________________
૧૦
પ્રબુદ્ધ જીવન
જૈન દર્શનમાં મૃત્યુ વિશેની અવધારણા
1 લે.: સ્વ. ડૉ. શ્રીમતી શાંતા ભાણાવત અનુ: પુષ્પા પરીખ
આ સંસારમાં જે જન્મે છે તેનું મૃત્યુ તો નિશ્ચિત છે જ. જેમ પ્રાતઃકાળ પછી સંધ્યાનું આગમન નક્કી છે તેમ જ. જન્મ સાથે મૃત્યુ અને મૃત્યુ સાથે જન્મનો અનાદિકાળથી જ સંબંધ છે. આ સંસારમાં પ્રત્યેક જીવ, ભલે તે સૂક્ષ્માતિસૂક્ષ્મ હોય તો પણ જીવન જ પસંદ કરે છે, મૃત્યુ કોઈ પસંદ નથી કરતું. અનાદિકાળથી આ રહસ્ય, ‘મૃત્યુ એટલે શું’ તો વણઉકેલ્યું જ રહ્યું છે. આયુષ્ય પૂર્ણ થતાં આ દેહનો સંબંધ આત્મા સાથેનો પૂર્ણ થવો; આત્માનું
અલવિદા....ચંદ્રકાંતભાઈ
વર્ષોથી આ સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથે સંકળાયેલા અને સંઘની વર્તમાન કારોબારી સમિતિના સંન્નિષ્ઠ સભ્ય તેમજ સંઘની ફંડ રેઈઝીંગ કમિટિના પ્રમુખ શ્રી ચંદ્રકાંત ધુડાલાલ ગાંધી ૧૬ ફેબ્રુઆરીના અચાનક આ જગતને અલવિદા કરી ગયા.
૭૯ વર્ષના જીવન પટ દરમિયાન હીરા તેમજ ખાણ અને એન્જિનિયરિંગ ઉદ્યોગ સાથે એઓ સંકળાયેલા રહ્યા પણ એમનો જીવનમંત્ર તો ‘સેવા’ અને ‘સેવા’ જ હતો.
તા. ૧૬ માર્ચ ૨૦૦૯
પરમાત્મામાં વિલીન થવું એટલે ‘મૃત્યુ' અને નવી સ્ફૂર્તિ પ્રાપ્ત કરવી એટલે ‘જીવન’. આ જીવન મરણનો ક્રમ આપણા સર્વે કર્મોના બંધનમાંથી આત્મા જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે. મનુષ્યને માટે મૃત્યુ એ તો મુક્તિની યાત્રામાં થાક ઉતારવાનું સ્થળ કહેવાય. મૃત્યુ એ કાંઈ જીવનનો અંત નથી. એ તો જીવનને નવી સ્ફૂર્તિ અને શક્તિ પ્રદાન કરવાની પ્રક્રિયા છે. જેમ એક યાત્રી આરામ કર્યા બાદ તાજગી અનુભવે તેવી જ રીતે મૃત્યુ પછીનું જીવન
સદાય હાસ્ય વેરતા અને સર્વ જીવોને ઉપયોગી થવા તત્પર એવા હીરા જગતના ઉદ્યોગપતિ, વિશ્વપ્રવાસી અને સામાજિક કાર્યકર એવા શ્રી ચંદ્રકાંતભાઈ ગાંધીનો જન્મ પાલનપુરમાં ૩૦ જુલાઈ ૧૯૨૯માં થયો હતો. ઈકોનોમિક્સ, પોલિટિક્સ અને સોશિયોલોજી સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી એઓ શ્રીએ પ્રાપ્ત કરી હતી, અને એ સમયે ૧૯૪૨માં ‘ભારત છોડો’દીર્ઘદ્રષ્ટા ચંદ્રકાંતભાઈનું જીવન એક મઘમઘતા પુષ્પ જેવું હતું તેમજ આંદોલનમાં સક્રિય થયા હતા. એઓ સ્વાતંત્ર-સેનાની અને અનેક ક્ષેત્રે શાંત ચળવળકાર અને દીર્ઘ દૃષ્ટા હતા.
કુટુંબ અને સમાજના આ લાડિલા અને ઉત્તમ ધ્યેયલક્ષી તેમજ
એમનું જીવન કાર્ય જ એક ગુલદસ્તા જેવું હતું. એક પ્રેરક અને ઉત્તમ જીવનકથા લખાય એવું એમનું જીવન હતું. આપણે ઈચ્છીએ કે એમના કુટુંબીજનો આવું પ્રેરણાત્મક કાર્ય કરી આવતા વર્ષે એઓશ્રીની પ્રથમ પુણ્યતિથિના દિવસેઆવા સર્જન કાર્યથી ચંદ્રકાંતભાઈને શ્રદ્ધાંજલિ અર્પે!
ગુજરાત મહારાષ્ટ્રની લગભગ પચીસથી વધુ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને તબીબી સંસ્થાઓને એમણે તન, મન, ધનથી સેવા આપી હતી. પાંજરાપોળ સંસ્થાઓનો એમનો અભ્યાસ
શ્રી ચંદ્રકાંતભાઈનું વિવિધ વિષયો અને અનેક ભાષાઓમાં વિશાળ વાંચન હતું જે એમણે પોતાના જીવનમાં શક્ય એટલું ઊતાર્યું હતું. જૈન સાહિત્યની સેવાના ક્ષેત્રે પણ એમનું વિશિષ્ટ પ્રદાન હતું. પાલનપુર તેમજ પૂના વિરાલયમાં યોજાયેલા જૈન સાહિત્ય સમારોહના એઓ યજમાન આયોજક હતાં.
એઓ પૂ. જૈન સાધુ-સાધ્વીશ્રીઓના સતત સાન્નિધ્યમાં રહેતા અને એ સર્વે મહાત્માઓની સેવામાં સતત ઉત્સુક અને સક્રિય રહેતા. અનેક આચાર્ય ભગવંતોના એઓ પ્રીતિપાત્ર હતા.
આ સંસ્થા જૈન યુવક સંઘના સ્થાયી ફંડની વિકટ પરિસ્થિતિથી એઓ ખૂબ ચિંતિત હતા અને સંઘની વર્તમાન ફંડ રેઈઝીંગ કમિટિનું પ્રમુખસ્થાન સ્વીકારી છેલ્લા ત્રણ મહિનાથી આ કાર્ય માટે એઓ સતત પ્રવૃત્ત રહ્યા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રત્યેક કાર્યમાં એઓ સદાય સ્મરણિય રહેશે.
ચંદ્રકાંતભાઈની આ વિદાયથી અનેક સામાજિક સંસ્થાઓને ન પૂરાય તેવી ખોટ પડી છે.
એઓશ્રીના ધર્મપત્ની ગુણવંતીબેન અને પુત્રો, પૌત્રો અને ગહન હતો. અને જીવદયા ક્ષેત્રે એમની સેવા ખૂબ જ નોંધનીય એમનો વિશાલ પરિવાર આ દુઃખ સહન ન કરી શકે એવી શ્રી ચંદ્રકાંતભાઈની વિદાય છે, પણ કાળની પાસે ક્યાં કોઈનું ચાલ્યું છે ?
હતી.
આ પૂણ્યવંત આત્મા જ્યાં વિહરતો કે બિરાજતો હોય ત્યાં એ આત્માને પરમ શાંતિ અર્પે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પરિવારની આ ભાવભરી શ્રદ્ધાંજલિ.
ૐ શાંતિ