાંધીજી પ્રત્યે પૂરો આદર હોવા છતાં ‘મહાત્મા’ શબ્દ ઉચ્ચારતા નથી. ઉપસ્થિતો ‘ગાંધીજી’ નહિ ‘મહાત્મા’ કર્યો એવો શોરબકોર કરી દુરાગ્રહ રાખે છે. જમનાદાસ જાણે છે કે બાપુને મહાત્મા સંબોધનથી વાંધો છે. પણ અનુયાયી શ્રોતાઓનો દુરાગ્રહ જમનાદાસના અપમાન સુધી વિસ્તરે છે ત્યારે ગાંધીજી મધ્યસ્થી કરીને મહાત્મા શબ્દ માટેનો અણગમો જાહે૨ ક૨ીને શોર મચાવનારા શ્રોતાઓને જમનાદાસની માફી માંગવાનું કહે છે. જમનાદાસનો અવિનય કરનાર આખરે ક્ષમા માંગે છે. આપણા સમયમાં તો ‘મહાત્મા”નું વિશેષણ નાનું પડે એટલાં અને એવાં સંબોધનો ચલણમાં છે. પ. પૂ. ધ. ધુ, ૧૦૦૮, વિશ્વવંદનીય, મહામંડલેશ્વર, જગદગુરુ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ અને શ્રી શ્રીનો ટ્રાફિક જામ છે. હમણાં વળી દક્ષિણ ભારતમાં એક નવા મહાપુરુષનો ઉદય થયો છે જેઓ છે ત્રણ વખત શ્રી શ્રી શ્રી એમ લેબલ લગાડે છે. મને થાય છે કે બીજો કોઈ જાગે એ પહેલાં ચાર વખત શ્રી શ્રી શ્રી શ્રી ની પેટન્ટ કે રજિસ્ટ્રેશન કરાવી લઉં.
પ્રબુદ્ધ જીવન
દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમથી અગિયારેક માઈલ દૂર વેરૂલમમાં એક ધનવાન હિંદુસ્તાનીની સખાવતથી લક્ષ્મીનારાયણનું મંદિર બાંધવામાં આવ્યું. ગાંધીજીને મંદિરનું ઉદ્ઘાટન કરવા માટે વિનંતી કરવામાં આવી. ઉદ્ઘાટન બાદ ગાંધીજીને ચાંદીના તાળા–ચાવી અને સોનાના પતરાથી મઢેલું 'ગીતા'નું પુસ્તક ભેટ આપવામાં આવ્યું. ગાંધીજીએ કહ્યું, “ગીતા સ્વયં ઝગમગતું રત્ન છે. હીરાને કથીરથી ઢંકાય નહિ.’ – અને સોનુ-ચાંદી વેચી તેની રકમ આશ્રમ ખાતે જમા કરી. અપરિગ્રહ અને અનાસક્તિના આવા ઢગલાબંધ ઉદાહરણો સમગ્ર ગાંધીગાથામાંથી મળે
૯
ગરીબી એ હિંસાનું સહુથી વરવું સ્વરૂપ છે. એમ કહીને ગાંધીજીએ આપણી હિંસક જીવનશૈલી પર ઊંડી મીમાંસા પ્રગટ કરી છે. છેવાડાના માણસ માટેની સાચુકલી પ્રીતિ જ આ પ્રકારની જાગૃતિ પ્રગટાવે.
બાપુ ખૂબ મોંબંધને પછી ૧૯૦૬માં ૩૭ વર્ષની વયે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે છે. કસ્તુરબાની સહમતિ ભળે છે. એકાદશ વ્રતમાંનું એક તે અસ્વાદ, સ્વાદેન્દ્રિય પર કાબુ મેળવાય તો બ્રહ્મચર્ય અતિશય સરળ છે એ તેમના અનુભવનો નિચોડ. ખોરાકના પ્રયોગો બ્રહ્મચર્યની છે એ દૃષ્ટિએ જ થયા. ઉપવાસની અનિવાર્યતા પણ બ્રહ્મચર્ય સાધવા અર્થે પણ વિશેષ રીતે સમજાય છે. તેમને મન બ્રહ્મચર્ય એટલે મન, વચન, કાયાથી સર્વ ઇંદ્રિયોનો સંયમ. પૂરા સત્યવાદી. તેથી જ બ્રહ્મચર્ય અંગેની પોતાની સાધનામાં પોતે માનસિક વ્યભિચારમાંથી કસ્તુરબા પ્રત્યે મુક્ત નથી રહી શક્યા એવો ઉલ્લેખ પણ મોટા પુત્ર હરિલાલ પરના એક પત્રમાં કરે છે. બ્રહ્મચર્ય અંગેનો તેમનો વિવાદાસ્પદ પ્રયોગ પણ સત્યનિષ્ઠ જીવનની ચરમસીમા. સ્વજનો-મિત્રોની ના છતાં અગ્નિપથમાંથી સફળતાપૂર્વક પસાર થયા. આજના તથાકથિત સાધુઓ નિષ્ફળ જવાની પૂરી તૈયારી સાથે આવો માત્ર પ્રયોગ નહિ – પ્રયોગો કરે છે અને એમના પ્રોગની સી. ડી. બહાર પડે ત્યારે જ આપણાને ખબર પડે છે.
અસ્તેય એટલે ચોરી ન કરવી એવો સ્થૂળ અર્થ નહિ. અપરિગ્રહનો અર્થ વિસ્તાર. પોતાની પાસે જરૂરિયાત કરતા વધારે વસ્તુ હોય તો તે પણ અન્યનું પડાવી લીધેલું ગણાય એવી સૂક્ષ્મ સમજ. આર્થિક અસમાનતાને દૂર કરવા માટે ગાંધીજીની અસ્તેય વ્રત અંગેની સમજ આજે પણ કેટલી પ્રસ્તુત છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, ‘જો આપણી જાણમાં એક પણ માણસ ભૂખ્યા પેટે હોય તો ભરપેટ ભોજન લેવું એ પણ અપરાધ છે.' ગાંધીજી આવો તીવ્ર અપરાધ બૌધ અનુભવતા.
દુનિયા આખીએ કહ્યું કે, ‘ઈશ્વર સત્ય છે’ ત્યારે બાપુએ કહ્યું કે ‘સત્ય ઈશ્વર છે.' જીવનની પળેપળ સત્યનું આચરણ સહજ બન્યું. તેમણે કહ્યું, 'જે એકને માટે શક્ય છે તે સહુને માટે શક્ય છે.' પોતે કશું વિશિષ્ટ કરી રહ્યાં છે કે કહી રહ્યાં છે એવો લેશમાત્ર અહંકાર નહિ. સાવ સાધારણ પ્રસંગમાં પણ અસાધારણ સત્યનિષ્ઠા નિતરતી. ગાંધીજી યરવડા જેલમાં હતા ત્યારે કસ્તુરબા એમની મુલાકાતે આવ્યા. જેલ અધિકારીને થયું કે પોતે વચ્ચેથી ખસી જાય તો બન્ને નિરાંતે વાર્તા કરી શકે. અરધા કલાક પછી અધિકારીએ આવીને પૂછ્યું, ‘તમારે વાતચીત થઈ ગઈ ?’ બાપુએ કહ્યું, “આપ જેલના નિયમો જાણો છો. જેલ અધિકારીની ગેરહાજરીમાં મુલાકાતી કેદી સાથે વાત ન કરી શકે. અમે તો આપની ગેરહાજરીમાં મૂંગા જ બેસી રહ્યા.' જરૂર પડ્યે રાષ્ટ્ર હિતમાં સવિનય કાનૂન ભંગ કરનાર મહાત્મા પોતાને માટે થઈને સવિનય કાનૂન જતન પણ કરી જાણતા.
પંચ મહાવ્રત ઉપરાંત અસ્વાદ, અભય, અસ્પૃશ્યતા નિવારણ, સર્વધર્મ સમભાવ, સ્વાશ્રય અને સ્વદેશી એમ બધા મળીને અગિયાર વ્રતની આધારશીલા મહાત્માગાંધીનું જીવન. વૈષ્ણવજનની અંતિમ પંક્તિ છે કે ‘ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યા રે’–આવા નિરાળા વૈષ્ણવજનનું જેમણે સદેહે કે અક્ષરદેહે ભાવપૂર્વક દર્શન કર્યું છે તેવા સર્વ ગાંધીજનને વંદન કરી વિરમું છું.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ૨૦૦૮ની પર્યુષા વ્યાખ્યાનમાળામાં તા. ૧-૯-૨૦૦૮ના પ્રસ્તુત થયેલ વક્તવ્ય
પ્રેમ નિવાસ, મુકામ કોટડા (૪), તાલુકો નખત્રાણા-૩૭૦ ૬૦૫. મોબાઈલ : ૯૪૨૭૧૦૩૫૩૬, ૯૭૨૫૨૭૪૫૫૫