SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્ટેમ્બર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન જયભિખ્ખુ જીવનધારા : ૧૦ I ડૉ. કુમારપાળ દેસાઈ [ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ સર્જક ‘જયભિખ્ખુ’ના જન્મશતાબ્દી વર્ષને અનુલક્ષીને એમના જીવનચરિત્રનું અહીં આલેખન કરીએ છીએ. આજથી નેવું વર્ષ પૂર્વેની ઘટનાઓમાં એ સમયનું વાતાવરણ ઝળુંબે છે. લેખકના જીવનના અનુભવો એના સર્જનમાં પ્રતિબિંબિત થતા હોય છે. સર્જક જયભિખ્ખુની બાલ્યાવસ્થા આલેખતું આ દસમું પ્રકરણ. ] સહુ પર રાખો સરખી દયા ઉત્તર ગુજરાતના અંબોડ ગામથી વરસોડા જવા નીકળેલા ભીખો (‘જયભિખ્ખુ’નું હુલામણું નામ) અને ગિરજો સમયસ૨ નિશાળે પહોંચવા માટે ઝડપભેર ચાલતા હતા. વાંઘાં કોતરોના ટૂંકા રસ્તે જતાં વચ્ચે જાંબુડીના ઝાડ પર વાંદરો બેઠેલો જોયો અને નીચે એને ફાડી ખાવા માટે ઘૂરકિયાં કરતું નાર જોયું. આ નાર દૂર થાય, થાય. જમીન પર પડેલા વાંદરાએ મોતનો ઘેરો જોઈને આંધળુક્રિયાં કરી છલાંગ મારી. બાજુના ઝાડ પર સડસડાટ ચઢી ગયો અને પછી તો બીજાં વૃક્ષો નજીક નજીક હોવાથી એ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઠેકતો-ઠેકતો દૂર નીકળી ગયો. નાર એની પાછળ પાછળ દોડ્યા, પણ ફાવ્યા નહીં. તો જ ગિરજો અને ભીખો આ રસ્તે આગળ વધી શકે. આ સમયે નિર્ભય ગિરજાના મનમાં બીજો પણ ભય હતો. નિશાળમાં જો મોડા પડીશું તો પેલો પરમાધામી (નારકી જીવોને શિક્ષા કરનાર દેવ) એમને શોધવા ઘર તરફ નીકળી ગયો હશે. એ માંનિટર ટીંગાટોળી કરીને નિશાળમાં પહોંચાડવાની તૈયારી સાથે ઘેર આવ્યો હશે. જો એ ઘેર પહોંચશે તો એકને બદલે બે આત ઊતરી આવશે. છે ઈશ્વર! ગિરો વિચારમાં પડ્યો, મનમાં દ્વિધા જાગી કે આ ટૂંકો રસ્તો છોડીને પાછા વળું? વળી મનોમન એવો ઠપકાભર્યો તરંગ જાગ્યો કે લાંબો રસ્તો છોડીને ટૂંકા રસ્તે આવ્યા અને લાંબા થઈ ગયા! લાંબા રસ્તે ગયા હોત તો આમ અધવચ્ચે ઊભા રહેવું પડ્યું ન હોત! ભીખાને પણ થયું કે બે બાજુ મુસીબત ઊભી છે. બંને મિત્રોના મન અંદરોઅંદર વાર્તાલાપ કરતાં હતાં. અચાનક ગિરજાએ ઝાડ પર બેઠેલા વાંદરા તરફ પથ્થર લઈને ધા કર્યો. ગિર નિશાન તાકવામાં નિપુણ હતો, પણ આ રીતે ભયભીત વાંદરાને પથરો મારવાનું ‘કૃત્ય’ દયાળુ ભીખાને ગમ્યું નહીં. એણે ક્રોધે ભરાઈને કહ્યું, 'અલ્યા, થોડી બુદ્ધિનો નો ઉપયોગ કર ને. પથરી બિચારા વાંદરાને મારવાનો હોય કે એને ફાડી ખાવાની વાટ જોતા દુષ્ટ નારને.' ભીખાના ગુસ્સાની પરવા કર્યા વિના ગિરજાએ ફરીવાર પહેલાં કરતાં વધારે ઝેરથી બીજા પથ્થરનો ઘા કર્યો. વાંદરાએ જોયું કે મોત બંને તરફ સન્મુખ ઊભું છે. ગિરજાના પથ્થરના અચૂક નિશાનને લીધે વાંદરો એ ઝાડ પર રહી શકે તેમ ન હોઈ એણે મળિયા થઈને જાંબુના ઝાડની ડાળી પરથી છલાંગ લગાવી. બાજુનું ઝાડ દૂર હોવાથી વાંદરો ઠેક ચૂક્યો અને જમીન પર પટકાર્યો. જમીન પર પડતાં જ છુપાયેલા બીજા નાર પણ એના તરફ ધસી આવ્યા. ભીખાને મનોમન અફસોસ થયો કે હવે બિચારા વાંદરાને પકડીને ફાડી ખાધો સમજો ! ગિરજાને એક નિર્દોષ પ્રાણીની હત્યાનું પાપ લાગ્યું. મનોમન વિચાર્યું કે ગિરજા, તું ગંગાસ્નાન કરીશ કે ગાયત્રી-સ્મરણ કરીશ, પણ તારું વાનરની હત્યાનું પાપ ચોક નહીં ૨૧ રસ્તો નિર્ભય થઈ ગયો. ગિરજાએ જોરથી ભીખાના હાથને પકડીને એને આગળ ખેંચ્છું. ભીખાને ગિરા પર ભારે દાઝ ચડી. આ તે કેવું કહેવાય ? ડરના માર્યાં વાંદરાને પથ્થર મારીને જમીન ૫૨ નીચે પાડ્યો. આ તો નસીબ વાંદરાનું કે એ મોતના મુખમાંથી ઊગરી ગયું. ગિરજાએ પોતાને ડરાવતા યુવડને પકડ્યું હતું તે ભીખાને ગમ્યું હતું, પરંતુ આ ઘટનાથી ભીખાનું મન ખાટું થઈ ગયું. બંને મિત્રો સાબરમતીના કિનારે આવેલા વાંધાઓ ચડતા, ઊતરતા, લથડતા, લપસતા વરસોડા ગામને પાદરે આવી પહોંચ્યા. બંનેનો શ્વાસ ધમણની જેમ ચાલતો હતો. પછી બંને જણા ભાગોળે બેસી ગયા. કમર ભીખાનો ગુસ્સો ઠંડો પડ્યો નહોતો. એના ચહેરામાંથી રોષ પ્રગટતો હતો. ભીખાની દયા અને બેચેન બનાવતી હતી અને એથી જ ગુસ્સામાં ને ગુસ્સામાં એ મૌન ધારણ કરીને બેઠો હતો. ગામની ભાગોળમાં સુંદર વેદૂર (ઝીણી કાંકરીઓવાળી જાડી રેતી) હતી. બંને જણા એના પર બેસી ગયા અને શ્વાસ હેઠો બેસતાં ગિરજાએ કહ્યું, “વાંદરાને પથરા માર્યા તેથી તારું દિલ દુભાયું છે, ખરું ને! તને મનમાં થયું હશે કે મેં આવું દુષ્ટ કામ કેમ કર્યું ? પણ એવું નથી.’ ભીખાએ ડુંગરાઈને કહ્યું, શું એવું નથી, બ્રાહ્મણ થઈને આવાં કામ કરાય? ઘુવડને હેરાન કર્યું એ તો બરાબર હતું, કારણ એ મારું દિવસોનું દુશ્મન હતું. પણ આ બિચારા, નિર્દોષ, ડરી ગયેલા વાંદરાને પથરા મારીને શા માટે હેરાન કર્યો? કોઈ જીવને દુભવવો એ મહાપાપ ગણાય.’ ભીખાએ ઉપાયમાં સાંભળેલી વાણીમાં જ વાત કરી, પણ ગિરો પોતાના મિત્રની વાત સાંભળીને ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, “અલ્યા, જીવ દુભવ્યો કે જીવોને બચાવ્યા? જરા ઊંડો વિચાર કરીશ તો તને સમજાશે કે મેં એક નહીં, પણ ત્રણ-ત્રણ જીવ બચાવ્યા છે. જીવ દુભવ્યાનું તારે મન પાપ હોય, તો જીવ બચાવ્યાનું પુણ્ય કેટલું બધું હોય? એમાંય એક નહીં પણ
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy