SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ આમન વિનમ્રતાનો વારિધિ ઈન્દ્રભૂતિ ગૌતમ શિષયગણ સહિત ભગવાન મહાવીર સાથે વાદવિવાદ કરવા ચાલ્યા. શ્રમણ ભગવાન મહાવીર સમવસરણના મધ્યભાગમાં ધર્મદેશના દેતા બેઠા હતા. મહાવીરની કરુણાએ સિંહ અને ગાયને સાથે બેસાા હતા. જન્મ વેરી એ પ્રાણીઓ વેર વિસરી ગયાં હતાં. રાય અને રંક સહુ એકાગ્ર બનીને દેશના સાંભળતાં હતાં. ભગવાન મહાવીરની વાણી સાંભળતાં સૌના દિલમાં શાના વળતી હતી. જ્ઞાની ગૌતમને આવતા નિહાળીને તેમણે આવકાર્યા ઈન્દ્રભૂતિ ગૌતમ, આવો. રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડીને !' ગૌતમ સ્તબ્ધ થઈ ગયા. આમને તો મારા નામનીય ખબર છે ! ‘કેમ ન હોય ?’ ધરતીમાંથી કંપ ઊઠે એમ ચિત્તમાંથી અહંકાર ઊઠ્યોઃ હું એટલે કોણ ? મને કોણ ન પિછાણે ? ને વળી મનમાં થયું. મહાવીર સર્વજ્ઞ છે એ તો સાચું માનું, જો મારા ચિત્તમાં વર્ષોથી પડેલી શંકા કહ્યા વિના દૂર કરી આપે ! ને સામેથી મેઘ-ગંભીર અવાજ સંભળાયો. ‘ગૌતમ, તમને આત્મા વિશે શંકા છે ને ?’ પ્રભુ મહાવીરે ઉમેર્યું: ‘ગૌતમ, આ જગતમાં જીવ છે એટલે જન્મ અને પ્રબુદ્ધ જીવન પુનર્જન્મ છે. સુખ અને દુઃખ છે. પુણ્ય અને પાપ છે અને એટલે જ તો સંસારની ઘટમાળ છે. આત્માને પરિભ્રમણ કરવું પડે છે. એમાંથી છૂટવા માટે કર્મનો ક્ષય કરવો પડે છે. મોક્ષમાર્ગે ચાલવું પડે છે. ગૌતમ, ભાઈ, એ મોક્ષમાર્ગે તું જા !' ને જ્ઞાની ગૌતમે પગ પકડી લીધા !' પ્રભુએ એમને દીક્ષા આપી. થોડાક સમય પછીની વાત છે. ગુરુ ગૌતમ છે માર્ગેથી પસાર થાય ત્યાં એમને પ્રણામ કરવા લોકોનાં ટોળા વળતાં પણ ગુરુ ગૌતમ સ્વામી નીચી નજરે ચાલ્યા કરતા. ક્રમ કૃતિ (૧) વૈશ્વિક શાંતિનો ધર્મ : જૈન ધર્મ (૨) શ્રી મું. જે. યુ. સંધ દ્વારા ૭૫મી પર્યુષા વ્યાખ્યનમાળા સંપન્ન (૩) સિદ્ધિનો મંત્ર : સાતત્યપૂર્વકની સાધના (૪) આ ધાર્મિકતા (૫) શ્રી કે. પી. શાહ (૬) પત્ર ચર્ચા સર્જન-સૂચિ સપ્ટેમ્બર, ૨૦૦૯ એમને તો હ૨૫ળ ભગવાન મહાવીરનું સ્મરણ રહેતું. પોતાના આરાધ્ય ગુરુ અને પરમાત્મા હતા એ. પ્રભુનું નામ એ સતત વિચારતા અને મનમાં થતુંઃ અહો ! એ કેવા કરુણાળુ છે ! પ્રભુનું અહર્નિશ સ્મરણ એમને દુનિયાથી અલગ રાખતું. માર્ગમાં કોઈએ કહ્યું: ‘પ્રભુ, આપે જાણ્યું ?’ 'શું ?' ‘મહાશ્રાવક આનંદને અવધિજ્ઞાન થયું છે!' ‘ઓહ, કેવું સરસ !! (૭) જયભિખ્ખુ જીવનધારા-૧૦ (૮) શ્રી જૈન મહાવીર ગીતા ઃ એક દર્શન-૧૧ (૯) જૈન પારિભાષિક શબ્દકોશ (૧૦) સર્જન સ્વાગત (૧૧) પંચે પક્ષે પા... ગૌતમ સ્વામીને થયું કે જે વ્યક્તિએ સાધના (વધુ માટે જુઓ અનુસંધાન પાનું ૨૫મુ) કર્તા મહા મહિમ શ્રી એસ. સી. જમીર પૃષ્ઠ ક્રમાંક શ્રી ગુણવંત બી. શાહ ડૉ. કુમારપાળ દેસાઈ ૫. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ ડૉ. જીતેન્દ્ર બી. શાહ ડૉ. કલા શાહ સુશ્રી મયૂરી ગોસાઈ ૩ શ્રી કેતન જાની ८ પૂ. આ. શ્રીમદ્ વિજય પૂર્ણચંદ્ર સુરીયરજી મ. ૧૨ ડૉ. રણજિત પટેલ (અનામી) ૧૩ શ્રી રવીન્દ્ર સાંકળિયા ૧૫ શ્રી કાકુભાઈ છગનલાલ મહેતા ડૉ. પ્રવીણભાઈ સી. શાહ ૧૭ ૧૯ ૨૦ ૨૧ ૨૩ ૨૬ ૨૭ ૨૮ પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) ♦ ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) * ક્યારેય પણ જાXખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર પ્રબુદ્ધ જીવન' પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપણે પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. *શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને 'પ્રબુદ્ધ જીવન' વિના મૂલ્યે પ્રત્યેક માને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ ‘પ્રબુદ્ધ જીવન’ને સદ્ગુ૨ ક૨વા ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. ‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ' આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ચેક 'શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામે મોકલશો.કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિના૨, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ Website : www.mumbai_jainyuvaksangh.com • email : [email protected] ૩ મેનેજર
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy