SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ આંગસ્ટ, ૨૦૦૯ હોય છે, એટલે કે આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ વળવાનું હોય છે. શ્રાવણ મહિનાના અંતના અને ભાદરવા મહિનાના આરંભના એમ મળી આઠ દિવસનું આ પર્વ છે. એટલા માટે પર્યુષણને 'અઠ્ઠાઈ મહોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વ દરમિયાન ઈન્દ્ર વગેરે દેવતાઓ નંદીશ્વર દ્વીપમાં જઈને શાશ્વત જિનમંદિરોમાં અઠ્ઠાઈ મહોત્સવ ઊજવે છે, એમ શાસ્ત્રોમાં કહેવાયું છે. ન પર્યુપણ પર્વ એ ત્યાગ અને તપશ્ચર્યાનું પર્વ છે. દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા ન મળે એટલી કઠિન તપશ્ચર્યા જૈનોમાં આ પર્વ દરમિયાન જોવા મળે છે. ગામેગામ જ્યાં જ્યાં જૈનોની વસતી હોય છે ત્યાં કેટલાંયે માણસો એવા મળશે કે જે પર્યુષણના આઠેય દિવસ ઉપવાસ કરતાં હોય. આઠ દિવસ સુધી અન્નનો દાો પણ મોઢામાં નાખ્યા વગર તપશ્ચર્યા અને ધાર્મિક ક્રિયાઓ કરવી એ જેવુંતેવું વ્રત નથી. કેટલાંક શક્તિવાળાં સ્ત્રી-પુરુષો બાર, સૌલ, એકવીસ, ત્રીસ, પિસ્તાલીસ દિવસના ઉપવાસ કરે છે. કોઈક વાર સાહ-પાંસઠ દિવસના ઉપવાસ પણ થાય છે. જેમનાથી વધુ ઉપવાસ ન થાય તે ચાર, ત્રણ, બે કે છેવટે પર્વના છેલ્લા દિવસો-સંવત્સરીનો એક ઉપવાસ કરે છે, ઉપવાસ ન થાય તો એકાસણુ-એકટાણું કરે છે. પર્યુષણ એ દાન અને દયાનું પણ પર્વ છે. દુનિયાના અર્થશાસ્ત્રીઓ કહે છે કે જૈન સમાજ દાનમાં જેટલો પૈસો ખર્ચે છે, તેટલો વ્યક્તિદીઠ સરેચશે ભાગ્યે જ બીજો કોઈ સમાજ ખર્ચતો હો, એ દાનની સૌથી મોટી પ્રવૃત્તિ પર્યુષણ દરમિયાન થાય છે. અનુકંપાદાન, સુપાત્રદાન અને અભયદાન–એમ ત્રિવિધ પ્રકારે એ પ્રવૃત્તિ થાય છે. અભયદાન એ સૌથી શ્રેષ્ઠ દાન છે. દયા, વિશેષતઃ જીવદયા એ જૈનોના લોહીમાં છે. વ્યક્તિગત રીતે કેટલાંકનું વર્તન અપૂર્ણ, અણસમજણવાળું કે વિપરીત હોય તેથી સમસ્ત સમાજને દોષ દઈ શકાતો નથી. પ્રબુદ્ધ જીવન ૯ આ આરાધના કરવાની હોય છે. એ આરાધના વધુ દીપી ઊઠે એ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું, દાન દેવું, દૈયા પાળવી, પાપકર્મ થાય તેવાં કાર્યોનો ત્યાગ કરવો, અશુભ વચી ન બોલવાં. સામાયિક, પ્રતિક્રમણ, પોષધ વગેરે વ્રતક્રિયા કરવાં, ગુરુ મહારાજની ઉપદેશવાણી સાંભળવી, ભગવાન મહાવીરનાં માતાએ સ્વપ્નમાં જોયેલી ચોદ વસ્તુઓનો ચૌદ સુપનનો મહોત્સવ કરવો વગેરે આવશ્યક મનાયા છે. આ પર્વ દરમિયાન મસ્તકે લોચ કરવો (એટલે માથા અને મોઢા પરના વાળ હાથથી ખેંચીને કાઢી નાખવા), ઓછામાં ઓછું અમ (ત્રણ દિવસના ઉપવાસ)નું તપ કરવું, 'કલ્પસૂત્ર' વાંચવું, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું અને માંહોમાંહે ક્ષમાપના કરવી એ સાધુઓના વિશેષ કર્તવ્ય મનાયા છે. અન્ય દિવસ કરતાં પર્વના દિવસે કરેલી ધર્મારાધના વિશેષ લવતી માનવામાં આવે છે, પર્વના દિવસે કરેલું પાપ પણ મોટું અને માકાસને ભયંકર કર્મબંધનમાં મૂકી દેનારું મનાય છે. જેમ તીર્થને માટે તેમ પર્વને માટે (અને પર્વને પણ જંગમ તીર્થ જ કહેવામાં આવે છે) પણ સાચું છે કેઃ अन्य र्दिने कृतं पापं पर्वदिने विनयश्यतिं । पर्वदिने कृतं पापं वज्रलेपो भविष्यति ।। એટલા માટે પર્યુષણ પર્વ એ પુણ્યના પોષણનું અને પાપના પ્રતિક્રમણનું પર્વ છે; દૈવી સંપત્તિના સર્જનનું અને આસુરી સંપત્તિના વિસર્જનનું પર્વ છે. કવિ શ્રી જ્ઞાનવિમલસૂરિએ પર્યુષણમહાપર્વમાહાત્મ્ય'ની સજ્ઝાયમાં કહ્યું છેઃ પુષ્પની પોષણા, પર્વ પર્યુષા આવિયાં ઈશ પરે જાણિયે એ; દિયાલે હર્ષ ધરી, છઃ અમ કરી. ઓચ્છને કહ્યું ઘર આણિયે . પર્યુષણ પર્વ એ ઘણું પ્રાચીન પર્વ છે. શાસ્ત્રોમાં વર્ણન આવે છે તે પ્રમાણે ભગવાન મહાવીર સ્વામી જ્યારે રાજગૃહી નગરીમાં પધાર્યા હતા ત્યારે મગધના રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને પર્યુષણ પર્વ વિશે પ્રશ્નો પૂછ્યા હતા. પર્યુષણ પર્વની આરાધના સારામાં સારી રીતે કોણે કરેલી એવા પ્રશ્નના જવાબમાં ભગવાને કહેલું કે ભૂતકાળમાં ગજસિંહ નામના રાજાએ એવી સરસ આરાધના કરેલી જેથી તે પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરપદ પામી મુક્તિપદ પ્રાપ્ત કરશે. જૈન માન્યતા પ્રમાણે માણસનો આયુષ્યબંધ કેટલીક વાર પર્વના દિવસે પડતો હોય છે. એક જન્મ પૂરો થતાં અન્ય જન્મમાં માણસ શું થવાનો છે (મનુષ્ય, દેવ, તિર્યંચ કે નારક) તે જે ક્ષણે નક્કી થાય છે તેને આયુષ્યનો બંધ કહેવામાં આવે છે. આથી પર્વના દિવસે માન, વચન અને કાયાની શુદ્ધિથી કરેલી આધ્યાત્મિક આરાધના માણસને ભવાન્તરમાં ઉત્તમ ગતિ અપાવે છે, ત્વરિત જન્માંત૨માં ભયંક૨ દુર્ગતિમાં ઘસડી જાય છે. પર્યુષા પર્વ એ સંયમ અને સાધનાનું પર્વ છે. એ માટે શાસ્ત્રોમાં અગિયાર દ્વારે આરાધના કરવાનું ફરમાવ્યું છે. જિનપૂજા, ચૈત્ય-મુક્તિ અપાવે છે. જ્યારે પર્વના દિવસે કરેલી પાપપ્રવૃત્તિ માદાસને પરિપાટી (આસપાસના જિનમંદિરોમાં જઈ જિનેશ્વર ભગવંતને દ્રવ્ય અને ભાવથી નમસ્કાર કરવા), સાધુસંતોની ભક્તિ, સંધમાં પ્રભાવના, જ્ઞાનની આરાધના, સાધર્મિક વાત્સલ્ય, ‘કલ્પસૂત્ર' સાંભળવું, તપશ્ચર્યા કરવી, જીવોને અભયદાન આપવું, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું, પરસ્પર ક્ષમાપના કરવી-એમ અગિયાર પ્રકારે જૈનોનો એક વર્ગ જે દિગંબરના નામે ઓળખાય છે તે પોતાના પયુંષદા જુદાં ઊજવે છે. સંવત્સરીના આ દિવસ પછી બીજા દિવસથી તેઓ આ પર્વ દસ દિવસ ઊજવે છે. માટે તેને “દસ લક્ષણી' કહેવામાં આવે છે. મા, માર્દવ, આવ, ત્યાગ, સંયમ, તપ, સત્ય, શૌચ,
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy