________________
૨૮
પ્રબુદ્ધ જીવન
શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શન: ૧૦
૩૫. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ
દશમ અધ્યાય : બ્રહ્મચર્ય ચોગ
સતત નિમંત્રણ આપતા રહેવું.
‘શ્રી જૈન મહાવીર ગીતા'માં દશમો અધ્યાય ‘બ્રહ્મચર્ય યોગ’ છે. આ પ્રકરણમાં ૪૬ શ્લોક છે.
ભગવાન મહાવીરે ‘બ્રહ્મચર્ય મહાવ્રત'નો અપૂર્વ મહિમા વર્ણવ્યો છે. આધુનિક વિજ્ઞાન પણ બ્રહ્મચર્યની શક્તિની પુષ્ટિ કરે છે. યોગ યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી બ્રહ્મચર્ય વિશે પરંપરામાં બ્રહ્મચર્યવ્રત ઉપકારક ગણાયું છે. અલૌકિક સાધના ભારપૂર્વક આલેખે છે. પરંપરામાં બ્રહ્મચર્યવ્રત અનિવાર્ય ગણાયું છે.
જૈન ધર્મમાં ‘બ્રહ્મચર્ય' મહાવ્રતનું પાલન કરવા વિશે કડક નિરૂપણ થયું છે. ‘બ્રહ્મચર્ય' વિશે ઉંડાણપૂર્વક ચિંતન કરવામાં આવ્યું છે. ‘બ્રહ્મચર્ય’ મહાવ્રતનો અદ્ભૂત મહિમા વર્ણવાયો છે. જૈન ધર્મમાં બ્રહ્મચર્યના અખંડ, અણિશુદ્ધ, નિર્મળ પાલનથી કાયિક, માનસિક તથા આંતરિક લાભ પ્રાપ્તિ વિશે પણ સવિસ્તર કથન પ્રાપ્ત થાય છે.
બ્રહ્મચર્ય વ્રતના પાલનમાં પ્રગાઢ જીવહિંસાથી બચી જવાય છે. આત્મોન્નતિમાં તે સહાયક છે. ઈન્દ્રિયસુખ ક્ષણિક છે, અંતે તે ગ્લાનિ અને અસુખ જ આપે છે. ઈન્દ્રિયજન્ય સુખની લાલસામાંથી શાંતિ મળતી નથી, અશુભકર્મો બંધાય છે, દૂર્ગતિમાં જવું પડે છેઃ બ્રહ્મચર્ય વ્રતના પાલનથી શારીરિક તેજ વધે છે, આત્મિક ઉન્નતિ થાય છે, આધ્યાત્મિક પ્રગતિ થાય છે. બ્રહ્મચર્યની નવ વાડથી જીવનને સુરક્ષિત કરવું જોઈએ. જીવન કેટલું ક્ષણભંગુર છે તે જાણવા માટે ‘સુનામી'નો પ્રકંપ યાદ કરવો જોઈએઃ સમુદ્રનો કાતીલ ઉછાળ, થોડીક મિનિટો અને હજારો-લાખો લોકોનો સર્વનાશ! યોગીશ્રી આનંદઘનજીનું આ વચન કેવું સત્ય છે–
અંજલિ જલ જ્યું આયુ ઘટત હે !
ભારતીય સંસ્કૃતિ, મૂળભૂત રીતે, સંયમપ્રધાન સંસ્કૃતિ છે. ઉપભોગનું મહત્ત્વ જીવન પર અંકુશ ધારણ કરશે તો વિનાશ થશે, એ ઉપદેશ, દૃષ્ટાંત સહિત ભારતીય ધર્મપરંપરામાં નિરંતર અપાયો છે. ઈશાવસ્યોપનિષદ્ તો તેન ત્યવર્તન કૂંની થી – એવો સુંદર મંત્ર આપે છેઃ ત્યાગ કરીને સુખી થવાની ચાવી એમાંથી મળે છે. સંયમનું મહત્ત્વ અપૂર્વ છે. સંયમનો અર્થ છે સમ્યક્ યમ. એટલે પોતાની રુચિ અને પોતાની શ્રદ્ધા સાથે ઉચ્ચતમ ધ્યેય સિદ્ધિ માટે સ્વીકૃત સ્વૈચ્છિક બંધન. સંયમ એટલે સારી રીતે નિયમ પાલન. સમજણપૂર્વક વૈરાગ્યના પંથે ચઢનારા ત્યાગી જનોનું જીવન કેટલું પ્રેરક છે તે તો તેમની નજીક જવાથી જ સમજાય.
મોટા ભાગના મનુષ્યો, આપણે સર્વત્ર જોઈએ છીએ તેમ, સ્થૂલ ઈન્દ્રિયો દ્વારા મળતાં ભૌતિક સુખોમાં આનંદ પામે છે. ખૂબ ધન મેળવવું, મોજ મજા માણવી, સરસ ઘર અને સરસ ઑફિસ વસાવવી, ખાવા-પીવાનો આનંદ માણવો, પિકનિક માણવી ઈત્યાદિ ઉપભોગમાં રચ્યાંપચ્યાં રહેવાનું પસંદ કરનારા લોકોનો સમૂહ સર્વત્ર જોવા મળે છે. પરંતુ એ સુખ ન સ્થિર છે, ન સુખી કરનારું છેઃ એ ક્ષણિક આનંદ છે અથવા એમ કહી શકાય કે સુખાભાસ છે!
ભગવાન મહાવીરે કહ્યું છે કે,
दुक्खं जरा दुक्खं रोगा य मरणाणि य ।
अहो दुक्खो हु संसारो, जत्य किसंति जंतनो ।।
આંગસ્ટ, ૨૦૦૯
(ઉત્તરાધ્યયન, અ. ૧૨, ગા. ૧૧) ‘જન્મ દુઃખ છે, જરા દુઃખ છે, રોગો તથા મરણ પણ દુઃખ જ છેઃ અહો ! આખો સંસાર દુઃખમય છે; જેમાં જીવો દુ:ખથી પીડાઈ રહ્યાં છે.’
સ્થૂલ ઈન્દ્રિય સુખોમાં મગ્ન રહેતા જીવને માટે આ વિધાન ચેતવણી સમું છે. સાંસારિક સુખોમાં મગ્ન રહેવું એટલે દુઃખને
હથેળીમાં રહેલું પાણી જેમ ચાલાકીથી સરકી જાય છે તેમ જ, જીવન પણ ક્ષય પામી રહ્યું છે!
‘શ્રી જૈન મહાવીર ગીતા'માં ‘બ્રહ્મચર્ય યોગ'માં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી આમ પ્રારંભ કરે છેઃ ब्रह्मचर्य महाधर्मः, सर्वशक्ति प्रकाशकः । वैष्ठिक ब्रह्मचर्येण, सिध्यन्ति सर्व सिद्धयः ।। सर्वोन्नतिमहाबीजं, केवलं वीर्यरक्षणम् ।
अतः सर्वशुभायायैः कर्तव्यं वीर्यरक्षणम् ।।
‘બ્રહ્મચર્ય વ્રત મહાન ધર્મ છે, તે સર્વ શક્તિનો પ્રકાશક છે, નૈષ્ઠિક બ્રહ્મચર્ય વડે સર્વ સિદ્ધિ સિદ્ધ થાય છે.’
‘સર્વ ઉન્નતિનું મહાબીજ એ માત્ર વીર્ય રક્ષણ જ છે. આથી બધા ઉપાયો વડે વીર્ય રક્ષણ કરવું જ જોઈએ.’
(બ્રહ્મચર્ય યોગ, શ્લોક ૧, ૨) બ્રહ્મચર્ય વ્રત પાલન કઠિન જરૂર છે પરંતુ તેનું તેજ પણ અનન્ય છે. બ્રહ્મચર્ય વ્રત ધારકનું જીવન સર્વોન્નતિ માટેનો પંથ ખૂલ્લો કરે છે. બ્રહ્મચર્ય વ્રતથી સર્વ આંતરિક અને શારીરિક શક્તિનું પ્રકટીકરણ સંભવિત બને છે. શારીરિક સામર્થ્યના વિકાસ, દઢતા અને ઉત્થાન માટે બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે. નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરનારની શક્તિઓ સદૈવ ઉર્ધ્વમુખી હોય છે.
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ‘શ્રી જૈન મહાવીર ગીતા'ના