________________
૪
પ્રબુદ્ધ જીવન
વિદેશથી કું. ક્ષિતિજા પણ આવી ગઈ હતી. તનભાઈ આખો દિવસ વસંતબહેનની પથારી પાસે શાન્તિથી બેસતા અને પ્રાર્થના કરતા. વસંતબહેને શાન્તિથી દેહ છોડ્યો હતો.
તનસુખભાઈ વતનની દીકરી કે કિનિષ્ઠાને એમ એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. રોકો બ્રિટિશ કાઉન્સિલમાં નોકરી સ્વીકારી હતી. ત્યારપછી તે ટ્રાવેલ કંપનીમાં જોડાઈ હતી. પરંતુ એનું મન અધ્યાત્મમાં લાગી જતાં તેણે નોકરી છોડી દીધી હતી. તે કહેતી કે મારે માટે મારાં
માતાપિતા એ જ મારા ગુરુથ હતાં. તે કહેતી કે પિતાજીની કેટલીક શિખામણો જવનભર કામ લાગે એવી છે, જેમ કે ક્યારેય જૂઠું બોલવું નહિ, કોઈની ખુશામત કરવી નિહ, આત્મશ્ચાયા કરવી નહિ, અપેક્ષા રાખવી નહિ, કોઈ વ્યક્તિ કે ધર્મની નિંદા કરવી નહિ, કોઈ રાજદ્વારી પમાં જોડાવું નહિ અને પોતાના અંતરાત્માને અનુસરવું.
મુંબઇની સિદ્ધાર્થ કોલેજ એટલે મરાઠી બહુમતીવાળી કોલેજ એટલે ૧૯૫૯-૬૦માં જ્યારે મુંબઈ રાજ્યના વિભાજન માટેની અને આમચી મુંબઈ' માટેની ચળવળ ચાલેલી ત્યારે કેટલાક મરાઠી વિદ્યાર્થીઓ તનસુખભાઈને ગુજરાતી વિષયના અધ્યાપક હોવાને કારણે પજવતા હતા. તનસુખભાઈએ ક્ષમાભાવથી એ બધું સહન કરી લીધું હતું. પણ પછીથી એ પણા શાન્ત થઈ ગયું હતું.
૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે મારી નિમણૂંક થઈ અને ૧૯૭૧માં તનસુખભાઈ કૉલેજમાંથી નિવૃત્ત થયા. એ પ્રસંગ ગુજરાતી વિભાગ તરફથી યોજાના અધ્યાપક મિલનમાં અમે મનસુખભાઈ માટે નિવૃત્તિ-સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો.
તનસુખભાઈ કૉલેજમાંથી નિવૃત્ત થયા તે પછી એમણે અર્થપ્રાપ્તિ માટે બીજી કોઈ જવાબદારી લીધી નહિ. તેઓ નિવૃત્તિનો સમય ઘરમાં જ વાંચન–લેખનમાં પસાર કરતા. હવે એમની પ્રકૃતિ પહેલાં જેવી મિલનસાર રહી નહોતી. બહુ જ ઓછાં લોકોને તેઓ મળવા જતા અને બહુ ઓછા લોકો એમને મળવા આવતા. વસંતબહેન વ્યવહારમાં રહેતા. પડોશીઓ સાથે પણ સારો સંબંધ રાખતા.
૧૯ જુલાઈ, ૨૦૦૪
નહિ. તેઓ નિવૃત્તિના સમયમાં રોજ સાંજે પાર્લાના સન્યાસ આશ્રમમાં જઇને બેસતા. જે કંઈ ભજનકીર્તન કે કથાપ્રવચન ચાલતાં હોય તે સાંભળ. હોલમાં પણ તેઓ છેલ્લે એક ખૂણામાં બેસે અને ધ્યાનથી સાભળે. પોતે કવિ છે, લેખક છે, પ્રોફેસર છે, જાણકાર છે એવો છે દેખાવ અમો ક્યારેય કર્યો નથી. એક સામાન્ય શ્રોતાજનની જેમ તેઓ બેસતા. કોઇની સાથે હળતાભળતા નિહ. કોઇને પોતાનો પરિચ્ય આપતા નહિ, ઘણુંખરું તો ઘરેથી નીકળી ઘરે આવે ત્યાં સુધી કોઇની સાથે કશું જ બોલ્યા હોય નહિ. અલબત્ત, નાશ્રમમાં મહામંડલેશ્વર શ્રી મટે ભારાનંદજી જો હોય તો ક્યારેક તેઓ એમની સાથે ચર્ચાવિચારણા કરતા. તેઓ કહેતા કે આ રીતે રોજ પોતે ચાલીને જતા અને રાશીને પાછા આવતા. એમ કરવાથી ચાલવાની કસરત સારી થાય છે અને દોઢ-બે કલાક સારી રીતે પસાર થયા છે.
।
તનસુખભાઇના એક વિદ્યાર્થી શ્રી અજિત સરૈયાએ એક વાત નોંધી છે. દિલ્હીમાં ગાંધીજીની સમાધિ જોઇને પાછા આવ્યા પછી તનસુખભાઇએ એક ચર્ચાપત્રમાં એવો વિચાર દર્શાવ્યો હતો કે આ સમાધિ ઉપર ગાંધીજીની બે ચાખડી કોતરવી જોઇએ. વસ્તુત: ગાંધીજીની સમાધિ એ ગાંધીજીના અગ્નિસંસ્કારનું સ્થળ છે. પરંતુ આરસની એ લંબચોરસ આકૃતિ ઉપર રોજ અનેક લોકો ફૂલ ચડાવે છે અને વિદેશી રાજદ્વારી મહેમાનોને પણ ત્યાં ફૂલહાર ચડાવવા લઈ જવામાં આવે છે. પરંતુ બધા લોકો કંઈ લાંબો વિચાર કરતા નથી. સંભવ છે કે એમાંના કેટલાક કદાચ એને કબર સમજતા હોય ! જો આ કાર હોય એવું લાગે તો સો-બસો વર્ષે કોઈ એમ પણ માને કે કબર તો મુસલમાનોની હોય, હિંદુની નહિ, માટે ગાંધીજી મુસલમાન હતા એવી ગેરસમજ પણ પ્રચલિત થાય. પરંતુ 'હે રામ' શબ્દોની સાથે ચાખડી કાતરી હોય, સ્વસ્તિક હોય તો ભવિષ્યમાં આવી કોઈ ગેરસમજ પ્રચલિત ન થાય. ગાંધીજી પ્રત્યેની ભક્તિ તનસુખભાઈના દિલમાં કેટલી બધી હતી તે આના ઉપરથી સમજાશે.
નિવૃત્તિ પછી તનસુખભાઈ કેટલીય વાર પોતાના વિચારોમાં ખોવાઈ જતા. બધા વચ્ચે વાતચીત ચાલતી હોય પણ તનસુખભાઈ એમના વિચારોની દુનિયામાં હોય. એક વખત તનસુખભાઈ મને મુંબઈ યુનિવર્સિટીના પ્રવેશદ્વારમાં જ મળી ગયા. સામાન્ય રીતે અમે ક્યાંય મળીએ તો ત્યાં જ ઊભા ઊભા નિરાંતે વાતો કરીએ. તે દિવસે પણ નિરાંતે વાત કરતા હતા ત્યાં કોઈ એવો વિષય આવ્યો કે તેઓ તરત બોલ્યા, ‘બસ, રમણભાઈ ! હવે હું વધારે વાત નહિ કરી શકું. હું વિચારે ચડી ગયો છું. મને હવે તમારી સાથે વાત કરવામાં મઝા નહિ આવે. માફ કરજો.' એમ કહી એમણે તરત વિદાય લીધી.
- તનસુખભાઈ દક્ષિણામૂર્તિમાં હતા ત્યારે નાનાભાઈ ભટ્ટ, મુળશંકર ભર, ભનુભાઈ પંચોલી (દર્શક), નટવરલાલ બુચ વગેરે મહાનુભાવો . સાથે એક જ સંસ્થામાં એમને રહેવાનું મળ્યું હતું. એટલે એ સમયની કેટલીય ઘટનાઓના તેઓ સાક્ષી હતા. દર્શકે 'ઝેર તો પીધાં છે જાણી જાણી' નવલકથામાં કેટલાંક પાત્રોનું સર્જન અને પ્રસંગોનું આલેખન દક્ષિણામૂર્તિના અનુભવો પરથી કર્યું છે એમ તેઓ કહેતા. અમે કોઈ વાર એમને મળવા જઇએ ત્યારે હાથમાં 'ઝેર તો પીધાં છે" નવલકથા લઈ અમુક ફકરા વાંચી એ કઈ ઘટના અને કંઈ વ્યક્તિ પરથી લખાયા છે તે તેઓ બતાવતા.
જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં એમને મળવા જાઉં ત્યારે તેઓ સાબરમતી આશ્રમનાં સંસ્મરણો વાગોળતા. સ્વામી આનંદ, મહાદેવભાઈ દેસાઈ, ગુલઝારીલાલ નંદા વગેરે પોતાના સમકાલીનોની વાતો કરતા.
તનસુખભાઈ આવા પ્રકાંડ પંડિત અને સમર્થ સર્જક હોવા છતાં તેમનામાં પોતાની સિદ્ધિઓ માટે અહંકાર કે અભિનિવેશ જોવા મળતો
। તનસુખભાઇ ૧૯૮૩-૮૪ થી 'પ્રબુદ્ધ જીવન' માટે અવારનવાર લેખ મોકલતા રહ્યા હતા. એમના લેખ વાંચવામાં અને છાપવામાં મને આનંદ આવતો. વાચકોને પણ એમનું લખાણ ગમતું અને ઘણું જારાવાનું મળનું. કેટલાંક વર્ષ સુધી એ રીતે એમના લેખો છપાયા. પછી એક દિવસ પત્ર આવ્યો કે 'મારા લેખો હવેથી છાપશો નહિ.' હું એમને મળવા ગયો. એમણે કહ્યું, 'હું હવે લેખો દ્વારા પણ લોકસંપર્કમાં રહેવા ઇચ્છતો નથી.' મેં એમના લેખો પાછા આપ્યા.
[
તેઓ અજ્ઞાતવાસમાં રહેવા ઇચ્છતા હતા. ૧૯૯૦ પછી તેઓ મુંબઈ છોડી બીજે ક્યાંક રહેવાનું વિચારતા હતા. તનસુખભાઈ દીકરી ક્રિતિષ્ઠાને કોઈ આધ્યાત્મિક નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવાની ઇચ્છા હતી. પોતે જ્યાં જાય ત્યાં નનાભાઈ જવા તૈયાર હતા. અમદાવાદ કે વડોદરામાં રહેવાનો વિચાર કરી જેયેલો પા ત્યાં એટલી અનુકૂળતા લાગી નહિ. છેવટે પોંડીચેરી જવાનું નક્કી કર્યું, કારણ કે ક્ષિતિજાને શ્રી અરવિંદ અને પોંડિચેરીનું આકર્ષા કરતું હતું. દિતિજ ત્યાં તપાસ ક કરી આવી. મુંબઈનો ફ્લેટ વેચી દઈ ૧૯૯૭માં તેઓ પોંડીચેરી રહેવા ગયા એ વાતની તેઓએ ખાસ કોઈને જાણ કરી નહોતી. તેઓને ત્યાં થોડો વખત તો સારું લાગ્યું, પછા ગાંધી વિચારસરણી અને જીવનશૈલીવાળા તનસુખભાઈના શ્રી અરવિંદના પોંડીચેરીમાં બહુ મેળ બેઠો નહિ. વળી ત્યાં તડકો પણ સખત પડતો, જે એમનાથી હવે સહન થતો નહિ. પોંડીચેરીના લોકો કાં તો ફ્રેન્ચ બોલે, કાં તો તામિલ બોલે. હિંદી કે ઇંગ્લિશ બોલનાર તો કોઈક જ નીકળે. એ રીતે પા તેમને અનુકૂળતા ઓછી લાગતી. આથી તેમણે પોંડીચેરી છોડવાનું નક્કી કર્યું. પરંતુ મુંબઈ પાછા ફરવું નહોતું. છેવટે પૂનામાં સ્થિર થવાનું વિચાર્યું. ક્ષિતિજાએ પૂનામાં ધર લઈ બધી વ્યવસ્થા કરી અને
*