SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ આમન ગાંધી ગંગા તાગતો ચમત્કાર સાબરમતી આશ્રમમાં સાંજની પ્રાર્થના પૂરી થઈ છે. કિનારાને ધસાઈને સાબરમતીના નીર ખળખળ વહી રહ્યાં છે. આકાશમાં વસંતની પૂર્ણિમા ખીલી છે. પ્રાર્થના પછી એક બિછાનામાં તકિયા પર જમણા હાથનો ટેકો રાખી ગાંધીજી આડા પડ્યા છે. તેઓ ઉંધાડે શરીરે છે. ઠંડી લાગશે એમ માની બા એમને એક ચાદર ચોડી કરીને ઓઢાડે છે. ચાદરનો અર્ધો ભાગ પીઠ પાછળ છે. સામે રાવજીભાઈ બેઠા છે. વાતો કરતાં રાવજીભાઈની નજર ભરડા પરની સફેદ ચાદરમાં પડેલી કાળી ભાત પર જાય છે. અરે કાળો સાપ ! સાપ ચાદર ઉપર થઈ ગાંધીજીના બરડા પર ચડે છે અને બીજી બાજુ ઊતરવા ડોક લંબાવે છે. રાવજીભાઈનું ધ્યાન વાતમાંથી ખસે છે એ જોઈ–અને પોતાને પણ કાંઈક હોય એમ લાગવાથી-ગાંધીજી પૂછે છેઃ શું છે ? રાવજીભાઈનો જીવ અદ્ધર થઈ ગયો છે. ગાંધીજી હાલ્યા તો સાપ ડંખવાનો. પોતે ભયથી કંઈ બોલે તો હાજર રહેલા ભડકો. ધીમેથી એ જવાબ આપે છે. કાંઈ નહિ, એ તો સાપ છે. સાંભળીને બા વગેરે ચિંતાથી ઊઠે છે, પણ પ્રબુદ્ધ જીવન ગાંધીજી અને રાવજીભાઈ ચિર ો છે. સાપ આગળ વધતો નથી. પણ ચાંદનીમાં ક્યાંય જતો પણ દેખાય નિહ. પીઠ અને ચાદર વચ્ચે છુપાયો હશે ? રાવજીભાઈ ધીમેથી કહે છે, બાપુજી, આપ સહેજ પણ હાલતા નહિ. હું તો નથી હાલવાનો, પણ તમે શું કરો છો? પકડીને હું આ વાળેલી ચાદરના ચાર ખૂણા તેને દૂર ફેંકી દઉં છું. સાપ તેમાં હશે તો ચાદર સાથે દૂર પડશે અને ચાલ્યો જશે. પણ આપ હાલો નહિ.. હું નહિ હાલું, પણ તમે સાચવશો. ક્રમ (૧) (૨) (૩) (૪) તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ રાવજીભાઈ ચાદર ઊંચકે છે. ઠીકઠીક વજન છે. જોરથી ચાદર ને દૂર ફેંકી દે છે. સાપ ચાદરમાંથી બહાર આવે છે. રાવજીભાઈ વગેરે અને પકરે છે. અને દૂર નાખી આવે છે. છાપાંએ વાત ચગાવીઃ ‘મહાત્માજીને મસ્તકે નાગે ધરેલી ફેણ.' લોકમાન્યતા છે કે નાગ મસ્તક પ૨ ફેણ ધરે તો માણસ ચક્રવર્તી થાય. આ બધી ચમત્કારની રીતે દંતકથા ચાલી. પણ મોટામાં મોટો ચમત્કાર ગાંધીજીના ને નાગના પ્રસંગમાં એ હતો કે તેઓ શાંત ચિત્તે સ્વસ્થતાથી રૂંવાડું પણ ન ફરકે એ રીતે, જે સ્થિતિમાં પડ્યા હતા તે સ્થિતિમાં પડ્યા ઘઉમાશંકર જોશી રહ્યા. સર્જન-સૂચિ કર્તા કૃતિ ગાંધી બાપુ ! દંડો લઈને હવે તો આવો! ભવિષ્યવાણી મહાત્મા ગાંધી અને પંચ મહાવ્રત મુંબઈ જૈન યુવક સંઘના ૮૦માં વર્ષમાં પદાર્પણ નિમિત્તે યોજાયો ભવ્ય સમારોહ (૫) (૬) શ્રી યુ. જે. ૫. સંઘ ઃ પ્રાપ્ત થયેલ અનુદાનની યાદી y. શું ગાંધીજી ભારતીય તત્ત્વજ્ઞાન જાણતા ન હતા ? જયભિખ્ખું જીવનધારા (૭) (૮) જૂજવાં રૂપ મનનાં (૮) શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૩ (૧૧) સર્જન સ્વાગત (૧૨) જૈન પારિભાષિક શબ્દકોશ (૧૩) પંથે પંથે પાથેયઃએક અમૂલ્ય સલાહ ડૉ. ધનવંત શાહ ડૉ. રણજિત પટેલ ડૉ. યોગેન્દ્ર પારેખ કેતન જાની Website : www.mumbai_jainyuvaksangh.com email : info@mumbai_jainyuvaksangh.com પૃ કર્યું ૩ ૫ પ્રા. પ્રતાપકુમાર જે. ટોલિયા ડૉ. કુમારપાળ દેસાઈ શ્રી શાંતિલાલ ગઢિયા ૭ ૧૦ ૧૧ ૧૨ ૧૮ ૨૦ પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ ૨૨ ડૉ. કલા શાહ ૨૫ ૨૭ ડૉ. જીતેન્દ્ર બી. શાહ વિજયાલક્ષ્મી પંડિત ૨૮ પ્રબુદ્ધ જીવન ઃ ગ્રાહક યોજના - ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) = ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) ૦ ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) * ક્યારેય પરા જાXખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર “પ્રબુદ્ધ જીવન’ પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપણે પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. * શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રનો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને ‘પ્રભુ હે જીવન' વિના મૂલ્યે પ્રત્યેક મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ ‘પ્રબુદ્ધ જીવન’ને સદ્ધર કરવા ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. • વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. •‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ' આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ચેક ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામે મોકલશો.કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. * શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી બેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ Qમેનેજર
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy