________________
Regd. With Registrar of Newspapers for Indla No. R. N. I, 6067/57 ૭ વર્ષ : (૫૦) + ૧૨ ૭ અંક : ૬
૦ તા: ૧૬-જૂન ૨૦૦૧ ૭
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર છે ..
પ્રબુદ્ધ જીવન
♦♦♦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૭૦૦ વાર્ષિક લવાજમ રૂા.૧૦૦/તંત્રી : રમણલાલ ચી. શાહ
પ્રાણીઓનો સામુદાયિક સંહાર
હોંગકોંગમાં ઈન્ફ્લુએન્ઝાનો રોગચાળો ફાટી નીકળવાની બીકે થોડા વખત પહેલાં બીજી વાર તમામ મરઘાંઓને મારી નાખવામાં આવ્યા. શહેરમાં મરઘાંઓનું નામનિશાન ન જોઈએ કે જેથી રોગચાળો ફેલાવાની કોઈ દહેશત રહે, મારી નાખવામાં આવેલાં આ મરઘાંઓની સંખ્યા કેટલી ? અધધધ. સાડા બાર લાખ કરતાં વધુ. ટી.વી. પર એનાં દૃશ્યો બતાવવામાં આવ્યાં હતાં. મરઘાંઓને કતલખાને લઈ જવાયા નથી. એનાં વેચાણ કેન્દ્રોમાં, પોલ્ટ્રી ફાર્મ વગેરેમાં જ માણસો મોંઢે લૂગડું બાંધી, હાથમાં મોજાં પહેરી એક પછી એક મરઘાંને પાંજરામાંથી કાઢતા જાય અને પકડીને, ડોક મરડી નાખીને કચરા માટેના પ્લાસ્ટિકના મોટા કોથળામાં ફેંકતા જાય. કોથળાઓ બંધાઈને કચરાની ટ્રકમાં ઠલવાતા જાય. પોતાના વારો આવે ત્યારે મરઘાં આઘાપાછા થવાનો પ્રયત્ન કરે, ચીસાચીસ કરે એવાં એવાં દૃશ્યો આપણા જેવા જોનારને કમકમાં ઉપજાવે એવાં હતાં, છતાં મારનારના પેટનું પાણી પણ હાલતું ન હતું.
આ વખતે ઈન્ફ્લુએન્ઝા ચાલુ થયો નહોતો કે કોઈ માણસનું મૃત્યુ થયું નહોતું, પણ ફ્લુનો વાય૨સ દેખાયો હતો અને એ મરઘાંઓ દ્વારા માણાસમાં પ્રસરતો હોવથી સાવચેતીના પગલાં તરીકે જ તંદુરસ્ત નિર્દોષ મરઘાંઓને મારી નાખવામાં આવ્યાં.
Licence to post without prepayment No. 27/ → Regd. No. TECH / 47 - 890 / B1/200/
ત્રા વર્ષ પહેલાં, ૧૯૯૭માં હોંગકોંગમાં ફ્લુનો આ વાયરસ જ્યારે પ્રસર્યો હતો ત્યારે છ માણસો ફ્લુમાં મૃત્યુ પામ્યા હતા તે વખતે સાવચેતીરૂપે ચૌદ લાખ મરઘાંઓને મારી નાખવામાં આવ્યાં હતાં. મરઘાંઓને મારી નાખવાનો હુકમ સરકારના આરોગ્ય ખાતા તરફથી નીકળ્યો હતો અને મરાંના માલિકોને એનું વળતર આપવામાં આવ્યું હતું. આર્થિક કે આરોગ્યના પ્રશ્ન કરતાં પણ પ્રાણીઓના સામુદાયિક સંહારનો પ્રશ્ન આપણે માટે વધુ ગંભીર અને કરુણ છે.
મલેશિયા, થાઈલેન્ડ, હોંગકોંગ ફ્લુના વિસ્તાર તરીકે જાણીતા છે. ફ્લુ બહુ ઝડપથી પ્રસરે છે અને આખી દુનિયામાં ફેલાઈ જાય છે. ગયા સૈકામાં ફ્લુથી અનેક માણસો મૃત્યુ પામ્યા હતા. પરંતુ હવે નવી દવાઓ અને ઉપચારોને કારણે મરણપ્રમાણ ઘટી ગયું છે. તો પણ માનવજાત પોતાની સુરક્ષા માટે પશુપંખીઓને, અરે પોતાનાં પાળેલાં પ્રાણીઓને પણ મારી નાખતાં અચકાતી નથી. સ્વાર્થની સીમાં ક્યાં સુધી પહોંચે છે !
થોડા વખત પહેલાં બ્રિટનમાં ગાયોને ગાંડી બનાવી દે એવો મેડકાઉનો રોગચાળો પ્રસર્યો હતો. કતલખાનાના માંસાહારી કચરામાંથી બનાવેલી વાનગીઓ શાકાહારી ગાયોને ખવડાવવાને લીધે ગાયોમાં ગાંડપણાની આ બીમારી થઈ હતી એવું પણ એક અનુમાન થાય છે. એ જે હોય તે. બે ચાર ટકા ગાયોમાં આ બીમારી જણાતાં, એનો ચેપ માણસોને ન લાગે માટે બધી જ ગાયોને એટલે કે સવા કરોડ જેટલી
ગાયોને બ્રિટનમાં ત્યારે થોડા દિવસમાં મારી નાખવામાં આવી હતી. એવી જ રીતે થોડા વખત પહેલાં યુરોપના જર્મની તથા બીજા કેટલાક દેશોમાં મેડ-કાઉ જેવી મેડ-શીપની બીમારી કેટલાંક ઘેંટાઓમાં જોવા મળી હતી. એ વખતે એ પ્રદેશના સર્વ ઘેટાંઓને-કરોડો ઘેટાંઓને મારી નાખવામાં આવ્યાં હતાં. પોતાના આરોગ્યની દરકારને માટે મનુષ્યને પ્રાણીસૃષ્ટિ ઉપર કેવો ભયંકર અત્યાચાર કરવો પડે છે.
કેટલાક રોગો પશુઓને મનુષ્ય એના ઉપર કરેલા પ્રયોગોને પરિણામે થાય છે. પશુઓના કેટલાક રોગો માણસને થાય છે એ સાચું, પણ માાસના રોગો પશુઓને પણ થાય છે એ પણ એટલું જ સાચું છે. પરંતુ કોણ કોને શિક્ષા કરી શકે ? એમાં એનો ચુકાદો કોણ આપી શકે ? સૃષ્ટિક્રમમાં બળવાનનું અસ્તિત્વ ટકી રહે છે. નિર્બળને અન્યાય સહન કરવાનો વારો આવે છે.
આ તો આરોગ્યની વાત થઈ. પોતાના આહાર માટે વર્તમાન અદ્યતન કતલખાનાંઓ દ્વારા માનવજાત રોજના કરોડો મરઘી-મરઘાં, ઘેટાંઓ, ગાયો ઇત્યાદિની કતલ કરી રહી છે. બીજી બાજુ આર્થિક કારણોસર પણ પ્રાણીઓની સામુદાયિક હત્યા કરાય છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સારી કમાણી કરવા માટે દ૨ વર્ષે કરોડો ઘેટાંઓની કતલ કરીને એનું માંસ બીજા દેશોને વેચે છે. કેટલાક વખત પહેલાં જર્મનીમાં દૂધનું ઉત્પાદન વધી ગયું હતું અને ભાવ નીચા ઊતરી ગયા હતા. એટલે ભાવ ટકાવી રાખવા માટે, દૂધનું ઉત્પાદન ઘટાડવા માટે પિસ્તાલીસ લાખ ગાયોને મારી નાખવામાં આવી હતી. કેટલાક દેશોમાં મોજશોખના પદાર્થો બનાવવા માટે રોજની કરોડો માછલીઓ મારવામાં આવે છે. થોડા વખત પહેલાં બ્રાઝિલના રીઓ ડિ જાનેરો પાસેના સમુદ્રમાં એક કારખાનાનું ઝેરી પ્રવાહી ઠલવાતાં કરોડો માછલીઓ એક જ દિવસમાં સમુદ્ર કિનારે મૃત્યુ પામી હતી અને વાતાવરણ ગંધાઈ ઊઠ્યું હતું.
હવે પ્રાણીઓના સંહારના આંકડા લાખો-કરોડોના થઈ ગયા. માનવજાતનો પશુસૃષ્ટિ ઉપર આ ભયંકર અત્યાચાર છે. એની સામે કોણ અવાજ ઉઠાવે ?
સામે પક્ષે એવી દલીલ થાય છે કે શું પશુપંખીઓને ખાતર માણસોને મરવા દેવાય ? માાસ મરવાનું પસંદ ન કરે એ દેખીતું છે. પરંતુ આવી પરિસ્થિતિમાં એવો રસ્તો ન નીકળી શકે કે માણસો મરે નહિ અને પશુઓનો સંહાર પણ કરવો ન પડે ? ભવિષ્યમાં કોઈ એક બળવાન પ્રજા પોતાના આરોગ્ય માટે બીજી નબળી પ્રજાનો સંહાર કરે તો તે વ્યાજબી ઠરાવીશું ? ભવિષ્યમાં આ વિષયમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
દુનિયાની ચાર અબજથી વધારે વસતિ છે. એમાં માંસાહાર ન