SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ લઈ જતા નથી? મારો કોઈ વાંકગુનો ? બાળકનું મન દિવસોના દિવસો સુધી અકળાયેલું રહ્યું. ભગવાનને ઘેર જવા માટે ભારે માથાકૂટ કરી કેટલીય ફરિયાદો કરી, કેટલાય તર્ક અને વિચારો કર્યા; પરંતુ કશું વળ્યું નહીં. વહાલ ઝંખતા આ બાળકને એના વહાલનું એક બીજું સ્થાન મળી ગયું. આ બોટાદથી મામી પાસેથી નીકળીને વરસોડા આવ્યા, ત્યારે મામીના વિયોગને કારણે પહેલાં તો વરસોડા વસવું વસમું લાગ્યું હતું, પણ ધીરે ધીરે વરસોડાની ભૂમિ સાથે મીઠી માયા બંધાતી ગઈ. બાળકનું મન એ ભૂમિ પર ખેલવા અને ખીલવા લાગ્યું. આજ સુધી જે ભૂમિ અકાગમતી લાગતી હતી, એના પર હૈયું ઠરવા લાગ્યું. પ્રબુદ્ધ જીવન પંચમ અધ્યાય : તીતિ યોગ (૫) શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૫ ૩૫. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ તા. ૧૬ માર્ચ ૨૦૦૯ ધરતીની મીઠી માયા લાગી. બાળકને નિશાળમાં શીખવવામાં આવ્યું કે ભૂમિ પણ આપણી માતા કહેવાય. બસ, પછી એને થયું કે આ જ મારી માતા હોય, તો એને ખોળે રહું. આ કર્દી ક્યાંય જશે નહીં. સદા સાથે રહેશે. વરસોડા ગામના વન-જંગલોથી વીંટળાયેલા અને સાબરમતી નદીની ઊંચી ભેખડ પર વસેલા એ નાના પણ સુખી ગામ વરસોડા સાથે બાળક ભીખાના હેતપ્રીતની ગાંઠ બંધાઈ. (ક્રમશઃ) ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭, ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૬૭૫ મોબાઇલ ઃ ૦૯૮૨૪૦૧૯૯૨૫ ‘શ્રી જૈન મહાવીર ગીતા'માં પાંચમો અધ્યાય નીતિયોગ છે. ‘શ્રી જૈન મહાવીર ગીતા માં સૌથી અધિક શ્લોક આ પ્રકરણમાં છે. તેની ર્ણાક સંખ્યા ૪૬૯ છે. જૈન ધર્મની પ્રાચીનતા વિશે કહેવાનું આવે ત્યારે નિઃસંદેહ વિજ્ઞાનો હવે એમ કહે છે કે એ અતિ પ્રાચીન ધર્મ છે. પહેલા એમ કહેતા હતા કે જૈનધર્મ ઘણો પ્રાચીન નથી પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ વિદ્વજ્જનો કહેતા થયા કે જૈનધર્મ ઘણો અતિ પ્રાચીન છે. જૈન ધર્મની પરંપરા એમ માને છે કે જૈનધર્મની હયાતી આ પૃથ્વી પર અનાદિ કાળથી છે અને અનંતકાળ પર્યંત રહેશે ઃ ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળના બે વિરાટ તબક્કામાં, છ છ આરામાં પૃથ્વી પરના ભરત/ ઐરાવત ક્ષેત્રમાં એક એવો સમય હોય છે કે જ્યારે કોઈ ધર્મ જ હોતો નથી પણ પુનઃ પુનઃ શ્રી તીર્થંકર પરમાત્માની પધરામણી થાય છે ને જૈન છે ને ધર્મની પુનઃ સ્થાપના થાય છે. યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી નીતિોગના પ્રારંભમાં કહે છેઃ सर्वागमा समापलम्ब्य जैनधर्म प्रवर्तते । ऋषयाद्यैः कृता जैनधर्म सत्य प्रकारणा ।। जीवाऽजीवादि तत्त्वानाम्रिष्टनेमिना कृता । व्याख्या कृष्णादि यक्तानामधे मुक्ति प्रदर्शिका ।। (નીતિયોગ, શ્લોક ૧, ૨) જૈન ધર્મ બધા આગમોનો આશ્રય લઈને ચાલે છે. ઋષભદેવ વગેરેએ જૈનધર્મના સત્યનો પ્રચાર કરેલો છે. મુક્તિ આપનારી એવી જીવ અજીવ તત્ત્વોની વ્યાખ્યા કૃષ્ણભક્તો સમક્ષ પરિષ્ટનેમિએ કરી છે.' જૈનધર્મ માને છે કે વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ પ્રભુએ આ પૃથ્વી પર સૌને જીવન, કુટુંબ, સમાજ, રાષ્ટ્રના નીતિનિયમ શીખવ્યા. ‘નીતિયોગ'ના વિશાળ ફ્લૂકને વૈશ્વિક કક્ષાએ મૂકવાનો પ્રારંભ કરતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પ્રથમ ગાથામાં જ શ્રી ઋષભદેવનો ઉલ્લેખ એ હેતુથી કરે છે કે ‘નીતિયોગ’ની જે વ્યાખ્યા તેઓ સ્પષ્ટ કરવા ઈચ્છે છે જેની માંડણી તે સમયથી થઈ છે, બાવીશીમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિનો ઉલ્લેખ પણ એજ પ્રાચીનતાની પુષ્ટિના સંદર્ભમાં છે, નવતત્ત્વસ્વરૂપ જૈનધર્મની મંગળ વ્યાખ્યા શ્રી અરિષ્ટનેમિએ કરી એમ કહ્યા પછી નીનિયોગમાં કહે છે: अरिष्टनेमिनाथेन सर्वदेशा: प्रबोधिताः । पाण्डव कौरवीयश्च युद्धं तत्समयेऽजनि ।। (નીતિયોગ, શ્લોક ૪) ‘અરિષ્ટનેમિનાથે સર્વ દિશામાં તેનો ઉપદેશ કર્યો હતો, આ સમયે પાંડવ/કૌરવ વચ્ચે યુદ્ધ થયું હતું.' તે કાળે અને તે સમયે શ્રી ઋષભદેવના સમયથી અને ત્યારપછી પ્રસિદ્ધ મહાભારતકાળમાં પણ શ્રી અરિષ્ટનેમિનાથે નીતિધર્મની શિક્ષા-દીક્ષા સૌને આપી તે જ હું, મહાવીર સ્વામી, સૌને પુનઃ કહું છું-એ રીતે શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી નીતિયોગનો પ્રારંભ કરે છે. જીવનના ઉત્થાન માટેની નીતિ, ન્યાય-અન્યાય માટેની નીતિ, રાષ્ટ્રના સંચાલન માટેની નીતિ, જૈન ધર્મની નીતિ, જૈન સંઘના સંચાલનની નીતિ, જૈનધર્મના રક્ષણની નીતિ, માતૃભાષા માટેની નીતિ, ઉંચ-નીચ જાતિના રિવાજોની નીતિ, સૂરિજનો દ્વારા ધર્મકથનની નીતિ, વેપાર વ્યવસ્થાની નીતિ, શક્તિની પ્રાપ્તિ માટેની નીતિ જેવા સંખ્યાબંધ મંત્રોની એક સાથે ચર્ચા નીતિયોગ’માં
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy