________________
૧૬ ઑગસ્ટ, ૨૦૦૪
પ્રબુદ્ધ જીવન
આ વાચનાસભામાં પધારવા માટે મહારાજા ખારવેલે દૂર દૂર સુધી ચારે દિશામાં જાતે જઇને મોટા મોટા આચાર્યો, અન્ય મુનિવરો ઇત્યાદિને નિમંત્ર આપ્યું હતું. એટલે આ વાચનાસભામાં બર્માથી અધિક જિનકલ્પી મહાત્માઓ, ત્રણસોથી અધિક સ્થવિરથી આચાર્યો અને સાધુ ભગવંતો, બાસાથી અધિક શ્રમણીઓ, સાતસોથી અધિક શ્રાવકો અને સાતસોથી અધિક શ્રાવિકાઓ પધાર્યાં હતાં. આ સભામાં એક મહત્ત્વનું કાર્ય એ થયું કે વિચ્છિન્ન થવા આવેલા ચોસઠ અધ્યાયવાળા ‘અંગ સપ્તિક’ નામના ગ્રંથનો ઉદ્ધાર થયો હતો.
ઉપર યોજવામાં આવી હતી એવો ઉલ્લેખ આ શિલાલેખની સોળમી તકલીફ પડે નહિ. એવી રીતે છતમાં માત્ર મસ્તક રાખવાનો આશય પંક્તિમાં છે. એ કે મુનિ ધ્યાનમાં બેઠા હોય તો ગુફા ખુલ્લી હોવા છતાં તેમને બહારનું કશું દેખાય નહિ અને બહારના લોકોને મુનિનું શરીર દેખાય પણ મસ્તક દેખાય નહિ. આથી ધ્યાનમાં વિક્ષેપ પડે નહિ. કેટલીક ગુફા-કોટડીમાં અંદર માળિયા જેવી રચના છે જે બહારથી દેખાતી નથી. અંદર ગયા પછી જોવામાં આવે તો એક દીવાલની ઉપર બાકોરા જેવું હોય છે. ઉપર ચડીને અંધારા બાકોરામાં કોઈ દાખલ થાય તો. અંદર બેસી શકાય અથવા સૂઈ શકાય એવી લાંબી રચના કરવામાં આવી છે. કોઈ મુનિને ત્યાં બેસીને ધ્યાન ધરવું હોય તો ધરી શકે. પોતે ઉપર સૂતા હોય તો બહારથી ચાલ્યા જતા કોઇને દેખાય નહિ. અંદર આવેલાને પછા દેખાય નહિ. પણ આવી રચનાનો વિશેષ આય તો એ હતો કે આ પહાડ અને જંગલના પ્રદેશમાં હિંસક માનવભક્ષી જાનવરો ઘણાં હતાં. એટલે ખુલ્લી ગુફામાં રાત્રે જાનવર અંદર આવે તો પણ એને શું દેખાય નહિ અને તે ઉપર ચડી શકે નહિ.
કેટલીક ગુફાઓમાં એક બાજુ ઓટલા જેવી બેઠક છે કે જે સૂવા માટે ઉપયોગમાં લઈ શકાય એવી છે. એ પથ્થરની પથારીમાં એક છેડે મસ્તક ટેકવવા માટે પથ્થર સહેજ ઊંચો કરવામાં આવ્યો છે. કેટલાક મુનિઓ એમાં સૂતા સૂતા ધ્યાન ધરતા. આવી ગુફા જોઈ અમને પણ ધ્યાન ધરવાનું મન થયું. અમે એના પર શવાસન મુદ્રામાં સૂઇને થોડીક મિનિટ ધ્યાન ધર્યું.
કેટલીક ગુફાઓમાં પ્રવેશદ્વાર પાસે બેય બાજુના ખૂણામાં મશાલ સળગાવવા માટે વ્યવસ્થા કરાયેલી જોવા મળી. એ જમાનામાં ઘી કે તેલના દીવા હતા અને વધુ પ્રકાશ જોઇએ તો મશાલો હતી જાહેર ક્ષેત્રોમાં કે કાર્યક્રમોમાં રાતને વખતે મશાલ વપરાતી
એ સમયે કલિંગની રાજધાની તોમાલી (કનકપુર) હતી. આજના ભુવનેશ્વરની જગ્યાએ કે એની આસપાસ એ હોવાનો સંભવ છે. શિલાલેખ પ્રમાણે મહામેઘવાહન મહારાજા ખારવેલને સોળ વર્ષની નાની વચ્ચે યુવરાજનું પદ આપવામાં આવ્યું હતું અને પચીસ વર્ષની વયે એમને રાજગાદી સોંપવામાં આવી હતી. ગાદીએ આવ્યા પછી મહારાજા ખારવેલે ચારે બાજુ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. પહેલે વર્ષે એમણે પ્રજાકલ્યાણનાં કાર્યોમાં સમય આપ્યો. એમણે પ્રજાના કરવેરા માફ કર્યા. પોતાની ૪૫ લાખની રૈયત માટે તળાવો ખોદાવ્યાં, એને પાળ બાંધી. તેઓ દાનમાં ઘણું ધન આપતા. પ્રજાના મનોરંજન માટે સંગીત, નાટક, નૃત્ય, મલ્લકુસ્તી વગેરે માટે તેઓ વખતોવખત ઉત્સવો યોજતા. એમની બે રાણી યુત્રિતા અને સિંધુલા પણ પ્રજામાં તથા શ્રમણવર્ગમાં લોકપ્રિય હતી. મહારાજા ખારવેલે એવો ક્રમ રાખ્યો હતો કે એક અથવા બે વર્ષે કે રાજ્યની વ્યવસ્થા પર ધ્યાન આપવું અને પછી થોડો વખત સરહદી સંભાળવી અને જરૂર પડે તો દુશ્મનો પર ચડાઈ કરવી.
ઉદયગિરિ ઉપર જુદી જુદી ઊંચાઇએ નાની મોટી ઘણી ગુફાઓ છે. એમાં પહેલાં અમે 'રાશીગુફા' જોઈ. આ વિશાળ ગુફાનો વરંડાનો ભાગ એના સ્તંભો સહિત નષ્ટ થઈ ગયો છે. નાની કોટડી જેવી હારબંધ દસ જેટલી ગુફાઓ એક હારમાં ખુલ્લી દેખાય છે. વળી બંને બાજુ પણ કોટડીઓ છે. એની ઉપરના માળે ગુફાઓની બીજી હાર છે. આમ બે માળવાળી ગુફાઓ આટલી મોટી સંખ્યામાં ભારતમાં બીજે ક્યાંય નથી. દૂરથી જાણે એક માળવાળી ચાલી હોય એવું દૃશ્ય લાગે. આવી લાક્ષણિક રચનાને કારણે એક વખત આ ગુફાઓ નજરે જોઈ હોય તો એનું દૃશ્ય યાદ રહી જાય તેવું છે. આખા ડુંગર ઉપર બીજી છૂટીછવાઈ પચાસથી અધિક આવી કોટડી ગુફા છે. શ્રમશ અને શ્રમણીની ગુફાઓ જુદા જુદા વિસ્તારમાં હશે. પ્રત્યેક ગુફામાં એક એક એવી રીતે ત્યારે શ્રમણો અને શ્રમણીઓ મુકામ કરતા હશે અને સાધના કરતા હશે. ક્યારેક એક ગુફામાં ત્રણ ચાર શ્રમણો પણ રહેતા હશે. એ પરથી જણાય છે કે વિહાર કરીને અહીં એ મોટી સંખ્યામાં શ્રમણ-શ્રમણી પધારતાં હશે ! મહારાજા ખારવેલે આ ગુફાઓ કોતરાવવામાં અઢળક ધનનો ખર્ચ કર્યો હશે ! વળી એમાં સમય પણ ઠીક ઠીક લાગ્યો હશે. જેન શ્રમણો માટેનું ગુફા–નિવાસ આટલા વિશાળ પ્રમાણ અન્યત્ર ક્યાંય નથી.
રાશીગુફાની આ હારબંધ નાની ગુફાઓ પાસેથી આપરો પસાર થઇએ તો આ નાની ઓરડીઓમાં એક બાજુ ઓટલા જેવું દેખાય. તે મુનિ મહારાજ માટે આસન તથા રાતના સંથારા માટેની રચના છે. બહારથી અંદરનું બધું જોઈ શકાય છે, એટલે પગથિયાં ચડી અંદર જવાનો શ્રમ લેવાનું મન ન થાય. પણ ભોમિયો અમને અંદર થઈ ગય.. એક ઊંચી બેઠક પર બેસીએ તો માથું વાંકું વાળવું પડે પણ ભોમિયાએ અમને છતમાં ખોડો બતાવ્યો. ત્યાં બેસીને ધ્યાન ઘરવું હોય તો માથું એ ખાડામાં એવી રીતે ઊંચું એ કે બેસવાની
આ બધી ગુફાઓમાં રહેનારા માટે બહારના ભાગમાં પાણીની વ્યવસ્થા ટાંકા દ્વારા કરવામાં આવી છે. પહાડ પર પડેલા વરસાદનું પાણી એ ટાંકામાં ઝર્યા કરે, પાર્ટીના નિકાલ માટે નીક પણ બનાવવામાં આવી છે.
કેટલીક ગુફાઓની બહાર થયેલા શિલ્પકામમાં ભાલાવાળા ચોકીદારો છે. કેટલાકમાં અહિંસા, ક્ષમા, શાન્તિ વગેરેનાં દૃશ્યો છે. ક્યાંક રાણી હરકાનો શિકાર કરવાની ના પાડે છે એવું દશ્ય છે. એક પેનલમાં હાથી સ્ત્રીઓને પાણી ભરવા દેતો નથી, આથી કેટલીક સ્ત્રીઓ હાથીને મારવા માટે શસ્ત્ર ઉગામે છે તો બીજી સ્ત્રીઓ એમને અટકાવે છે. એકમાં વિદ્યાધર માળા લઇને આવ્યો છે. એક વિદ્યાધરના હાથમાં કુલ છે. આવી બધી પેનલોમાં અહિંસા, દયા, ક્ષમા, શાન્તિ વગેરેના ભાવો છે.
કલિંગાધિપતિ મહારાજ ખારવેલના ગુરુ ભગવંત તરીકે શ્રી સુપ્રતિબદ્રસૂરિજીનું નામ સાંપડે છે. એમના પ્રભાવથી મહારાજા ખારવેલના જીવનમાં પરિવર્તન આવ્યું હતું. કુમારગિરિ ઉપર તેઓ ગુરુ મહારાજના વ્યાખ્યાનમાં એક શ્રાવક તરીકે સામે શ્રોતાગણમાં બેસતા. ઉદયગિરિ ઉપર બીજા આચાર્યો વગેરે પણ પધારતા. .
જુદી જુદી ગુફાઓ જોઇને છેલ્લે અમે બાપીગુફા પાસે આવ્યા. આ ગુફા અંદરથી પાણી વિશાળ છે. એવું અનુમાન કરાય છે કે તે પહેલાં કુદરતી ગુફા હશે અને પછીથી તે અંદરથી ખોદીને મોટી કરવામાં આવી હશે. ગુફામાં અંદર કોઈ વિશિષ્ટ રચના નથી, પણ એનું મહત્ત્વ વિશાળ પ્રવેશદ્વારની ઉપર કોતરેલા શિલાલેખને કારણે છે. આખું લખાણ બ્રાહ્મી લિપિમાં છે. એમાં આરંભમાં જ શ્રીવત્સ અને સ્વસ્તિક પછી નવકાર મંત્રનાં બે પદ છે. એ જોવાની વર્ષોની મારી ભાવના સફળ થઈ એથી અનહદ આનંદ અનુભો. ભાવથી એ બે પદને વંદન કર્યાં. એ બે પદ બરાબર વાંચી શકાય એટલા માટે અર્ધમાગણી ભાષા અને બ્રાણી વિધિના એ અક્ષી અગાઉથી મેં સમજ