SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ પ્રબુદ્ધ કૃષ્ણમૂર્તિની બધા જ ધર્મોથી ઉપર ઊઠીને આત્માની સતત, સર્વત્ર, પસંદગી વિહીન, સજગતા-જાગૃતિ' (Constant, choiceless Awareness) સાધવાની પ્રેરણા આ બધી સાધનાઓ શો સંકેત આપે છે. આ સર્વે સંદર્ભોમાં આ કાળના યુગધર્મ એવા સર્વધર્મ સમન્વયના, ‘સ્વાત્મામાં સકલ બ્રહ્મ'ના દર્શનના, ‘નામધારી અતીત' એવા શુદ્ધ સર્જંગ આત્મધર્મના આર્થ-દર્શનભર્યા ગાંધીજીના સર્વધર્મ સમભાવના અભિગમને ‘મિશ્રણ' શી રીતે કહી શકાય ? એમાં યુરોપિયનો જેવું વલણ' કેમ જોઈ શકાય? જો તેને આવાં લૅબલ લગાડવાનું અંતર્દર્શન શ્રી અરવિંદને થતું હોય તો સર્વધર્મોથી ઉપર ઊઠીને, જુદા પડીને, મૌલિક રૂપે, દિવ્યજીવનને પૃથ્વી પર ઉતારવાનો, ‘અતિમનસ્'ની સાધનાનો તેમનો જે જે અભિગમ છે, દાવો છે, (એ કેટલો શક્ય, સંભવ, સફ્ળ છે તે જૂદી વાત) એ શું છે? ગાંધીજીના યુગધર્મરૂપ સર્વધર્મ દર્શનમાં પણ પૃથ્વીને હિંસાકલુષશૂન્ય અને દેશને, ભારતને, ‘રામરાજ્ય'માં પરિણત કરવાનો પુરુષાર્થ નથી? એને 'મિશ્રણ’, ‘ગોર્ટો', યુરોપિયનો શું વલણ – આવા બધામાં ઘટાવી શકાય ? (૩) ગાંધીજીના આ અોપલબ્ધિકાળના પ્રાથમિક આધારો તેમના પોતાના ભગવદ્ગીતા જેવા અધ્યયનો ઉપરાંત શ્રીમદ્ ધર્મોથીરાજચંદ્રજી દ્વારા મુંબઈથી પ્રેરિત, તેમની જ મૂળ હિંદુધર્મની ભૂમિકાના યોગવસિષ્ઠ મહારામાયણ, પંચદર્શી, મણિરત્નમાળા, શ્રીમદ્ ભાગવત આદિ ગ્રંથ (જેમાં પણ શ્રીમદના પોતાના જૈનધર્મનો કોઈ ગ્રંથ ન હતો એ શ્રીમની ધર્મોદારતા માટે નોંધણીય છે, જેનું પછીથી વિનોબાજી જેવાએ શ્રીમદ્ પ્રત્યે અંજલિ-અનુમોદન કર્યું છે!) અને શ્રીમના અતિ મહત્ત્વના પાત્તરો હતા. તેમાં ગાંધીજીના પ્રથમ વિસ્તૃત જિજ્ઞાસા-પત્ર દ્વારા ૨૭ ઊંડા મંથન-ચિંતનભર્યા પ્રશ્નો અને તેના તેવા જ ઊંડાાભર્યા, નિરાગ્રહ તટસ્યભર્યાં શ્રીમદ્જીનાં વિશદ પ્રત્યુત્તરો અધ્યયનોગ્ય છે. ૨૦-૧૦૧૮૯૪ના રોજ લખાયેલ આ વિસ્તૃત પત્રોત્તર પછી બીજા પણ બે પૌત્તરો અગત્યના છે. (આ સર્વે 'મહાત્મા ગાંધીજી અને શ્રીમદ્ રાજચંદ્ર વચ્ચેનો પત્રવ્યવહાર' શીર્ષકથી શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન પ્રચારક ટ્રસ્ટ અમદાવાદ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, ઈ. દ્વારા પ્રકાશિત થયેલ છે.) 'અયાો બ્રહ્મજિજ્ઞાસા' ભરેલા ગાંધીજીના આ ચિંતન-મંથન- અમૃતોપલબ્ધિકાળનું અવશ્ય મહત્ત્વ છે. તેમની ભારતીય તત્ત્વજ્ઞાનના વિચારોની પકડ માટે. આ ગાંધીજીને સર્વ ધર્મ પ્રત્યે ઉદારતા અને સમભાવનો સંદેશ આપનાર તેમના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રનું ગાંધીજી પ્રત્યેનું આ કથન કે– “તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય એ કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તેં ધર્મ, અને તે સદાચારનું નું સેવન કરજે.'-સંદર્ભઃ ‘પુષ્પમાળા’-૧૫) કોઈ એક નામધારી ધર્મથી ઉપર ઊઠવાનું અને સંસારકલ્પ તોડી સર્વસામાન્ય, સદાચાર-ધર્મ અપનાવવાની પ્રેરણા નથી આપતું ? સંક્ષેપમાં ગાંધીજીના સર્વધર્મ સમન્વયની સાધનાના સારા અભિગમને, તેની પાછળના કો-પરિબળો શોધના વિકસતા ઉપક્રમો અને યુગાંકાંક્ષાઓના સંદર્ભોમાં મુલવવો જોઈએ. તેને ‘મિશ્રણ' કહી દઈ ગાંધીજીની આમ આલોચના કે મૂલવણી કરી. દેવી સમુચિત, સહેલી કે સુષુક્તિસંગત નથી જણાતી. તેનું વિશદ,તલસ્પર્શી સર્વસંદર્ભયુક્ત સમગ્ર મૂલ્યાંકન અને વિશ્લેષણ થવું ઘટે છે. ‘ભારતીય તત્ત્વજ્ઞાનના વિચારો વિષે એમને પકડ હોય એમ મને લાગતું નથી.'-આવું શ્રી અરવિંદનું વિધાન-કંઈક આક્ષેપાત્મક તારણ પણ જો અધિકૃત હોય તો તે અધૂરું જણાય છે, ચકાસણીની અપેક્ષા રાખે છે અને ઊંડાણમાં વિષ્લેષા માર્ગ છે. કેમકે, ઓછામાં ઓછું, ગાંધીજીના જીવનની નીચેની ઘટનાઓ અને રચનાઓમાં તેમનું ભારતીય તત્ત્વજ્ઞાન અંગેનું શોધપૂર્ણ ચિંતન અને સ્પષ્ટ પ્રત્યક્ષ અમલીકરણ મળે છે ઃ જીવન (૧) વિદેશમાં અધ્યયનકાળ દરમ્યાન થયેલું તેમનું ચિંતન અને મુંબઈમાં શ્રીમદ્ રાજચંદ્રનું પ્રથમ મિલન. (૨) વિદેશ-આફ્રિકામાં કાર્યકાળ દરમ્યાન અન્ય ધર્મીઓ સાથેના તેમના સંપર્ક અને હિંદુધર્મ-વિષયક સંદેહ અને સાગરમંથનમાંથી, અધ્યયન ચિંતન અને ગુરુગમ-વત્ ૧૩ માર્ગદર્શનમાંથી તેમને લાધેલું અમૃત-દર્શન (શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન, સ્વયં જ્યોતિ-સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ'ના 'આત્મ-સિદ્ધિ' વર્ણિત તત્ત્વ ન્યાય). (૪) સમગ્ર ભારતીય તત્ત્વજ્ઞાનના પદર્શનો સમેતના નિષ્કર્ષ અને આત્મજ્ઞાનના સર્વોચ્ચ સુવર્ણ શિખર એવા શ્રીમદ્ રાજચંદ્ર રચિત, વિશ્વના દર્શનોમાં સ્થાન પ્રાપ્ત કરનાર ગ્રંથ ‘નાત્મસિદ્ધિ શાસ્ત્ર’ના ગહન અધ્યયન બાદ તેનો સ્વયં ગાંધીજીએ પોતે કરેલો ગુજરાતીમાંથી અંગ્રેજા અનુવાદ, જે પછીથી લંડનમાં બસમાં ખોવાઈ ગયેલો! (૫) ‘સત્યના પ્રયોગો-આત્મકથા' ‘ગાંધીજીનું ધર્મદર્શન' સર્વોદય, મંગળ પ્રભાત, ગીતાનો અનાસક્તિયોગ, મેરા કર્મ, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, હિંદ સ્વરાજ, નિસર્ગોપચાર, આરોગ્યની ચાવી, ગાંધીજીનું ધર્મમંથન, ગાંધીજીનું શિક્ષણદર્શન, શિક્ષણ વિચાર, ઇત્યાદિમાં દેખાતું જીવનના અનેકવિધ સમગ્ર પાસાંઓને આવરી લેતું એક સંપૂર્ણ નવીન જીવન દર્શન નવજીવન’, ‘હરિજનબંધુ', Yung India ઈ. પત્રોમાંના તેમના લેખો. (૬) દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમ સ્થાપન બાદ ભારતમાં આવીને ૧૯૧૬માં અમદાવાદ સાબરમતી આશ્રમની અને વર્ધાસેવાગ્રામ આશ્રમની સ્થાપના દ્વારા, ભારતીય પરંપરાઓના જ મહાત્રોના નુતન રૂપે ૧૧ એકાદશ વ્રોની સાધના, તે આધારે ગાંધીજીએ સ્વયં જીવેલું પોતાનું જાહેર જીવન-લોકજીવન! (૭) વિવિધ સત્યાગ્રહોમાં ચંપારણા અને દાંડીયાત્રાઓમાં-સત્ય અને અહિંસાની નિષ્ઠાપૂર્વકની સાધન-સામગ્રી સાથે અભૂતપૂર્વ અહિંસક યુદ્ધ', દુશ્મન પ્રત્યે પણ દ્વેષ રાખ્યા વિનાનું સ્વમાન, સ્વાતંત્ર્ય અને સ્વાધિકાર માટેનું પ્રેમયુદ્ધ, જે ભારતીય સંસ્કૃતિના પ્રાક્ આદિકાળના બાહુબલી ભરત વચ્ચેના અહિંસક યુદ્ધ પછી
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy