SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ८ મનુષ્યો માટે પાંચમ, આઠમ, ચૌદસ અથવા માત્ર ચૌદસ (પાખી)ની તિથિની આરાધના યથાશક્તિ ક૨વાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા કેટલાક પર્વદિવસોનું પણ આયોજન થયું. છે. જેમ પર્વ મોટું તેમ એની આરાધનાના દિવસોની સંખ્યા પણ વધુ. જૈન ધર્મમાં આઠ દિવસના અઠ્ઠાઈ પર્વનો મહિમા વિશેષ ગણાયો છે. વર્ષમાં એવા છ અઠ્ઠાઈ પર્વો આવે છે. શ્રી લક્ષ્મીસૂરિએ ‘ઉપદેશ-પ્રાસાદ'માં કહ્યું છેઃ अष्टाह्निकाः पडेवोक्ताः स्याद्वादोभयदोत्तमैः । तत्त्वरूपं समाकर्ण्य आसेव्याः पस्मार्हतैः । । પ્રબુદ્ધ જીવન [સ્યાદ્વાદને મતે કહેનારા ઉત્તમ પુરુષોએ છ અઠ્ઠાઈ પર્વ કહ્યાં છે. તેનું સ્વરૂપ બરાબર સમજીને પરમ શ્રાવકોએ તે સેવવાયોગ્ય છે.] पर्वाणि बुहनि सान्ति प्रोक्तानि श्रीजिनागमे । पर्युषणा समं नान्यः कर्मणां मर्म भेदकृत् ।। [જિનાગમમાં કહેલાં એવાં ઘણાં પર્વ છે. પરંતુ તે બધાં પર્વોમાં કર્મના મર્મને ભેદનારું એવું પર્યુષણ પર્વ જેવું બીજું એકે પર્વ નથી.] કર્મ આઠ પ્રકારનાં છેઃ (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગૌત્ર અને (૮) આંતરાય. આ આઠ કર્મોમાં સૌથી ભયંકર કર્મ તે મોહનીય કર્મ છે. સંસારમાં અનેક જીવોને ભમાડનાર તે મોહનીય કર્મ છે. મોહનીય કર્મનો એક પેટાપ્રકાર તે મિથ્યાત્વ મોહનીય છે. એ સૌથી વધારે ભયંકર કર્મ છે. જ્યાં સુધી આ કર્મ જીવને લાગેલું છે ત્યાં સુધી જીવ સમ્યગ્દર્શન પામી શકતો નથી. અને સમ્યગ્દર્શન ન હોય ત્યાં સુધી કેવળજ્ઞાન અને મોક્ષની તો વાત જ શેની હોય? આમ, આ આઠ કર્મોમાં મર્મરૂપ જો કોઈ કર્મ હોય તો તે મોહનીય કર્મ છે, તેમાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મ છે. એ મિથ્યાત્વ મોહનીય કર્મને ભેદવામાં આવે તો ત્યાર પછી બાકીના કર્મોનો ક્ષય કરવાનું તેના જેટલું કઠિન નથી. એટલા માટે પર્યુષણ પર્વ મિથ્યાત્વ મોહનીય કર્મને હણવા માટેનું પર્વ છે અને એથી જ કહેવાયું છે કે જિનશાસનમાં જે જુદાં જુદાં પર્વ છે તેમાં પર્યુષણ પર્વ જેવું બીજું કોઈ પર્વ નથી. પર્યુષણ પર્વાધિરાજ છે, પર્વશિરોમણિ છે. ગસ્ટ, ૨૦૦૯ સરખું હથિયાર છે. એની બે અથવા ત્રણ તીક્ષ્ણ પાંખ જરાક સરખી ભોંકાતાં હાથી શાંત થઈ જાય છે. આ અંકુશ ક્ષમા, વિનય, કૃતજ્ઞતારૂપી છે એ ગુણો વડે જીવે મિથ્યાત્વ મોહનીય કર્મને હટાવવાનું છે. આઠ પ્રકારના કર્મને હાથીની ઉપમા આપવામાં આવે છે. હાથીના ચાર પગ તે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય કર્મ છે. હાથીની બે આંખો તે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ છે. હાથીની પૂંછડી તે અંતરાય કર્મ છે. હાથીનું આખું શરીર તે મોહનીય કર્મ છે. અને હાથીનુ ગંડસ્થળ તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે. તોફાને ચઢેલા મદોન્મત હાથીને વશ કરવો હોય તો એના પગ કે સૂંઢ બાંધવાથી તે વશ થતો નથી, પરંતુ અંકુશ વડે એના ગંડસ્થળને ભેદવામાં આવે તો તે તરત શાંત થઈ જાય છે, વશ થઈ જાય છે, કારણ કે મર્મસ્થાન ઉપર પ્રહાર તે સહન કરી શકતો નથી. અંકુશ એક નાનું જિનશાસનમાં જે જુદાં જુદાં પર્વ છે તેમાંનાં કેટલાક પર્વ દર્શનવિશુદ્ધિ માટે છે, કેટલાંક પર્વ જ્ઞાનવિશુદ્ધિ માટે છે અને કેટલાંક પર્વ ચારિત્રવિશુદ્ધિ માટે છે. પર્યુષણા પર્વ મુખ્યત્વે દર્શનવિશુદ્ધિનું મોટું પર્વ છે, કારણ કે પર્યુષણા પર્વ મિથ્યાત્વને દૂર કરી સમ્યકત્વને પ્રાપ્ત કરવા માટેનું પર્વ છે. પર્યુષણા પર્વ એટલા માટે સમકિતની આરાધના માટેનું પર્વ છે. પર્યુષણ પર્વની રૂડી પેરે આરાધના કરવી હોય તો તેને માટે પૂર્વાચાર્યોએ પાંચ મહત્ત્વના કર્તવ્યો બતાવ્યાં છેઃ (૧) અમારિ પ્રવર્તન (૨) સાધર્મિક વાત્સલ્ય (૩) અઠ્ઠમતપ (૪) ચૈત્યપરિપાટી અને (૫) ક્ષમાપના. પર્યુષણા પર્વની આરાધનામાં અમારિ પ્રવર્તન એટલે કે જીવહિંસા ન થાય એ માટેની સાવધાની રાખવા ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. સંસારના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રહે અને જીવની હિંસા દ્વારા વિરાધના ન થાય તે જોવું એ પરમ કર્તવ્ય છે. તેથી જગતમાં વેરઝેર ઓછાં થાય છે અને સુખશાંતિ પ્રવર્તે છે. સાધર્મિક વાત્સલ્ય, અઠ્ઠમતપ અને ચૈત્યપરિપાટી દ્વારા આરાધક પર્યુષણ પર્વનો સંયમપૂર્વક ઉલ્લાસ અનુભવે છે. આ પર્વની ચરમ કોટિ તે ક્ષમાપના છે. ક્ષમા માગીને અને ક્ષમા આપીને જે જીવ ઉપશાંત થતો નથી તે જીવ સાચો આરાધક થઈ શકતો નથી. પર્યુષણા પર્વ આ રીતે મિથ્યાત્વ મોહનીયને દૂર કરીને, જીવનમાં ક્ષમાના ભાવને અવતા૨ીને આરાધના કરવાનો અમૂલ્ય અવસ૨ છે. પર્વાધિરાજ પર્યુષણ જૈનો જે વિવિધ ધાર્મિક પર્વોની ઉજવણી કરે છે તેમાં સૌથી મોટું પર્વ તે પર્યુષણ છે. ‘પશુસણ’ કે ‘પજોષણ’ એવા તદ્ભવ નામથી સામાન્ય લોકોમાં તે વિશેષ પ્રચલિત છે. સૌથી મોટું એ પર્વ હોવાથી પર્વશ્રેષ્ઠ, પર્વશિરોમણિ પર્વાધિરાજ તરીકે, લોકોત્તર પર્વ તરીકે તે ઓળખાય છે. ‘પર્યુષણ’ શબ્દ સંસ્કૃત છે. સાચો શબ્દ છે ‘પર્યુષણા’; સંસ્કૃત પરિઽસળા (૩૫ન) પરથી તે આવેલો છે. એનો અર્થ થાય છે સમસ્ત પ્રકારે વસવું અર્થાત્ એક સ્થળે સારી રીતે રહેવું. ચોમાસા દરમિયાન આ પર્વ આવે છે. પરંતુ સાધુઓને માટે તો સમસ્ત ચાતુર્માસને લક્ષમાં રાખીને આ શબ્દ પ્રયોજાયો હશે, કારણ કે સાધુ-સંતોએ ચાતુર્માસ દરમિયાન એક જ સ્થળે સ્થિર વસવાટ કરી ધર્મની આરાધના કરવાની હોય છે. ‘પર્યુષણા’ શબ્દનો લાક્ષણિક અર્થ એ છે કે આ પર્વ દરમિયાન માણસે આત્માની સમીપ જઈને વસવાનું
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy