SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ જુલાઈ, ૨૦૦૪ શૈક્ષણિક યોગ્યતાવાળા કેટલાક અધ્યાપકોને ઊંચાં સ્થાન મળી ગયાં. હતાં. આ બધાની જાણે-અજાણ્યે તનસુખભાઈના ચિત્ત ઉપર માઠી અસર થઈ હતી. પરિણામે તેઓ બધાથી અળગા, અતડા રહેવા લાગ્યા. તેઓ કોઇની ખુશામત કરવામાં માનતા નહિ. પછી તો એમની પ્રકૃતિ પણ સંગાત્મક બની ગઈ. તેઓ સમાજમાં બહુ ભળતા નહિ. - પ્રબુદ્ધ જીવન આની માત્ર બે જ નકલ છ–એક યુનિવર્સિટીમાં અને બીજી તનસુખભાઇની પોતાની કે એનો મુંબઇમાં મીઠીબાઈ કૉલેજને આપી દીધી હતી.) કવિ ડૉ. રણજિતભાઈ પટેલ (અનામી) સાથે તનસુખભાઈને સારો સંબંધ રહ્યો હતો અનો તેઓ વચ્ચે પત્રવ્યવહાર પણ થતો. અનામી કરતાં તનસુખભાઈ ઉંમરમાં થોડા મોટા હતા. અનામી સાહેબે મને લખ્યું હતું કે 'ભટ્ટ સાહેબ સારા અધ્યાપક હોવા છતાં પણ કોણ જાણે એમનાં મોટા ભાગનાં સમય-શક્તિ ભાતભાતની ખટપર્ટીનો સામનો કરવામાં ગયાં છે. અમદાવાદમાં સી.એન. વિદ્યાવિહારમાં અને મુંબઈ યુનિવર્સિટીમાં. ગાંધી આશ્રમના નિવાસને પ્રતાપે આ બધું ઝેર તેઓ જીરવી શક્યા હતા એમ મને લાગે છે.’ સિદ્ધાર્થ કૉલેજમાં પોતે જોડાયા ત્યારથી તે નિવૃત્ત થયા ત્યાં સુધી તેઓ એ જ કૉલેજમાં ભણાવતા રહ્યા હતા. તેઓ ભણાવતા સારું પણ વિદ્યાર્થીઓમા બહુ ઓછા ભળતા. નાના વર્ગમાં ભણાવતા હોય ત્યારે હેતુપૂર્વક આંખો મીંચીને બોલતા, સદ્ભાગ્યે અધ્યાપક તરીકે એમની નોકરી સુરક્ષિત હતી અને પત્ની વસંતબહેનની પણ અધ્યાપિકા તરીકેની નોકરીમાં પણ કોઈ પ્રશ્ન ય. એટલે આજીવિકાની દૃષ્ટિએ તેઓ નિશ્ચિત હતા. તેઓને કોઇની ગરજ ભોગવવી પડે એવું નહોતું, એટલે સંબંધો બાંધવા-ટકાવવાની બાબતમાં તેઓ નિસ્પૃહી, નિરુત્સાહી હતાં. છેલ્લાં વર્ષોમાં તો તેઓ કોઇની સાથે સંપર્ક રાખવા ઉત્સુક હોતા. પહેલાં અવારનવાર તેઓ મને પત્રો લખતા, અથવા હું એમને ઘરે મળવા જતો. પણ પછીથી મને પણ એમનો સંપર્ક ન રાખવા માટે કહ્યું હતું. અલબત્ત મારા પ્રત્યે એમને સદ્ભાવ પછી હતો અને મળવા જાઉં તો પ્રેમથી. બધી વાતો કરતા. સંસ્કૃત ભાષા ઉપર તેમનું પ્રભુત્વ અસાધારણ હતું. કાલિદાસ વગેરેનાં મહાકાવ્યો ઉપરાંત ઉપનિષદો, શ્રીમદ્ ભગવદ્ગીતા ભાગવતપુરાણ એમજી મૂળ સંસ્કૃતમાં વાંચ્યો હતો. એક વખત શ્રીકૃષ્ણ વિશે કઈક ભાઇએ 'મુંબઈ સમાચાર'માં ચર્ચાપત્ર લખીને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા ત્યારે ‘ભગવાન શ્રીકૃષ્ણ' એ નામથી એમણે આઠ લેખ લખ્યા હતા અને તે ‘મુંબઈ સમાચાર'માં છપાયા હતા. ว મનસુખભાઇએ ઇ. સ. ૧૯૪૯માં ‘દહપતરામ એક કાવ્યાભિગમ નામના વિષય ઉપર મુંબઈ યુનિવર્સિટીમાં સ્વ. પ્રો. રામનારાયણ પાઠકના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની ડિગ્રી માટે શોધ-પ્રબંધ લખવા નામ નોંધાવ્યું હતું. ત્યારે પાઠક સાહેબ એ એક જ ગાઈડ હતા. એ દિવસોમાં પાઠક સાહેબ થોડો વખત મુંબઇમાં રહેતા અને થોડો વખત અમદાવાદમાં રહેતા. એટલે માર્ગદર્શન નિયમિત મળતુ નહિ. ત્યાર પછી પાઠક સાહેબને હૃદયરોગની તકલીફ ચાલુ થઈ. એટલે તેઓ માર્ગદર્શન માટે પૂરો સમય આપી શકતા નહોતા. આથી શોધપ્રબંધનું કામ મંદગતિએ ચાલતું હતું. ત્યાર પછી પાઠક સાહેબનું ૧૯૫૫માં અવસાન થયું. એટલે શોધપ્રબંધનું કામ વધુ વિલંબમાં પડ્યું. ત્યારછી યુનિવર્સિટીએ પ્રો. મનસુખલાલ ઝવેરીની પીએચ.ડી. માટે માર્ગદર્શક તરીકે નિમણૂંક કરી. તનસુખભાઇને ગાઈડ બદલવાની વિધિ યુનિવર્સિટીમાં કરવી પડી. બાકીનું કાર્ય પોતાના લગભગ સમવયસ્ક એવા મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન હેઠળ પૂરું કર્યું ૧૯૫૭ના જૂનમાં એ શોધપ્રબંધ યુનિવર્સિટીને સુપ્રત કરવામાં આવ્યો અને એમને પીએચ.ડી.ની ડિગ્રી મળી. ટાઈપ કરેલાં સાડા સાતસો પાનાનો આ શોધપ્રબંધ તનસુખભાઇએ બહુ જહેમત ઉઠાવીને તૈયાર કર્યો હતો જે હજુ અપ્રકાશિત છે. હાલ ૩ લગભગ સાડાસાતસો પાનાના આ શોધપ્રબંધમાં દલપતરામના જીવન અને કવનનો બહુ ઊંડાણથી અભ્યાસ થયો છે. કેટકેટલી વિગતો ઉપર નવો પ્રકાશ એમણે પાપી છે. લગભગ પાંચ દાયકા પહેલાં લખાયેલો આ દળદાર મહાનિબંધ નષ્ટ થાય એ પહેલાં કોઇક વ્યક્તિ કે સંસ્થાએ સંપાદિત–સંક્ષિપ્ત કરીને છપાવવા જેવો છે. ૧૯૫૧માં હું મુંબઇની ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયી ત્યાર પછી તનસુખભાઇને વારંવાર મળવાનું થતું, ૧૯૫૫ પછી તેઓ પ્રો. મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરતા અને અમારી ઝેવિયર્સ કોલેજમાં તેઓ તે માટે આવતા. ટેલિફોન બવતાર ત્યારે આટલા સુલભ નહોતો. કેટલીયે વાર તેઓ આવ્યા હોય અને મનસુખભાઇને વર્ગમાંથી આવતાં વાર લાગે એમ હોય ત્યારે તનસુખભાઇની સાથે હું વાતે વળગતો. આ રીતે અમારો સંબંધ ગાઢ થયો હતો. મનસુખભાઇને પ્રવાસનો ધણો શોખ હતો. સત્યાગ્રહ આશ્રમમાં રહેનાર અને દાંડીયાત્રામાં ભાગ લેનાર માણસો ચાલવામાં જબરા હોય. તનસુખભાઇને કમાલમનું અનેરું આકર્ષણ હતું તેમણે બહી-કેદાર, ગંગોત્રી-જમનોત્રીની પગપાળા યાત્રા પાંચ વાર કરી હતી. તેઓ ભારતમાં અન્ય પર્ણ સ્થળે ફર્યાં હતા અને રવીન્દ્રનાથના શાંતિ-નિકેતનમાં પણ રહ્યા હતા. તનસુખભાઇએ મોટી ઉંમરે લગ્ન કર્યા હતાં. એમનાં પત્ની સૌરાષ્ટ્રના પત્રકાર, સ્વાતંત્ર્ય સેનાની હરગોવિંદ પંડ્યા (પંડિતજી)ની સુપુત્રી વસંતબહેન ત્યારે એસ.એસ.સી.-મેટ્રિક થયેલાં. પરંતુ તનસુખભાઇએ સંકલ્પ કર્યો કે ઠેઠ એમ.એ. અને પીએચ.ડી. સુધી વસંતબાનને પહોંચાડવાં, એ માટે એરો વસંતબહેનને ઘરે અભ્યાસ કરાવવી શરૂ કર્યો. વસંતબહેન મુંબઈની ઇસ્માઇલ યુસુફ કૉલેજમાં જોડાયાં. એમ ક૨તાં વસંતબહેન ગુજરાતી વિષય સાથે, બી.એ. અને પછી એમ.એ. થયાં. ત્યાર પછી એમણે પીએચ.ડી.નો અભ્યાસ ચાલુ કર્યો અને પછી પીએચ.ડી. પરા થયાં. વસંતબહેને પછા શાત્રીય સંગીતનો અભ્યાસ કર્યો હતો. વી એમનો કંઠ પણ મધુર હતો. એટલે તેઓ તનસખભાઈની સાથે બેસીને ગાતા. રેડિયો, ટી.વી. પરના શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો પણ તેઓ ૨સથી સાંભળતાં-જોતાં. વસંતબીન પીએચ.ડી. થયાં તે પછી મુંબઇની એલ્ફિન્સ્ટન કોલેજમાં ગુજરાતી વિષયના લેક્ચરર તરીકે એમની નિમણૂંક થઈ હતી. સરકારી તંત્રમાં પહેલી નિમણૂંક કામચલાઉ તરીકે કરવામાં આવે છે. પછી એ નિમણૂંક પાકી કરતાં વર્ષો લાગી જાય. ત્યારે ફરી જાહેરખબર અને ફરી ઇન્ટરવ્યૂનું ચક્ર ચાલે. વસંતબહેને ત્યાં ત્રણ વર્ષ અધ્યાપન કર્યા પછી, બે લેકચરરના બૌદાની જાહેરખબર અપાઈ અને ઇન્ટરવ્યૂ ગોઠવાયા. એ વખતે તાજ એમ.એ. થયેલી એક વિદ્યાર્થિનીએ પણ અરજી કરી હતી અને તેની લાગવગ ઘણી હતી. જ્યારે ઈન્ટરવ્યૂ લેવાના હતા ત્યારે એ પસંદગી-સમિતિમાં સરકારે મારી પણ નિમણૂંક કરી હતી. ઈન્ટરવ્યૂ પૂરા થયા પછી સમિતિના બીજા બે સભ્યોએ આ નવી વિદ્યાર્થિની માટે જોરદાર આગ્રહ કર્યો. મને થયું કે આમાં વસંતાનને અન્યાય થશે અને એમની નોકરી જશે. મેં પણ વસંતબહેનના પક્ષે જે મહત્ત્વનાં કારણો હતાં તે આગ્રહપૂર્વક રજૂ કર્યા. સરકારના પ્રતિનિધિએ મારી વાત મંજૂર રાખી અને એ અંગેના નિયમો બતાવ્યા. આથી પેલા બે સભ્યો વધુ બોલી ન શક્યા. પરિણામે વસંતબહેનની નોકરી બચી ગઈ હતી. તેઓ નિવૃત્ત થયાં ત્યાં સુધી એ કૉલેજમાં જ ભાવતાં રહ્યાં હતા. નિવૃત્તિ પછી થોડા વખતમાં જ લિવરના કેન્સરની બીમારીને કારણે તેઓ અવસાન પામ્યાં હતાં. એમના છેલ્લા દિવસોમાં
SR No.525989
Book TitlePrabuddha Jivan 2004 Year 15 Ank 01 to 11
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy