________________
૬
પ્રબુદ્ધ જીવન
પ્રત્યેક જૈન અને ઉપાશ્રયે આ અદ્ભુત ગ્રંથ વસાવીને પોતાને ત્યાં ગ્રંથ સ્થાપના કરવી જોઈએ.
ધનવંત શાહ ઋષભ જિનંદણું પ્રીતડી, કિમ કીજે હો કહી ચતુર વિચાર; પ્રભુજી જઈ અળગા વસ્યા, તિહાં કિણે નવિ હો કોઈ વચન ઉચ્ચાર.
આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને મહાત્મા ગાંધીજી : વ્યક્તિ વિશ્લેષણ (રાષ્ટ્રપિતા પૂ. મો. ક. ગાંધી મહાત્માતી ૧૪૧મી જન્મ જયંતી પ્રસંગે શબ્દ સ્મરણાંજલિ) લેખક: સિન્ધુ વર્મા અનુવાદક: પુષ્પા પરીખ
I
ડૉ. આઈન્સ્ટાઈન તથા ગાંધીજી બંને ઈતિહાસનો ઘડનારા તથા શાંતિના દૂતો હતા. ઓગણીસમી સદીમાં જન્મી અલગ અલગ વાતાવરણમાં ઉછરી આ બંને વિભૂતિઓએ વીસમી સદીના વિશ્વઈતિહાસને ધડ્યો અને સાથે સાથે આવનાર શતકની ઝાંખી પણ કરાવી ગાંધીજી ડૉ. આઈન્સ્ટાઈનથી છ વર્ષ મોટા હતા. બન્ને પોતે પણ એક સંસ્થારૂપી જ હતા. બન્ને રાષ્ટ્રીય સ્વતંત્રતા અને વિશ્વશાંતિના પ્રખર પ્રવર્તક અને દાવેદાર હતા. બન્નેમાં ઘણા સમાન ગુણો હતા. જ્યારે ગાંધીજીનો જન્મ થયો ત્યારે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય હતું. લંડન સ્થિત મહારાણી વિક્ટોરીયાના હાથમાં તેની લગામ હતી. ગાંધીજી કાયદાના અભ્યાસી બન્યા અને ડૉ. આઈન્સ્ટાઈન વિજ્ઞાનના. બન્નેને શરૂઆતમાં યશ અપયશનો સમાન અનુભવ થયો. એકબાજુ ગાંધીજીનું કાયદાવિદ્ તરીકે ભારતમાં કંઈ જામ્યું નહીં અને દક્ષિણ આફ્રિકા જવું પડ્યું, તો બીજી બાજુ આઈન્સ્ટાઈનને પણ શરૂઆતમાં સ્વિટ્ઝર્લેન્ડની પેટેટ ઑફિસમાં કલાર્ક તરીકે જવું પડ્યું. ગાંધીજીએ પોતાની આત્મકથા ‘મારા સત્યના પ્રયોગો’ લખી પરંતુ ડૉ. આઈન્સ્ટાઈને આવું કોઈ પુસ્તક લખ્યું નથી, પરંતુ તેઓનું જીવન જ સત્યની સાથેના પ્રયોગો સમાન હતું.
ઑક્ટોબર, ૨૦૦૯
કાગળ પણ પહોંચે નહીં, નવિ પહોંચે હો તિહાં કો પરધાન; જે પહોંચે તે તુમ સો, વિ ભાએઁ હો કોઈનું વ્યવધાન (૧)૧,૨. (જિજ્ઞાસુ માટે ગ્રંથનું પ્રાપ્તિ સ્થાનઃ હર્ષદરાય હેરિરેજ પ્રા. લિ. જી. જી. હાઉસ, દાર્મોદરદાસ સુખડવાલા માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૧. ફોન : (૦૨૨) ૬૬૫૧૯૯૦૦. મોબાઈલ : ૯૮૨૧૧૪૧૪૦૦.)
ગાંધીજીનું રાજનીતિમાં પદાર્પણ આફ્રિકાની રંગભેદની નીતિના વિરોધમાં થયું, જ્યારે ડૉ. આઈન્સ્ટાઈને તેમનું શસ્ત્ર જર્મનીના શાસકો દ્વારા પ્રથમ તથા દ્વિતિય વિશ્વયુદ્ધની વચ્ચેના ગાળામાં યહુદીઓ પર થયેલા અત્યાચાર તથા તેમની નૃશંસ કતલેઆમની વિરૂદ્ધમાં ઉગામ્યું. દ. આફ્રિકાના સંઘર્ષ બાદ જ્યારે ગાંધીજી ભારત પાછા ફર્યા ત્યારથી બ્રિટિશ સત્તા સામે અહિંસાત્મક અને શાંતિપૂર્ણ આંદોલનના સહારે સારા ભારત દેશની મુક્તિની લગામ સંભાળી ડૉ. આઈન્સ્ટાઈનની રાજનીતિક દિલચસ્પી જીઓવાદથી શરૂ થઈ સમગ્ર દુનિયામાં નિઃશસ્ત્રીકરણ અને વસુધૈવ કુટુમ્બકમના વિચાર દ્વારા ફેલાઈ.
બહારની શક્તિઓના કોઈપણ આધાર વગર જેની સફળતા જોઈ રહ્યા છીએ તેવા અને કોઈ શસ્ત્ર કે કોઈની હોશિયારી વગર
ફક્ત પોતાના વ્યક્તિત્વની સૂઝની શક્તિ પર જ નિર્ભર હોય એવા રાજનીતિજ્ઞ નેતા એટલે મહાત્મા ગાંધી.' આવા સફળ યોદ્ધા કે જેણે શસ્ત્રોનો ઉપયોગ સદા ત્યાજ્ય ગણ્યો અને ફુંકરાવ્યો; આવા બુદ્ધિમાન, નમ્ર, નિશ્ચયી અને પોતાના કાર્યમાં દઢસંકલ્પી જેણે પોતાનું સંપૂર્ણ જીવન સ્વજનોના ઉત્થાન માટે સમર્પિત કર્યું હોય; એવું વ્યક્તિત્વ, જેનામાં સીધા અને સરળ ગુણો હોવા છતાં યુરોપની પાશવત્તાનો સામનો કરવાનું સાહસ હોય એ નિશ્ચિત કોઈ અૌકિક મનુષ્ય જ હોય.'
ગાંધીજીને ડૉ. આઈન્સ્ટાઈન દ્વારા અર્પિત જન્મદિન મુબારકબાદી આથી મહાન બીજી કઈ હોઈ શકે?
આવનારી પેઢી તો મને લાગે છે કે કદાચ જ માની શકશે કે ગાંધીજી જેવી વ્યક્તિ ખરેખર આ ભારતદેશમાં જ જન્મી હતી! વૈજ્ઞાનિક ભાષામાં જો કહેવું હોય તો ડૉ. આઈન્સ્ટાઈન અને ગાંધીજી દ્રવ્યમાનનું ઉર્જામાં અને ઉર્જાનું દ્રવ્યમાનમાં એમ પરસ્પર રૂપાંતર
હતા.
ડૉ. આઈન્સ્ટાઈનને એમના સાપેક્ષતાના સિદ્ધાંત વિશ્વવિખ્યાત તો બનાવ્યા અને નૉબેલ પુરસ્કાર પણ અપાવ્યું. ક્વૉન્ટમ સિદ્ધાંતના પ્રભાવનો જે ઉપયોગ કર્યો છે એ જ આગળ જતાં બીજા વિશ્વયુદ્ધમાં પ્રસિદ્ધ અણુ અને હાઈડ્રોજન બૉમ્બ બન્યા. આ બૉમ્બે જ નાગાસાકી અને હિરોશીમાનો નાશ કર્યો. આજ એ બિંદુ છે જ્યાંથી મનુષ્ય નાભિકીય જોડ-તોડથી સંસારનો સંહાર કરવા સુધીનો ખેલ ખેલી શકે છે; અથવા યુદ્ધની જ્વાળા શાંત કરી આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપી શકે છે. હા, ડૉ. આઈન્સ્ટાઈને નાના નાના અણુ પ્રોટોન, ઈલેક્ટ્રોન અને ન્યુટ્રોનો માનવ-કલ્યાણ માટેનો જ ઉપયોગ બતાવ્યો. ભારતમાં એવી જ રીતે ગાંધીજીએ ભૌતિકતાની બીજી બાજુ શોધી. એમનું અસ્ત્ર હતું 'આત્મા'. 'આત્મા' એટલે ‘એટમ’ નહીં, ભલે ઉચ્ચારમાં સામ્યતા હોય.
હવે આપણે જોઈએ કે વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકે આ સાપેક્ષવાદના
૧૯૩૯માં ગાંધીજીના જન્મદિન નિમિત્તેનું ડૉ. આઈન્સ્ટાઈનના સિદ્ધાંતને ગણિતની જાદુઈ ભાષામાં કેવી રીતે પરિભાષિત કર્યો. વિચારોનું સંબોધન જોઈએ. ઈ=કોઈ સ્થિર પદાર્થની ઉર્જા અને એમ=દ્રવ્યમાન (સંહિત) છે.
સૂર્યપ્રકાશની ગતિ એક સેકન્ડ દીઠ ૧,૮૬,૦૦૦ માઈલ છે,