________________
૨
પ્રબુદ્ધ જીવન
ગાય-ભેંસ વગેરેના શરીરમાં જે દૂધ ઉત્પન્ન થાય છે. તેનું પ્રમાણ એટલું બધું હોય છે કે તેનાં બચ્ચાંને પૂરતા પ્રમાણમાં દૂધ મળી રહ્યા પછી પણ વધે છે. કુદુરતની એવી રચના છે કે વધારાનું દૂધ ઢોરના શરીરમાં રહી જાય તો એ એના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. વળી દૂધ ફક્ત પાળેલાં ઢોરોનું જ લેવાય છે, જંગલમાં રખડતાં ઢોરોનું નહિ, પાળેલાં ઢોરને સારો ઘાસચારો, કપાસિયા વગેરેનો આહાર આપવામાં આવે તો તે વધુ દૂધ આપે છે. એટલે બચ્ચાંને ખાવાનું દૂધ માણસ ખાઈ જાય છે અથવા બચ્ચાંના ભોગે માણસ મોજ કરે છે એ દલીલમાં તથ્ય નથી. ક્યાંક અયોગ્ય ઘટના નહિ બનતી હોય એવું નથી, પણ સામાન્ય રીતે તો બચ્ચાંની માવજત જ થાય છે. વળી ઢોર પાળવાની પ્રથા અને પાંજરાપોળોની વ્યવસ્થાને કારણે ઢોરોને જંગલમાં હિંસક પ્રાણીઓ ફાડી ખાય એવી ઘટના ઓછી બને છે અને મહાજનો દ્વારા થયેલી પાંજરાપોળની વ્યવસ્થાને લીધે ઢોરો કતલખાને ઓછાં જાય છે. એમાં પણ અહિંસાની, કરુણાની ભાવના રહેલી છે. વસ્તુતઃ આદિકાળના શિકારી માંસાહારી લોકોમાંથી કેટલાકે નિર્દય માંસાહારમાંથી બચવા માટે ખેતી, પશુપાલન અને દૂધના વપરાશ દ્વારા અન્નાહારની પ્રથા ઊભી કરી એમ મનાય છે. જૈન માન્યતા પ્રમાણે ભગવાન ઋષભદેવે લોકોને આ પદ્ધતિ શીખવી હતી.
આમ ગાયભેંસ વગેરેનું દૂધ મેળવવું અને એનું માંસ મેળવવું એ બે વચ્ચે આભ જમીનનો તફાવત છે. એટલે પ્રાણીના શરીરમાંથી નીકળતું હોવાથી દૂધ એ લોહીમાંસ બરાબર છે એમ કહેવું તે નર્યું અજ્ઞાન છે.
જેઓ વનસ્પત્યાહારી છે અને દૂધ કે તેની બનાવટો લેતા નથી તેમની વાત જુદી છે. તેઓ પ્રશંસાને પાત્ર છે. જે વનસ્પત્યાહારી છે તેઓને દૂધમાંથી પૂરતું પોષણ મળી રહે છે, તેઓને માંસાહારની જરૂ૨ નથી રહેતી, પણ જેઓ માંસાહારી છે તેઓને પૂરતા પોષણ માટે દૂધના આહારની જરૂર પડે છે. દૂધ જો લોહી-માંસનું બનેલું હોય તો માંસાહારી લોકોએ દૂધ લેવાને બદલે લોહી-માંસ જ લેવાં જોઈએ એવો તર્ક કરાય છે. હકીકતમાં દૂધનો આહાર માંસાહારી લોકો માટે પણ આવશ્યક મનાયો છે.
તા. ૧૬-૯-૨૦૦૦
ભલામણ કંરી છે. એટલે એ દિવસોમાં અન્ય કોઈ સ્ત્રીને ધાવા આવતું હોય તેવી સ્ત્રીને બાળકને ધવરાવવા માટે રાખવામાં આવતી. કારણ કે માતાનું દૂધ નવજાત શિશુ માટે અનિવાર્ય છે. માતાનું દૂધ એવું ચમત્કારિક છે કે એમ કહેવાય છે કે તે હાથથી કાઢી એક વાટકીમાં રાખવામાં આવે અને એમાં એક જીવતી કીડીને નાખવામાં આવે તો કીડી તેમાં ડૂબીને મરી નહિ જાય, પણ તરતી તરતી બહાર નીકળી જશે.
ભારતમાં લાખો, કરોડો માણસોને પોતાનાં પાળેલાં ઢોર સાથે સ્વજન જેવી લાગણી અનુભવવા મળે છે. બીજી બાજુ માંસ માટે ઢોરની કતલ કરવી પડે છે. એમાં નિર્દયતા રહેલી છે. ઢોર એ વખતે ધ્રૂજે છે, ભયથી વિહ્વળ બની જાય છે, તે ચીસાચીસ કરે છે, એને ઝાડોપેશાબ છૂટી જાય છે, અસહ્ય વેદના તે અનુભવે છે. માંસાહારની. એ ખાસિયત છે કે રસ્તામાં કોઈ મરેલા પડેલા ઢોરનું માંસ માંસાહારી માણસોથી ખાઈ શકાતું નથી, પણ જીવતા ઢોરની કતલ કરીને જ એનું માંસ ખવાય છે.
માનવજીવનનો સૌથી પહેલો આહાર તે દૂધ છે અને તે પણ માતાનું દૂધ. કેટલાક મહિના સુધી નવજાત શિશુ કેવળ માતાના દૂધ પર નિર્ભર રહે છે. એ મોટું થતું જાય છે એ બતાવે છે કે બાળકના શરીરના પોષણ સંવર્ધન માટેનાં તમામ તત્ત્વો માતાના દૂધમાં છે. એમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ વગેરે ઘણાં બધાં તત્ત્વો છે એટલું જ નહિ તે ભાવે એવું મધુર, હલકું, સુપાચ્ય અને પોષક છે. વળી એમાં રોગપ્રતિકારક શક્તિ પણ હોય છે.
માંદગી, મૃત્યુ કે અન્ય કોઈ કારણે બાળકને માતાનું દૂધ ન મળી શકે એમ હોય તો આપણે ત્યાં આયુર્વેદાચાર્યોએ ધાવમાતા-ધાત્રીની
કુદરતની કેવી વ્યવસ્થા છે કે બાળક જન્મે કે તરત માતાના સ્તનમાં દૂધ આવે, માતાને પણ પોતાના બાળકને ધવરાવવાના ભાવ થાય અને જેણે હજુ આંખ પણ ખોલી ન હોય એવા બાળકને તાણ ધાવતાં આવડી જાય. જન્મેલા બાળકને તરત ધાવતાં જોઈએ તો એમ પ્રશ્ન થાય કે બાળકને આ શિખવાડશું કોણે હશે ? પૂર્વજન્મના સંસ્કાર વિના આમ બની શકે નહિ.
માતાનું દૂધ બાળક માટે એટલું અનિવાર્ય છે કે તે એને જન્મથી જો ન મળે અને ગાયભેંસના દૂધ પર રહેવાનો જો વારો આવે તો બાળકનું આરોગ્ય જોખમાય છે. મૃત્યુની સંભવિતતા રહે છે. પશુઓમાં પણ એવા દાખલા જોવા મળે છે. કોઈ કૂતરી ગલુડિયાંને જન્મ આપીને બેચાર દિવસમાં જ કોઈ અકસ્માતમાં મૃત્યુ પામી હોય અને દયાળુ લોકો ગલુડિયાંને ગાયભેંસનું દૂધ પાતળું કરીને પીવડાવે તોપણ ગલુડિયાં ઝાઝો વખત જીવતાં રહેતાં નથી. એટલે જો દૂધને માંસાહાર બરાબર ગાવામાં આવે તો મનુષ્ય જન્મથી જ માંસાહારી છે એમ સ્વીકારવું પડે, એટલું જ નહિ તે જન્મથી જ નર (નારી) ભક્ષી (Cannibal) છે એમ કહેવાનો વખત આવશે. પરંતુ દૂધ હિંસક નહિ, અહિંસક છે. વાત્સલ્ય અને કરૂણાનું પ્રતીક છે. જૈનોના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરના પગે ચંડકોશિકે જ્યારે ડંખ દીધો ત્યારે તેમના પગમાંથી લોહી ન વહેતાં દૂધ વહ્યું હતું. એ બતાવે છે કે ભગવાનને ચંડકોશિક જેવા દૃષ્ટિવિષ સર્પ પ્રત્યે પણ કેવો અપાર વાત્સલ્યભાવ હતો !
જૈન ધર્મ પ્રમાણે સ્તનપાન કરાવતી માતાનું દૂધ અચિત છે. તે હુંફાળું અને જીવાણુરહિત-Bacteria free હોય છે. આર્ય વજ્રરવામીએ જન્મ્યા ત્યારથી તે જીવનના અંત સુધી ચિત વાનગીનો આહાર નહોતો કર્યો. તો પછી એમણે જન્મ્યા પછી માતાનું ધાવણ લીધું હતું કે નહિ ? શાસ્ત્રકારો કહે છે કે એમણે માતાનું ધાવણ લીધું હતું, પણ ધાવા તો અચિત્ત હોય છે. એટલે વજસ્વામીની વાત સાચી છે. આજે કોઈ ઠેકાણે મેલેરિયા, ટાઈફોઈડ કે એવો બીજો કોઈ ચેપી રોગ ફેલાયો હોય ત્યાં ધાવણા બાળકને લઈ જવાનો પ્રસંગ આવે તો બાળકને ચેપ લાગે કે નહિ ? દાક્તરો-પશ્વિમના નિષ્ણાત દાક્તરો પા કહેશે કે બાળક જ્યાં સુધી ફક્ત માતાના ધાવણ ૫૨ જ રહેતું હોય અને એને વધારાનું દૂધ કે પાણી આપવામાં ન આવતું હોય તો બાળકને ચેપ લાગવાનું કોઈ જ જોખમ હોતું નથી.
દૂધ સંપૂર્ણ આહાર તો છે જ, પણ એનામાં ઔષધીય ગુણો પણ ઘણા બધા છે. જીર્ણજ્વર, ક્ષયરોગ, મૂર્છા, પાંડુરોગ, સંગ્રહણી, શોખરોગ, દાહ, તૃષારોગ, શૂલ, ઉદાવર્ત, ગુલ્મ, હરસ, પિત્તરોગ, રક્તપિત્ત, અલ્સર, યોનિરોગ, ગર્ભસ્રાવ વગેરે ઘણા રોગોમાં દૂધ અકસીર કામ કરે છે. કેટલીયે દવાઓ ગાયના દૂધમાં બનાવવામાં આવે છે. કેટલીક દવાઓ દુગ્ધાનુપાનની હોય છે એટલે કે તે દવા લીધા પછી દૂધ પીવું જોઈએ કે જેથી તે ગરમ ન પડે. દૂધને વિષાપહ૨