________________
પ્રબુદ્ધ જીવન
૬
પહેલી ચોપડી' ની ચોપડી' ઉત્પાદિ, કારણ કે મુખ્ય પાઠપુસ્તક પર એ રીતે ‘પહેલી ચોપડી’, ‘બીજી ચોપડી' એમ છપાતું. ચાર ધોરા પછી જે વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં ભણવા જવું હોય તેઓ તેમાં દાખલ થતા. જે વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં જોવા ન જવું હોય અને આગળ ભાવું હોય તેઓને માટે બીજાં ત્રણ કે પાંચ વર્ષનો અભ્યાસક્રમ રહેતો. તેમાં ઈંગ્લિશ ભાષાનો વિષય રહેતો નહિ, એવી શાળાઓને ગુજરાતી વર્નાક્યુલર ફાઈનલ કહેવામાં આવતી. શીખી છોકરીઓ અને કેટલાક છોકરાઓ આ ફાઈનલ સુધીની કેળવણી લેતાં. અંગ્રેજી કેળવણી સાત ધોરણા સુધીની રહેતી, સાતમું પોતા ને મૅટ્રિક. પહેલાં ધ્રા પોરવાની શાળાઓ ગિડાલ તરીકે ઓળખાતી. એવી શાળાઓ ‘એંગ્લો-વર્નાક્યુલર (એ.વી. સ્કૂલ)" તરીકે ઓળખાતી. શહેરો અને મોટટ ગામોમાં એવી એ.વી. સ્કૂલો ઉત્તરોત્તર વધતી જતી હતી..
એ જમાનામાં મેટ્રિકની પરીક્ષા એટલી સહેલી નહોતી. વળી બધાં શહેરોમાં મેટ્રિક સુધીનું શિક્ષણ આપવાની વ્યવસ્થા નહોતી. કોઈ વિદ્યાર્થી મેટ્રિક થાય એટલે ગામમાં જાશે મોટી ઈતિહારા રાતો. મેટ્રિક થનાર વિદ્યાર્થીઓનાં ઠેર ઠેર જાહેર સન્માન થઈ. પોતપોતાની જ્ઞાતિ તરફથી મેળાવડા થતા અને ફેમમાં મઢીને છાપેલાં સન્માનપત્ર અપાતો.
હીરાલાલભાઈ ભણાવામાં એટલા તેજસ્વી હતા કે મિડલસ્કૂલમાં અને હાઈસ્કૂલમાં એમને શિષ્યવૃત્તિ મળી હતી. એમ ૧૯૧૪માં વર્નાક્યુલર ફાઈનલ અને મેટ્રિયુોશનની એમ બંને પરીક્ષા સાથે આપી હતી. અને બંનેમાં સારા માર્ક્સ સાથે તેઓ ઉત્તીર્ણ થયાં હતા.
એ દિવસોમાં કરાંચીથી ધારવાડ સુધીનો વિસ્તાર મુંબઈ ઈલાકા તરીકે ઓળખાતો. આખા ઈલાકામાં કૉલેજનું શિક્ષણ ત્રણ-ચાર શહેરોમાં જ અપાતું અને તેમાં પણ મુખ્યત્વે મુંબઈમાં જ હતું. આથી વિદ્યાર્થીઓ મુંબઈમાં ભણવા આવતા અને કૉલેજની હૉસ્ટેલમાં કે સગાંને ત્યાં અથવા રૂમ ભાડે રાખીને રહેતા અને ભાતા. હીરાલાલભાઈ ૧૯૧૦માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા હતા. ત્યારે કૉલેજનો વર્ષનો અભ્યાસક્રમ હતો : પ્રિવિયસ, ઈન્ટર, જુનિયર અને સિનિયરનો
ઈન્ટ૨ આર્ટસની પરીક્ષામાં સારા માકર્સ મળતાં હીરાનાભાઈને શિષ્યવૃત્તિ મળી હતી. વળી ગણિતના વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવવાને માટે એમને ‘કામા પ્રાઈઝ' મળ્યું હતું. આ પ્રાઈઝને લીધે જ તેઓ ગણિત જેવી અત્યંત કઠિન વિષય બી.એ.માં પક્ષા લેવા પ્રેરાયા હતા. ૧૯૧૪માં તેઓ ગહિતના વિષય સાથે પરીકાના બૈઠા અને બીં,
ઓનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી. એમાં પણ ઘણા સારા માર્ક્સ સાથે તેઓ
પાસ થયા અને આગળ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળી એટલે એમ.એ.માં પણ તેમણે એ જ વિષય રાખ્યો હતો. ત્યારે એમ.એ.નો અભ્યાસ જાતે કરવો પડતો. તૈયારી થાય ત્યારે વિદ્યાર્થીઓ અગાઉથી નામ નોંધાવીને પરીક્ષા આપી શકતા. હીરાલાલભાઈને એ તૈયારી કરતાં ચાર વર્ષ લાગ્યો.
૧૯૧૮માં ગિતના વિષ સાથે હીરાવાલાભાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. ગણિતનો વિષય એટલો કઠિન ગળાનો કે બી.એ.માં જ બહુ ઓછા વિદ્યાર્થીઓ એ વિષય લેતા અને એમ.એ.માં તો એથી પા ઓછા વિદ્યાર્થીઓ રહેતા. વળી એ વિષયના પ્રશ્નપત્રો એટલા અઘરા નીકળતા કે કેટલીકવાર તો કોઈ વિદ્યાર્થી પાસ ન થઈ શકે. હીરાલાલભાઈ એમ.એ. થયા એ વર્ષે ગણિતના વિષયમાં પાસ થનાર ફક્ત તેઓ એકલા જ હતા.
તા. ૧૬-૬-૨૦૦૧
હીરાલાલભાઈના બંને ભાઈઓ પદ બાવામાં તેજસ્વી હતા. એમના ભાઈ માિલાલભાઈ ફિઝિક્સનો વિષય લઈ બી.એસસી.માં અને એમ.એસસી.માં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવ્યા હતા. ત્યાર પછી એમણે એ વિષયના પ્રાધ્યાપક તરીકે કોલેજમાં કાર્ય કર્યું હતું. એમણે પોતાના વિષયમાં સંખ્યાબંધ સંશોધન લેખો લખ્યા હતાં.
હીરાતભાઈના બીજા ભાઈ ખુમનભાઈ કેમિસ્ટ્રીના વિષય સાથે બી.એસસી.માં અને એમ.એસસી.માં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવ્યા હતા. એમી મુંબઈની રસેંટ ઝેવિયર્સ કૉલેજમાં એ વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. દુર્ભાગ્યે નાની વયે તેઓ અવસાન પામ્યા હતા.
આમ કાપડના વેપારી કિદામના બરો તેજસ્વી પુત્રોએ મુંબઈમાં આવી શિક્ષાના ક્ષેત્રમાં કૉલેજના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું હતું,
હીરાલાલભાઈ બી.એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઓગણીસ વર્ષની વયે, ઈ.સ. ૧૯૧૩માં (વિ.સં. ૧૯૬૯માં) વૈશાખ વદ તેરસના રોજ એમનાં લગ્ન ભાવનગરના, એમની દશા દિશાવળ જ્ઞાતિના શેઠ શ્રી છોટાલાલ કલ્યાણદાસનાં દીકરી ઈન્દિરાબડૅન સાથે થયાં હતાં. ઈંદિરાબહેનની ઉપર ત્યારે પંદ૨ વર્ષની હતી, એમનો જન્મ ભાવનગરમાં ઈ.સ. ૧૮૯૮ (વિ.સં. ૧૯૫૪માં) માહ સુદ સાતમના રોજ થયો હતો. એમનું કુટુંબ વૈષ્ણવ ધર્મ પાળતું હતું.
ઈંદિરાબહેને નાની વયમાં જ માતાપિતા ગુમાવ્યાં હતાં. આથી એમનો ઉછેર એમના મોટા ભાઈ રાવસાહૅબ વૃંદાવન છોટાલાલ જાદવ અને એમનાં પત્ની સન્મુખગીરીની છત્રછાયામાં થયો હતો,
ઈંદિરાબહેન ભણવામાં તેજસ્વી હતાં, શાળામાં તેઓ પ્રથમ નંબરે આવતાં. એમણે અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેર વર્ષની વયે એમણે ભાવનગરના દશા દિશાવળ કેળવણી મંડળ તરફથી યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નિબંધનો વિષય હતો ‘માબાપની છોકરાઓ પ્રત્યેની ફરજ અને છોકરાંઓની માબાપ પ્રત્યેની ફરજ'. આ સ્પર્ધામાં એમનો નિબંધ સર્વપ્રેષ્ઠ ગણ્યો હતો અને એમને પ્રથમ પાર્રિોષિક પ્રાપ્ત પૂર્યું હતું.
શાળામાં ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી ઈંદિરાબહેને ઘરે ૨હીને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. લગ્ન પછી એમણે ઈ.સ. ૧૯૧૭માં પોતાની જ્ઞાતિના એ જ કેળવણી મંડળ તરફથી યોજાયેલી નિબંધ સ્પર્ધામાં પોતે કરેલા ખાસ પ્રવાસનું વર્ણન' એ વિશ્વપ પર નિબંધ લખી પ્રથમ પારિતોષિક મેળવ્યું હતું.
૧૯૧૮માં એમ.એ. થયા પછી હીરાલાલભાઈને મુંબઈની વિલસન કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે નિમણૂંક મળી હતી. એ દિવસોમાં શાળા અને કૉલેજમાં અધ્યાપક તરીકે નોકરી કરનાર માટે બી.ટી. (આજની બી.એસ.)ની ડિમી ફરજિયાત હતી. હીરાલાલભાઈ પાસે એ ડિગ્રી નહોતી. પરંતુ અરજી કરનાર ઉમેદવારોમાં તેમના માર્ક્સ સૌથી સારા હતા અને એમનો ઈન્ટરવ્યૂ પણા એવો સારો આપી હતી કે કોલેજે યુનિવર્સિટીની ખાસ પરવાનગી મેળવીને બી.ટી.ની ડિગ્રી વગર ગઠ્ઠા પ્રાધ્યાપક તરીકે એમની નિમણૂંક કરી હતી.
કૉલેજમાં નોકરી મળતાં તેઓ ઈંદિરાબહૈન સાથે મુંબઈ રહેવા આવ્યા હતા. ભૂલેશ્વરમાં ભગતવાડીમાં તેમણે એક મકાનમાં ત્રીજે માળે ડબલ રૂમ ભાડે રાખી હતી. તેઓ ત્યાંથી પગે ચાલીને રોજ વિલસન કૉલેજમાં જતા. એ દિવસોમાં તેઓ કોટ, પેન્ટ, ટાઈ, બુટ, મોજાં વગેરે પહેરતા. ઘરમાં પહેલા અને પોતિયું પહેરતા. તેઓ પાર્મિક વૃત્તિના હતા એટલે