SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ તો વિચારો પણ ન આવે ને વિચારશૂન્ય જીવનમાં વિકાસ શો ? ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે ડૉ. કલામનું જીવન ગાંધી શૈલીનું છે. લેખક જણાવે છે તેમ લઘુતમ જરૂરિયાતોવાળું જીવન, પરમાર્થની ભાવના, ઈશ્વરમાં અપાર આસ્થા, સતત ઉદ્યમ, સર્વધર્મ સમભાવ, વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સમન્વયકર્તા અને તમામ પ્રવૃત્તિઓના કેન્દ્રમાં રાષ્ટ્રની ભાવના...વગેરે કલામનાં પરમ લક્ષો છે! આ પુસ્તકનું ત્રીજું આકર્ષણ-બિંદુ મારે મન ઉપર્યુક્ત વિચારસરણીમાં રહેલું છે. કવિવર ટાગોરની પેલી 'પ્રાર્થના' વિશ્વખ્યાત છે. ‘ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે, જ્ઞાન જ્યાં મુક્ત છે...તે સ્વર્ગમાં તારે પોતાને હાથે નિર્દય આઘાત કરીને, હે પિતા! ભારતને જગાડ’. તો રાષ્ટ્રપતિ કલામની પ્રાર્થના છેઃ 'મારા લોકોને કામ કરતા કર, તેમના કઠોર પરિશ્રમથી બીજાં ઘણાં અગ્નિ' પેદા થાઓ જેથી તમામ અનિષ્ટોનો નાશ થાય. મારું રાષ્ટ્ર શાંતિને માર્ગે સમૃદ્ધ થાય, લોકો હળી મળીને રહે અને ગૌરવવંતા ભારતીય નાગરિક તરીકે મિઠ્ઠીમાં ભળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય જેથી ફરીથી એવા ભારત (રાષ્ટ્ર)માં મારો ઉદય અને તેના યશથી આનંદોત્સવ કરું.’ કોણ કહેશે કે કલામ કવિ નથી? દિલ અને દિમાગ વચ્ચેનો સંઘર્ષ વ્યક્ત કરતી તેમની આ પંક્તિઓ: Is this happiness? Did I explore space to enhance પ્રબુદ્ધ જીવન Or did I provide weapons of destraction? આ સંઘર્ષમાં પણ દેશની સ્વતંત્રતા, તેના રક્ષણ-સંગોપન માટે રાષ્ટ્ર તાકાતવાન થવાની જરૂર છે જેથી સબળ રાષ્ટ્રો કુદૃષ્ટિ કરે નહીં ને વિશ્વશાંતિ જળવાય એવી દેશદાઝ ને મંગલભાવના ગર્ભિત છે. મારે મન આ માટે પણ પુસ્તકનું ખૂબ ખૂબ મહત્ત્વ છે. રૉકેટમેન, મિસાઈલમેન, ન્યૂક્લિયર વિજ્ઞાની વગેરેની તેમની સિદ્ધિઓને પ્રૉ. પટેલે આ રીતે મૂલવે છેઃ ‘કલામ તેમની ૪૩ વર્ષની કારકિર્દીમાં વિવિધ તબક્કાઓમાં થઈને પસાર થયા છે. એમ. આઈ. ટી.માં તાલીમાર્થી, ઈસરોમાં રૉકેટમેન, ડી.આર.ડી.ઓ.માં. મિસાઈલમેન અને ડી.એ.ઈ.માં ન્યૂક્લિયર વિજ્ઞાની તરીકે અર્થપૂર્ણ કામગીરી અને જવાબદારી નિભાવી છે. તે પોતે પોતાની પ્રત્યેક પ્રવૃત્તિને આધ્યાત્મિકતાની નજરે જ નિહાળે છે. માટે તે શિક્ષણ દ્વારા બાળકોમાં આધ્યાત્મિકતાનું સિંચન કરવા માગે છે. ભૂત અને ભવિષ્યકાળને જોડવાની બાબત ઉપર તે ભાર મૂકે છે. આપણા દિલોદિમાગમાં રહેલી સુષુપ્ત શક્તિઓને પ્રજ્વલિત કરી કામે લગાડવાની છે. જાગ્રત મન દ્વારા કરેલા રચનાત્મક પ્રયત્નોથી રાષ્ટ્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ સંપન્ન કરી શકાય.' લેખકનું ઉપર્યુક્ત અવતરણ આપવા પાછળનો મારો હેતુ પ્રૉ. ડિસેમ્બર, ૨૦૦૯ એમણે લોકગમ્ય બનાવી છે. ડૉ. કલામના માનવીય ગુણોને રોશન કરવામાં લેખકે રજમાત્ર કચાશ રાખી નથી. મૂળ પટેલની વિવેકશક્તિ ને ગદ્યશક્તિનો પરિચય કરાવવાનો છે. વિના એક અક્ષર પણ પાડવો નહીં, નિરીક્ષણ-પરીયા દ્વારા સત્ય પ્રાપ્ત કરવું એવો વૈજ્ઞાનિક અભિગમ તેમણે આદિથી અંત તક આ પુસ્તકમાં અપનાવ્યો છે. વૈજ્ઞાનિક ને ટેકનિકલ પરિભાષાને પણ ભારતની અન્ય ભગિની ભાષાઓમાં આનો અનુવાદ થાય ત્યારે સહી પણ અત્યારે તો હું માનું છું કે આ જીવન-ચરિત્ર પ્રત્યેક આ સ્કૂલ-કૉલેજ ને યુનિવર્સિટી લાયબ્રેરીમાં હોવું જોઈએ. આવું પારદર્શક, પ્રેરક ને પાવન જીવનચરિત્ર આપવા બદલ હું પ્રૉ, પટેલને બિરદાવું છું, અભિનંદુ છું. ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ, રંગદ્વાર પ્રકાશન, નવરંગ પુરા, અમદાવાદ-૯. મૂલ્ય રૂા. ૬૪-૦૦, રસિકભાઈ રણજિતભાઈ પટેલ, C12, નવદીપ એપાર્ટમેન્ટ, સારથિ બંગોની સામે, A-1, સ્કૂલ પાસે, મેમનગર, અમદાવાદ-૩૮૦ ૦૫૨. મોબાઈલ : ૯૮૯૮૧૬૯૦૬૯.. શ્રી મુંબઈ જૈત યુવક સંઘ પ્રબુદ્ધ જીત નિધિ ડ ૧૧,૭૮૦૭૦/- તા. ૧૬-૧૦-૨૦૦૮ સુધીનો સરવાળો ૧૦,૦૦૦/- શ્રી પ્રજ્ઞાબેન ચંપકરાજ ચોકસી ૧,૦૦૧/-થી તે એ. શાકાં ૫,૦૦૦/-શ્રી ભણશાલી ટ્રસ્ટ ૫,૦૦૦/-શ્રી જ્યોતિ શાહ ૩,૬૦૦/-શ્રી પ્રમોદચંદ્ર સોમચંદ્ર શાહ ૩,૬૦૦-શ્રી યોગેન શ્રીકાન્ત શાહ ૩.૦૦૧/- શ્રી પ્રેમ રાયસી ગાલા ૩,૦૦૧/- શ્રી રસિક સી. મહેતા ૩.૦૦૦/- શ્રી પ્રસન્ન એન. ટોલી ૩,૦૦૦/-વર્ષા આર શાહ ૨,૭૦૦/-શ્રી ગુણવંત બી. શાહ ૨,૫૦૦/-શ્રી મગનલાલ એમ. સંઘવી ૨.પ૦૦૬-શ્રી ભારતીબેન ભગુભાઈ શાહ ૨.૫૦૦/- શ્રી મનોજ નેમચંદ શો ૨.૫૦૦/- શ્રી નીનાબેન બી. શાહ ૨.૦૦૦/-ગ્રી ગીના જૈન ૧,૮૦૦/-શ્રી ગૌતમ પ્રોદચંદ શાહ ૧,૫૦૦/-શ્રી એન. આર. પારેખ ૧,૦૦૧/-શ્રી અરૂણ શાન્તિલાલ જોષી ૧.૦૦૦/- શ્રી રમેશ મ. શે ૧.૦૦૦/- શ્રી દમયંતીબેન નવિનચંદ્ર શાહ ૧,૦૦૦/-શ્રી કલાવતીબેન મહેતા ૧,૦૦૦/- શ્રી અશ્વિન કે. શાહ ૭૫૦/– શ્રી દિલિપભાઈ કાકાબળીયા ૫૦૭૪- શ્રી મનોજ રાજગુરૂ ૧૨,૪૬,૫૨૪ -સરવાળો
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy