________________
૧૪
પ્રબુદ્ધ જીવન.
જૈન પ્રશ્નોત્તર સાહિત્ય
ઘડૉ. કવિન શાહ
જૈન સાહિત્યની ગકૃતિઓમાં કથા, વ્યાખ્યાન, વિવેચન, જીવનચરિત્ર, લેખ, નિબંધ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં પ્રશ્નોત્તર પ્રકારની શહરચના વિશિષ્ટ પ્રકારની છે. ધર્મ વિષયક સિદ્ધાંતો-વિચારોમાં અનેક જાતની શંકાઓ થવાનો સંભવ છે. આવી શંકાના સમાધાન રૂપે જૈન સાહિત્યમાં પ્રશ્નોત્તર ગ્રંથો આગમ કાળથી પ્રાપ્ત થાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રનું ૨૭મું અધ્યયન કેશી કાધર અને ગૌતમસ્વામીના સંવાદ પ્રશ્નોત્તર રૂપે છે. ઉદા. જોઇએ તો કેશીનો પ્રશ્ન : મેં ગોતા, આ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડો દોડી રહ્યો છે કે જેના ઉપર આપ આરૂઢ થયા છો છતાં તે ઘોડો આપને ઉન્માર્ગમાં કેમ લઈ જતો નથી?
શ્રી ગૌતમ સ્વામીએ ઉત્તર આપ્યો કે ઉન્માર્ગ તરફ દોડતા તે ઘોડાને હું આગમરૂપી રજ્જુથી બંધાયેલો કરું છું એટલે કે આગમરૂપી લગાનથી હું ઘોડાને કબજે રાખું છું. આ થોડો ભલે દુષ્ટ હોય તો પણ તે ઉન્માર્ગે જતો નથી. પરંતુ માર્ગે ચાલે છે. દેશી ઘોડો તે કરા
ગૌતમસ્વામી-‘મન’ એ દુષ્ટ અશ્વ છે.
જે મન રૂપી દુષ્ટ અશ્વ દોડી રહ્યો છે તેને ધર્મ અભ્યાસ માટે કંથકજાતિવાન ઘોડાની માફક સારી રીતે હું લગામથી કાબુમાં રાખું છું. અર્થાત્ દુષ્ટ ઘોડો પણ જો નિગ્રહ યોગ્ય હોય તો જાતિવાન અશ્વ જેવો જ છે. ભગવતી સૂત્રમાં વિવિધ પ્રકારના પ્રશ્નોનો સંચય થયો છે. તેમાં ૪૧ વિભાગ છે. તેને શતક કહેવામાં આવે છે. શતકના પેટા વિભાગને ઉદ્દેશક કહે છે. આ સૂત્રનાં સો કરતાં પણ વધુ અધ્યયનો છે. દશ હજાર ઉદ્દેશકો, છત્રીશ હજાર પ્રશ્નો અને બે લાખ ઇઠચાસી હજાર પદો હતાં પણ પૂ. દેવર્ષિ ગણ્ણિ ક્ષમાશ્રમો આગમોને પુસ્તકારૂઢ કર્યાં તે
વિષયોની એક બીજા આગમોમાં ભલામણ કરવાને કારણે આજે તે વિગતો ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાપ્ત થતી નથી.
આ સૂત્રમાં મુખ્ય પ્રશ્નકાર ગૌતમ સ્વામી છે અને ઉત્તરદાતા ભગવાન મહાવીર સ્વામી છે. ભગવતી રાત્ર ઉપરાંત ગૌતમપૃચ્છા નામથી પણ આ પ્રશ્નો ગ્રંથરૂપે પ્રાપ્ત થાય છે. તેની મૂળ ભાષા આગમની પ્રાકૃત છે. તેનો ગુજરાતીમાં અનુવાદ આ પ્રશ્નો સાંત પ્રગટ થયો છે.
પ્રશ્ન: કયા કર્મને કારણે જીવ નરકમાં જાય?
ઉત્તર: જે જીવ હિંસા કરે છે, જૂઠ્ઠું બોલે છે, ચોરી કરે છે. પરસ્ત્રી ગમન કરે છે, ઘણાં પ્રકારના પાપ પરિગ્રહમાં આસક્ત હોય છે, પાંચ અણુવ્રતોને વિરાર્ધ છે, તેમજ અતિક્રોધી, અતિમાની, ધૃષ્ટ, માયાવી રૌદ્ર સ્વભાવી, પાપી, ચાડી ખાનાર, અતિલોભી, સાધુની નિંદા કરનાર અધર્મી, અસંબદ્ધ વચન બોલનાર, દુષ્ટ બુદ્ધિવાળો કૃતઘ્ન હોય તે જીવ અત્યંત દુ:ખ અને શોક પામીને નરકગતિમાં જાય છે.
‘ગૌતમ પૃચ્છા' ગ્રંથમાં નગતિના આયુષ્યબંધ માટે આઠમા ચક્રવર્તી સુખનું દષ્ટાંત આપવામાં આવ્યું છે. પ્રશ્નોત્તર સાહિત્યનો પ્રાચીન સંદર્ભ આ રીતે પ્રાપ્ત થાય છે. ત્યારપછી જે પણ સાધુઓએ જુદા જુદા સમયે કેટલાક પ્રશ્નોત્તર ચો રચ્યા છે તેમાં તત્ત્વજ્ઞાન વિષયક પ્રશ્નોનોના ઉત્તરો આપવામાં આવ્યા છે. દર્શન શાસ્ત્રના ગુઢ રહસ્યને આત્મસાત કરવામાં આ પ્રશ્નો ઘણાં ઉપયોગી છે. તેનાથી જ્ઞાનમાર્ગની જટિલતા દૂર થનાં શાનપ્રાપ્તિનો માર્ગ સરળ બને છે અને ધર્મ તથા જિનવચન પ્રત્યેની શ્રદ્ધા દઢ બને છે, તેનું અંતિમ પરિણામ સાકિતની પ્રાપ્તિને કાઢિમાં જોવા મળે છે.
તા. ૧૬-૭-૨૦૦૧
આપો દ્વારા ત્યાનું મંડન અને અસત્યનું ખંડન થાય છે. ધારકવાદી મુગાઓને દૂર ભગાવવા માટે આ પ્રકારનું સાહિત્ય સિંહગર્જના માન કાર્ય કરે છે, પ્રતિપક્ષીની ખોટી દલીલોને તોડી પાડવાનું સૂત્વ પેદા કરવાની શક્તિ ધરાવે છે. આત્માનું ઉત્થાન, મુક્તિ, આરાધના, કર્મવાદ, સમકિત, દેશવિરતિ, વિરતિ, આવશ્યક ક્રિયા જ્ઞાન, જેવા વિષયને સ્પર્શતા પ્રશ્નોત્તર લોકભોગ્ય બનાવવામાં આવે છે. પ્રશ્નોત્તર સાહિત્યથી જિજ્ઞાસાવૃપ્તિ થાય છે. શંકાનું સમાધાન થાય છે. જૈન દશનના મૂળભૂત – વિચારોનું જ્ઞાન મળે છે. એટલે શંકા-સમાધાન સાથે જ્ઞાનપ્રાપ્તિ માહિતીસભર સાહિત્ય છે.
કવિ ચિદાનંદજીની પ્રશ્નોત્તર રત્નમાળાનો પ્રત્યેક પ્રશ્ન એક ગ્રંથ સમાન ઊંડા રહસ્યને પ્રગટ કરે તેવી ક્ષમતા ધરાવે છે, તેમાં ૧૧૪ પ્રશ્નોના ઉત્તરો છે. હિન્દી-ગુજરાતી ભાષાના મિશ્રાવાળી આ કૃતિ જ્ઞાનપ્રાપ્તિનું અનોખું સાધન છે.
લાખ બાત કી એક બાત, પ્રશ્ન પ્રશ્ન સબ જાણ
એક શત ચૌદ પ્રશ્ન કો ઉત્તર કહું વખાણ. પ્રશ્નોત્તરનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે.
પ્રશ્ન: દેવ ધર્મ અરૂ ગુરુ કહાં સુખ, દુ:ખ જ્ઞાન અજ્ઞાન ધ્યાન ધ્યેય ધ્યાતા કહાં? કહીં માન અપમાન.
ઉત્તર: ‘દેવશ્રી અરિહંત વીતરાગી આજ્ઞામૂલ દયાધર્મ શોભાગી હિત ઉપદેશી ગુરુ સુસાધ જે ધરત ગુણ અગમ અગાધ, ઉદાસીનતા સુખ જગમાંહી જન્મ મરણ સમ દુઃખ કોઉ નાહીં આત્મબોધ જ્ઞાન, હિતકારી, પ્રબળ અજ્ઞાન ભ્રમણ સંસારી ચિત્ત નિરોધ હૈ ઉત્તમ ધ્યાન, ધ્યેય વીતરાગી ભગવાન ધ્યાતા જેહ મુમુક્ષુ વખાણ, જે મત તત્ત્વાર્થ જાણ જહાં ભળતા મોટી માન, જો અભવ્ય ત્રિભુવન અપમાન.' મિતાક્ષરી શૈલીમાં ૧૨ પ્રશ્નોના ઉત્તર આપીને એમની રચના રીતિનો પરિચય કરાવ્યો છે.
‘તાત્ત્વિક પ્રશ્નોત્તર:’ આ ગ્રંથના રચયિતા આગમોદ્ધારક આચાર્યદેવશ્રી સાગરાનંદસુરીશ્વરજી છે. મૂળ રચના સંસ્કૃતમાં છે જેમાં ૭૭ પ્રશ્નો છે. આચાર્ય માહાક્ય સાગરસૂરિએ શબ્દાર્થ અને શાસ્ત્રના આધાર આપીને ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે. ઉદા.
પ્રશ્ન: ૯. આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન માંહો માંહે સમવ્યાપ્તિક છે કે કોઈ તફાવત છે ?
ઉત્તર : તફાવત છે. જ્યાં આભિનિબોધિક જ્ઞાન છે ત્યાં જ શ્રુત છે. અને જ્યાં શ્રુત છે ત્યાં આભિનિબોધિક જ્ઞાન છે, એ હેતુથી જ ખરી રીતિએ આભિનિબોધિક વ્યાપક છે. આચારાંગ આદિ શ્રુત આભિનિબોધિવાળાને જ હોય છે. અને આચારાંગ આદિ શ્રુતવાળાને અભિનિબોધિક છે જ. એ રીતે સમ્પતિ અને સમ્યક્ષત આ અપેક્ષાએ સંગત જ છે.
ગ્રંથના શીર્ષક પ્રમાણે તાત્ત્વિક પ્રશ્નોનો સંદર્ભ મળી રહે છે. વિ પંડિત વીરવિજયજીએ ‘પ્રશ્નચિતામરા' ગ્રંથ સંસ્કૃત ભાષામાં શ્લોકમાં કર્યો છે. તેમાં કુલ ૨૦૨ પ્રો છે. મોટા ભાગના પ્રશ્નોત્તર ગ્રંથી ગુજરાતીમાં છે જ્યારે નીરવિજયજીને સંસ્કૃત પદ્યમાં રચના કરી છે અને તેનો અનુવાદ સર્વજનસુલભ બન્યો છે. ઉદા. જોઇએ તો
પ્રશ્ન ૧૩ : એક ગ્રંથનું નામ ‘દવિધ ચક્રવાલ સમાચારી' એ પ્રમાણે