SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ N તા. ૧૬-૭-૨૦૦૧ પ્રબુદ્ધ જીવન ‘મંથન' સંસ્થાની મુલાકાત મથુરાદાસ ટાંક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પર્યુષા વ્યાખ્યાનમાળા દરમિયાન કોઈ એક સેવાભાવી સંસ્થાને આર્થિક સહાય કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. આ વખતે સંઘની કાર્યવાહક સમિતિએ ગુજરાતમાં કોલ પાસે હાજીપુર નામના ગામમાં આવેલી, અપંગ અને મંદબુદ્ધિની બાળાઓ માટે સરસ ક્રાર્ય કરતી 'માન' નામની સંસ્થાને આર્થિક સહાય કરવાનું ઠરાવ્યું છે. સંના નિયમાનુસાર જે કોઈ સંસ્થાને આર્થિક સહાય કરવાની હોય તે સંસ્થાની હોદ્દેદારો અને સમિતિના સભ્યો પહેલાં મુલાકાત લે છે. ‘મંથન' સંસ્થાની મુલાકાત અમે બે વખત લીધી હતી. પહેલી વાર અમે તા. ૨૩, ૨૪, ૨૫ માર્ચ-૨૦૦૧ના રોજ ચિખોદરા અને કપડવંજ નેત્રયજ્ઞ માટે ગયા હતા ત્યારે ત્યાંથી કપડવંજથી મોડાસામહુડી થઇને પાછા ફરતી વખતે તા. ૨૫મી માર્ચના રોજ બપોરે અમે હાજીપુરમાં ‘મંથન’ સંસ્થામાં પહોંચ્યા હતા. આ મુલાકાતમાં સંઘના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. રમણભાઈ શાહ અને એમનાં ધર્મપત્ની પ્રો. તારાબહેન શાહ, સંઘના પ્રમુખ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ, મંત્રી શ્રીમતી નિરુબહેન શાહ, ખજાનચી શ્રી ભૂપેન્દ્રભાઈ ઝવેરી તથા સભ્યો શ્રી પગોમતીબહેન શાહ, શ્રી મીનાબહેન શાહ તથા હું-એમ આઠ સભ્યો જોડાયા હતા. એ માટે વાહનની વ્યવસ્થા ચિખોદરાના ડૉ. રમણીકલાલ દોશી-મુ. દોશીકાકાએ કરી આપી હતી. મંથન' સંસ્થામાં એનાં મુખ્ય સૂત્રધાર બહેન શ્રી નિરુબહેન રાવળે તથા મંત્રી અને એક મુખ્ય ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ પટેલે અમારું ભાવભીનું સ્વાગત કર્યું હતું. સંસ્થામાં પ્રવેશતાં જ અપંગ બાળાઓના વિશાળ સંકુલને જોઇને અમે પ્રભાવિત થયા હતા. શ્રી નિરુબહેન અને શ્રી ગિરીશભાઇએ અમને સંસ્થાના જુદા જુદા વિભાગો બતાવ્યા હતા. આ સંસ્થામાં મુખ્યત્વે બાળ-પોલિયોની બીમારીને કારણે પગે કે હાથે અને પગે અપંગ થઇ ગયેલી ૧૮૦ થી વધુ બાળાઓને રાખવામાં આવી છે. આવી બાળાઓ ૭-૮ વર્ષથી ૧૭-૧૮ વર્ષ સુધીની છે. તેઓને સંસ્થામાં જ અમૂ ધોરા સુધીનું શિક્ષણ આપવામાં આવે છે અને ત્યારે પછી તેઓને ઊંટગાડીમાં કે રીક્ષામાં કડી ગામની હાઇસ્કૂલમાં ભણવા મોકલવામાં આવે છે. સવારે મહાવા જાય અને સાંજે પાછી આવે. 'મંથન' સંસ્થામાં મંદબુદ્ધિની બાળાઓને પણ રાખવામાં આવે છે. એવી ચાલીસથી વધુ બાળાઓ હોય ત્યાં છે. તેઓને રહેવા માટે અલગ સુરક્ષિત રહેઠાણની વ્યવસ્થા છે તથા તેઓને ભણાવવા માટે તથા રમાડવા માટે પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભોળી, નિર્દોષ પણ મંદબુદ્ધિની કેટલીક બાળાઓ અમને જોતાં જ અમારી પાસે દોડી આવી હતી. એમની આનંદ. એમના ચહેરા પર સમાનો ન હતો. બીજી કેટલીક અપંગ બાળાઓને અમે જોઈ. તેઓ બેઠી હોમ તો ખબર પણ ન પડે કે તેઓ અપંગ છે. કેટલીક બહુ તેજસ્વી દેખાતી હતી. ચાલવામાં કોઇને વધારે તો કોઇને આવી તકલીફ પડે. કેટલીક બાળાઓ તો બે હાથ અને બે પગે વાંકી વળીને ચાલતી હતી. બેય પગે અપમ એવી કેટલીક બાળાઓ ત્રણ પૈડાની સાથમાં હતી કરતી હતી. કેટલીકને ઘોડીનો ઉપયોગ કરવો પડતો હતો. આની બધી બાળાઓને નજરે જોતાં આપણી આંખો સુધી ઉભરાય. શ્રી નિર્ધને આ સંસ્થાના નિર્દેશનો ઇતિહાસ અમને કાર્યો. પોતે એક શાળાનાં આચાર્યા હતાં તેમાંથી આ સેવાકાર્ય તરફ પોતે કેવી રીતે વળ્યો અને આ પ્રવૃત્તિને પોતાના જીવનનું મિશન બનાવી દીધું તેની હૃદયસ્પર્શી વાત કત કરતાં તેમનું હૈયું ભરાઈ આવ્યું હતું. નિરુબ્ડેન પોતે અપરિણીત રહ્યાં અને વારસામાં પોતાના માતુશ્રી મેનાબહેન તરફથી જે કંઈ મળ્યું તે બધું એમરો આ સંસ્થાને સમર્પિત કરી દીધું છે. આ સંસ્થામાં રહેતી બાળાઓ મોટી થતાં સંસ્થા છોડીને જાય ત્યારે પગભર થાય અને પોતાની આજીવિકા મેળવી શકે એ માટે તેમને ગરઉદ્યોગ શીખવવામાં આવે છે. કેટલીક બાળાનો તો એટલી હોશિાર છે કે એમને કૉમ્પ્યુટર ની તાલીમ પણ આપવામાં આવે છે. આ સંસ્થાની બીજીવાર મુલાકાત અમે ગત જૂન મહિનામાં લીધી હતી. આ વખતે અન્ય સભ્યો ઉપરાંત સંઘના ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાન્તભાઈ દીપચંદ શાહ તથા સમિતિના સભ્ય શ્રીમતી રમાબહેન વોરા પણ જોડાયાં હતાં. બીજી વખત સંસ્થાનું અવલોકન વધુ વિગતે ક૨વાની અમને તક મળી હતી. સંસ્થાની બાળાઓએ અમારા માટે ગીત, નૃત્ય ઇત્યાદિનો જે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો તે જોઈ અમે સો આસવમુગ્ધ થઈ ગયા હતા. ધન' સંસ્થાની એ વિસ્તારમાં લોકપ્રિયતા એટલી બધી છે કે ઉત્તરોત્તર બાળાઓની સંખ્યા વધતી જાય છે. પરંતુ સંસ્થા પાસે મકાનોની છે. એટલે સંસ્થાને વિકસાવવાની તાત્કાલિક જરૂર છે. એ માટે બાજુની અગવડ છે. એક એક મોટા ઓરડામાં દસ-પંદર બાળાઓ સાથે રહે વિશાળ જમીન થી રઈ છે. નિભાવ ફંડ માટે તથા તાલીમ વર્ગનો સાધનો વસાવવા તથા શિક્ષિકાઓને રોકવામાં આર્થિક સહાયની ઘણી જરૂર છે. હતા અને એને આર્થિક સહાય કરવાની ઘણી આવશ્યકતા છે એની ‘મંથન’ સંસ્થાની આ બીજી મુલાકાતથી અમે સૌ વધુ પ્રભાવિત થયા ખાતરી થઈ હતી. આથી જ આ સંસ્થાને આર્થિક સહાય કરવાનો કાર્યક્રમ આગામી પર્વા વ્યાખ્યાનમાળા દરમ્યાન રાખવાનું સંધે કરાવ્યું છે. એ માટે દાતાઓને ઉદાર હાથે માતબર રક્રમ આપવાની અપીલ સંઘ તરફથી કરવામાં આવે છે. સંઘના પ્રકાશનો સંધ તરફથી નીચેનાં પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં છે : કિંમત રૂા. ૧૫૦-૦૦ ૧૫૦-૦૦ પાસપોર્ટની પાંખે પાસપોર્ટની પાળે -ઉત્તરાખન (૩) ગુર્જર ફાગુસાહિત્ય (૪) આપણા તીર્થંકરો (૫) સૂરતો ઉલ્લાસ (૧) (૨) (૬) જૈન ધર્મનાં સ્વાધ્યાય -સુમન રમાલાલ ચી. શાહ રમાલાલ ચી. શાહ રમણલાલ ચી. શાહ તારાબહેન ૨. શાહ શૈલ પાલનપુરી મા કોઠારી) ડૉ. બિપિનચંદ્ર હી.. કાપડિયાનો લેખ સંગ્રહ ૧૦૦-૦૦ ૧૦૦-૦૦ ૮૦-૦૦ ૧૦૦-૦૦
SR No.525986
Book TitlePrabuddha Jivan 2001 Year 12 Ank 01 to 12 - Ank 05 08 10 and 11 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy