SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ gu. rrill wegistrar or wewspapers or mula No. K. IN, 1, 6067/5/ ૦ વર્ષ : (૫૦) + ૧૨૦ અંક : ૨ ૭ તા. ૧૬-૨-૨૦૦૧૭ Licence to post without prepayment No. 271 ♦ Regd. No. TECH / 47-890/×BI / 200{ ♦♦♦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૭૦ પ્રબુદ્ધ ♦♦♦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ • વાર્ષિક લવાજમ રૂા.૧૦૦/- ♦ તંત્રી : રમણલાલ ચી. શાહ JCI ગુજરાતમાં ભૂકંપ . વિશ્વમાં મોટા ધરતીકંપો વખતોવખત થતા રહે છે. જાપાન, ચીન, તાઇવાન, અફઘાનિસ્તાન, ઇરાન, ઇરાક, તુર્કસ્તાન, આર્મેનિયા, મેક્સિકો, ગ્વાટેમાલા, ચિલી, અલાસ્કા વગેરે દેશોમાં મોટા ભયાનક ધરતીકંપો થયા છે. સામાન્ય રીતે વિચર સ્કેલ પર ચાર-પાંચ પોઇન્ટ સુધીના આંચકા ભારે ગણાતા નથી. ૬ પોઇન્ટથી ઉપરના ધરતીકંપ મોટું નુકસાન કરે છે. સાત પોઇન્ટથી ઉપરના ધરતીકંપની સો કોઈને ખબર પડે છે. રસ્તે ચાલતો માણસ પણ સમતુલા જાળવી શકતો નથી. વાહનો પણ ડગુમગુ થઈ જાય છે. મકાનો તૂટી પડે છે. આઠ અને નવ પોઇન્ટના ધરતીકંપો સમુદ્રમાં મોટાં રાક્ષસી મોજાં ઉત્પન્ન કરે છે. ભૂકંપ એટલે પૃથ્વીના ગોળાને થતી પેટની ગરબડ, એ જ્યારે વધુ તીવ્ર બને છે ત્યારે એનાં અંગ ંગો ધ્રૂજવા લાગે છે, એ વાયુ છોડે છે અને ક્યારેક લાવારસનું વમન પણ કરે છે. વૈજ્ઞાનિકો રેડિયો કાર્બન ટેસ્ટ અને અન્ય ચકાસણી દ્વારા એવા અનુમાન પર આવે છે કે આપણી પૃથ્વીનો ગોળો ઓછામાં ઓછો આશરે પાંચ અબજ વર્ષ જૂનો હોવો જોઇએ. આટલા દીર્ઘ કાળમાં આ ગોળાએ કેટલા બધા ભૂકંપો અનુભવ્યા હશે ! માણસને એની સરેરાશ આયુમર્યાદામાં પાંચ-પંદર વખત તો ભૂકંપની વાત જોવા-સાંભળવા મળે જ છે. આ એક એવો પ્રકૃતિનો પ્રકોપ છે કે જેના ઉપર માનવી હજુ વિજય મેળવી શક્યો નથી. ધરતી જ્યારે રૂઠે છે ત્યારે કાળો કેર વર્તાવે છે. એકવીસમી સદીની શરૂઆત અને ૨૬મી જાન્યુઆરીનો ઉત્સવભર્યો પ્રજાસત્તાક દિન ગુજરાત માટે દુર્દિન બની ગયો. ગુજરાતે આવો ભયંક૨ દિવસ છેલ્લા કેટલાક સૈકાઓમાં પણ નહિ જોયો હોય. છપ્પનિયા દુકાળ વખતે ભૂખે ટળવળતા માણાસો મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યાં હતાં અને તે પણ થોડા મહિનાઓમાં, પ્લેગ કે કોલેરાના ઉપદ્રવમાં કે વાવાઝોડામાં અનેક માણસો માર્યા ગયા છે, પરંતુ એ બધામાં માલમિલકતને નુકસાન થયું હોય તો પણ તે નહિ જેવું. આ ભૂકંપમાં તો થોડી મિનિટોમાં જ એક સાથે ઘણા મોટા પ્રદેશવિસ્તારમાં અસંખ્ય મકાનો ધરાશાયી થઈ ગયાં અને હજારો માણાસો મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયાં. પ્રકૃતિનું તાંડવ જ્યારે થાય છે ત્યારે મનુષ્ય કેટલો × બધો લાચાર બની જાય છે એ નજરે જોવા મળ્યું છે. ગુજરાતનો ધરતીકંપ બહુ મોટા ફલક ઉપર, રિચર સ્કેલ પર ૭.૯થી ૮.૧ જેટલી અતિશય તીવ્રતાવાળો હતો. સરકારી આંકડા પ્રમાણે ગુજરાતના વીસ જિલ્લાઓનાં સાડા આઠ હજારથી વધુ ગામોને એનો આંચકો લાગ્યો હતો. નાનાં મોટાં મળીને આશરે અઢી લાખ મકાનો જમીનદોસ્ત થઈ ગયાં છે અને બીજાં ચાર લાખ મકાનોને નુકસાન પહોંચ્યું છે. લગભગ પચાસ હજાર માણસો મૃત્યુ પામ્યા છે અને સિત્તેર હજાર માણસો ઘાયલ થયા છે. વળી પંદ૨ હજાર જેટલાં પશુઓ પણ મૃત્યુ પામ્યાં છે. માલમિલકતને થયેલું નુકસાન આશરે એકવીસ હજાર કરોડ રૂપિયા જેટલું અંદાજવામાં આવે છે. આ આંકડાઓમાં હજુ પણ વૃદ્ધિ થવાનો સંભવ છે. આ ધરતીકંપમાં સૌથી વધુ હોનારત કચ્છમાં થઈ છે. ભૂજ, અંજાર, રાપર, ભચાઉ વગેરે શહેરો ભરખાઈ ગયાં છે. માનવમૃત્યુની સંખ્યા પણ ત્યાં પંદર હજારનો આંકડો વટાવી ગઈ છે, એમાંયે ભૂજ તો ખંડિયેર જેવું બની ગયું છે. કેટલાંયે કુટુંબો નામશેષ થઈ ગયાં છે. છાપાંઓમાં પ્રગટ થતા ફોટા અને ટી.વી. પર જોવા મળતાં દશ્યો હૃદયદ્રાવક છે. દુનિયાભરમાંથી સહાયનો પ્રવાહ તરત જ વહેતો થઈ ગયો છે. તેમ છતાં બેધર બનેલા લોકોના પુનર્વસનનું કાર્ય પૂરું થતાં ઠીક ઠીક સમય લાગશે. ધરતીકંપ એક એવી દુર્ઘટના છે કે જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિની આગાહી થઈ શકતી નથી. અનુમાન કે વર્તારા થાય છે. ધરતીકંપ થવાનો હોય એના કેટલાક કલાક પહેલાં ઊંદરો, કૂતરાં, ઘોડા વગેરે પશુ-પક્ષીઓ બેબાકળા બની દોડાદોડ કરવા લાગે છે એવી માન્યતા છે, પણ તે પણ પૂરેપૂરી સાચી નથી. ધરતીકંપની કોઈ પૂર્વ એંધાણી ન હોવાથી માણસો અગાનક જ ઝડપાઈ જાય છે. ધરતીકંપનો આંચકો અનુભવાય કે તરત રસ્તા પર ખુલ્લામાં ચાલ્યા જવાની સલાહ અપાય છે અને તે સાચી છે, પણ ઊંચાં ઊંચાં મકાનોમાંથી નીચે ઊતરતાં જ જ્યાં વાર લાગે ત્યાં એ ઉપાય શી રીતે અજમાવાય ? અલબત્ત રાતે ધરતીકંપ થાય તો ધરોમાં સૂતેલા માણસોનો ખુવારીનો આંકડો જબરદસ્ત રહે. ગુજરાતમાં દિવસે ધરતીકંપ થયો એટલે ઘરબહાર નીકળેલા, રસ્તા પર અવરજવર કરનારા ઘણા માણસો બચી ગયા. ધરતીકંપની તીવ્રતાની સાથે એ પ્રદેશમાં વસતી કેટલી ગીચ છે, ઇમારતો કેટલી નબળી છે એના ઉપર ખુવારીનો આધાર રહે છે. અફાટ રણપ્રદેશમાં ભારે ધરતીકંપ થાય તો ભૌગોલિક ફેરફારો થાય, પણ ખુવારીની ત્યાં શક્યતા નથી. પરંતુ ગીચ વસતીવાળા પ્રદેશમાં ધરતીકંપ થાય તો જાનમાલને ભારે નુકસાન પહોંચે છે. ચીનમાં તાંગશાન શહે૨માં ૭.૮ની તીવ્રતાવાળો ધરતીકંપ થતાં આશરે અઢી લાખ માણસો માર્યા ગયા હતા, જ્યારે ચીલીમાં ૮.૬નો ધરતીકંપ થતાં આશરે વીસ હજારનાં મૃત્યુ થયાં હતાં. ભારત ગીચ વસતીવાળો અને જૂનાં જર્જરિત મકાનોવાળો દેશ છે. એટલે જ્યારે પણ ભારતમાં મોટી તીવ્રતાવાળો ધરતીકંપ થાય ત્યારે ખુવારીનો આંકડો મોટો જ રહેવાનો. સામાન્ય માન્યતા એવી છે કે પર્વતીય ક્ષેત્રોમાં ધરતીકંપ વધુ થાય છે અને તે પણ શિયાળામાં. સપાટ પ્રદેશોમાં એનું પ્રમાણ ઓછું છે. જાપાન વગેરે કેટલાક દેશોમાં સાધારણ કક્ષાના ધરતીકંપો વરસમાં હજારથી પણ વધુ થયા કરે છે. કેટલાક તો એટલા હળવા હોય છે કે લોકોને એની ખબર પણ પડતી નથી. માત્ર સિસ્મોગ્રાફમાં તે નોંધાય છે.. ગુજરાતમાં સપાટ પ્રદેશમાં
SR No.525986
Book TitlePrabuddha Jivan 2001 Year 12 Ank 01 to 12 - Ank 05 08 10 and 11 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy