________________
જૂન, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
ઉત્સાહવર્ધક લાગ્યો. ભૂંગળ વાગે અને આખું વાતાવરણ ચેતનવંતુ બની જતું. કંઈ મહત્ત્વનું બને એટલે ભૂંગળવાળા ભારે જોરથી ભૂંગળ વગાડે અને ભીખાના આનંદમાં અનેરો વધારો થતો. એમાં વળી તબલચી, પખવાજ અને મંજીરાનો સાથ રહેતો, ધૂધરાના અવાજે ભીખાનું મન મોહી લીધું. પગે ઘૂઘરા બાંધીને નૃત્ય કરનાર જરા ઠેકો મારતો અને પછી તો ઘૂઘરાના અવાજે નર્તન રૂમઝૂમભર્યું અને ઘમઘમાટવાળું બની જતું. બાળક ભીખાની નજર રામલીલાના હનુમાનના પગ પર એવી તો સ્થિર થઈ ગઈ કે એ રાહ જુએ કે ક્યારે એ પગથી જોશભે૨ ઠેકો લગાવે અને ઘૂઘરાનો અવાજ રણકે. ભીખાએ જોયું કે આસપાસ નાના-મોટા સહુ કોઈ રામલીલાનોએ કાંઈ ગાંજ્યો જાય તેવો નહોતો. આનંદ માણતા હતા. કોઈ પોતાને રામ જેવા માનીને રામ આવતા જ હાથ ઊંચા કરીને મોટી બૂમ પાડતા. કોઈ વળી સીતા જેવી પત્ની, લક્ષ્મણ જેવા ભાઈ કે હનુમાન જેવો સેવક હોય તેમ ઈચ્છતા હતા. પોતે એના જેવા થાય એવા આદર્શો અજાણપણે પણ સહુ કોઈના હૃદયમાં ઉતરતા હતા. ખેલની વચ્ચે વચ્ચે કૂદડી જોવા મળતી અને એમાં પણ કૂદતી વખતે ખૂબ નાચ થતો અને એક નહીં પણ ઘણી ફૂદડીઓ ફરવામાં આવતી. ભીખો મનમાં વિચારે કે ફૂદડી ફરવી તો મનેય ગમે છે, પણ આની ફૂદડીની ઝડપ જુદી છે અને એનો થનગનાટ પણ જુદો છે. રામલીલાના ખેલ વખતે વચ્ચે વચ્ચે ચા-પાણી થઈ જતા. એમાં મધ્યાંતર ન હોય પણ કલાકારને સંગીતથી આરામ મળી રહેતો. એવામાં વચ્ચે વચ્ચે ભવાઈના નાના વેશ પણ ભજવાઈ જતા. ક્યારેક ભૂંગળના સૂર વહેતા તો ક્યારેક કોઈ સંવાદ વખતે આરામ લઈ લેતા.*
વચ્ચે રંગલો આવીને ભીખાને રડખડાટ હસાવી ગયો. ભૂંગળ વગાડીને ભવાઈની સૂચના કરવામાં આવી. દરેક વેશનો આરંભ થાય ત્યારે આવશું* ગવાતું અને પછી મુખ્ય પાત્ર ગીત અને નૃત્ય સાથે પ્રવેશતું. સીતાવિવાહનો પ્રસંગ આવ્યો. લગ્નપ્રસંગે રામ પાસે અનેક યાચકો આવવા લાગ્યા. ભવાયાઓ કાંસકીવાળો બાવો, ફાતડી, સરાણિયો જેવા જુદા જુદા વેશ લઈને માગવા આવે. રામ એ સહુને દાન આપે અને પછી રામવિવાહ થાય. ત્યારબાદ સીતાજીને લગ્નમંડપમાં લાવવામાં આવ્યા. આ સમયે વિવાહના ગીતને 'ટ' કરીને બોલી બોલવાની શરૂ થઈ. એક આનાથી ચાલીસ રૂપિયા સુધી બોલી બોલાતી હતી. એક વ્યક્તિ બોલે એના કરતા બીજી વ્યક્તિ વધુ મોટી બોલી બોલીને માન મેળવતો હતો. ભીખાએ ઉપાશ્રયમાં આવી બોલી બોલાતી સાંભળી હતી, પણ અહીં બોલાતી બોલી જેવા હોંકારા, પડકારા ને ઉશ્કેરાટ એણે જોયા નહોતા. આ પછી રામ વનવાસની વાત થઈ અને સીતાહરણનો ખેલ શરૂ થતો. વચ્ચે રાવણની બહેન શૂર્પણખા આવી અને લક્ષ્મણને હાથે તેના
* ભવાઈમાં આજના નાટકની જેમ મધ્યાંતર નહોતો.
** ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત
૧૯
નાક, કાન કપાયાનો અભિનય થયો. ભીખાને ભારે મજા આવી. રામવિરહનો ખેલ શરૂ થયો, ત્યારે રામ અત્યંત વિદ્યાપ વૃક્ષ અને છોડને સીતાના વિરહની આંસુ સારીને વાત કરતા હતા.
રામલીલાનો રંગ હવે ખરેખરો જામવા લાગ્યો. રામ અને રાવણના યુદ્ધનો ખેલ શરૂ થયો. દશ માથાવાળા રાવણને મારવા કેટલાય મેદાને પડ્યા. જેમની આરતી ઊતરતી, જેમની પૂજા થતી અને વારંવાર જેમના નામનો જયજયકાર થતો એવા ભગવાન રામ, એમના ભાઈ લક્ષ્મણ અને એમનો સેવક હનુમાન-એ બધા રાવણ સાથે લડતા હતા. રાવણને રણમાં રોળવા મથી રહ્યા હતા, પરંતુ
ભીખાને થયું કે રાવણ ખરેખર ભડનો દીકરો છે. આટલા બધા મહેનત કરે છે, છતાં કોઈ એનો વાળ વાંકો કરી શકતું નથી. એ એક હોંકારો કરે અને બિચારા વાનર પૂંછડી દબાવીને ભાગે. એક ખોંખારો ખાય અને ટોળે વળેલાં રીંછડાં ભાગી જાય! કોઈ રાક્ષસ કહેતા કે એના પેટમાં અમૃતરૂંપો છે. એ કેમ મરે? એના લોહીનું ટીપું પડે તો એકમાંથી એક હજાર રાવણ પ્રગટ.
આ બધું જાણીને ભીખાના મનમાં રાવણ પ્રત્યે અહોભાવ જાગ્યો. મનોમન વિચારે કે ‘રંગ છે રાવણ તારી જનેતાને. એક તરફ એકલો તું અને બીજી તરફ આટલા બધા! છતાં તું ગાંજ્યો જાય તેમ નથી.' ભીખો રાવણનો પક્ષકાર બની ગયો.
રામની સેના ૫૨ રાવણ આઘાત કરે ત્યારે ગામલોકો સ્તબ્ધ બનીને જોતા; પણ ભીખાના મનમાં ભારે ઉત્સાહ જાગતો. અને તો રાવણ એટલો બધો ગમી ગયો કે ન પૂછો વાત. શું એનું પરાક્રમ? એકો સહુને ભારે પડે છે! આ લડાઈમાં લક્ષ્મણ તીરથી મૂર્છિત થઈ જાય છે અને જમીન પર ચર્તોપાટ પડે છે. ભીખો વિચારે છે કે આ બિચારા લક્ષ્મણે મેધનાદ અને રાવા સામે થવા જેવું નહોતું. આવા બળિયા સામે બાથ ભીડવાની જરૂર નહોતી. છોકરાથી તે છાશ પીવાતી હશે ?
યુદ્ધના મેદાનમાં લક્ષ્મણ ચોપાટ પડતાં ચારેબાજુ હાહાકાર મચી ગયો. વાનરો હૂપાહૂપ કરવા લાગ્યા અને રીંછ છીંકાછીંક કરવા લાગ્યાં. જમીન પર પડેલા લક્ષ્મણ પાસે બેસીને રામે તો તૈયાફાટ વિલાપ આદર્યો.
'લીલી રે હો લીંબડી, શીતળ એની છાંય; બોલકણા તે હો બાંધવા, તોય પોતાની બાંય.'
રામને અતિ આક્રંદભેર વિલાપ કરતા જોઈને ભીખાને થયું, આમને તે કોણ ભગવાન કહે ? જો ને! ભાઈ મરવા પડ્યો છે, ત્યારે એની પાસે રડવા બેઠા છે. અકળાઈને ભીખો બોલી ઊઠ્યો, ‘અરે, ભાઈને ધાયલ કરનારો સામે ઊભો ઊર્જા મૂછો મરડે છે અને આ શું રડવા બેઠો છે ?!
‘એ ભીખા, એમ ન બોલીએ; પાપ લાગે' ગિરજાએ ટકોર કરી.