________________
૨૨
પ્રબુદ્ધ જીવન
પડ્યાં હોય. પહોળા પટમાં સાબરમતી વિસ્તરેલી હોય. મગફળીના ખેતરો અને ચીભડાના વાડા પથરાયેલા હોય. રસ્તો એવો રળિયામણો કે આ રસ્તેથી બીજે ગામ જતાં કદી થાક ન લાગે. માત્ર એટલું જ કે કેટલાંક કોતરમાં જતાં થોડી બીક લાગતી
ગામમાં સાપ નીકળે ત્યારે મહાજનનું જોર એટલું કે કોઈ એને મારી શકે નહીં, એટલે એને સાણસામાં પકડીને ગામના ભડવીરો સાથે છોકરાંઓનું ટોળું થોડે દૂરના કોતરમાં મૂકી આવતાં. આવા કોતરમાં જવાને બદલે નિશાળિયો ભીખાલાલ બીજો રસ્તો પસંદ કરતો. એક વાર નિશાળિયા ભીખાલાલને એક મિત્ર મળ્યો. ગિરજા જોશી એનું નામ. એણે ભીખાલાલને કહ્યું, ‘તારે રામલીલા જોવા આવવું છે
‘ક્યાં છે?’ રામલીલાનું નામ સાંભળતાં નિશાળિયાનું મન નાચી ઊઠ્યું.
અંબોડ ગામમાં.”
મે, ૨૦૦૯
વાળુ (સાંજનું ભોજન) શરૂ કર્યું. મોંમાં દાળિયા ફાકતા ગિરજાએ કહ્યું, ‘જો, તારે ઘેર જાણ કરવાની પણ જરૂર નથી. હું તારા ઘેર થઈને આવ્યો છું અને કહેતો આવ્યો છું કે રાત્રે લેશન કરવા બેસવાના છીએ. મોડું થશે તો તું મારે ત્યાં સૂઈ રહીશ, એમ કહ્યું.’
નિશાળિયો ભીખાલાલ તો પોતાના વર્ગના આ વિદ્યાર્થીની અગમબુદ્ધિ પર વારી ગયો. એણે અગમબુદ્ધિ વાણિયાની વાત સાંભળી હતી. પણ થયું કે આ ગિરજો બ્રાહ્મણ તો ભલભલા વાણિયાને આંટે એવો છે. વળી ભીખાલાલનું મન વિચારે ચડ્યું કે ગમે તેમ તોય ગિરજો મારાથી એક વર્ષ નાનો છે, હું મોટો કહેવાઉં, આથી ભીખાલાલે જરા મુરબ્બીવટ દાખવતાં કહ્યું, ‘અરે, તું તો જૂઠ્ઠું બોલ્યો કહેવાય! તને ભારે પાપ લાગ્યું!'
ગિરજા પાસે જવાબ તૈયાર હતો. એણે કહ્યું, ‘આ પાપ સામે ભગવાન પાસે મેં ક્યારનુંય પુણ્ય જમા કરાવી દીધું છે. પરમ દિવસે એક ડાઘિયા કૂતરાએ ખિસકોલીને મોંમાં પકડી. બધા એને જોઈ રહ્યા, ત્યારે એ ડાઘિયા કૂતરાના જમના મુખ જેવા ડાચાને પકડીને મેં ખિસકોલીને બચાવી હતી. હવે કહે, તું જૂઠ્ઠું બોલ્યો એનું પાપ મારા ઉધાર ખાતે લખાશે તો ખિસકોલીનો જીવ બચાવ્યો એનું પુણ્ય પણ ભગવાન જર્મ કરશે ને! તું જ કહે, આ જમા-ઉધારમાં કયું પલ્લું નીચું નમશે ?'
નિશાળિયો ભીખાલાલ નિરુત્તર થઈ ગયો. વાળુ પતી ગયું. સામે સૂરજ ધીરે ધીરે ઢળી રહ્યો હતો. રામજી મંદિરના શંખના સ્વર સંભળાતા હતા. ગામ પર અંધારપટ બિછાતો જતો હતો, ત્યારે ગિરજાએ કહ્યું, 'લે, આ જોડાં પહેરી લે.”
ના, નથી પહેરવાં. તું પહેરી રાખ.'
ના ભાઈ ના. એ તો હવે તારે જ પહેરવાનાં. કોણ કોને લઈ જાય છે? મારા કહેવાથી તું આવે છે. હું તને લઈ જાઉં છું. માટે તને જાળવવો જોઈએ.’
તું
‘એ વાત સાચી. પણ આ કેમ બને ? હું તારાથી મોટો ખરો ને! ઉધાડા પગે ચાલે ને હું જોડાં પહેરીને ચાલું તે સારું લાગે! બે મિત્રો વચ્ચે ખૂબ રકઝક થઈ. ભરત રામને ગાદી પર બેસવાનું કહે અને રામ ભરતને કહે એવો સવાલ ઊભો થયો. પોતાનાથી નાનો ગિરો ખુલ્લા પગે રહે અને પોતે જોડાં પહેરે તે નિશાળિયા ભીખાલાલને ગમતું નહોતું. ગિરજો એમ માનતો કે ભીખાલાલે મારું વેણ રાખ્યું તો એની રાખ–૨ખાપત મારે કરવી જોઈએ. આખરે જોડાં હાથમાં રાખી બંને મિત્રોએ હાથના આંકડા ભીડ્યા અને આગળ વધવા લાગ્યા.
બે ગોઠિયા વાર્તા કરતા હતા ત્યાંથી અંબોડ ગામ બે ગાઉ દૂર હતું, પણ સૂર્યનારાયણ ધીરે ધીરે અસ્તાચળ પર જઈ રહ્યા હતા. આ અંબોડ ગામ જવાના બે રસ્તા હતા. લાંબા રસ્તે જાય તો તો રાત પડી જાય અને અડધી રામલીલા પૂરી થઈ ગઈ હોય. વળી રસ્તો એટલો લાંબો કે અર્ધા રસ્તા સુધી ચાલતાં તો સાવ થાકી જવાય. જે ટૂંકો રસ્તો હતો તે એવા કોતરમાંથી જતો હતો કે જ્યાં સાપ પકડીને છોડી દેવાતા હતા. આમ, લાંબે રસ્તે જવું શક્ય નહોતું અને ટૂંકા રસ્તે ભય હતો. કરવું શું? વળી ઘેર જાણ પણ કરવી પડે. પગમાં જોડાં નહોતા એટલે પહેરવાં પડે અને એથીય વધુ રામલીલાની આરતીમાં નાખવા માટે પાઈ કે પૈસો પણ આંટીએ ચડાવી લેવો પડે.
રામલીલાની મજા જ એ કે રાય અને રંક સહુ સાથે જુએ. પહેલાં પૈસા પછી ખેલ એવું નહીં, પરંતુ ખેલ ગમે તો કોઈ રામલીલા-મારે વાળાઓને જમાડે, દક્ષિણા આપે અને વસ્ત્ર-પાત્ર પણ આપે. વળી આવું કરી ન શકે એ આરતીમાં પાઈ-પૈસો નાખે. કોઈ નાંખે કે ન નાંખે એનીય રામલીલાવાળા ફિકર કરે નહીં નાખે તોય વાહવાહ અને ન નાખે તોય વાહવાહ, રામલીલા જોવા માટે ભીખાલાલને અપરંપાર મુશ્કેલીઓનો ઉકેલ શોધવો પડે તેમ હતું. એક તો ઘે૨ જવું, જમવું અને પછી રામલીલા જોવા માટે રજા માગવી અને એની આરતીમાં નાખવા માટે પૈસો માગવો. આ બધા કોઠા ભેદતાં ઘણો સમય થઈ જાય. આવી કપરી પળોમાં મદદ કરે તે મિત્ર. ગિરજો જોશી મૂંઝાયેલા મિત્રની વહારે આવ્યો.
એણે કહ્યું, ‘જો, ઘે૨ જઈને આ બધી માથાકૂટ કરવાની કશી જરૂર નથી મારા જોડાં તને આપી દઈશ અને નાસ્તો મારા ગજવામાં તૈયાર છે.’ આમ કહીને ગિરજાએ તાજા પાડેલા આંબલીના કાતરા,મળશે મરચાં-મીઠાંનું પડીકું અને ગફુર વોરાની દુકાનના શેકેલા દાળિયા કાઢ્યા. ગફુર વહોરાની દુકાનના બોર જેવા મોટા શેકેલા દાળિયાની મીઠાશ જુદી અને એમાંથી મળતી તાકાતની તો શી વાત થાય?
ગિરજાએ કહ્યું, ‘દોસ્ત, બને એટલી ઝડપ કર. બરાબર ઝપાટો લગાવ. જો વહેલા પહોચીશું તો રામલીલામાં આગળ બેસવાનું અને જોવાની ભારે મજા આવશે.’
બંને મિત્રોએ હાથના આંકડા ભીડીને ઝપાર્ટ લગાવ્યો. કોતરમાં કૂદતાં-ઠેકતાં આગળ ચાલવા લાગ્યા. થોડું અંધારું થયું. બોરડીના ઝુંડમાં પાકાં બોર ખાવા પેઠેલાં શિયાળિયાં આ ગોઠિયાઓને જોઈને
બે ગોઠિયાઓએ સાબરમતીનાં કોતરોમાં જ આસન જમાવીને નાસભાગ કરતાં હતાં. સાબરનાં ઊંચાં અને ઊંડાં કોતરો વચ્ચે