SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ વન ગુમાવી બેઠેલી હતાશ જનતાની વચ્ચે તેમણે અત્યંત ધીરજ અને વાત્સલ્યભાવથી સેવાનું કામ કર્યું. ‘સકળ જગતની બની જનેતા વત્સલતા સહુમાં રેડું' એ પંક્તિને એ સામુદાયિક પ્રાર્થનામાં વ્યાપક રીતે પ્રચલિત અને લોકભોગ્ય બનાવી રચનાત્મક કાર્યના અનેક કેન્દ્રો ઉભા કરવામાં પ્રેરકબળ બન્યા ૩ સહકારી પ્રવૃત્તિ, નયી તાલીમનું શિક્ષણ, ખાદી અને ગ્રામોદ્યોગ, સુધારેલી ખેતી અને ગોપાલન, પંચાયતો, લવાદી પ્રથાની લોક અદાલતો, સુઢિપ્રયોગ સમિતિઓ, માતૃસમાજો, ઔષધાલયો, પ્રાયોગિક સંઘો, ખેડૂત મંડળો, ગોપાલક મંડળો, ગ્રામોદ્યોગ, મજૂર મંડળો એમ અનેક સંસ્થાઓ અને રચનાત્મક કાર્યોના ઠેકઠેકાણે ધારણાં ઉમાં કરવામાં સંતબાલજાએ પ્રેરણા અને માર્ગદર્શન આપ્યા. ગુજરાતના ભાલનળકાંઠા જેવા તદ્દન પછાત અને નપાણિયા પ્રદેશના ગામડાઓમાં નવું ચેતન અને નવ જાગૃતિ આણી. જુલાઈ, ૨૦૦૯ કાંઠે આવેલ જુવાલ ગામના લોકો શિયાળામાં આવતાં સુંદર પક્ષીઓનો શિકાર કરના, બહારના લોકો પણ શિકાર કરવા આવતા. આ વાતને તેમણે અટકાવી અહિંસાત્મકરીતે પ્રેમ અને સમજણથી. કબૂતરોને શેકીને ખાવાની પ્રથા પણ ગામના જુવાનિયાઓને સમજાવી દૂર કરી. પણીની રાહત માટે જલસહાયક સમિતિની રચના કરી લોકોને મદદ આપી ખેડૂતોના ભલા માટે ખેડૂતોનું સંગઠન ઉભું કર્યું પરંતુ તે ન્યાય-નીતિના માર્ગે જ ચાલે એનું ધ્યાન રખાતું, સંતબાલજી આપણા સમાજમાં એક સતત જાગૃત, જાણકાર, જવાબદાર જીવ તરીકે વર્ત્યા અને રહ્યા. ધર્મનું ઊંડું ચિંતન કરવા સાથે એમણે સમાજની ધારણા માટે ઉત્કટ, ઊલટભેર ને કોઈને વળી ઉગ્ર લાગે એવું કાર્ય હિંમતભેર કર્યે રાખ્યું. તેમણે જણાવ્યું છે કે ‘આપણાં પ્રશ્નોનો એકમાત્ર જવાબ સમાજની ધાર્મિક અને નૈતિક પાયા પર પુનર્રચના છે. સ્વાર્થપ્રેરિત ભૌતિક પાયા પર નહીં. ભાલ નળકાંઠા પ્રાોગિક સંઘના પ્રથમ પ્રમુખ આદરણીય શ્રી રવિશંકર મહારાજ હતો અને બીજા પ્રમુખ ગાંધીવાદી શ્રી ગુલામરલ કુરેશી હતા. પરાધીન ગામડાં ‘રોટી, મકાન, કપડાં, શિક્ષણ, આરોગ્ય, ન્યાય અને રક્ષણમાં સ્વાવલંબી બને તે માટે સંતબાલજીએ સાત સ્વાવ લંબનનો કાર્યક્રમ આપ્યો.૬ પેટ, પહેરણ અને પથારી શિક્ષણ અને અારોગ્ય ન્યાય અને રક્ષણ એ સાતે બાબતમાં ગામડાં પગભર બને. આમ આર્થિક સ્વાવલંબન અને સત્તાના વિકેન્દ્રીકરણના નમૂનારૂપ સાકાર થયું સપ્ત સ્વાવલંબન. સંત વિનોબાજી કહેતાં તેમ આજના આપણા ગામડાં પરાવલંબી થઈ ગયાં છે. મોગલોના સમયમાં સ્વાધીન ગામડાનો બનેલો પરાધીન દેશ હતો. પછી અંગ્રેજોએ ગામડાના ઉદ્યોગો હાથશાળ, થાણી વગેરે ઝૂંટવી લીધા અને પરાધીન ગામડાનો બનેલો પરાધીન દેશ થયો. આજે દેશ તો સ્વાધીન છે પરંતુ ગામડાં હજુ પરાધીન છે. ગામડાને સ્વાધીન બનાવવા વિનોબાજી ચૌદ વર્ષ ગામડે ગામડે ફર્યા અને ભારતના ગામડાઓની એટલી પ્રદક્ષિણા કરી કે આખી પૃથ્વીના પરિવની પ્રદક્ષિણા કિલોમિટરમાં ગણીએ તો થઈ ગઈ. એ જ રીતે શ્રી સંતબાલજીએ આ સંદેશ પોતાના કાર્યક્ષેત્રમાં ફેલાવ્યો. શહેરો ગામડાને પૂરક થાય તે માટે તેમણે શહેરી સમાજને ગ્રામાભિમુખ બનાવનારા અનેક ભરચક પ્રયાસો કર્યાં. ગ્રામજનોને સ્વાશ્રયી બનાવવા તેમણે અથાગ પ્રયત્ન કર્યા. પોતાના શીલ, સંયમ અને તપના પ્રભાવથી દીન-હીન ગ્રામપ્રજામાં આશાનો સંચાર તથા શ્રદ્ધાબળ પેદા કર્યા. ગ્રામપ્રજા પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે તેમ છે તેવી આત્મશ્રદ્ધાનું બીજારોપણ કરી તેને બેઠી કરી; અન્યથા ગ્રામપ્રજા પ્રારબ્ધવાદી અને સરકાર માથબાપ બધું કરશે એમ માનનારી હોય છે. ગુજરાતના ભાલ નળકાંઠાના પ્રદેશમાં ૪૫ વર્ષ સુધી મુનિશ્રી સંતબાલજી પ્રેરક અને શ્રદ્ધેય પુરુષ તરીકે માર્ગદર્શન આપતા રહ્યા. એમની હૂંફથી અને એમની જ રાહબરી નીચે સ્થપાયેલી સંસ્થાઓની સંતબાલજીએ કેટકેટલી હિંસાઓ અટકાવી છે. નળ સરોવરને દોરવણી તળે સામાન્ય ગણાતા માણસોએ અસામાન્ય ગણાય તેવાં મુનિશ્રી સંતબાલજી અસ્પૃશ્યતા નિવારણ, કોમી એકતા, ખાદી અને ગામડાનાં વિકાસ માટે સતત મથતાં રહ્યા. તેમણે પ્રવૃત્તિઓના અમલ માટે નિષ્ઠાવાન કાર્યકરો તૈયાર કર્યા, તથા અન્યાય સામે અહિંસક પ્રતિકાર અને અનિષ્ટ રિવાજોની નાબૂદી જેવા કાર્યોમાં પણ તેમની સેવાનો ઉપયોગ કર્યો. તેમણે આ પ્રવૃત્તિઓનો અમલ માટે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સૌથી પછાત પ્રદેશ પસંદ કર્યો કે જ્યાં ચોરી, લૂંટફાટ, પરણેલી સ્ત્રીઓનું અપહરણ જેવા અનિષ્ટો પ્રવર્તતા હતાં, જ્યાં અર્ધ-ભૂખમરાથી લોકો પીડાતા હતા, જ્યાં કેટલાર હરિજન કુટુંબો મરી ગયેલા ઢોરનું માંસ ખાતા હતા, જ્યાં ઢોરના છાણમાંથી નીકળેલ અનાજના દાણાં વીણીને તેનો ખોરાકમાં ઉપયોગ કરતા, જ્યાંપીવાના પાણીની એટલી બધી. અછત હતી કે લોકોના તળાવમાં ખાડા કરી એમાં એકત્ર થયેલું પાણી બીજું કોઈ ચોરી ન જાય તે માટે ખાડા પર ખાટલો રાખી તેના પર આખી રાત સૂવું પડતું. આવો ભાલ નળકાંઠા જેવો વેચાન ક્ષારયુક્ત અને અછત-ગ્રસ્ત પ્રદેશ પસંદ કર્યો. ખેડૂતો મોટા ભાગે સતત દેવામાં ડૂબેલા રહેતા તથા તેમને ભારે વ્યાજ ચૂકવવું પડતું. સતત પાણીની અછતને લીધે તેમનામાં સ્વચ્છતાનો અભાવ હતો. તેથી તેઓ અનેક રોગોથી પીડાતા. વિરમગામમાં કોલેરા ફાટી નિકળતાં સંતબાલજી પોતે સૂકી રાખ લઈ લોકોના મળમૂત્રને ઢાંકવા નિકળી પડ્યા. પછી તો યુવાનો પણ કોદાળી-પાવડા લઈ સફાઈના કામમાં લાગી ગયા. સપ્ત સ્વાવલંબન
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy