________________
Regd. With Registrar of Newspapers for India No. R. N. I, 6067/57 ૦ વર્ષ : (૫૦) + ૧૨ ૭ અંક: ૩
૭ તા. ૧૬-૩-૨૦૦૧ ૯
પ્રભુટ્ટ
૦૦૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
Licence to post without prepayment No. 271 ♦ Regd. No. TECH / 47 - 890 / BI / 2001
જીવન
♦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા.૧૦૦/- ♦ ♦ .
તંત્રી : રમણલાલ ચી. શાહ
સ્વ. પૂ. શ્રી કહૈયાલાલજી મહારાજ
સહકુટુંબ ગયો હતો.
ઉપાધ્યાય શ્રી કન્હેયાલાલજી મહારાજની તબિયત, જ્યારથી પેટનું ઓપરેશન કરાવ્યું ત્યારથી નરમગરમ રહ્યા કરતી હતી. શોચાદિ માટે નળી મૂકી હતી તો પણ એમની માનસિક સ્વસ્થતા અને સ્ફુર્તિ સારાં રહેતાં હતાં. છેલ્લા કેટલાક સમયથી તબિયતને કારણે એમણે આબુમાં શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્રમાં સ્થિરવાસ કરી લીધો હતો. જીવનની ઉત્તરાવસ્થામાં એમની ઇચ્છાનુસાર એમના અનુયોગના ચારે વિભાગોના દળદાર ગ્રંથો પ્રકાશિત થઈ ગયા હતા. જીવનભર એક મિશનની જેમ અનુયોગનું કામ એમણે ઉપાડયું હતું. એનું લેખનકાર્ય પૂરું થયું અને એનું પ્રકાશનકાર્ય પણ પૂરું થયેલું પોતે જોઇને સંતોષ પામી શકયા હતા.
‘કમલ'ના ઉપનામથી સુપ્રસિદ્ધ આગમરત્નાક૨, અનુયોગપ્રવર્તક, સ્થાનકવાસી સંપ્રદાયના સ્થવિર, શ્રુતસેવી, જ્ઞાનયોગી, સરળ સ્વભાવના વિનમ્ર મહાત્મા પ. પૂ. ઉપાધ્યાય શ્રી કન્હેયાલાલજી મહારાજ, સોમવાર, પોષ વદ ૮ (ગુજરાતી માગસર વદ ૮) તા. ૧૮મી ડિસેમ્બર ૨૦૦૦ના રોજ આબુ પર્વત ૫૨, વર્ધમાન મહાવીર કેન્દ્રમાં ૮૮ વર્ષની વયે કાળધર્મ પામ્યા. એમના કાળધર્મથી આપણને એક તેજસ્વી જ્ઞાની મહાત્માની ભારે ખોટ પડી છે.
પૂ. કહૈયાલાલજી મહારાજને પહેલી વાર મળવાનું મારે ૧૯૮૨માં દેવલાલીમાં થયું હતું. ત્યારે તેમનું ચાતુર્માસ ત્યાં હતું. દેવલાલીમાં થોડા દિવસના રોકાણ દરમિયાન એમનાં વ્યાખ્યાનોમાં હું નિયમિત જતો. એમનાં વ્યાખ્યાનોમાં મને વધુ રસ એટલા માટે પડેલો કે તેઓ ધર્મોપદેશની વાતોમાં વચ્ચે વચ્ચે કેટલાક પારિભાષિક શબ્દોની વ્યુત્પત્તિ સમજાવીને તે દૃષ્ટિએ પણ અર્થપ્રકાશ પાડતા હતા. કેટલીક વ્યુત્પત્તિ એમની મૌલિક હતી. કેટલીક લૌકિક પ્રકારની વ્યુત્પત્તિ હતી, ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ જે Popular Etymology તરીકે ઓળખાય છે. વ્યાખ્યાન પછી એમની પાસે બેસવાનું થતું અને મને આગમ સાહિત્યમાં રસ છે એ જાણીને તેમને બહુ આનંદ થયો હતો. પછી તો એમની સાથે તથા એમના મુખ્ય શિષ્ય શ્રી વિનયમુનિજી સાથે એક પ્રકારની આત્મીયતા સધાઈ ગઈ. પૂ. કન્હેયાલાલજી મહારાજે એમનું એક પુસ્તક ‘જૂનાગમનિર્દેશિકા' મને ભેટ આપ્યું કે જેમાં ૪૫ આગમોમાંના પ્રત્યેક આગમમાં કયા કયા વિષયોની છણાવટ કરવામાં આવી છે તેનો ક્રમિક નિર્દેશ કરવામાં આવ્યો છે. એક સંદર્ભ ગ્રંથ તરીકે તે ઘણો મૂલ્યવાન છે અને અભ્યાસીઓ-સંશોધકોને કોઈ એક વિષય વિશે આગમોમાં ક્યાં ક્યાં ઉલ્લેખ છે તે જાણવું હોય તો તરત કામ લાગે એવો સરસ તે ગ્રંથ છે.
એ ચાતુર્માસ દરમિયાન જ્યારે જ્યારે દેવલાલી મારે જવાનું થયું ત્યારે હું પૂ. કન્હેયાલાલજી મહારાજને વંદન કરવા અચૂક જતો. ચાતુર્માસના અંતે નાસિક રોડમાં એમના દીક્ષાપર્યાયની સુવર્ણજયંતી ઉજવાઈ ત્યારે પણ મને આમંત્રણ હતું અને એ સભામાં મેં પ્રાસંગિક વક્તવ્ય પણ આપ્યું
હતું.
ત્યાર પછી મહારાજશ્રીએ રાજસ્થાન બાજુ વિહાર કર્યો. એમની સાથેનો સંપર્ક પત્ર દ્વારા સતત રહેતો. દરેક ચાતુર્માસની અને ઉત્સવોની પત્રિકા આવતી. થોડાં વર્ષ પહેલાં માઉન્ટ આબુ જ્યારે જવાનું મારે થયું હતું ત્યારે શ્રી વર્ધમાન મહાવી૨ કેન્દ્રમાં એમને વંદન કરવા પણ હું
પ. પૂ. મહારાજશ્રીનું હવે ૮૮મું વર્ષ ચાલતું હતું. તેઓ વયોવૃદ્ધ અને અશક્ત થયા હતા. તા. ૧૭મી ડિસેમ્બર ૨૦૦૦ના રોજ આબુમાં વિજય મુહૂર્તે એમણે માંગલિક સંભળાવ્યું હતું. પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણકની ઉજવણી આવી રહી હતી. પરંતુ ત્યાં તો તા. ૧૭મી ડિસેમ્બરે બપોરે સવા ત્રણ વાગે એમની તબિયત એકદમ બગડી ગઈ. એમના શિષ્યો પૂ. શ્રી વિનયમુનિજી તથા પૂ. શ્રી ગૌતમમુનિજી પાસે જ હતા. પૂ. શ્રી મુક્તિપ્રભાશ્રીજી વગેરેને બોલાવવામાં આવ્યાં. મહારાજશ્રીને લાગ્યું કે પોતાનો અંતસમય આવી ગયો છે. એટલે તરત એમણે બપોરે સવા ત્રણ વાગે સંથારો લઈ લીધો. એમના અંતિમ શ્વાસ ચાલુ થયા. નવકારમંત્ર, શરણાં વગેરેની ધૂન ચાલુ થઈ. બીજે દિવસે તા. ૧૮મી ડિસેમ્બરે વહેલી સવારે પોણા ચાર વાગે, બ્રાહ્મમુહૂર્તે એમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા. એમના અનેક ભક્તો, અનુયાયીઓ આબુ આવી પહોંચ્યા.
બીજે દિવસે તા. ૧૯મી ડિસેમ્બરે, પાર્શ્વકલ્યાણકદિને બપોરે એમના મૃતદેહને 'કમલ-કહૈયા વિહાર'માં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. તે દિવસે સાંજે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન પણ થયું અને એમના પુણ્યાત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પ્રસંગે એકત્ર થયેલા ભક્તોએ પૂ. મહારાજની સ્મૃતિ માટે તથા જીવદયા માટે લાખો રૂપિયાનું દાન જાહેર કર્યું.
પૂ. કન્હેયાલાલજી મહારાજ ભગવાન પાર્શ્વનાથ કલ્યાણકની ઉજવણી થાય તે પ્રસંગે જ કાળધર્મ પામ્યા. આથી એમના મુખ્ય શિષ્ય પૂ. શ્રી વિનયમુનિજીએ જાહેર કર્યું કે પૂજ્ય મહારાજશ્રીની સ્વર્ગારોહણ તિથિ દર વર્ષે ભગવાન પાર્શ્વનાથ કલ્યાાકદિન સાથે જોડી દઈ પોષ વદ (ગુજરાતી માગશર વદ) ૮, ૯ અને ૧૦ના રોજ ઊજવવી અને તે