________________
૧૨
પ્રબુદ્ધ જીવન
સંસ્કૃત ભાષામાં વાદવિવાદ ચાલ્યો, પણ મહાવીરે તો લોકબોલીમાં સીધી સરળ શૈલીમાં પોતાનો મત રજૂ કર્યો અને પરિણામ ચોંકાવનારું આવ્યું. તમામ વિદ્વાનો મહાવીરના ચરણોમાં શિષ્ય બની ગયા! આ પ્રસંગ સૂચવે છે કે નિહંકારી મનુષ્યનું દૃષ્ટાંતરૂપ વર્તન સામી વ્યક્તિનું પણ અહંકાર-નિરસન કરે છે.
અહંકારમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવાનો માર્ગ આત્માર્થીને ક્યારેક કંટકમય લાગે છે, કારણ કે વચ્ચે વચ્ચે અહમ્ ડોકાય છે અને પ્રજ્ઞા અસ્થિર બનતી હોય તેવું ભાસે છે. આ સંદર્ભમાં ભગવાન મહાવીરનો બીજો પ્રસંગ જોઈએ.
એક રાજા ભગવાન મહાવીરને પૂછે છે, ‘મેં માર્ગમાં રાજા પ્રસેનચંદ્રનાં દર્શન કર્યાં. કેવું તપઃપૂત મુખારવિંદ! અલૌકિક છે એમની શ્રમણના અને સાધુતા. જાણવા માગું છું કે એ સ્થિતિમાં એમનું નિર્વાણ થયું હોત તો એમની ગતિ શી હોત?' મહાવીર
તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૯
કહે, ‘નરકમાં.’ ક્ષણાર્ધ વિરામ બાદ મહાવીરે ઉમેર્યું, ‘અને અત્યારે થાય તો સ્વર્ગમાં.' રાજાને અચરજમાં પડેલો જોઈ મહાવીરે ખુલાસો કર્યો, 'તમે આ માર્ગથી પસાર થયા તે પહેલાં તમારા સેવા પ્રસેનચંદ્રને કહેતા હતા કે એના કારભારીઓ દુરાચારી બની ગયા છે. તુરત જ પ્રસેનચંદ્રનો હાથ મ્યાનમાંથી તલવાર ખેંચવા કમર પર ગયો. પછી હાથ મુગટ શોધવા માથા પર ગર્યા; પણ તલવાર કે મુગટ હવે કેવા! પોતાના સાધુત્વનું સ્મરણ થયું. તમે પસાર થતા હતા ત્યારે પ્રસેનચંદ્રના મનમાં રાજાશાહીના તરંગો દોડતા હતા. હાથ હેઠે પડ્યા એને થોડી જ વાર થઈ હતી, પણ અત્યારે એમનું ચિત્ત સંપૂર્ણ શાંત છે.’
આપણું રાજ્ય એક પ્રજાસત્તાક રાજ્ય છે. ૧૮ વર્ષથી ઉપરના દરેક નાગરીકને વિધાનસભા કે લોકસભામાં પોતાને પસંદ ઉમેદવારને મત આપવાનો અધિકાર છે. ઉમેદવારનો અર્થ શું? ઉમેદવારનો અર્થ અહિં એવો છે કે મતદાતા જેને મત આપે તે ઉમેદવાર તે મતદાતાના હિતનું રક્ષણ કરવા બંધાયેલો છે જે રીતે કોઈ વ્યક્તિ પોતાની સંપત્તિનું સંચાલન કરવાનો કે પોતાના હિતના રક્ષણ કરવા માટે કોઈ બીજી વ્યક્તિને અધિકાર કે “પાવર ઓંફ એટર્ની આપે તે રીતે મતદાતાના વિશ્વાસને અને હિતને પ્રમાણિકપણે સાચવવાનો હોય છે.
ચૂંટણી પર એક વેધક નજર
Jકાકુલાલ છગનલાલ મહેતા
હવે આપણે ચૂંટણીમાં શું થાય છે એ તરફ એક દૃષ્ટિ કરીએ દરેક રાજકીય પક્ષ, સામાન્ય રીતે એવી વ્યક્તિને ઉમેદવાર તરીકે ઊભા રહેવા મંજૂર કરે છે જેની શક્તિ, યોગ્ય કે અયોગ્ય, કોઈ પણ માર્ગે જીતી જવાની હોય. દેખીતી રીતે એ વ્યક્તિ જે પક્ષ તેને ઉમેદવાર બનાવે તેને વફાદાર બનીને જ રહી શકે, પક્ષના હિતનું જ ધ્યાન રાખવાનું એનું કર્તવ્ય બની જાય છે. જ્યારે રાજકીય પક્ષનો ઈરાદો ન કેવળ સત્તા ભોગવવાનો પણ સાથે સાથે આર્થિક લાભ અને તેમાંથી ઉદ્ભવતા અન્ય લાભ અને માનપાન મેળવવાનો હોય છે. પ્રજાસત્તાકમાં વિરોધ પક્ષ હોવો જરૂરી છે એમ માનવામાં આવે છે પણ એ ત્યારે જ ઉપયોગી બને જ્યારે ભેદ સૈદ્ધાંતિક હોય, પરંતુ આપણો અનુભવ એ બતાવે છે કે બધા જ રાજકીય પક્ષોનો ઈરાદો અને નીતિ એક સમાન જ છે. આપણે એ જોઈએ છીએ કે ચૂંટાયેલ વ્યક્તિ મંત્રીપદ કે એવા જ લાભદાયક હોદ્દા માટે આગ્રહ સેવતા હોય છે. અઢળક ખર્ચ કરીને જીતેલ વ્યક્તિ સ્વાભાવિક રીતે જ પહેલા કરેલ ખર્ચને વસુલ કરવામાં અને પછી ભવિષ્ય માટે બચત કરવામાં
*** એ-૬, ગુરુકૃપા સોસાયટી, શ્રી મુક્ત જીવન સ્વામી બાપા માર્ગ, વડોદરા-૩૯૦ ૦૦૬.
લાગી જાય, ભ્રષ્ટાચારના પગરણ અહિથી શરૂ થાય છે, મુળિયા ઊંડા ઉતરે છે. જ્યારે સત્તાધારી વ્યક્તિ પોતે જ ભ્રષ્ટાચારી અને ત્યારે નોકરિયાતનો ભય જતો રહે છે અને એ રીતે ભ્રષ્ટાચાર છેક નીચે સુધી પહોંચી જાય છે. સત્તાધારી કે સંચાલકને જ્યારે આ જ માણસો થકી કામ લેવાનું હોય છે એટલે એમની સામે કોઈ પણ જાતના પગલાં લેવાનું બની શકતું નથી. એક નાગરીક કે મતદાતા તરીકે સરકાર સાથે કામ લેવામાં આપણો આ અનુભવ છે. એટલે આવા ઉમેદવારને મત આપવામાં મુર્ખાઈ નહિ તો બીજું છે શું?
શિક્ષિત અને અનુભવી મતદાતા વર્ગ એમ સમજીને મત આપવાથી દૂર રહે છે કે આવા ઉમેદવારને મત આપવો એટલે ઉલમાંથી ચુલમાં પડવાનું છે. આ રીતે મતદાતાનો આંક ઘણો જ નીચે આવી જાય છે. જે મત આપે છે તે મહદ અંશે ગ્રામીણ અભણ વર્ગ છે જેનો ક્રીમતી મત એક સાડી, ધોતિયું કે દારુની બોટલ આપીને ખરીદી શકાય છે. જ્યાં આ નથી થઈ શકતું ત્યાં ધાકધમકીથી અથવા છેતરપિંડીથી અને બંદૂક બતાવીને, કોઈને ઉપાડી જઈને કે ખૂન સુદ્ધા કરીને પણ વર્ચસ્વ ધરાવનાર પક્ષ ફક્ત ૩૦ ટકા મત મેળવે તો પણ પૂરા પાંચ વર્ષ માટે સત્તા હાંસલ કરી શકે છે, કરે છે. આ રીતે મતદાતા પોતાની જાતને એવી રીતે બંધનમાં જકડે છે કે એમાંથી ઉમેદવાર વિશ્વાસ ભંગ કરે તો પણ એ છૂટી નથી શકતો. આમાં મતદાતાને પોતાના અધિકારીને ચૂંટવાની સ્વતંત્રતા ક્યાં રહી? અરે ખુદ ઉમેદવાર પણ પોતાના અંતરાત્માના અવાજને વળગીને ચાલવા ચાહે તો પણ પક્ષ અને છૂટ નહિ આપે.
રાજ્ય સંચાલન માટે લોકશાહી પદ્ધતિ સૌથી સારી માનવામાં આવે છે. બીજી પ્રમુખશાહી પદ્ધતિ માટે સૂચનો આવે છે. લોકશાહી