________________
પ્રબુદ્ધ જીવન
શ્રી
દોષો અને પાંચ પ્રકારના માંડલીના દોોની વિગતે છણાવટ મહાનિશીથસૂત્ર તથા અન્ય શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે. મુનિઓને માટે શ્રી હાનિપત્રમાં કહ્યું છે :
कारण वेद वेदादच्चे इरिवाए व जमाए तह प्राणवतियाएछ पुन धम्मचिताए ।
વેદના, વૈયાવૃત્ત્વ, ઇર્થાસમિતિ, સંયમ, પ્રાણવૃત્તિ અને ધર્મચિંતા એ આહાર માટેનાં છ કારણો છે. વેદના એટલે યુવા વેદનીયનો ઉદય હોય અને ભૂખ સહન ન થતી હોય તો આહાર લેવો જોઇએ. યુધાને કારણે અતિશય ભૂખ્યા પેટે ગ્લાન મુનિઓની વૈયાવચ્ચ માટે શક્તિ ન રહેતી હોય, ઇર્ષાસમિતિનું પાલન બરાબર ન થતું હોય, સંયમની આરાધના, સ્વાધ્યાય વગેરેમાં ચિત્ત ન ચોંટતું હોય, પ્રાણ તૂટતા હોય એમ લાગતું હોય અથવા શુભ ધર્મચિંતન ન થઈ શકતું હોય તો એ છ કારણોને લીધે અથવા એમાંના મુખ્ય સુધાવેદનીય કર્મના ઉદયને કારો આહાર લેવાની જરૂર રહેતી હોય તો આહાર લેવો જોઇએ. સાધુઓએ સ્વાદના શોખ માટે આહાર લેવાનો ન હોય.
ગાય:
હસતાં, કરતાં ખાય, ગુરુજી મારા, હસ્તાં હસતાં ખાય !' મનભાવતી વાનગીઓથી ધરાઇને પેટ ભરવું એ કેટલાક સંપ્રદાયોના ઉત્સવોનું ગુરુમહિમાનું એક લક્ષણ છે. આવા પંથોમાં ભક્તો જ જ ગુરુજીને ખવડાવી ખવડાવીને અતિશય હૃષ્ટપુષ્ટ બનાવી દે છે, એટલું જ નહિ, મધુપ્રમેહના રોગનો ભોગ પણ બનાવી દે છે. વળી વારંવાર મિષ્ટાન્ન આરોગવાને કારણે ગુરુજીની વાસનાઓ પણ બહેકવા લાગે છે અને એમાંથી કેટલાક અનર્થો સર્જાય છે. ન
શરીરમાં ગયેલો અગનો દાણો એનું કાર્ય કર્યા વગર રહેતી નથી. કેટલાક પ્રકારનું ભોજન તામસી ગણાય છે. એ ખાવાથી તામસી પ્રકૃતિ વધે છે, એટલે કે કામ, ક્રોધ, દેશ, પ્રમાદ ઇત્યાદિ વધે છે. આપી સંયમના સાધકો માટે એવી ભોજનસામગ્રી વર્જ્ય ગણાય છે. સાંજનું મિષ્ટાન્નયુક્ત ભારે ભોજન વાસનાને ઉશ્કેરી શકે છે. જેઓ ધ્યાન ધરવા ઇચ્છતા હોય તેઓએ તો સાંજના ભોજન ન કરવું જોઇએ અથવા હળવું ભોજન લેવું જોઇએ, ગરિષ્ઠ ભોજુન જમ્યા પછી ધ્યાન સારું થઈ શકતું નથી. ધ્યાન નિદ્રામાં પરિણમે છે.
સ્નિગ્ધ ભોજન કામવિકારનું, પ્રમાદનું કારણ બની શકે છે. એટલા માટે જૈન મુનિઓ એવા પ્રકારના આહારનો યથાશક્તિ ત્યાગ કરે છે. દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે પીર્ય વચ્ચે! શું “નિગ્ધ રસનો ત્યાગ કરવી, દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડા (કડાઇમાં તોલી વાનગી) એ છને વિગા (વિકૃતિ પરથી) કહેવામાં આવે છે. કેટલાક મુનિ મહાત્માઓ આજીવન આ છએ વિાઇનો ત્યાગ કરે છે, તો કેટલાક અમુક સમયમર્યાદા માટે ત્યાગ કરે છે. દરેક સાધુ-સાધ્વીએ પોતાના ગુરુભગવંતની આજ્ઞા અનુસાર નિશ્ચિત સમય માટે ઓછામાં ઓછી એક કે બે વિગતનો ત્યાગ કરવાનો રહે છે. રસત્યાગ અને સંયમપાલન એ એનો મુખ્ય ઉદ્દેશ છે.
। રસત્યાગ માટે જૈન ધર્મમાં આયંબિલની જે તપશ્ચર્યા છે એવી અન્ય કોઈ ધર્મમાં નથી. આાિની વાનગીઓ દિવસમાં એકને બદલે બે વાર આરોગે તો પણ કેટલાકને તે અરુચિકર થાય છે, પરંતુ જૈન ધર્મમાં વર્ષમાં બે વાર આયંબિલની ઓળીમાં ગામે ગામ સેંકડો, હજારો ભાષાસો આયંબિલ કરે છે. કેટલાક સાધુ મહાત્માઓ વર્ધમાન તપની એકસો સુધીની આયંબિલની ઓળી કરે છે. કેટલાક તો બે કે ત્રણાધાર · એવી ઓળી કરે છે. આહારસંશાને જીતવાનો તથા કર્મની નિર્જરાનો આ એક અમૂલ્ય ઉપાય અને અવસર ગણાય છે.
આઝારસાની મંદતાથી કાયાની મમતા ઘટે છે અને કાયાની મમતા ઘટતાં તપ ધર્મની આરાધનામાં રસ પડે છે, આરામના સારી રીતે થાય છે.
ભોજન કરવાના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છેઃ (૧) સિંહ ોજન-ભોજન સામગ્રીમાંથી સિંહની જેમ કોઈ પણ એક બાજુથી ધીમે ધીમે ખાવું,
(૨) વાનર ભોજન જેવું હાથમાં આવ્યું કે તરત અધીરાઇથી ખાવા મંડી પડવું.
માંડલીના પાંચ દોષોમાં મુખ્ય દોષ તે ‘સંયોજના દોષ' છે. વિશિષ્ટ રસના આવાદ માટે અમુક વાનગીઓનું પાત્રામાં અથવા મુખમાં સંયોજન અર્થાત્ મિશ્રણ કરવું એ સંયોજના દોષ છે.
રસત્યાગને ચુસ્ત રીતે અનુસરનારા મુનિ મહારાજ ભોજનની વાનગીઓ બધી ભેગી કરીને વાપરે છે કે જેથી કોઇપણ એક વાનગીનો જુદો સ્વાદ માણવાનું મન ન થાય. જે વાનગી છૂટી ખાવાની હોય તેને તેઓ ભેળવીને ખાય છે અને જે વાનગી ભેળવીને (જેમ કે દાળ-ભાત, ખીચડી-કઢી) ખાવાની હોય તેને તેઓ છૂટી વાપરે છે.
ગત શાતકના સર્વોચ્ચ દીલાદાતા પ. પૂ. સ્વ. પ્રેમસૂરી બાર મહારાજ પોતે આહારની બાબતમાં અત્યંત સંઘમિત હતા અને પોતાના શિષ્યોને પણ એ રીતે તૈયાર કરેલા. સ્વ. પ્રભસૂરિદાદાએ પોતાના પચાસથી અધિક વર્ષના દીશા પર્યાયમાં રોજ ઘણુંખરું એક જ વખત “ગોચરી વાપરી છે અને ગૌચરીમાં પણ ઘણુંખરું તેઓ બે જ વાનગી દાળ અને છે રોટી અથવા ક્યારેક શાક અને રોટી વાપરતા. એમનું સૂત્ર હતું. દાળ અને રોટી, બીજી વાત ખોટી,
ભોજનમાં ફક્ત દાળ અને રોટી વાપરવાની વાત આવી એટલે ફક્ત દાળ અને રોટી ખાનાર બીંજા એક સંન્યાસી મહારાજની વાત યાદ આવે છે.
અન્ય ધર્મના કેટલાક સંપ્રદાયોમાં સંન્યાસીઓ ગૃહસ્થના ઘરે જઈ ભોજન કરે એવી પ્રથા હોય છે. એક વખત એક બહેને એક સંન્યાસી મહારાજને પોતાને ત્યાં ભોજન લેવા માટે નિમંત્રણ આપ્યું. સંન્યાસી મહારાજ ખાવાના શોખીન હતા, પણ દેખાવ સાદાઇનો કરતા. જ્યારે બહેને પૂછ્યું, 'મહારાજ ! આપને માટે શું બનાવું ?' મહારાજે કહ્યું,. ‘અમારે તો બીજું કાંઈ ન જોઇએ. દાળ અને રોટી મળે એટલે બસ.' બહેને કહ્યું, 'બસ, મહારાજ ! આટલું જ ? બીજું કંઈ નહિ ?' 'ના. બસ આટલું જ, પણ દાળ સફેદ બનાવજો અને રોટી કાળી બનાવજો...બસ, બે જ વાનગી બનાવજો–કાળી રોટી અને ધોળી દાળ,
બહેન કશું સા નહિ. એ તો મૂંઝાઈ ગઈ. એણે પોરાકાને પૂછ્યું. પડોશણે કહ્યું, ‘ધોળી દાળ એટલે દૂધપાક અને કાળી રોટી એટલે માલપુંવા.’ સંન્યાસી મહારાજ આ બે વાનગી જ બરાબર ઝાપટે છે. પછી ત્રીજી વાનગીની જરૂર નહિ. એ બહેને મહારાજને બે જ વાનગીનું સાદું (?) ભોજન કરાવ્યું તો ખરું, પણ પછી બીજી વાર નિયંત્રણ ન આપ્યું.
૧૬ મે, ૨૦૦૪
મુકે છે. ધાર્મિક આનંદોત્સવ સાથે મિષ્ટ વાનગીઓ સંકળાયેલી છે. ભક્તો-ભક્તાણીઓ ગુરુજીને ખવડાવે અને ઉચ્ચ સ્વરે તાળીઓ સાથે
સ્તોએ
કેટલાક ધર્મોમાં ભોજનનો થાળ એ ગુરુ મહારાજનો સૌથી પ્રિય વિષય હોય છે, ભાતભાતની વાનગી પોતે આરોગે અને પોતાને ધરાવેલા થાળીમાંથી વિવિધ વાનગીઓ ભક્તોને પ્રસાદરૂપે ખવડાવે. કેટલીક વાર તો ભક્તભક્તાણીના મોંઢામાં તેઓ સ્વહસ્તે
+
1
(૩) હસ્તિ ભોજન-હાથીની જેમ ઉપેક્ષાથી કે ઉદાસીનભાવથી ખાવું. (૪) કાક ભોજન–કાગડાની જેમ ચૂંથી ચૂંથીને ખાવું.
(૫) શૃગાલ ભોજન-શિયાળની જેમ ઘડીકમાં એક બાજુથી અને ઘડીકમાં બીજી બાજુથી ખાવું.
આ પાંચ પ્રકારોમાંથી સિંહની જેમ અથવા હાથીની જેમ ભોજન કરવાની મુનિઓને ભલામણ કરવામાં આવી છે.
મનુષ્યની પાંચ ઇન્દ્રિયોમાં જીભ સૌથી વધુ બળવાન છે. જન્મ ક્યારેય થાકતી નથી. ખાવાનું મળ્યું કે તરત તૈયાર. તરત તે રસ ઝરતી