________________
૧૮
પ્રબુદ્ધ જીવન
• શહેરમાં વિહાર કરવાનું ટાળવું જોઈએ કેમ કે શહેરનું વાતાવરણ અત્યંત દૂષિત છે અને લોકસંપર્ક ઘનિષ્ઠ બની જાય છે. શ્રેષ્ઠીઓના ઘરમાં રંગીન ટીવીના દશ્યો જોવા મળે, વૈભવ જોવા મળે એથી મન ચલીત થઈ શકે. સ્વાદિષ્ટ ખોરાક મળે એટલે એટલી લાલચ વધે. પરંતુ જૈનો મહદ અંશે ગ્રામ્ય જીવન છોડીને શહેરમાં વસતા થયા છે. ગામડામાં ઉપાશ્રય ધૂળ ખાય છે. સાધુ-સાધ્વી માટે “જાયે તો કહાં જાયે' એવો સવાલ ઊઠે છે. યુદ્ધ ખોરાક મળવાની શક્યતા. ઘટતી જાય છે. કેટલાય મંદિરોમાં નોકરીયાત અર્જુન સેવા-પૂજા કરે છે. એ શહેરી જીવનની બરબાદીમાંથી કઈ રીતે બચે ? આનો જવાબ તો શ્રાવકોએ જ શોધવો રહે છે. મોબાઈલ, લેપટોપ, ઈન્ટરનેટ વગેરેનો ઉપયોગ ન જ કરાય. અત્યંત આવશ્યક્તા હોય તો સેંડલાઈનનો ઉપયોગ કરી શકાય.
ચાણક્ય રાજનિતિજ્ઞ, અર્થશાસ્ત્રી ઉપરાંત જ્ઞાની પણ હતો. એનું એક પ્રસિદ્ધ સુક્ત છેઃ ‘ધર્મથી ધન પ્રાપ્ત થાય છે, ધનથી સંસારસુખ અને ઈચ્છાપૂર્તિ પ્રાપ્ત થાય છે અને સમાજજીવનમાં સંવાદિતા પ્રાપ્ત થાય છે.’ અનીતિના માર્ગે આવેલું ધન અંતે વિનાશ વેરે છે. બીજું એક અવતરણ યાદ આવે છે: ‘ચેત મછંદર ગોરખ આયા.' મછંદર ગુરુ હતા અને ગોરખનાથ શિષ્ય. ગુરુની કાંઈક અવનતી વિષે જાણવા મળ્યું ત્યારે ગોરખનાથે ગુરુને ચેતવ્યા હતા. આજ પણ ગુરુને ચેતવે એવા શ્રાવકો છે. કદાચ વ્યક્તિગત રૂપે કોઈને ચેતવતા પણ હશે. પરંતુ શ્રાવકગણ એવી વ્યિક્તને આગળ લાવીને પોતાનું પીઠબળ પૂરું પાડે તો ઘણું થઈ શકે.
આજે જ્યારે વિશ્વમાં વિજ્ઞાનની બોલબાલા છે ત્યારે એમ માનવાનું મન થાય કે જૈન ધર્મ વૈજ્ઞાનિક છે, ખુદ વિજ્ઞાન છે અને શાશ્વત સત્યના આધારે છે માટે એના ભવિષ્યની ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ત્યારે આપણે એ પણ જોવાનું રહ્યું કે મહાવીરના સમય પછી જે શાસ્ત્રો લખાયા એમાંના કેટલાક આજે ઉપલબ્ધ નથી. મુસ્લિમોએ જ્યારે ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે આપણા ધર્મસ્યાનો અને શાસ્ત્રો અને સાહિત્યનો નાશ કરેલો એ વિદિત છે. પ્રજાને ગુલામ બનાવવા માટે એની સંસ્કૃતિનો, એના ધર્મ અને શાસ્ત્રોનો નાશ કરવો એ એક સચોટ ઉપાય છે. આપણે
* પુસ્તકોના પ્રકાશન સાદા અને સસ્તા બનવા જોઈએ, અહંકાર પોસાય એવા ફોટા ન હોય તોજ સારું. મફતમાં મળતા પુસ્તકોની કોઈ કીમત હોતી નથી. જરાક જોઈને બાજુમાં મૂકી દેવાતા હોય છે. જેમને જીવનનું મહત્ત્વ છે એમના માટે સસ્તા અને સાદા પુસ્તકોમાનીએ કે ન માનીએ, ચતુરાઈપૂર્વક, આપણી દુર્બળતાનો લાભ ‘સસ્તું સાહિત્ય’ના હોય છે એવા હોવા જોઈએ.
લઈને આપકાને ભોગવાદ તરફ ખેંચીને, આપાને પશ્ચિમના અનુયાયી બનાવીને (અનુયાયી સ્વતંત્ર હોય શકે ?) આપણને સ્વેચ્છાએ ગુલામ બનાવી પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે. (ઉપર બીજા ફકરામાં આકર્ષણ શબ્દનો ઉપયોગ આ સંદર્ભમાં કરેલ છે. એટલે ધર્મ ઉપર સંકટ નથી એમ વિચારવું કે માનવું ઉચિત ન જ ગણાય. સાધુ સાધ્વી મર્યાદિત ક્ષેત્રમાં જ કામ કરી શકે. એક સમય હતો જ્યારે ધર્મગુરુઓનું વર્ચસ્વ હતું. આજે સ્વાર્થી રાજકારણીઓનું વર્ચસ્વ છે. એટલે ગંભીરપણે પ્રયાસ કરવાની જવાબદારી સુશ્રાવકો પર રહે છે.
એક સામાન્ય વ્યક્તિનું, સામાન્ય સમજણનું આ લખાણ છે. વાચક મિત્રો આમાં રહેલા દોષો કે અજ્ઞાન પ્રતિ ધ્યાન દોરે અને ભૂલ માટે ક્ષમા કરે એજ અભ્યાર્થના. (વાચકોના મંતવ્યો આવકાર્ય) કાકુલાલ છ. મહેતા
૧૭૦૪, ગ્રીન રીજ, ટાયર-૨
* વ્યાખ્યાન કે ત્યાર પછીની કેટલીક પ્રશ્નોત્તરી અને સમાધાન પછી વધુમાં વધુ વખત સ્વાધ્યાય અને ધ્યાન-સમાધિમાં ગાળવો જોઈએ. * સાધુ-સાધ્વી બારે સુતા જોવા મળે છે. ક્યારેક અનુયાયીઓ જોડે અનુપયોગી વાતો પણ ચાલતી હોય છે. સાધુ-સાધ્વીએ તો એકે એક ક્ષણ સાધનાર્થે વાપર૫ી જોઈએ. આધુનિક કહેવાતા શહેરોમાં એ વાતાવરણ કયાંથી પ્રાપ્ત થાય?
સપ્ટેમ્બર, ૨૦૦૯
ફિલ્મી ગીતો ગાવા. એ બધામાં ધર્મનું સ્થાન કેટલું, આત્મોન્નતિનો પ્રયાસ કેટલો ?
* સાધુ-સાધ્વી શોના કે કેનવાસના જુતાં પહેરી શકે. ડામર સિમેન્ટની પાકી સડકોની અસહ્ય ગરમીથી બચી શકે માટે છૂટ મળે તો એ ઈચ્છનીય ગણાય. ફેન્સી ન હોય એટલું જોવું રહ્યું. • અશક્ત કે બીમાર સાધુ-સાધ્વી માટે વ્હીલ-ચેરનો ઉપયોગ સ્વીકારી શકાય કેમ કે એથી માનવીને કે પશુને ભાર ખેંચવો પડતો નથી અથવા ઓછો પડે છે.
• હયાત સાધુ-સાધ્વીઓએ ફોટા ન છપાવવા જોઈએ કે ન તો પુસ્તકમાં છપાવવાની અનુમતિ આપવી જોઈએ. આજ નિયમ દાતાઓને પણ લાગુ પડે. જો કે સ્વર્ગસ્થ માતા-પિતા કે પ્રિય સ્વજનના ફોટા લેવામાં આવે તો અનુચિત ન ગણાય.
સૌથી વધુ જવાબદારી શ્રાવકોએ સ્વીકારવી જોઈએ. જીવનમાં સંયમ અને સાદગી આવે તો ધર્મનું આકર્ષણ અને પ્રભાવ વધે અને સમાજમાં સંવાદિતા સો આવે, માનવ જીવન વેડફાતું બચે અને ઉત્કર્ષ પામે. હાલમાં જાત્રા એક મહેફીલ કે પીકનીક બની ગઈ છે. એરકંડીશન્ડ બસ કે રેલ્વેમાં મુસાફરી, એર કંડીશન્ડ ધર્મશાળા કે હોટેલમાં રહેવું, રસ્તામાં ચોકલેટ, પીપરમેંટ ચગળવા,
૧૨૦, લિંક રોડ, ચિકુવાડી, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨, ૩.નં. (૦૨૨) ૨૮૯૮૮૮૭૮